Dhup-Chhanv - 130 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 130

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

ધૂપ-છાઁવ - 130

અપેક્ષા આજે બેહદ સુંદર લાગી રહી હતી. તેને કોઈની નજર ન લાગે માટે તેની માં લક્ષ્મીએ તેના કાન પાછળ કાળું ટપકું કર્યું અને તેના ગળામાં એક કાળો દોરો પણ પહેરાવી દીધો.
ખૂબજ ધામધૂમથી ચાલી રહેલી અપેક્ષાની ખોળા ભરતની આ વિધિ બે કલાક બાદ પૂર્ણ થઈ અને પછીથી આવનારા દરેક મહેમાને અપેક્ષાને ખોબલે ખોબલે અભિનંદન અને આશીર્વાદ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી તેમજ સુંદર ભોજન આરોગીને સૌ છૂટાં પડ્યા.
અપેક્ષાને તેની માં લક્ષ્મીના ઘરે લઈ જવામાં આવી...
એ દિવસે રાત્રે અપેક્ષાના મોબાઈલમાં યુએસએની તેની ઓફિસમાંથી ફોન આવ્યો કે જે કંપની સાથે તેની ડીલ ચાલી રહી છે તેનો એગ્રીમેન્ટનો સમયગાળો પૂરો થયો છે તો નવું એગ્રીમેન્ટ કરવા માટે તેણે યુએસએ જવું પડશે...
હવે આગળ....
યુ એસ એ ની ઓફિસમાંથી આ રીતે ફોન આવ્યો એટલે અપેક્ષા ત્યાંની ઓફિસના અને ઈશાનના વિચારોમાં ખોવાઈ ગઈ..
પોતે મહેનત કરીને યુ એસ એ માં બિઝનેસ જમાવીને આવી છે હવે જો કોઈ અંગત ત્યાં એ ઓફિસમાં ન જાય તો તો પોતાનો જમાવેલો ધંધો ચોપટ થઈ જાય..
આ બાજુ તેની પોતાની હાલત નાજુક હતી અને તેથી જ ડૉક્ટર સુધાબેને તેને આરામ કરવા ખાસ સૂચના આપી હતી..
પોતે તો યુ એસ એ જઈ શકે તેમ નહોતી એટલે તે વિચારી રહી હતી કે શું કરું? ત્યાં જે વિશ્વાસુ માણસો છે તેમની ઉપર છોડી દઉં કે પછી..??
ના ના માણસો એ માણસો..આટલા બધા મોટા બિઝનેસમાં તેમને શું ખબર પડે?
તો પછી ધીમંતને ત્યાં મોકલું?
હા તે જ સારું રહેશે..
અને તેણે આ વાત ધીમંતને જણાવવાનું નક્કી કર્યું..અને પોતાના ધીમંતને યુ એસ એ મોકલવાનું નક્કી કર્યું..
એક બાજુ ઓફિસની ચિંતા અને બીજી બાજુ ઈશાનની ચિંતા..
ઈશાન સાથે ઘણાં બધાં દિવસથી વાત થઈ નહોતી..
તેણે પોતાના મોબાઈલમાં ટાઈમ જોયો અને પછી ઈશાનને ફોન લગાવ્યો..
"હલ્લો.."
"બોલ માય ડિયર અપુ શું કરે છે? રોજ તારા ફોનની રાહ જોઉં છું.. તું તો ઈન્ડિયા ગઈ એટલે મને ભૂલી જ ગઈ છે.. કોઈ ઈશાન નામની વ્યક્તિ તારા જીવનમાં આવી હતી કે નહોતી કદાચ તે પણ તું ભૂલી ગઈ લાગે છે.."
"અરે ના ઈશુ, સાંભળ તો ખરો.. મારે તને એક શુભ સમાચાર આપવાના છે..આઈ એમ પ્રેગ્નન્ટ.. હું મા બનવાની છું.."
"શું વાત કરે છે.."
"હા "
"ઓકે ઓકે, તારી તબિયત કેવી છે? સાચવજે હોં, પહેલાના જેવું ન થાય તેનું ધ્યાન રાખજે.."
"હા સ્યોર, તારી તબિયત કેવી છે?"
"મને શું થવાનું છે? આ ઘોડા જેવો હટ્ટો કટ્ટો ફરું છું બસ તારી યાદો છે એટલે હવે જિંદગી ખૂબ સુંદર રીતે પસાર થઈ રહી છે.. તને ખૂબજ મિસ કરું છું માય ડિયર.."
અપેક્ષાની આંખનો ખૂણો પલળી ગયો..
"હું પણ તને ખૂબ મીસ કરું છું.. તને મળવા આવવાની ખૂબ ઈચ્છા થાય છે પણ શું કરું મજબુર છું.."
"ના બેટા, હમણાં તારે તારી તબિયત સાચવવાની છે..અને આમ દુઃખી પણ નથી રહેવાનું.. તારી આ હાલતમાં તારે ખૂબજ ખુશ રહેવાનું અને આપણે નસીબદાર છીએ ઈશ્વરે આપણી સામે જોયું છે અને આપણું મિલન કરાવ્યું છે હું તો ઈશ્વરનો આ સાક્ષાત્કાર જ માનું છું.. મને તો કલ્પના પણ નહોતી કે આ જીવનમાં હું ફરીથી તને મેળવી શકીશ અને જોને કેવો ચમત્કાર થયો.. તું મને આમ અચાનક મળી અને મારી રહેવાની ખાવા પીવાની તમામ વ્યવસ્થા તે મને કરી આપી..
મારા માટે તો આ બધું એક સપના જેવું છે..
ધોધમાર તોફાની વરસાદની એ રાત હું ભૂલી શકું તેમ જ નથી..
તું મારી બાહોમાં હતી..
અને આપણે બંને એકમેકને વળગીને સૂઈ ગયા હતા..
એ રાત્રે આપણને ફરીથી ખૂબ નજીક લાવી દીધા હતા અને આપણે બંને બેમાંથી એક થઈ ગયા હતા.."
"બસ ઈશાન બસ, મને એ બધું યાદ ન અપાવીશ.. પછીથી હું તારા વગર નહીં રહી શકું.. હું તને ખૂબ પ્રેમ કરું છું.. તને નહીં ભૂલી શકું.."
"હું તો તને ભૂલી શકું તેમ જ નથી..આઈ લવ યુ સો સો મચ માય ડિયર અપુ..
અને સાંભળ ને તને એક પ્રશ્ન પૂછું?"
"હા પૂછ ને.."
"આ બાળક મારું તો નથી ને.."
"એ બધી મને કંઈ જ ખબર નથી.. બસ અત્યારે તો મને એટલી જ ખબર છે કે હું મા બનવાની છું.."
"ઓકે ઓકે પછીથી ખબર પડે એટલે મને જણાવજે.. પરંતુ મને એવું લાગે છે કે આ બાળક મારું જ છે.."
"જેવી ઉપરવાળાની ઈચ્છા.. હવે હું મૂકું.. હવે મારે સૂઈ જવું છે.."
"હા સ્યોર, પણ ફરીથી ક્યારે મને ફોન કરીશ?"
"કાલે કરીશ.."
"ઓકે માય સ્વીટ હાર્ટ, કીસ યુ..લવ યુ..બાય માય ડિયર.."
"બાય.."
અને અપેક્ષાએ ફોન મૂક્યો..
તેની નજર સમક્ષ તેણે ઈશાન સાથે વિતાવેલા એ યાદગાર દિવસો તરી આવ્યા..
કેટલી ખુશ હતી તે ઈશાન સાથે..
અને તેના જીવનમાં એક જ વાવાઝોડું આવ્યું અને તેનું સુખ ચેન બધું જ તેની પાસેથી છીનવાઇ ગયું..
અપેક્ષાની આંખો ફરીથી છલકાઈ ગઈ..
તે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી..
જાણે ભાનમાં આવી..
આ બધું મારું પાસ્ટ છે.. તેને ભૂલી જવામાં જ મજા છે..
તો પછી ઈશાન..હે ભગવાન..
ઈશાન ફરીથી મારા જીવનમાં શું કામ આવ્યો..?
અને ફરીથી મેં પત્ની તરીકેનો સંબંધ તેની સાથે શું કામ બાંધ્યો..?
પણ શું કરું તે મારો પતિ તો છે જ ને?
તેનો પૂરેપૂરો હક છે મારી ઉપર..
અને તો પછી આ બાળક...
તે પોતાના પેટ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી..
કદાચ આ બાળક ઈશાનનું તો નથી ને?
મારે ખાતરી કરવી પડશે..
અને તે એક ઉંડો નિસાસો નાખી બેઠી..
એટલામાં લક્ષ્મીના રૂમમાંથી અવાજ આવ્યો..
મા ઉઠી લાગે છે કદાચ વોશરૂમમાં ગઈ લાગે છે..
માને ખબર ન પડી જાય કે હું હજી સુધી જાગું છું, સૂતી નથી..
અને તે સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી..
સવાર પડજો વહેલી...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
7/3/ 24