Minu master in Gujarati Short Stories by Ramesh Desai books and stories PDF | મીનુ માસ્ટર

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

મીનુ માસ્ટર

1. મીનૂ માસ્ટર

" હલ્લો કોણ પાપા? "

" કિશોર ચંદ્ર બોલો શું વાત છે? "

" પાપા! વાત ઘણી જ ગંભીર છે. '

" શું વાત છે? તમારા સ્વરમાં ભીનાશ કેમ વર્તાય છે? "

" પાપા! વાત જ કાંઈ એવી છે. "

" શું થયું છે? " રવિ કાંતના સ્વરમાં ચિંતા નો રણકો સંભળાય છે...

" પાપા! તમારી મીનુ.. "

" શું થયું મારી મીનુ ને? "

" પાપા! તે આપણને બધાને છોડી ને જતી રહી છે. "

" ક્યાં જઈ રહી છે? કેમ જઈ રહી છે? શું કોઈ ઝઘડો કે તકરાર થઈ હતી? "

" ના પાપા. ઝઘડો અને તે પણ મીનુ સાથે? "

" તો પછી તે કેમ જઈ રહી છે? "

" પપ્પા! તમને કેમ કહું? મારી જીભ પણ નથી ઉપડતી. "

" કિશોર ચંદ્ર! મેં જિંદગીમાં બહું તડકા છાંયડા નિહાળ્યા છે. મુસીબત અને આફતના પહાડ મારી હિંમત તેમ જ ધૈર્ય ની બે મુઠ્ઠી તલવાર થી વાઢી નાખ્યા છે. માટે કોઈ પણ જાતના ખચકાટ કે સંકોચ વિના તમારી વાત સાફ કહી નાખો. "

" પાપા! તમારી મીનુ માસ્ટર ભગવાન પાસે જઈ રહી છે. "

" ઓહ નો! "

" હા પાપા! સચ્ચાઈ તો સ્વીકારવી જ રહી. "

" પણ એકાએક શું થઈ ગયું? હજી બે દિવસ પહેલા તો મેં તેને હસતી રમતી વિદાય કરી છે. "

" પાપા! ભગવાનની મરજી આગળ કોઈનું શું ચાલે? "

" પણ તેને શું તકલીફ છે? "

" પાપા! તેના પેટમાં ટ્યુમર છે. " કહેતા કિશોર ચંદ્ર નો અવાજ તરડાઈ જાય છે.

" ઓહ ભગવાન! "

" તે કોઈ હોસ્પિટલ માં છે? "

" તાતા મેમોરિયલમાં!! ""

" ઠીક છે. અમે હમણાં જ નીકળી રહ્યા છીએ. "

" અને હા પાપા. સુંદરને પણ સાથે લેતા આવજો. લાગે છે મીનુ નો જીવ તેમાં જ અટક્યો છે. "

" ઠીક છે ભાઈ! "

રવિ કાંત જેમ તેમ રિસીવર યથા સ્થાને મૂકે છે.

તેમની આંખો સામે આખું જગત ચક્કર ખાતું જગત ચક્કર ખાતું દેખાય છે. છતાં પોતાની જાતને સંભાળવાની કોશિશ કરે છે.

તેમની મીનુ હવે થોડી ક્ષણો ની મહેમાન હતી. તે ખ્યાલ આવતા તેમની આંખો ભીની થઈ આવે છે.

તેમની વ્હાલસોઈ લાડકવાઈ મીનુ માસ્ટર કાળના ખપ્પર માં
હોમાઈ જવાના ખ્યાલ માત્ર થી રવિ કાંત ફફડી ઊઠે છે. છતાં સ્વસ્થતા ધારણ કરી પડોશી ની મદદ લઈ સુંદર ને ટેક્સીમાં બેસાડે છે.

ટેક્સી સ્ટાર્ટ થતાં રવિ કાંતની આંખો ચૂઈ પડે છે.

તેમની આંખો સામે અતીત આળસ મરડીને બેઠો થઈ ગયો. તેમના કાનો માં એક ગીત ગુંજવા માંડે છે..

