Chhappar Pagi - 70 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 70

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

છપ્પર પગી - 70

છપ્પર પગી ( ભાગ - ૭૦ )
——————————
નિયત ચોઘડીયે લોકાર્પણ કરવાનુ હતુ એટલે અડધો કલાક પહેલા અભિષેકભાઈ પોતાનાં માતા પિતા અને સ્વામીજીને લેવા આશ્રમ પર આવી જાય છે, પણ પોતાનાં માતા પિતાનાં રૂમમાં પ્રવેશે છે તો જુએ છે કે શેઠ તૈયાર થઈને આરામ ખુરશી પર સુતા છે.શેઠાણી પોતાનાં રૂમમાં નથી. અભિષેકભાઈ એમને જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ રિસ્પોન્સ નથી મળતો. એમણે પલ્સ ચેક કરવા માટે પિતાજીનું કાંડુ પકડ્યુ… જેમ જેમ સેકન્ડ્સ વધતી જાય છે તેમ તેમ અભિષેકભાઈના ચહેરા પરથી નૂર ઘટતું જાય છે.
એકદમ જ રૂમનો દરવાજો ખૂલે છે. સ્વામીજી અને શેઠાણી એ રૂમ માં પ્રવેશે છે.
શેઠાણીએ તરત કહ્યું , ‘અરે બેટા આવી ગયો તું ? તારા પપ્પા તૈયાર થઈને આરામ ખુરશી પર બેઠાં બેઠાં સુઈ ગયા હતા અને હું તૈયાર થઈ રહી હતી. મને થયુ કે ભલે થોડીવાર સુઈ ગયા, જતી વખતે જગાડીશ.પણ મેં બે વાર હાથ પકડી જગાડ્યા તો સહેજ હાથ હલાવીને પરત આરામ ખુરશીના હાથા પર હાથ મુકી સુઈ રહ્યા. મને થોડી ગભરામણ થઈ તો હું તરત સ્વામીજીને બોલાવી લાવી… જો ને બેટા કેમ જાગતાં નથી તારા પપ્પા..?’
અભિષેકભાઈની ફરી હિંમત જ ન થઈ કે પપ્પાનો હાથ પકડી ફરી પલ્સ ચેક કરે.. એ શૂન્યમનસ્ક ભાવે પોતાનાં નિશબ્દ પિતાના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. મા પપ્પાને થોડી વાર સુઈ રહેવા દે… તમે અને સ્વામીજી હોસ્પીટલ જવા નિકળી જાઓ. હું અહીં બેસુ છું થોડી વાર પછી પપ્પા જાગે એટલે લઈને આવું છું. મને લાગે છે પપ્પાને આરામની જરૂર છે. શેઠાણીને આ પરિસ્થિતીમાં શું રિએક્ટ કરવું એ ખબર ન પડી એટલે માત્ર એટલું જ કહ્યુ, ‘ના.. હું તો એમની સાથે જ…બસ તમે બન્ને જવા માટે નીકળો ત્યાં બધા રાહ જુએ એ યોગ્ય નથી.તમે અમારી રાહ ન જોશો, સમય સાચવી લો. એ જાગશે તો અમે બન્ને થોડાં મોડા આવી જઈશું. અભિષેકભાઈ અને શેઠાણી જે રીતે બોલ્યા એ કદાચ સૂચક હતું, બન્ને સમય કરતાં પણ એકબીજાને અને ખાસ તો પરિસ્થીતી સાચવવા વિફળ પ્રયત્ન કરતાં હોય તેવું સ્વામીજીને લાગ્યું. સ્વામીજીએ અભિષેકભાઈનાં ખભે હળવેથી હાથ મૂક્યો અને પુરી સ્વસ્થતાથી કહ્યુ, ‘ અભિષેકભાઈ તમે શેઠાણીને લઈને તરત નીકળી જાઓ. મારા પર ભરોસો રાખો, હમણાં થોડી વારમાં જ હું એમને લઈને પહોંચું છું. લોકાર્પણ એમની ઉપસ્થિતીમાંજ થશે.’
