College campus - 101 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 101

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 101

નમસ્કાર મારા પ્રિય વાચકમિત્રોને...
"કૉલેજ કેમ્પસ"ના સો ભાગ પૂરા થવા બદલ આપ સૌને પણ મારા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન...
આપનો પ્રેમભર્યો સાથ અને સહકાર બસ આમજ મળતાં રહે તે જ હું ઈચ્છું છું અને આપ સૌની આ વાર્તા પાછળની ઘેલછાને કારણે જ હું આ વાર્તામાં આટલી સુંદર જમાવટ કરી શકી છું.
આગળ પણ આમજ સાથ અને સહકાર આપતા રહેજો અને પ્રતિભાવ આપીને આ વાર્તાને બિરદાવતા રહેજો તેમજ કોઈન્સથી તેને નવાજતા રહેજો બસ એ જ આશિષ માંગુ છું.
આભાર 🙏.



*************



"સોરી યાર, હું જરા ટેન્શનમાં છું એટલે..."
પરી થોડા અકળાયેલા અવાજે જ બોલી રહી હતી.
"શું થયું શેનું ટેન્શન છે તને?" સમીરે પરીને વચ્ચે જ અટકાવીને પૂછ્યું.
"અરે મારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે અને આ છેલ્લા ટાઈમે બધું સબમિટ કરવાનું ને બધું એટલું કામ હોય છે ને કે મેન્ટલી અને ફીઝીકલી બંને રીતે તમે થાકી જાવ."
"તો ટેન્શન લે કે ન લે જે કરવું પડશે એ તો કરવું જ પડશે ને? તો પછી ટેન્શન લીધા વગર શાંતિથી કામ પતાવને."
"હા યાર સાચી વાત છે તારી..તું બોલ ને તું શું કહેતો હતો રાત્રે આટલા બધા મિસ કોલ...??" પરીએ થોડા મૂંઝવણભર્યા શબ્દોમાં સમીરને પૂછ્યું.
"હા, તને એક વાત કહેવાની હતી એટલે ફોન કર્યા કરતો હતો.."
"હા બોલ ને.. શું વાત હતી..??"
"છોડ ને યાર હવે અત્યારે મારે કંઈ નથી કહેવું.. તું આટલા બધા સ્ટ્રેસ માં હોય ને..!!"
"લે તું પણ ખરો છે ને યાર.. જે વાત કહેવા માટે રાત્રે આટલા બધા ફોન કર્યા કરતો હતો તે અત્યારે કહેવા માટે ઈન્કાર કરી રહ્યો છે..?"
"નહીં બસ અત્યારે તું કોલેજમાં છે તારા સબમિશનમાં બીઝી છે અને હું તને ડિસ્ટર્બ કરવા નથી માંગતો.."
"ઓકે, માય ડિયર..લે બસ આ શાંતિથી અહીંયા આ બેન્ચ ઉપર બેસી ગઈ છું બોલ હવે શું કહેવા માંગે છે તું..?"
"એક મિનિટ..એક મિનિટ.. તું શું બોલી રીપીટ કર તો.."
"એ જ કે હું અહીંયા શાંતિથી બેન્ચ ઉપર બેસી ગઈ છું તો હવે તારે જે કહેવું હોય તે તું કહી શકે છે."
"એ નહીં એની પહેલા તું જે બોલી તે હું સાંભળવા માંગુ છું."
"એની પહેલા હું શું બોલી..?"
"તું જે બોલી એ યાદ કર.."
"તું જ કહી દે ને યાર.."
"અચ્છા ઓકે તો હું જેમ બોલાવું તેમ બોલ.. "માય ડિયર સમીર.. બોલ શું કહેતો હતો..?"
"અચ્છા એ..ઑહ આઈ સી..બસ મારાથી જરા રઘવાટમાં જ બોલાઈ ગયું હશે.."
"પણ મને તે ખૂબ વ્હાલુ લાગ્યું.. તે રીપીટ કર મારે ફરીથી સાંભળવું છે."
"ઓકે, માય ડિયર સમીર બોલો તમે શું ફરમાવી રહ્યા છો?"
અને પરીના આ શબ્દો સાંભળીને સમીર તો ખુશ ખુશ થઈ ગયો અને પરી પણ જરા મૂડમાં આવી ગઈ...ધોમ ધખતા બપોરના તડકા પછીની જાણે હ્રદયને સ્પર્શી જાય તેવી એક મીઠાં પવનની ઠંડી સુંદર લ્હેર જે બંનેના હ્રદયને સ્પર્શી ગઈ..

