The Author ર્ડો. યશ પટેલ Follow Current Read પ્રેમ આત્માનો - ભાગ 1 By ર્ડો. યશ પટેલ Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books तेरा...होने लगा हूं - 14 देशमुख निवास रात का वक्त मोक्ष काया के कांप ते होठों को ह... कहानी एक परी की... कुछ दोस्त कम वक्त के लिए मिलकर भी खास बन जाते है और जिंदगी म... स्वयंवधू - 35 धोखा सुहासिनी उसे लिविंग रूम से निकालकर गलियारे में ले जाने... शोहरत का घमंड - 115 आर्यन की आँखें गुस्से से लाल होती है और वो बहुत ही गुस्से मे... बन्धन प्यार का - 35 "नरेश"आवाज सुनकर नरेश ने देखा था "अरे आकाश तू?"कॉलेज के साथी... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by ર્ડો. યશ પટેલ in Gujarati Horror Stories Total Episodes : 13 Share પ્રેમ આત્માનો - ભાગ 1 (3) 4.5k 8.1k 1 (ભાગ 1)ભુકાકૂતરી નામ નું એક રમણીય ગામ.... લીલી વનરાજી થી ઘેરાયેલું, ક્યાંક ક્યાંક ઊંચા ઘાસ થી આચ્છાદિત જમીન, પર્વતો ને તળેટી માં વસતુ ભુકાકુતરી નામ નું આ ગામ એટલે રૂઢિ અને પરંમપરા સાચવતા આવેલા વડીલો માટે જાણીતું.ગામની નજીક વહેતી વાત્રક નદી ગામના સૌદર્ય માં વઘારો કરતી કરતી પસાર થાય.ગામમાં વસતા દરેક ખેડૂત ને ત્યાં ગુગરાનો અવાજ કરતુ એ ગાયો નું ધણ, આંગણમાં પડેલા ઘાસ ના ઢગલા ઓ, અને ધોતિયા,, ઝભો પહેરી અને હા, માથે પાગડી પહેરી ફરતા ગામના ખેડૂતો અલગ જ છાપ મૂકી જાય.ગામના મુખિયા હરજીવન ભાઈ .... નાતે પટેલ ...આખું ગામ હરજીવન ભાઈ ના વખાણ કરતા થાકે નહિ... સ્વભાવએ સરળ, શાંત અને ગમે તેવા પ્રશ્ન નો હલ શોધી આપે...ગામમાં કોઈ પ્રશ્ન થાય.. હરજીવન ભાઈ ફેસલો કરે એ બધા માથે ચડાવી લે.હરજીવન ભાઈ ની એક ધર્મપત્નિ,સુશીલા બેન એ પણ પતિવ્રતા સ્ત્રી, પતિ નું ક્યારેય મોળું નહિ પડવા દે, સુખ -દુઃખ માં બરાબર ના ભાગીદાર... ગામ ના આદમીઓ એમનો દાખલો પોતાના બૈરાને આપતા થાકે નહિ...હરજીવન ભાઈ અને સુશીલાબેન ને રૂઢિ પ્રમાણે ઘોડિયા લગ્ન થયેલા, સમય જતા બન્ને ના જીવ પણ મળી ગયા અને સંસાર સુખ પૂર્વક ચાલવા લાગ્યો.લગ્ન ના ત્રણ વર્ષ પછી સુશીલાબેન ને ત્યાં એક બાબા નો જન્મ થયેલો, સુંદર, દેખાવડો અને જોતાજ મન મોહી લે તેવો નાનકો... ગામના બધા નાનકો કેતા... આમ એનું નામ નટવર..નટવર ના પણ ઘોડિયા લગ્ન જ કરાવેલા... ધીમે ધીમે નટવર મોટો થાય છે, કોલજ માં આવે છે,પણ પોતાના લગ્ન થી અજાણ છે..