" કન્હૈયા ઓ કન્હૈયા તુજ કો આના પડેગા "

ગોકુલ અષ્ટમી ના દિને વહેલી સવારે રોહિણી પતિને જગાડતા કહે છે :

" સાંભળો છો? સમય થઈ ગયો છે. આપણે પ્રસુતિ હોમમાં જવું પડશે. "

રવિ કાંત તરતજ રોહિણી ને ટેક્સી માં બેસાડી હોસ્પિટલ લઈ જાય છે. તેઓ અત્યંત ચિંતિત જણાય છે. ડોક્ટર ની વાત તેમના દિમાગમાં ઘુમરાયા કરે છે.

રોહિણી ને તરતજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવે છે.

તે જ ઘડી થી રવિ કાંતના દિમાગમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ જાય છે.

ટેન્શન યુક્ત વાતાવરણમાં પણ તેમના હોઠો પર એ જ ગીત ગુંજી રહ્યું હતું.

રોહિણી ને સખત પીડા થઈ રહી હતી.

આથી રવિ કાંત ટેક્સી ડ્રાઈવર ને ભલામણ કરે છે.

" ભૈયા ટેક્સી ધીરે સે ચલાના. "

તે વખતે તેમને એ જ ગીત યાદ આવી જાય છે.

" કન્હૈયા ઓ કન્હૈયા તુજ કો આના પડેગા "

રવિ કાંતને વિશ્વાસ હતો. તેમના ઘરમાં કનૈયાનો જ અવતાર થશે. આ ગીત પણ તેમની ભીતર જમા પડેલી આરઝુ ને હવા દઈ રહ્યું હતું.

તે જ વખતે તેમને ડોક્ટર ની વાત યાદ આવે છે :

" ડિલિવરી નોર્મલ નહીં થાય. "

હોસ્પિટલ ઈન ચાર્જ લેડી ડોકટરે પણ ચેકિંગ કર્યા બાદ નિદાન દોહરાવ્યું હતું.

" સિઝરિંગ કરવું પડશે. "

આટલી અમથી વાતથી રવિ કાંત ઘણા અપ સેટ થઈ જાય છે.

થોડી વારે મોટા ડોક્ટર આવીને બોમ્બ વિસ્ફોટ કરે છે.

" મિ રવિ કાંત! હાલત ઘણી નાજુક છે. માતા કે બાળક બંને માં થી એક ને બચાવી શકાય તેમ છે. "

આ સાંભળી રવિ કાંત ના હોંશ ઊડી જાય છે.

" મિ રવિ કાંત! આ પેપર સહી કરી આપો. "

" ડોક્ટર! પ્લીઝ મારી વાઈફ ને બચાવી લે જો. "

" તમે ફિકર ન કરો આ સ્થિતિમાં અમે સદાય મૂડીને બચાવવાની કોશિશ કરીએ છીએ. અમારા વ્યવસાયમાં પણ આ જ વાત શીખવવામાં આવે છે. પણ ક્યારેક કુદરત સામે અમે પણ લાચાર નિહથ્થું બની જઈએ છીએ. "

ત્યારે પણ રવિ કાંત ની ભીતર એ જ ગીત ઉછાળા મારી રહ્યું હતું.

બે કલાક ના સતત માનસિક અજંપા તેમ જ તંગદિલી ભર્યા વાતાવરણ માં ડોક્ટર સમાચાર આપે છે.

" મિ રવિ કાંત! ગોડ ઇઝ ગ્રેટ. તમારા વાઇફે એક સુંદર મજાની બાળકી ને જન્મ આપ્યો છે. "

" સાહેબ! તેમની તબિયત કેમ છે? "

" બંને ની તબિયત સારી છે. ફિકર ચિંતા ની કોઈ વાત નથી. "
"થેન્ક્સ ડોક્ટર સાહેબ! "

" એમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. આ તો ભગવાનનો આદેશ છે જેને લઈ ને અમે બંને ને હેમખેમ બચાવી શક્યા છીએ. અમે અમારી ડ્યુટી નિભાવી છે. "

" નો પ્રોબ્લેમ! "

" સાહેબ! હું મારી બાળકી તેમ જ વાઈફને મળી શકું? "

" જરૂર. પણ તમારે દસેક મિનિટ વાટ જોવી પડશે. "

દસેક મિનિટ બાદ રવિ કાંત વોર્ડમાં દાખલ થાય છે.

પતિના ચહેરા પર ખુશી ના કિરણો ઝળકી રહ્યા હતા.

તે જોઈ રોહિણી ચકિત થઈ જાય છે. તેને કાંઈ યાદ આવે છે.