છેલ્લાં ઘણા સમયથી અભિષેકભાઈ સ્વામીજીની જોડે જ સતત રહેતા હતા…સ્વામીજી કંઈ કહે એ શબ્દો એ પાછળ અચૂક કોઈ મર્મ, આશય કે ઔચિત્ય હોય તે હવે અભિષેકભાઈ બરોબર પામી ગયા હતા. શેઠાણીએ દુનિયા જોઈ હતી, અનુભવો થી પાકટ બનેલ હતા. એમણે પણ કોઈ જ આનાકાની પોતાનાં અસ્થિર કદમ દિકરાને ખભે હાથ રાખી આગળ વધાર્યા. રૂમની બહાર નીકળે છે. બહાર એકાએક જ પવન સદતંર બંધ થઈ ગયો હતો. વૃક્ષો જાણે એકાએક જ નિષ્પ્રાણ બની ગયા હોય તેમ બિલકુલ હલન ચલન વગર સ્થિર ઉભા ઉભા શેઠાણીના આ અસ્થિર કદમનાં સાક્ષી બની રહ્યા હતા. આશ્રમની બહારના પુષ્પોએ જાણે મહેંકવાનુ બંધ કરી દીધુ હોય અને સાવ નિર્મોહી થઈ ગયા હોય તેવાં ભાસે છે. પક્ષીઓનો કેકારવથી જે આશ્રમ સતત ગુંજતો હોય તે અત્યારે સ્મશાનવત શાંતિ હોય તેવો દિશે છે. એક એક કદમ શેઠાણી બહાર તરફ લઈ જઈ રહ્યા હતા તે વધારે ને વધારે ભારેખમ લાગી રહ્યા છે. માતા અને પુત્ર બન્ને ને ખૂબ બેચેની લાગે છે પણ સ્વામીજીના એક વાક્યના ભરોસે ધીમા પગલે કાર તરફ આગળ વધે છે. બન્ને કારમાં બેસતી વેળાએ એકબીજા સામે સતત જોઈ રહે છે.
કારનો દરવાજો બંધ કરવાની હિંમત બન્નેમાંથી કોઈની એ નથી થતી.. બે ત્રણ મિનીટ રાહ જોયાં પછી ડ્રાઈવર પાછળ ફરીને પુછે છે, ‘સાહબ.. રૂકના હૈ કે નિકલેં?’
‘બસ દો મિનીટ..’
બે મિનીટ બિલકુલ નિરવ શાંતિ પ્રસરાયેલ રહે છે. શેઠાણી પોતાની સાઈડનાં ખૂલ્લા દરવાજે થી બહાર એકીટશે જોઈ રહ્યા છે. અભિષેકભાઈ હવે હળવેથી પોતાની બાજુનો દરવાજો બંધ કરવા હળવેથી પ્રયત્ન કરે છે પણ અચાનક જ બહાર સુસવાટા મારતો પવનની એક ઝાલક દરવાજાને વિરુદ્ધ દિશામાં ધકેલે છે. અભિષેકભાઈનો હાથ કારનાં દરવાજે થી હટી જાય છે.
વૃક્ષો અંગડાઈ મરોડીને જાગ્યા હોય તેમ વધતા જતા પવનના જોરે તાલબદ્ધ રીતે જાણે ડોલવા માંડ્યા હોય તેમ પુનઃ હિલ્લોળે ચડ્યા. પક્ષીઓનો મધૂર નાદ ફરી ગૂંજવા લાગ્યો. પુષ્પો જાણે ફરી નવપલ્લવિત થઈ ગયા હોય તેમ હવે મીઠીં સુગંધ વહેંચી રહ્યા છે. આશ્રમથી થોડે દૂર મા ગંગાનું વ્હેણ હવે પવનની જોડે જાણે સંગીતબદ્ધ થયું હોય તેમ મહાકવિ જગન્નાથનું લહેરી કાવ્ય “ગંગા લ્હેરી” ની જેમ મધૂર ધ્વનિ છેડી રહ્યું હોય તેમ ભાસે છે. શેઠાણીની બેચેની અચાનક જ આ બદલાયેલ વાતાવરણ ની સાથે અદ્રશ્ય થઈ જાય છે.. મન એકદમ જ પ્રફૂલ્લિત થઈ ઉઠે છે… જાણે ધ્યાનસ્થ થઈ ગયા હોય તેમ એ બન્ને ને કંઈ જ સમજાતું નથી. એ જ સમયે આશ્રમનો સેવકભાઈ દોડતો દોડતો કાર પાસે આવે છે અને કહે છે, ‘રૂકો સાહેબ … રૂક જાઓ જરાં…’

(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા