Compunction in Gujarati Motivational Stories by મનોજ નાવડીયા books and stories PDF | ખોટું કર્યાનું દુઃખ 

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ખોટું કર્યાનું દુઃખ 

ખોટું કર્યાનું દુઃખ

'આ આજીવન કેદની સજા છે'


આપણે ખોટું કર્મ કરીએ છીએ ? હા કે ના એનો જવાબ આપણાં મનમાં રહેલો હોય છે. હવે હું 'હા' તરફ આગળ વધુ છું. જો એનું આત્મ જ્ઞાન હોય તો આપણે સારાં વ્યકિતમાં આવીએ છીએ, પણ એની સાથે જો એને સુધારીએ અને પછી બીજી વાર ના થાય એવું કર્મ કરીએ તો મહાન વ્યકિતમાં અને પરમેશ્વરને ગમતી વ્યકિતમાં આવી જઈએ છીએ. જીવનમાં દરેક મનુષ્ય નાનપણથી લઈને મોટાં થાય અને મોટાં થવાથી ઘડપણ જાય ત્યાં સુધી કેટ કેટલીય ભૂલો અને ખોટું કર્મ કરી બેસતા હોય છે. જેનાથી એને પાછળના સમયમાં ખૂબ પસ્તાવો થતો હોય છે. ભૂલની માફી માંગી લેવી એજ સાચો પશ્ચાતાપ છે.

"જે વ્યકિતને ભૂલનો પસ્તાવો ના થાય એ મનુષ્ય કહેડાવવા લાયક નથી"

જુનાં સમયની વાત છે. બે નાના પરિવારો હતાં. બન્ને પરિવાર એક બીજાની બાજુમાં જ રહેતાં હતાં. જેમાં એક નાનાં પરિવારમાં એક બાળક, જેનુ‌ નામ દેવ હતું. જેનાં ઘરમાં ટીવી હતું. આથી આખો દિવસ પોતાની મન-ગમતી ફિલ્મો અને સિરિયલો જોયાં કરતો. હવે એમની બાજુમા જ બીજા પરિવારમાં એક ભાઈનો ભત્રીજો એમની સાથ રહેતો હતો, એનું નામ હતું જય. દરરોજ જય પૈસા કમાવવા માટે પુરો દિવસ નોકરી પર જતો હતો. હવે આ જયના પરિવાર પાસે ટીવીનુ સાધન ના હતુ. જયની ઉમર ૨૦ વર્ષ હતી, જ્યારે દેવની ઉમર ૧૬ વર્ષની. આમ દેવ એ જય કરતાં નાનો હતો. જુનાં સમયમાં ટીવી એ બાળકોને મનોરંજન કરાવતું, એટલે નાના હોઈએ ત્યારે બાળકોને ટીવી બહું જ ગમતું.

હવે રોજે દેવ પોતાનાં ઘરે ટીવી જોવે,‌ ટીવીમા આવતી ફિલ્મો કે સિરિયલનો આનંદ લેતો રહેતો. એકવાર પોતે સાંજે એક સિરિયલ જોઈ રહ્યો હતો અને એની બાજુના પરિવારનો છોકરો જય નોકરી પૂરી કરી ઘરે આવે છે. આથી અચાનક એની નજર બાજુમાં રહેતાં દેવની ટીવી પર પડે છે. એટલે જયને પણ ટીવી જોવાનો શોખ જાગે છે. આથી જય એના ઘરનાં દરવાજા પાસે ટીવી જોવા બેસી જાય છે. દેવ ટીવી જોઈ રહ્યો હોય છે, અચાનક દેવની નજર જય પર પડે છે. દેવને ગુસ્સો આવી જાય છે, કે કોણ આ ભાઈ ઘરમાં ટીવી જોવા આવ્યો હશે. બસ થોડા સમયમાં દેવ‌ જયને ના પાડે છે, કે તું ઘરે જતો રે. પણ જય ત્યાથી ના ગયો, કારણ કે એ પણ એક નાનો યુવાન છોકરો જ હતો, જેને ટીવી જોવામાં ઘણો રસ હતો.

જયના ના જવાને લીધે દેવ ઘણો ગુસ્સે થઈ જાય છે અને એ જયને એના ઘરેથી હાથ પકડીને ઘરની બહાર કરી દે છે. પરંતુ હવે આ ઘટના દેવના મનમાં છપાઈ જાય છે, કે મેં કેમ આવું ખોટુ કર્મ કર્યું ?

"એવા ખરાબ કર્મ જ ના કરો,‌ કે જેનાથી આપણને દુઃખ થાય"

ઘણાં સમજદાર લોકોને પોતાની ભૂલનુ ભાન થતું હોય છે આથી તે તરતજ માફી માંગી લે છે. તમે જોયું હશે કે ઘણીવાર સારાં મનુષ્ય કામ કાજ‌ દરમિયાન વચ્ચે જો ભૂલ થાય તો સોરી સોરી બોલતાં હોય છે. આ સારાં લોકોનો મૃદુ અને સરળ સ્વભાવ હોય છે. પરંતુ ઘણાં ના સમજ વાળા મનુષ્યને ભૂલોનું જ્ઞાન થતું નથી. સમય વીતી ગયાં પછી બીજુ કઈ થઈ શક્તુ નથી. આ ઘટના મનમાં જ વિકાર પામે છે અને મનને વારંવાર દુઃખી કરતી રહે છે.

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,

અગણિત ખોટાં ભ્રમોમા‌ અહીં ફસાય બેઠો છું,
દોરી‌ બનીને બહાર નીકાળવવા જરૂર આવજો,

દુનિયામાં દેખાડો કરતાં મને સહેજ નહીં ફાવે,
નિર્મળ મન હોય તો સત સાથે જરુર આવજો,

ક્યારેક હું પણ એકલો એકાન્તમાં બેસુ છું,
શોખ ઓછા હોય તો બેસવા જરૂર આવજો,

મોટા ભાગે બધાં સાથે ખોટું કરતાં જોવ છું,
સાચા હ્રદય રાખી કર્મ કરવાં જરૂર આવજો,

ચોર ના લૂંટે એટલું આ માણસ લુટી જાય છે,
પ્રમાણિક બની‌ જીવન ભરવાં જરુર આવજો..


મનોજ નાવડીયા
Manoj Navadiya
E-mail: navadiyamanoj62167@gmail.com