" જો જે ને રોહિણી.. આપણે ત્યાં કનૈયો જ આવશે. "

છેલ્લાં બે દિવસમાં કેટલી વાર તેણે પતિના હોઠે એક જ ગીત સાંભળ્યું હતું.

" કન્હૈયા ઓ કન્હૈયા તુજ કો આના પડેગા "

આ ગીતમાં પતિની આરઝુ અંગડાઈ લઈ રહી હતી.

રોહિણી આ વાત જાણતી હતી. તેને શંકા જન્મી હતી. દીકરી ના જન્મે તેઓ નારાજ થઈ જશે. તેઓ તેનું મોઢું પણ નહીં જુએ. પણ તેનાથી બિલકુલ અલગ સિનારિયો નિહાળી તે આશ્ચર્ય મુગ્ધ થઈ જાય છે.

પતિ તો બમણા ઉત્સાહ સાથે દીકરી નો ચહેરો જોવા બેતાબ થઈ રહ્યો હતો. તેણે સામેથી જ પત્ની ને સવાલ કર્યો હતો.

" ક્યાં છે મારી દીકરી? "

" નર્સ તેને બીજા વોર્ડમા લઈ ગઈ છે."

" હું ત્યાં જઈ શકું? "

" હા "

" પણ હું તેને ઓળખીશ કઇ રીતે? "

" તેના ગળામાં ચાર નંબર નો બિલ્લો છે!! "

ખુશ થઈ રવિ કાંત બીજા વોર્ડમાં દોડી જાય છે. પોતાની દીકરી નો ચહેરો જોઈ તેમનો હરખ સમાતો નથી.

તેનો ચહેરો જોઈને બહાર નીકળ્યા બાદ તેમના હદયમાં આનંદની સરવાણી ફૂટી રહી હતી.

તેઓ રોહિણીનો આભાર માનતા કહે છે.

" આપણી મીનુ તો ઘણી જ સુંદર છે. બિલકુલ તારા પર ગઈ છે. "

" અરે વાહ તમે તો દીકરીનું નામ પણ ગોતી લીધું! "

" હા રોહિણી આજ તો આપણે માટે ખુશી નો દિવસ છે. આપણે તેને ખુશી નામથી જ બોલાવીશું. "

પતિની વાત સુણી રોહિણી નો સવાલ ગળામાં જ રૂંધાઈ જાય છે.

" તમને કોઈ અફસોસ તો નથી ને? "

તે જ વખતે રોહિણી ની પડખે સૂતેલી મહિલા ડુસકુ નાખી જાય છે.

તે જોઈ રવિ કાંત ના હૈયે સહાનુભૂતિ નો ઝરો ફૂટી નીકળે છે. તેની કથની સાંભળી આશ્વસ્ત કરે છે.

" બહેન! તમે ગભરાશો નહીં. બધું બરાબર થઈ જશે. બસ તમારી દીકરીને કોઈ વાતે ઓછું આવવા ન દેશો. સમય જતાં તમારી દીકરી જ એક દિવસ દીકરાની ખોટ પૂરી કરશે. "

રવિ કાંતની વાત સુણી મહિલાની આંખોમાં હરખનાં આંસુ ઉમટી આવે છે. તે અંતઃકરણ પૂર્વક રવિ કાંત નો આભાર માને છે.

" ભાઈ!'તમે એક આંધળી ના હાથમા લાઠી થમાવી દેવાનું પુનિત કાર્ય કર્યું છે. ભગવાન જરૂર તેનો બદલો વાળશે. "

આ બાઈનો પતિ દીકરી નો જન્મ થતાં જ તેનું મોઢું જોયા વગર હોસ્પિટલમાંથી ચાલી ગયો હતો.

રવિ કાંત હરખમાં આવી પોતાની પત્ની ને કહે છે :

" રોહિણી જો જે ને આપણી મીનુ પણ એક દીકરાની ગરજ સારશે. "

અને આજે તે જ મીનુ સૌ કોઈને મઝધાર માં છોડી ને જઈ રહી હતી!!

આ ખ્યાલ આવતા રવિ કાંત ડુસકુ નાખી જાય છે.

રોહિણી પતિના વાંસે હાથ ફેરવી આશ્વસ્ત કરે છે.

અને રવિ કાંત પુનઃ અતીત સાથે જોડાઈ જાય છે.

" માય ગ્રેટ ગર્લ ઓફ 1970 - ટીકડી - તબ્બુડી. "

રવિ કાંત રોજ તેને નવા નામે બોલાવતા હતા.

પતિની આ આદત રોહિણી ને પસંદ નહોતી.

ત્યારે રવિ કાંત પોતાની આદતને આ રીતે જસ્ટી ફાય કરવાની કોશિશ કરતાં હતા.

" રોહિણી! તને ખબર છે? ટીકડી એટલે શું? ટેબ્લેટ્સ. મીનુ મારે માટે એક ટેબ્લેટ જેવી છે. જે છલોછલ મનોરંજન જેવી છે. હું ગમે તેટલો પરેશાન કેમ ન હોઉં. તેની શકલ મારી સઘળી પરેશાની દૂર કરી દે છે. "

રવિ કાંતની હાલત અત્યંત સાધારણ હતી. મીનુ ના જન્મ બાદ હાલત વધારે કથળી ગઈ હતી. આ ને માટે તેના સઘળા સગા સંબંધી મીનુ ને જવાબદાર લેખતા હતા. રવિ કાંત આ વાત સાથે સહમત નહોતા.

એક વાર તેમના સાળા એ જ મીનુ ને લઈ અઘટિત ટકોર કરી હતી.

" મીનુ ને કારણે જ બનેવી ને આવા દિવસો જોવા પડી રહ્યાં છે. "

રવિ કાંતે તેનું મોઢું તોડી લીધું હતું.

સાળા જોડે બધા જ સંબંધો તોડી નાખ્યા હતા.

મીનુ ખાતર તેમણે બીજા સંતાનનો વિચાર કર્યો નહોતો.

પણ પછી દીકરી ની જીદ સામે આવી હતી.

" પપ્પા! બધાને ભાઈ છે. મને પણ એક ભાઈ જોઈએ છે. "
રવિ કાંતે દીકરી ને લાડ લડાવતા ખાતરી આપી હતી.

" મીનુ! તને પણ ભાઈ મળશે. "

અને બે મહિના બાદ રોહિણી એ સમાચાર આપ્યા હતા.

" મને દિવસો જાય છે. "

આ સાંભળી રવિ કાંત હરખઘેલા બની ગયા હતા.

ત્યાર બાદ રોહિણી ની રોજિંદી પ્રવૃત્તિમાં ઘણો જ બદલાવ આવી ગયો હતો.

તે જોઈ મીનુ ગુંચવાઈ જતી હતી.

માતા પહેલા જેવું તેનું દયાન રાખતી નહોતી. આ ખ્યાલ તેને પીડિત કરી રહ્યો હતો.

પહેલા મા તેને પોતાના હાથે દૂધ પિવડાવતી હતી. દરેક વાતમાં તેને મદદ કરતી હતી. રાતના સૂતી વખતે વાર્તા કે લોરી સુણાવતી હતી.

તેની મા ને વારંવાર ડોક્ટર પાસે લઈ જવી પડતી હતી.

આ બધું તેના બાળ માનસ ને અકળાવતું હતું. કાંઈ કેટલા સવાલો ઊઠતા હતા.

રવિ કાંત તેના સવાલો સામે નિરૂતર અસહાય બની જતાં હતા.

શું જવાબ આપવો?

આખરે તે દિવસ આવી પહોંચે છે.

રોહિણી એક પુત્રને જન્મ આપે છે.

તે જોઈ મીનુ ખુશ થઈ જાય છે.

રવિ કાંત દીકરી ને પડખા માં ઘાલી વ્હાલ કરતાં કહે છે.

" મીનુ માસ્ટર! તમારી ફરમાઈશ પૂરી થઈ ગઈ છે. તારો ભાઈ રાખડી બંધાવવા આવી પહોંચ્યો છે. "

મીનુ બચપણ થી જ ખૂબ વાચાળ તેમ જ ચાલાક હતી. તે વખત આવે બધાની દાદી મા બની જતી હતી.

એક વાર રવિ કાંતે કોઈ વાતે પિતાને ઠપકો આપ્યો હતો.

તે જોઈ મીનુએ તરત જ પિતાનો ઉંઘડો લીધો હતો.

" તમે દાદા ને કેમ વઢો છો? બીજી વાર આવું ને કરશો. નહીં તો હું તમારી કટ્ટી કરી નાખીશ."

દીકરી ના આ વર્તન ને કારણે રવિ કાંત અત્યંત પ્રભાવિત થઈ ગયા હતા. તેમણે દીકરી ને ' માસ્ટર ' નું ટાઇટલ આપ્યુ હતું.

તેમના પુત્ર સુંદર જોડે કુદરતે કુઠારાઘાત કર્યો હતો.

તે સાત વર્ષ નો થયો ત્યારે એક ગોઝારી ઘટના બની હતી. આ ઘટનાએ મીનુ પર માઠી અસર કરી હતી.

આ પણ ભગવાનની મરજી હતી. છતાં મીનુ પોતાને કસૂરવાર ગણી રહી હતી.

તે દિવસે રક્ષાબંધન નો તહેવાર હતો. ઘરમાં આનંદ કિલ્લોલ નું વાતાવરણ હતું. મીનુ પોતાના ભાઈ માટે તેને ગમતી રાખડી તેમ જ રક્ષાબંધન ના ગીતો ની ઓડિયો કેસેટ લાવી હતી. તે જોઈ સુંદર ગાંડો ઘેલો બની ગયો હતો.

ઇસ રાખી મેં પ્યાર છુપાકર આઈ બહના.

તે દિવસે ઘર મહેમાનો થી ઉભરાઈ રહ્યું હતું.

રવિ કાંત નો અન્ય સાળો તેની વહુ, દીકરી જમાઇ તેમ જ દીકરાઓનો શંભુ મેળો ભરાયો હતો. ત્યારે મામા ના દીકરા ના કાંડે રાખડી જોઈ સુંદરે તેના જેવી રાખડીની જીદ પકડી હતી.

" મીનુ દીદી! મને પણ આવી રાખડી જોઈએ છે. "

ભાઈની જીદ આગળ મીનુ પીગળી ગઈ હતી.

તેણે જાતે જ પાકિટ માં થી પૈસા કાઢી મામા ના દીકરાના હાથમા સોંપી કહ્યું હતું :

" મહેશ જા ને ભઈ સુંદર ને તારા જેવી રાખડી અપાવી દે! "

અને સુંદર રાજી થતો પોતાના મામાના દીકરા જોડે રાખડી લેવા બજારમાં ગયો હતો. તેના હોઠો પર ગીત ગુંજી રહ્યું હતું.

જાને કૌન બિછડ જાયે કબ ભાઈ બહના

અને થોડી વારમાં સમગ્ર વિસ્તાર માં આતંક ની લાગણી વ્યાપી ગઈ હતી.

કોઈ છોકરો ખટારા ની હડફેટ માં આવી ગયો હતો.

તે જાણી મીનુના હૈયે ફાળ પડી હતી.

ક્યાંક મારો વીરો તો?

એક અમંગળ ખ્યાલ તેના દિમાગમાં ઘૂસી ગયો.

તે સઘળું પડતું મૂકી ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને દ્રશ્ય જોઈ મુરચ્છીત થઈ ગઈ હતી.

બાજુમાં ગટર ના ઢાંકણા પર સુંદરે ખરીદેલી નવી રાખડી પડી હતી.

મીનુ ભાનમાં આવી ત્યારે?

સુંદર હોસ્પિટલ માં હતો.. તેના બંને હાથ ખભા આગળથી કાપી નાખવા પડ્યા હતા. તેના બંને ઘૂંટણ પણ કાપી નાખવામાં આવ્યા હતા..

તે જોઈ મીનુ ત્રાહિમ ત્રાહિમ પોકારી ગઈ હતી..

" પપ્પા! આજ દિન લગી મેં કદી ભાઈ ને એકલો છોડ્યો નથી. અને આજે મને શું સૂઝયું? મેં તેને બીજાને ભરોસે બહાર મોકલાવ્યો!!

રવિ કાંતે તેને ખુબ સમજાવી હતી.

" મીનુ માસ્ટર! આ માં તારો કોઈ જ વાંક નથી.. "

" પપ્પા. સુંદરને રાખડી બંધાવવા ના અને મને રાખડી બાંધવાના કેવા કોડ હતા. ભગવાનને વળી આવું તે શું સૂઝયું? અમારા કોડ, અરમાનો ને એક ક્ષણમાં ભસ્મીભૂત કરી નાખ્યા. "

" બેટા બનવા કાળ બની ગયું. હવે નાહક અફસોસ કરવાથી સુંદર ના હાથ પગ થોડા પાછા આવી જવાના છે? દીકરા દુઃખને કદી માથા પર ચઢવા ન દેવું જોઈએ. મૃત્યુ જેવા દુઃખ ને પણ લોકોએ ખભા પર ઉપાડ્યું છે. "

એક લેખિકા ની વાતની આડ લઈ રવિ કાંતે મીનુ ને સમજાવવા ની કોશિશ કરી હતી. હવે સુંદર જ તેના જીવનનો એક મકસદ બની ગયો હતો.

તે એક જ રઢ લઈને બેસી ગઈ હતી.

" પપ્પા! હું કદી લગ્ન નહીં કરૂં!! હું આજીવન કુંવારી રહી મારા વીરાની ચાકરી કરીશ.."

" મીનુ માસ્ટર! હું તારી ભાઈ પ્રત્યેની લાગણી ને બિરદાવું છું. સુંદર તો ઘણો નસીબદાર છે. જેને તારા જેવી લાગણી પ્રધાન બહેન મળી છે. પણ બેટા આ જગતની રીત છે. વખત આવ્યે બાબુલનું ઘર ત્યજી સાસરે જવું પડે છે. પોતાની સૌથી પ્રાણપ્યારી ચીજનો ત્યાગ કરવો પડે છે. એક છોકરી માટે અન્ય કોઈ વિકલ્પ નથી હોતો!"

આખરે માતા પિતા ની લાગણી આગળ ઝૂકી જઈ મીનુ લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.

એક ખાનદાન કુટુંબ ના નબીરા કિશોર ચંદ્ર જોડે થઈ ગયા

વિદાય ટાણે મીનુ સુંદર ને વળગી ખુબ જ રોઈ હતી.. તેણે કેટલી વાર માતા પિતા સામે વિનંતી કરી હતી.

" પપ્પા! મારા ભાઈ ને લઈ મારા ઘરે આવતા રહેજો. "

" હા મીનુ માસ્ટર તું તારા ભાઈ ની ચિંતા ના કરીશ. તું કહેશે ત્યારે હું તને તેની પાસે લઈ જઈશ. "

" પપ્પા! આજે પણ તમારી મીનુ માસ્ટર પર તમારો અધિકાર અકબંધ છે. તમે બધા પણ મન થાય ત્યારે અમારા ઘરે આવી શકો છો!! "

જમાઈની વાત સાંભળી રવિ કાંતે રાહતની લાગણી અનુભવી હતી..

લગ્ન બાદ પણ તે સતત પોતાના ભાઈને માટે ચિંતિત રહેતી હતી. તે ઊંઘતા જાગતા સતત ભાઈનો જ વિચાર કરતી હતી

લગ્ન પહેલા એકાદ બે વાર તેણે પેટમાં દુખતું હોવાની ફરિયાદ કરી હતી.

તે સાંભળી રવિ કાંત ફફડી ગયા હતા. તેઓ તરતજ મીનુ ને ડોક્ટર પાસે લઈ ગયા હતા.

ત્યાર બાદ દવા લીધા બાદ પણ તેણે બે ત્રણ વાર દુખાવાની ફરિયાદ કરી હતી.

આથી રવિ કાંતની ચિંતા વઘી ગઈ હતી. ત્યારે મીનુ એ જ તેમને સમજાવવાની કોશિશ કરી હતી.

" પપ્પા! તમે ચિંતા ન કરો. હું ફાકી લઈશ એટલે દુખાવો મટી જશે. "

પણ દુખાવો દૂર થવાનો નામ લેતો નહોતો.

તેનો દુખાવો કોઈ ગંભીર બીમારી નો પ્રતાપ હતો.

આ સ્થિતિ માં તે ઘરમાં કોઈ ને કીધા વિના ડોક્ટર પાસે દોડી ગઈ હતી.

ડોક્ટરે અમુક ટેસ્ટ માટે ની સલાહ આપી હતી.

રિપોર્ટ લઈ તે એકલી જ ડોક્ટર પાસે ગઈ હતી.

તેના રિપોર્ટ જોઈ ડોક્ટર પણ વિચારમાં પડી ગયા હતા. તેમને શાંત નિહાળી મીનુ એ સચ્ચાઈ જણાવવા નો આગ્રહ કર્યો હતો.

અને ડોક્ટરે ફોડ પાડ્યો હતો.

" દીકરી! તને પેટનું ટ્યુમર છે. તું થોડા દિવસની મહેમાન છે. "
આ સાંભળી મીનુ ને જબરો આંચકો લાગ્યો હતો.

તે પોતાની બીમારી વિશે કોઈ ને જણાવી શકી નહોતી..

પિતાની આર્થિક હાલત તો બિલકુલ સારી નહોતી. પોતે પણ ખુદ બીમાર હતા.

તે ઘણી વાર મનોમન જાત સાથે વાત કરતી હતી.

" મીનુ ! આ જિંદગી ની ડોર ઈશ્વરના હાથમા છે. તે ક્યારે કોને પોતાની પાસે બોલાવી લેશે? તે કહેવું અશક્ય છે. પૈસા માનવીની આવરદામાં એક ક્ષણ નો પણ વધારો કરી શક્તો નથી. આ સ્થિતિ માં બીમારી પાછળ ખર્ચો કરવાનો કોઈ જ અર્થ નથી. મારા પિતાની આર્થિક હાલત સામાન્ય છે. ઉપરાંત બીમાર છે. ભાઈની પંગુતા થી તેઓ બિલકુલ તૂટી ગયા છે. "😍

તેણે ડોક્ટર ને પણ વિનંતી કરી હતી :

" ડોક્ટર સાહેબ મારી બીમારીની વાત ગોપિત જ રાખજો. "
પોતાની બીમારીની વાત સાંભળતા મીનુ તૂટી ગઈ હતી. છતાં તે આટલો મોટો ઘા ઝીરવી ગઈ હતી.

એક રાતે બેડ રૂમમાં પતિના ખોળે માથું ઢાળી તેણે ફરમાઈશ કરી હતી.

" કિશોર ! આવતી કાલે મારૂં એક કામ કરશો? "

" હા મીનુ બોલ શું વાત છે? "

" કિશોર! મને આનંદ ફિલ્મ જોવાનું મન થઈ રહ્યું છે. તું કાલે તેની વિડિઓ કેસેટ લઈ આવીશ.? "

" સ્યોર! "

અને બીજે દિવસે કિશોર તેને માટે વિડિઓ કેસેટ લઈ આવ્યો હતો.

જમી પરવારીને બધાએ સાથે બેસી ને ફિલ્મ નિહાળી હતી.

" જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે. "

" બહન તૂજે મૈં યહ ભી નહીં કહ સકતા. મેરી ઉંમર તૂજે લગ જાયે. "

" ઇતની જલ્દી પરદા ગિરને નહીં દૂંગા. "

" ભગવાન કરે ઔર રામુ કાકા યહ શર્ત જીત જાયે. "

આ બધા સંવાદો એ મીનુ ને નૈતિક તાકાત બક્ષી હતી.

તે ક્ષણ ભર પોતાની બીમારી ભૂલી ગઈ હતી.

ફિલ્મ આનંદ માં તેનું પોતાનું કહી શકાય તેવું કોઈ નહોતું.

તેને પણ પેટનું ટ્યુમર હતું. તે પણ થોડા દિવસનો મહેમાન હતો. આ વાત તે જાણતો હતો. તેથી તેણે બચેલા સમયમાં પારકાના હદયને જીતી લઈ પોતાના કરી લીધા હતા. આ વાત મીનુ ના હદયને સ્પર્શી ગઈ હતી. ફિલ્મના સંવાદ અને વાતાવરણે મીનુને જીવનની નવી દ્રષ્ટિ બક્ષી હતી.

ફિલ્મ પૂરી થયા બાદ મીનુ ખુબ જ રોઈ પડી હતી. તે જોઈ કિશોર પણ ગભરાઈ ગયો હતો. તેણે મીનુ ના ખભે પ્રેમપૂર્વક હાથ પ્રસારતા કહ્યું હતું.

" મીનુ! તું ઘણી જ ભાવુક છે. "

" હા કિશોર! મારાથી કોઈ દુઃખ કે વેદના બરદાસ્ત થતી નથી . તો પછી સુંદરની પીડા મારાથી કેમ ઝીરવાય? "

" મીનુ! તેં તારા તરફથી કોઈ કચાશ રહેવા દીધી નથી. નાના ભાઈ ને એક માતા જેવો પ્રેમ આપ્યો છે.. પછી તું નાહક તારી જાતને સજા કરી રહી છે? "

" કિશોર! મારા કારણે જ મારા ભાઈની આવી અવદશા થઈ છે. "

" મીનુ તું કેટલી સમજદાર છે. પછી આવા વાહિયાત વિચારો કરી ખુદ ને તકલીફ આપી રહી છે? ભગવાને હજી સુધી કોઈ માણસ નો વાળ વાંકો કરવાની બીજા માણસને મંજૂરી નથી આપી ન તો એટલી તાકાત . "

અને એક સવારે મીનુ ને ચક્કર આવી ગયા. તેં જોઈ હર કોઈ ગભરાઈ ગયું. મીનુ ના સાસુ સસરા પોતાની ધૂનમાં લીન હતા.

" ચાલો આપણે દાદા દાદી બની જવાના!! "

તેમના શમણા ને ડોકટરે પાંખો બક્ષી હતી. આથી તેઓ ખુશ મિજાજ જણાતા હતા.

થોડા દિવસ બાદ ફરી તેને ચક્કર આવ્યા.

કિશોર તેને ડોક્ટર પાસે લઈ ગયો.

ડોકટરે ના છૂટકે ઘટસ્ફોટ કર્યો.

" તમારી વાઈફ થોડા દિવસ ની મહેમાન છે. આ હાલતમાં ગર્ભપાત એક જ માત્ર ઈલાજ છે. "

બધું એકલ હાથે બરદાસ્ત કરી લેવાની ધૂનમાં પરિસ્થિતિ આટલી હદ સુધી વિષમ થઈ હતી. તેં જાણી મીનુ ને પસ્તાવાની લાગણી નિપજી. તેની વિપરિત અસર મીનુ પર પડી.♥️

ટેક્સી હોસ્પિટલના પ્રાંગણ માં દાખલ થઈ.

રવિ કાંતે ટેક્સી નું બિલ ચૂકવ્યું.

બે ત્રણ વોર્ડ બોયની મદદ લઈ સુંદરને મીનુ પાસે લઈ જવામાં આવ્યો.

માતા પિતાને નિહાળી મીનુ ની આંખો હસી ઊઠી. તેં કાંઈ કહેવા માંગતી હતી. પણ શબ્દો ગળામાં જ અટકી ગયા. તેણે ઈશારો કરી કાગળ પેનની માંગણી કરી.

કિશોરે તરતજ જ તેને માટે કાગળ પેનની વ્યવસ્થા કરી.

મીનુ એ વાંકા ચુકા અક્ષરે કાંઈ લખી પોતાની ઈચ્છા વ્યક્ત કરી.

" પપ્પા! કિશોર ને સમજાવજો. મારા ગયા બાદ ફરી લગ્ન કરી લે. અને તમે મારા સુંદર નું દયાન રાખજો. "

મીનુ ની નોટ વાંચી રવિ કાંતની આંખો છલકાઈ ઊઠી.

દીકરીની હાલત નિહાળી રોહિણી પોતાનું રૂદન ખાળી ન શકી.

સુંદર મીનુ ની છાતી પર મસ્તક ઢાળી વિલાપ કરવા લાગ્યો.

કિશોરે સ્વાસ્થતા જાળવી સસરાને આશ્વસ્ત કરવાની કોશિશ કરી.

રવિ કાંતે સ્વસ્થતા જાળવી જમાઈને ભલામણ કરી :

" કિશોરચંદ્ર આપણી મીનુ માસ્ટર તો જઈ રહી છે. તેની અંતિમ ઈચ્છા છે. તેના ગયા બાદ તમે ફરીથી ઘર માંડો.
બસ તેને વિશ્વાસ આપો કે તમે એની ઈચ્છા પૂરી કરશો. લાગે છે મીનુ માસ્ટર નો જીવ ત્યાં જ અટક્યો છે. "

આંસુ લૂંછી કિશોર મીનુ પાસે ગયો. તેનો હાથ પકડી વચન આપ્યું. સાંભળી તેની આંખોમાં ચમક આવી ગઈ.

અને બીજી જ ક્ષણે તેની આંખો બિડાઈ ગઈ.

સિસ્ટરે સફેદ ચાદર ઓઢાડી તેના મોતની ઘોષણા કરી.

અને વાતાવરણ રૂદન હિબકા થી ઉભરાઈ ગયું .

Oo
😂

Ranjan kumar Desai
B-715 Sambhav Towers, Padmavati Nagar, opp Rishabh Towers, Bolinj Road
Virar ( west )401303 Dist Palghar
Mobile 9067880486/ 9561408846



.