vaishyalay - 21 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 21

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

વૈશ્યાલય - 21

બાઈક ને પાર્ક કરી બન્ને દરિયાના કિનારા તરફ એકબીજાના હાથમા હાથ લઇ ધીરે પગલે ચાલતા થયા. શહેરના ઘણા લોકો પણ સાંજનો દરિયાનો નજારો જીવા આવ્યા હતા. ખાણીપીણી વાળા પણ ટેન્ટ લગાવી પોતાની રોજગારી મેળવતા હતા. અગાધ પાણી સામે હોવા છતાં નાના બાળકો પાણી ની ડોલમાં પાણીની બોટલો વેચવા માટે બૂમો પાડી રહ્યા હતા. એક ફાટેક કપડાં વાળો ભિખારી હરેક માણસ પાસે લાંબો હાથ કરી માંગી રહ્યો હતો. બાળકોના માતાપિતા બાળક દરિયામાં દૂર જતું ન રહે એ માટે હાથ પકડી કિનારા પર આવતી લહેરોમાં ભીંજાય કુદરતના હિલોળાનો આનંદ લઇ રહ્યા હતા. દૂર દૂર સુધી પાણીનો અગાધ ભંડાર દેખાય રહ્યો હતો. ત્યાં જ સૂરજ દરિયામાં ગરકાવ થઇ ગયો હોઈ અને પાછળ દરિયાની સપાટી પર લાલાશ વિખેરતો ગયો હોઈ એવું દ્રશ્ય સર્જાય ગયું.

"ચા પીવી છે...?" અંશે કિંજલની હાથ હળવેથી દબાવતા પૂછ્યું.

"તુ કહે અને હું ન પીવું એવું કઈ બનતું હસે ભલા.." તીખાડી ઉડાવતી હોઈ એમ મસ્તીમાં કિંજલે હકાર ભર્યો.

બન્ને ચા નું લારી પાસે ગયા, માટીના કુલહડમાં ચા આપી. પૈસા ચૂકવ્યા બન્ને એક લાકડાના જૂના બાંકડા પર બેસી ચાનો આનંદ માનવા લાગ્યા. સૂરજ નિશાના આગોશમાં આવી ચુક્યો હોઈ એમ ધીરેધીરે અંધકારની ચાદર ધરતી પર પથરાય રહી હતી. લોકો પણ પોતાના ઘર તરફ જવા માટે નીકળવા લાગ્યા હતા. ફેરિયાઓની બૂમોની જગ્યા હવે દરિયાના મોજા લઇ રહ્યા હતા. તમામ દુકાનો બંધ કરવાની તૈયારી થઇ રહી હતી.

"યાર ગજબ છે તુ, આટલીવાર માં મેં બે પ્યાલી ચા પી લીધી હોઈ." અંશને ચીડવવામાં મૂડમાં હોઈ એમ કિંજલ અંશને કહેવા લાગી. અંશ બસ એને સ્મિત આપી સાંભળતો હતો. "મારાં પપ્પા એ કહ્યું છે, જમાઈ ગમે એવો હોઈ ચાલે પણ આળસુ ન હોવો જોઈએ." અંશ હસવા લાગ્યો. ચા ખતમ કરી દૂરથી દરિયાના કિનારે આવતા મોજાને જોઈ. બોલ્યો, "સ્વીટ હાર્ટ, તે ચા પીધી છે જયારે મેં આ ચા ને માણી છે. આ ઉગતી રાતે, દરિયા કિનારે, ભેજ વાળા પવનમાં, ખુલ્લા આકાશ નીચે, તારા સંગાથમાં કેટલા મહિનાઓ પછી મેં ચા ને માણી છે."

"તારામાં આ કવિત્વ ક્યારે ગાયબ થશે..? ખરેખર ભગવાને પ્રેમ પણ એવા માણસ જોડે કરાવ્યો જેના તમામ શોખ મારાથી ઘણા વિપરીત છે. અહીંયા સાહિત્ય કે ઇતિહાસ કે ફિલોસોફી માં કઈ ખબર પડતી નથી અને આ સાહેબ ફિલોસોફી જ કર્યા કરે."

"ઓહ... હવે ડોક્ટર મેડમ તમને અફસોસ થાય છે..? પણ હજુ કઈ મોડું નથી થયું હો..." અંશ પણ મસ્તીના મૂડમાં આવી ગયો હતો.

"હજુ વિચારી લેજે પછી કહેતો નહીં કે જતી રહી.." કિંજલના ચહેરાની લકીરો બદલવા લાગી. પણ હજુ અંશ મસ્તીમાં જ હતો.

"અરે વાંધો નહીં તને ભી મસ્ત ડોક્ટર મળી જશે."

કિંજલ ગુસ્સામાં ઉભી થઇ જવા લાગી. અંશ પાછળ દોડ્યો. તેનો હાથ પકડી લીધો પણ, કિંજલે ઝટકા સાથે છોડાવી ચહેરો ચડાવી ચાલવા લાગી. ફરી વાર અંશે હાથ પડ્યો.

"સોરી સ્વીટ હાર્ટ મસ્તી કરતો હતો.. પ્લીઝ ઉભીતો રહે.."

કિંજલે કોઈ જ જવાબ ન આપ્યું અંશ ની સામે ચહેરો વાંકો કર્યો. અંશને થયું આને ખોટે ગુસ્સો કરી. અંશ રીતસરનો કરગરવા લાગ્યો. આ જોઈ કિંજલે અંશને બાહોમાં લઈ લીધો. "પાગલ હું પણ મસ્તી કરતી હતી."

ફરી બન્ને હાથમાહાથ લઈ ચાલવા લાગ્યા. હવે ખુબ ઓછા લોકો બીચ પર દેખાય રહ્યા હતા. એમાં પણ વધુ સારસ અને સારસી જ હતા. એક યુગલ પોતાના પ્રેમમાં દુનિયાની પરવાહ કર્યા વગર મગ્ન હતું. આ દ્રશ્ય જોઈ કિંજલે અંશ સામે કમુક નજર કરી અંશના હાથને દબાવી દીધો. અંશ પણ એ સમજી ગયો હતો કે કિંજલ શું કહેવા માંગે છે. પણ પેલા યુગલને કોઈ જ પરવાહ નહોતી કે એને કોઈ જોઈ રહ્યું છે.

પુરા વાતાવરણમાં દરિયાના મોજા સિવાય બીજી કોઈ શોર ન હતો. ક્યારેક ક્યારેક રસ્તા પર વહાનનો પ્રકાશ દેખાઈ આવતો, કોઈ આવવા વાળા હોઈ. પોલીસની ગાડીનું સાઇલન સાંભળ્યું, થોડીવારમાં તો અંશ અને કિંજલ બેઠા હતા ત્યાં પોલીસ વાળો આવી બોલ્યો, "જવાનીની મસ્તીમાં દરિયામાં ડૂબી ન મરતા, ધ્યાન રાખજો અને દરિયાથી થોડા દૂર રહેજો. બાકી સવારે અમારે આવી શોધવા પડશે..." આટલુ કહી પોલીસવાળો જતો રહ્યો જાણે આ એને રોજનું બોલવાનું થયું હોઈ. પણ ચંચળ કિંજલે એક વાક્ય પકડી લીધું.. " સાંભળ્યું મિસ્ટર ફિલોસોફર... જવાનીની મસ્તીમાં થોડું ધ્યાન રાખવું, વસ્તી ઓછી થઇ જાય અથવા વસ્તી વધી જાય... "

બન્ને હસવા લાગ્યા...

ક્રમશ: