Memories of years and today's stories in Gujarati Poems by Shreya Parmar books and stories PDF | વર્ષો ની યાદો ને આજ ની વાતો

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વર્ષો ની યાદો ને આજ ની વાતો

ક્યાં થી ક્યાં આવી ગયા ને
વરસો ના વા 'ણા વિતી ગયાં
અડકો દડકો રમતા રમતા
સ્માર્ટ ફોન માં ક્યાં વસી ગયા
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
ગરમી નાં એ દિવસો માં
પીપળ નીચે બેસેલા ને
ક્યાં A.C વચ્ચે આવી ગયા
વડલા ડાળે હીંચકો બાંધ્યો
જુલી હીંચકો મોટા થયા
ગામને પાદરે લંગડી રમતાં
શહેર માં ક્યાં ફસાઈ ગયા
ક્યાં થી ક્યાં આવી ગયા વરસો ના વા 'ણા વિતી ગયા
શિયાળા માં તાપણી કરતા
કરતા સુખ ને દુઃખ ની વાતો
તડકે બેસતાં ને કોડી રમતાં
કરતા ખેલ ને ખુલાસો
ભાઈબંધી અમારી એ સરસ મજા ની
મન માં ના હોય વેર
શહેર ની મીઠી વાણી ઓ માં
ભરેલું છે ભરપૂર ઝેર
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
મજાક ને મશ્કરી નો સમય ગુમાવી ને
મોબાઈલ ફોન ના જોક્સ માં આવી ગયા
તહેવાર અનોખો છે ગામ નો ને
મસ્તી સંગ એ ઉજવણી
કોઈ સાથે સમય નથી ને
હવે શું તહેવાર ? ને શું એની ઉજવણી ?
રંગો નો એ તહેવાર આવ્યો
રંગ બે રંગી સપના એ તો લાવ્યો સાથે
ફાગણ આવ્યો ને હોળી લાવ્યો
માનવી લઈએ ને હાથે
કોણ છોકરો ને કોણ છોકરી
અમે રમતા બધા સાથે
આજ કાલ ના જમાના માં
હસતા પણ હવે બીક લાગે
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
તડબૂચ, સક્કરટેટી, પપૈયા ખાવા ને બદલે
ફ્રૂટ જ્યૂસ પિતા સૌ થઇ ગયા
આંબલી ના કચૂકા સાચવી ને
રમતા અમદાવાદ ને રમતા ખેલ કચૂકો
કોણ જાણે શું હતું એ ?
હવે લેતા બીજા ના વાદ
દેખ દેખી માં આવી ગયા ને
જોવે નહિ પોતાનું કામ
હરિ ભજન ભજતાં ને ત્યારે
લેતા હરી નું નામ
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
મહેમાન ને ભજીયા ને બદલે
ફ્રેન્ચ ફ્રાઈસ ખવડાવતા થઇ ગયા
આવકારો હતો મીઠો ત્યાર નો ને
લાગે વહાલું ઘર
આજ કાલ ના જમાના માં
ઝગડો સૌ ના ઘર
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
આમ ચોરી ચપ્પા ચોરી રમતા રમતા
મન માં સૌ ચોરી રાખતા થઈ ગયા
જમતાં સાથે બેસી નીચે
ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયા
વા 'ણા વરસો ના વિતી ગયા
સંસ્કારો રીતો ભૂલી ગયા
ઘર માં લક્ષ્મી એ દીકરી માં પત્ની
એમની સાથે લડતા થઇ ગયા
છોકરી સાથે મિત્રતા કરી ને
ઘરે લાવ્યા થઇ ગયા
જ્યાં જેવા રહીએ ત્યાં એવા થઈએ
શહેર ની આ રીતો માં
ગામડા ની મોજ ભૂલી ગયા
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
ભૂલ સૌ ની સુધરતાં ના. ને સાથે સૌ ની રહેતા
આજ કાલ ની ફેશન માં સૌ પર હસતા થઇ ગયા
દગો કોઈ નો સગો તો નથી ને
એવું ત્યારે શીખવાડતા હતા
આજ કાલ ના જમાના માં
દગો આપતા થયું ગયા
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
વડલા ડાળે પંખી બેસે
ચી ચી કરતા ચકલી બોલે
આજ કાલ ના સમય માં
ચકલી ને મારતા થઇ ગયા
વાતે વાતે ખોટું લાગતું
સૌના મન માં ઝેર લાગતું
આજ કાલ ના સમય માં
ઓટલે બેસવા નું ટાળી ગયા
ક્યાં થી ક્યાં આવી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
સેવા પહેલા સૌની કરતા
ભાવ એવો અનોખો રાખતા
સેવા શું ? ને ભાવ શું ?
સૌના દિલ માં ભૂલી ગયા
વરસો ના વા 'ણા વિતી ગયા
ક્યાં થી ક્યાં આવી ગયા