Darr Harpal - 6 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ડર હરપળ - 6

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ડર હરપળ - 6


પાર્ટીની વચ્ચે જ જ્યારે નરેશ પર એના પપ્પા નો કોલ આવ્યો તો એ થોડો દૂર ગયો. પરાગ એને જોઈ રહ્યો હતો. એ એના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો અને એના પર થી લાગતું હતું કે કઈક મોટી મુસીબત આવી છે.

"યાર પરાગ, જે તાંત્રિકે આ રીંગ અભિમંત્રિત કરી છે એમને આપણને ત્યાં બોલાવ્યા છે, એક કામ કર ને તું લે આ કારની ચાવી અને તું ત્યાં જા, શું કહે છે બાબા એ જાણી લે અને મને કહેજે, હું હમણાં અહીં જ રહું છું, આપને કોલ થી કનેક્ટ રહીશું.." નરેશે એને ચાવી આપી દીધી.

થોડીવાર માં તો પરાગ કાર સાથે રોડ પર હતો. રસ્તામાં અચાનક જ કઈક આવ્યું હોય એમ લાગ્યું અને એને જોરથી બ્રેક મારી દીધી. રોડ પર કોઈ છોકરી બેહોશ પડી હોય એવું લાગ્યું. એણે જઈને એને ઉભી કરી.

"ધારા," એને એનું નામ કહ્યું. એનાં ગળામાં માળાઓ હતી અને એ થોડી અલગ જ લાગી રહી હતી.

"હા, તો તમે ભવિષ્ય જાણી લો છો.." પરાગ મજાકમાં બોલ્યો.

ધારા હવે પરાગ સાથે બેક સીટમાં હતી અને બંને જતાં હતાં.

"ના, એમ તો ના કહેવાય, પણ હા, મારી પાસે અમુક શક્તિ છે કે હું નેગેટિવ એનર્જીને ફીલ કરી શકું છું અને સમય આવ્યે એને થોડા સમય સુધી રોકી પણ શકું છું, પણ હજી મને એ કામ બરાબર નહિ ફાવ્યું. તો પણ અમુક સમય સુધી હું રોકી શકુ છું.." ધારા બોલી.

"એક વાત કહું?"

"આ તમે યાર આટલા મસ્ત યંગ છો અને આ શું બધું કરો છો?! લાઇફ એન્જોય કરો ને!" પરાગ એ એને કહ્યું.

"તમે કેમ લગ્ન નહિ કર્યું તો મને કહો છોં!"

"કહું તમને મારી કહાની.."

"હા, રસ્તો પણ કપાઈ જશે.."

"હું એક છોકરીને બહુ જ પ્યાર કરતો હતો, એ પણ મને બહુ જ પ્યાર કરતી હતી, અમે બંને એકબીજાને ક્યારે પણ મળ્યાં નહોતાં, તો પણ એ મને બહુ જ પ્યાર કરતી હતી, અમારા ગ્રુપમાં ની જ એ હતી, પણ એને મને કઈ કહ્યું જ ના કે એ કોણ હતી."

"વેઇટ.." પરાગ ને એકદમ જ લાઈટ થયું.

"નિધિ, તું!" એ બોલી ગયો.

આ બાજુ નિધિ એ પણ સ્માઈલ આપી દીધી.

"ઓહ શીટ! તું હતી ક્યાં યાર.." પરાગ એ કહ્યું.

"એ છોડ તેં મને કેટલું મિસ કરી?!" નિધિ એ લાડમાં કહ્યું.

"સોરી, પપ્પા સાથે ફોરેન ગઈ હતી યાર, આવી તો ખબર પડી કે તમારા બંને પર મુસીબત છે એટલે જ હું એક તાંત્રિક પાસે ગઈ, એમને મને થોડુ જ્ઞાન આપ્યું અને એટલે જ હું આવી ગઈ.." નિધિ બોલી.

"ડોન્ટ ટેલ મી કે તું જ મને પ્યાર કરે છે!" પરાગ બોલ્યો.

"હા, તો હું જ તો પ્યાર કરું છું!" નિધિ હસી પડી.

"હા, દેખ સારું થયું તું આવી ગઈ યાર, સાચે બહુ જ એકલું ફીલ થતું હતું, હવે જો હું મરું તો.."

"શટ આપ! તારી ચિંતા છે એટલે જ તો ત્રણ મહિના ત્યાં હું આ શીખતી રહી ને, તું ખુદને એકલો ના માન હું તારી જોડે જ છું, રિલેક્સ!" નિધિ આવી અને પરાગને આશ્વાસન આપ્યું. કોઈ આમ અચાનક આવે તો બહુ જ ગમે છે પણ ખરા સમય પર આવે તો લાગે છે કે ભગવાન એ જ એમને આપની મદદ માટે મોકલ્યા છે. અને અત્યારે જે માહોલ હતો કે જેમ નરેશ અને પરાગ ની જાન જોખમમાં હતી, નિધિ નાં આવવાથી પરાગ ને બહુ જ સારું લાગી રહ્યું હતું.

વધુ આવતા અંકે..

એપિસોડ 7માં જોશો: "જો જેવી જ હું અહીં આવી તો ખબર પડી કે આમ તમારા બધાં જ દોસ્તો મરી ગયા છે અને એ સૌના ઇન્ટરનલ ઓર્ગન ડેમેજ થવાનું કોમન છે, મને તારા માટે બહુ જ ડર લાગ્યો અને એટલે જ હું આ તાંત્રિક પાસે જ્ઞાન લેવા ગઈ.."

"હા, બરાબર છે પણ યાર, તું બધું બરાબર શીખી તો છે ને?! તારી આદત ખબર છે મને કારણ કે તારા દિમાગમાં વાત જલ્દી ઉતરતી નહિ!" પરાગ એની મજાક ઉડાવે છે.