કોલજ માં તેને એક પાયલ નામની છોકરી ના પ્રેમ માં પડે છે, પાયલ પણ નટવર ને પોતાનું દિલ આપિ બેસે છે.પાયલ નટવર ના બાજુ ના ગામની હતી, બન્ને કયારેક ખેતર ના સીમાડે એકબીજાને છુપાઈ ને મળતા...બન્ને કોલેજ જોડે જાય, જોડે આવે,... ધીરે ધીરે બન્ને વચ્ચે પ્રેમ ઘાઢ થવા માંડેલો...એક વખત બન્ને વાત્રક ના કાંઠે બેસે છે.નટવર :પાયલ, નદી કેટલી શાંત વહે જાય છે જાણે કોઈ બીજાની પડીજ ન હોય.પાયલ :નટવર, આ શાંતિ માં મને આપણા ભવિષ્ય ની અશાંતિ દેખાય છે.નટવર :આવુ કેમ બોલે છે પાયલ, આપણું ભવિષ્ય પણ સારુ જ હશે, આપણે આમ ભેગા જ રહીશુ જીવન ભર..પાયલ નટવર ના માથા માં વહાલ થી હાથ ફેરવે છે અને કહે છ"ે નટવર હું તારાથી ક્યારેય જુદી થવા માંગતી નથી, પણ છું આપણા પરિવાર આપણા આ સંબંધ નો સ્વીકાર કરશે???નટવર :તું એની ચિંતા ના કર, હવે સમય બદલાયો છે, હું બધું સંભાળી લઈસ.... આમ કહી નટવર પોતાનું માથું પાયલ ના ખોળા માં ઢાળી અને આડો પડે છે...નદી ખળ ખળ વહેતી જાય છે, ઠંડો ઠંડો પવન બન્ને ને પ્રેમ માં ભીંજવતો જાય છે, પાયલ નટવર ના માંથા માં હાથ ફેરવાત ફેરવતા નટવર ની આંખો માં ખોવાય જાય જાય છે, નટવર પાયલ ની જુલ્ફો હાથ માં લઈ ઉંડાણ માં ખોવાય જાય છે.સૂર્ય પણ જાણે આ પ્રેમીપંખીડા ને નિહાળવા થંભી ગયો હોય એવું લાગે છે, નદી પણ જાણે આ પ્રેમ રસ મળવા વહેવાનું છોડી થંભી ગઈ હોય એવું લાગે, વળતી સાંજે પાછા ફરતા પંખી ઓ પણ આ પ્રેમરસ ને માણવા જાણે એમની ઉપ્પર ઉડ્યા કરે છે..નટવર અને પાયલ બન્ને એક બીજા માં ખોવાય જાય છે, સમય જાણે એમના માટે થંભી ના ગયો હોય...પાયલ :નટવર, ચાલ હવે આપણે જાવું જોઈએ, નહિતર ગરવાળા ચિંતા કરશે મોડું થશે તો..નટવર :હા, ચાલ આવજે ફરી ક્યારેક અહીંયા મળીશુ..એમ કહી બન્ને છુટા થાય છે અને પોત પોતાના ઘર તરફ આગળ વધે છે, ત્યાંજ પાયલ પાછુ દોડી નટવર ને ગળે વળગે છે જાણે કે બીજી વખત ના મળવાનો હોય એમ.. નટવર પણ પાયલના માથામાં પ્રેમ થી હાથ ફેરવે છે... પછી બન્ને પોતાના ઘર તરફ મીટ માંડી ચાલવા લાગે છે..ક્રમશ....(આગળ ના ભાગ માં જોઈસુ..... નટવર ને એના ઘોડિયા લગ્ન થયાં છે એ ખબર પડશે ત્યારે તેની મન:સ્થિતિ શુ થશે?? શુ નટવર એના માતા -પિતા ને પાયલ વિશે જણાવશે??) › Next Chapter પ્રેમ આત્માનો - ભાગ 2 Download Our App