સમીર ધીમેથી પ્રેમથી પરીને કહેવા લાગ્યો કે, "કાલે તું ખૂબજ સુંદર લાગી રહી હતી?"
"ક્યારે?"
"હું તારા ઘરે આવ્યો ત્યારે, ગુસ્સામાં તું જે કતરાઈ કતરાઈને મારી સામે જોઈ રહી હતી તારી એ નજર મીઠી છૂરીની જેમ મારા દિલની આરપાર નીકળી રહી હતી અને તે વખતે ગુસ્સામાં લાલ બુંદ થયેલી તું ખૂબ સુંદર લાગી રહી હતી.."
"બસ બસ, બહુ વખાણ ન કરીશ મારા..અને સાંભળ આમ અચાનક કોઈના ઘરે પહોંચી જવાય માન ન માન મૈં તેરા મહેમાન.. એ કોઈનું ઘર થોડું હતું, મારી પરીનું ઘર હતું..અને તને ખબર છે અમે પોલીસવાળા ગમે ત્યારે ગમે તેના ઘરમાં ઘૂસી જઈ શકીએ..અમારી પાસે તેનું લાયસન્સ છે."
"શું શું શું બોલ્યો તું.. મારી..?"
"બસ એ જ જે તે સાંભળ્યું તે.."
અને થોડી પળો માટે પરી ચૂપ થઈ ગઈ અને વિચારમાં ડૂબી ગઈ કે, શું બોલું? સમીરની આ વાતનો જવાબ આપું કે ન આપું અને તેણે ચૂપ રહેવાનું જ પસંદ કર્યું.
સમીરે તેને જરા ઢંઢોળી, "એય, ક્યાં ખોવાઈ ગઈ?"
"ક્યાંય નહીં અહીંયા જ છું. બોલ.."
"બસ કંઈ નહીં..."
"તું મને કંઈક કહેવાનો હતો..!!"
"બસ એ જ કે, આઈ લવ યુ.."
"બટ આઈ એમ નોટ લવ યુ..આઈ લવ ઓન્લી એન્ડ ઓન્લી લવ માય સ્ટડી..."
"બહુ અઘરું છે યાર તને ક્ન્વીન્સ કરાવવું, પણ હું કરાવીને જ રહીશ.. ઓકે?"
"ઓહ એવું છે, જોઈ લઈએ તો પછી.."
"લાગી શર્ત.."
"હં.. લાગી.."
"તું હારી જઈશ તારા દિલ આગળ, ભલભલા હારી ગયા છે.."
"હું નહીં હારું.."
"આર યુ સ્યોર અબાઉટ ઈટ?"
"યા, સ્યોર.."
"ઓકે તો જોઈ લઈએ.."
"અને સાંભળ ને બીજી એક વાત.."
"હં, બોલ "
"મારે માધુરી મોમને મળવું છે. તું ક્યારે મને લઈ જાય છે એમની પાસે?"
"એક્ઝામ પૂરી થઈ જવા દે ને.."
"ઓકે અને તું ક્યારે મળે છે મને..?"
"બસ, એક્ઝામ પછી જ ને.."
"ક્યારે પૂરી થાય છે તારી એક્ઝામ 21thએ"
"ઓકે તો હમણાં એક્ઝામ છે ત્યાં સુધી હું તને ડિસ્ટર્બ નહીં કરું. બાય"
"બાય"
પરી ફોન મૂકીને પોતાના સબમિશનમાં બીઝી થઈ ગઈ.
સમીર પરી સાથે વાત કરી રહ્યો હતો અને તેના ફોનમાં કોઈનો ફોન આવી રહ્યો હતો જેવો સમીરે ફોન મૂક્યો અને રીંગ વાગી...
કોણ છે જે સમીરને ફોન કરી રહ્યું છે? આર યુ ગેસ ઈટ?? અને તે શું કહેવા માંગી રહ્યું છે??
મને આપના અમુલ્ય પ્રતિભાવ દ્વારા જણાવવા વિનંતી 🙏.
આપની...
જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
2/3/24