Darr Harpal - 4 in Gujarati Horror Stories by Hitesh Parmar books and stories PDF | ડર હરપળ - 4

Featured Books
  • താലി

    താലി ഭാഗം 1" ജീവാ.... ഈ കടയിൽ ചോദിച്ച് നോക്ക്... ഇതാ... അഡ്ര...

  • പ്രാണബന്ധനം - 6

    പ്രണബന്ധനം 6ഒരുവിധംകറക്കംഎല്ലാംകഴിഞ്ഞ അഞ്ചുപേരുംവൈകിട്ടാണ് വ...

  • പ്രതീക്ഷ

    "ഡാ.. മനു... എണീക്കണില്ലേ.. നീ..."           " ആ....  എണീക്ക...

  • പ്രാണബന്ധനം - 5

    പ്രാണബന്ധനം 5ഇനി പറ ചേച്ചിയുടെ ഇന്നത്തെ അവസ്ഥക്ക് ആരാ കാരണം?...

  • ആകാശം ജ്വലിച്ചു നിന്ന രാത്രി

    പേൾ ഹാർബറിനെതിരായ ദാരുണമായ ആക്രമണത്തിന് ഏതാനും മാസങ്ങൾ കഴിഞ്...

Categories
Share

ડર હરપળ - 4


નરેશ પહેલેથી જ બહુ જ લાડથી ઉછરેલો હતો અને એને લાઇફમાં જે પણ ગમે એ એને મેળવી જ લેતો. એ એનું બિલકુલ ધ્યાન જ ના રાખે કે કોઈ શું વિચારશે. એના દરેક નાના મોટા ઝઘડાને તો ખુદ એના પપ્પા જ નિપટાવી દેતાં અને એટલે જ એને ના કરવાની વસ્તુઓ પણ કરવાનું થઈ જતું. પણ એ અણજાણ હતો કે એને જે ભૂલ કરી હતી, એનું પરિણામ બહુ જ ભયાનક આવવાનું હતું. દરેક વાર પૈસા બચાવી ના લે, પણ સ્વાર્થથી ચાલતી આ દુનિયામાં પૈસાથી જ બધું ચાલે છે.

"પપ્પાએ બહુ મોટા તાંત્રિક પાસેથી આ રીંગ અભિમંત્રિત કરી છે, જ્યાં સુધી મારા હાથમાં આ રીંગ હશે, કોઈ તને કે મને ટચ પણ નહિ કરી શકે." નરેશ ની વાતથી પરાગ પણ બહુ જ નિશ્ચિંત થઈ ગયો હતો.

🔵🔵🔵🔵🔵

ઘણાં દિવસો આમ જ પસાર થઈ ગયા. પરાગ અને નરેશ નિશ્ચિંત થઈ ગયા હતા. એમને એમ હતું કે બલા ટળી ગઈ હતી, પણ એ લોકો અણજાણ હતાં કે બલા ખાલી ટળી હતી, પણ ખતમ નહોતી થઈ.

"એ વાત સાંભળી તેં?!" પરાગે એક દિવસ અચાનક જ નરેશ ને કોલ કરી દીધો.

"ના, શું થયું?!" નરેશે પૂછ્યું.

"પેલી રીના છે ને?!"

"કોણ રીના?!"

"અરે રીના.. તું જેને બહુ જ પ્યાર કરતો હતો પણ એ તને ભાવ જ નહોતી આપતી એ!" પરાગ એ એવી રીતે કહ્યું તો એને તુરંત જ યાદ આવી ગઈ.

"ઓહ, હા, તો?!" નરેશે પૂછ્યું.

"તો એમ કે એના લગ્ન છે લાસ્ટ નાઈટ, અને એને આપણને ઇન્વાઇટ કર્યા છે!!"

"ઓહ, તો જવું પડશે કે શું ભાઈ?!"

"હા, પણ હું એને લગ્ન કરવા નહિ દઉં!"

"ઓહ કમ ઓન, તું બધાં સાથે એવું ના કર.. યાદ છે ને તને દીપ્તિ સાથે તેં જેવું કરેલું તો.." પરાગ કઈક કહેતાં કહેતાં એકદમ જ અટકી ગયો.

"નરેશ.. નરેશ.. મને કઈક થાય છે.. સેવ મી, બ્રો!" પરાગ એ અચાનક જ બૂમો પાડવાની ચાલુ કરી દીધી.

નરેશે એના ડાબે હાથે જોયું, રીંગ ભૂલમાં સરકીને અડધી બહાર આવી ગઈ હતી. એણે તુરંત જ રિંગને પહેરી લીધી અને સાથે જ આ બાજુ પરાગના જીવમાં જીવ આવ્યો.

"અરે, તારા માટે હજી મરવાનું બાકી છે યાર, તું જેમ કહે છે હું એમ જ કરું છું.." ખરેખર તો પરાગ હવે થોડો અકળાયો પણ હતો.

"ના, તું એવું ના બોલ ભાઈ!" નરેશે એને કહ્યું.

"ક્યારે જવાનું છે, આ મહિનાની સત્તર તારીખે.."

"ઓકે.. અને તું ચિંતા ના કર.." નરેશે એને સમજાવ્યું.

🔵🔵🔵🔵🔵

ક્રાઇમ કરીને માણસ એનાથી બચવા જાય છે, ચાહે છે કે એ ક્રાઇમ ને એ સામાન્ય ઘટના બનાવી દે, પણ એક જ ક્રાઇમ ને લીધે એને કેટલું બધું ભોગવવું પડે છે, કેટલા બધાં લોકો એની સાથે સંકળાય છે અને કેટલા બધાં લોકોએ જાનથી હાથ ધોવા પડે છે. એમાં અમુક લોકોની તો કઈ ભૂલ પણ નહિ હોતી. વધુમાં જ્યારે આત્મા પોતે જ બદલો લેવા આવી જાય ત્યારે ગમે એટલી મિલકત કેમ ના હોય, પૈસા કઈ જ બચાવતું નહિ.

વધુ આવતા અંકે..

એપિસોડ 5માં જોશો: "સોરી, બટ, હમણાં હું પ્યાર કરવા નહિ માગતી!" દીપ્તિ એ સૌની સામે જ એનું પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હતું. જો એની જગ્યા એ કોઈ પણ છોકરી હોત તો એ માની જ જાત, અરે માનવું જ પડે! નરેશ પાસે બધું જ હતું. જો દીપ્તિ ડ્રેસ માંગત તો એની સામે ડ્રેસની લાઈન લાગી જાત, પણ દીપ્તિ બીજા જેવી નહોતી. એણે તો એનું સપનું પૂરું કરવું હતું. મિડલ ક્લાસ માં રહેનાર દરેક વ્યક્તિ બસ એક જ સપનું જોવે છે કે એ એમના મમ્મી પપ્પાને હંમેશાં ખુશ રાખે.