SAM BAHADUR in Gujarati Biography by Bipin Ramani books and stories PDF | સેમ બહાદુર - જનરલ સામ માણેકશા

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

સેમ બહાદુર - જનરલ સામ માણેકશા

સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા (૩ એપ્રિલ, ૧૯૧૪ – ૨૭ જૂન, ૨૦૦૮) જે સામ માણેકશા અને સેમ બહાદુર ("સેમ ધ બ્રેવ") તરીકે વ્યાપકપણે જાણીતા હતા, તેઓ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના આર્મી સ્ટાફના વડા હતા અને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા ભારતીય સેનાના પ્રથમ અધિકારી હતા. તેમની સક્રિય લશ્કરી કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી ફેલાયેલી હતી, જેની શરૂઆત બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ ભારતીય સેનામાં સેવાથી થઈ હતી.

જીવન

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયો હતો. માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીની પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના રોજ વિવાહમાં પરિણમી હતી. ૧૯૬૯માં તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩માં તેમણે ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.

૧૯૭૩માં સેના પ્રમુખના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટનમાં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયુમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થયું હતું.

સૈન્ય કારકિર્દી

૧૭મી ઇન્ફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સૅમે પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ઘમાં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, ૪-૧૨ ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના કેપ્ટન પદે બર્મા (બ્રહ્મદેશ) અભિયાન દરમ્યાન સેતાંગ નદીના તટ પર જાપાનીઓથી યુદ્ધ લડતા તેઓ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતાં.

સ્વસ્થ થતા માણેકશા પહલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સની ૧૪મી સેના ના ૧૨ ફ્રંટિયર રાઇફલ ફોર્સ માં લેફ્ટિનેંટ બની બર્મા ના જંગલોમાં ફરી એક વાર જાપાનીઓ સાથી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા, અહીં તેઓ ભીષણ લડ઼ાઈ માં ફરી ખરાબ રીતે ઘાયલ થયા, દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સૅમ ને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.

૧૯૪૬ માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં, વિભાજન બાદ ૧૯૪૭-૪૮ ની કાશ્મીર ની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખા ઓએ જ તેમને સૅમ બહાદુર ના નામથી સૌથી પહલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યા ને સુલઝાવવા ના અવિસ્મરણીય યોગદાન માટે ૧૯૬૮ માં પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા.

૭ જૂન ૧૯૬૯ ના સૅમ માનેકશૉ જનરલ કુમારમંગલમ પછી ભારત ના ૮મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવ ની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિયોં ના જથ્થા પૂર્વી પાકિસ્તાન થી ભારત આવવા લાગ્યાં અને યુદ્ઘ અવશ્યંભાવી થઈ ગયો, ડિસેમ્બર ૧૯૭૧માં એ આશંકા સત્ય સિદ્ઘ હુઈ, સૅમ ના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાન ની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશ નું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવા ને અનુલક્ષી તેમને ૧૯૭૨ માં પદ્મવિભૂષણ તથા ૧ જાન્યુઆરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના માનદ પદ થી અલંકૃત કરવામાં આવ્યાં. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સૅમ બહાદુર ૧૫ જનવરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના પદ થી સેવાનિવૃત્ત થયાં.

વ્યક્તિત્વ


માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.

જન્મ 3 April 1914
અમૃતસર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ 27 June 2008 (ઉંમર 94)
વેલિંગ્ટન, તમિલનાડુ, ભારત

પુરસ્કારો
-----
પદ્મવિભૂષણ
પદ્મભૂષણ
મિલેટ્રી ક્રોસ