Scroll down in Gujarati Philosophy by Alpesh Barot books and stories PDF | સ્ક્રોલ ડાઉન

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

સ્ક્રોલ ડાઉન

સમય કેટલો જલદી બદલાય છે, શાળામાં આપણે વાંચ્યું કે કેવી રીતે ઈંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઇ અને જોતજોતામાં જ આખી દુનિયાની કાયા પલટ થઇ ગઈ, નવી નવી શોધ થઇ, નવા નવા આવિષ્કાર થયા! નવા ઉપકરણ શોધાયા અને લોકોનું જીવન ધોરણ ઉંચુ આવ્યું! લોકોની લાઈફ સ્ટાઇલ બદલાઈ, લોકો ગામડાઓ છોડી શહેર તરફ દોડ્યા, શહેરીકરણની શરૂઆત થઇ. બહુ ભૂતકાળમાં ન જઈએ અને અમુક વર્ષો રિવાઇન્ડ કરીશું તો આપણે સમયયાત્રા કરીને ઓફલાઈન યુગમાં પહોંચી જઈશું! ત્યારે સ્માર્ટફોન નોહતા, ઇન્ટરનેટ વાપરવું એટલું સરળ નોહ્તું. રીલ્સ, શોર્ટ્સ, યુટયુબ કે સોશિયલ નેટવર્કિંગ સાઇડ્સની શોધ થઇ નોહતી , ત્યારે ફોન બૂથ હતા. મારા પિતા બહાર ગામ જતાં તો તે બે-ત્રણ દિવસે ફોન કરતાં અથવા એવું બનતું કે ના પણ કરતા, ન કરી શકતા! ક્યાં છે? શું કરે છે? ક્યારે આવશે? તેવી કંઈ ખબર ના હોતી. તે સમયે ગામમાં બહુ ઓછા લોકો પાસે ટેલીફોન હતા. ફોન કરવો ખૂબ મોંઘો હતો. પછી મોબાઈલ આવ્યા. તે સમયે ફોન કરવો અને ઉપાડવો પણ ચાર્જેબલ હતું. ફોન ભલે ઓછા થતાં, વાત ભલે ઓછી થતી, વિડીયો કોલનો વિકલ્પ જ નોહ્તો, છતાં સંબંધ મજબૂત હતા. છૂટાછેડા, મલ્ટીપલ રિલેશનશિપ ઓછા હતા. બોયફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, ગુડ ફ્રેન્ડના કન્સેપ્ટ હજુ એટલા #ટ્રેન્ડમાં નોહ્તા. છ ચેનલવાળા કેબલમાં ફિલ્મ, સમાચાર, રમતગમત અને સંગીત સાંભળતા, તેમાં પણ બહુ વિકલ્પ નોહતા, જે જોવા મળે તે જોઈ લેતા, ન ટેલિવિઝનમાં વિકલ્પ હતા ન લાઈફમાં છતાં લોકોને લાઇફથી કોઈ ખાસ ફરિયાદ નોહતી. શાળા, રમતનું મેદાન અને ઘર, ઘરે આવીને ટી.વી, યુવાનો ક્રિકેટ,ખેતી, થોડો ભણેલો હોય તો સરકારી નોકરી, સાંજે ગામના ઓટલે બેઠક, આટલી સાદી સિમ્પલ લાઈફ હતી, પછી ધીમેધીમે મોબાઈલના પેક સસ્તા થયા, ફ્રી મિનિટના રિચાર્જ આવ્યા, શાળામાંથી કોલેજમાં અપડાઉનના દિવસો આવ્યા, મોબાઈલનો ઉપયોગ વધ્યો, દસમાંથી બે મિત્રો ઊભા થઇ પ્રેમિકાઓ સાથે વાત કરવા ખૂણામાં જવા લાગ્યા. તે હજુ શરૂઆત હતી. બાહુબલી એકની હતી તેવી જ, પ્રશ્નોવાળી કે બાહુબલીને કટ્ટપાએ કેમ માર્યો? તો પછી કન્કલુઝન શું?

વર્તમાન સમયની પેઢી પોતાની જાતને સ્માર્ટ પેઢી સમજે છે. સ્માર્ટ ફોનવાળી સ્માર્ટ પેઢી, ઓનલાઇન પેઢી! ન સિલિન્ડરની લાઇનમાં ઉભવું, ન ઇલેક્ટ્રીસીટી બિલ પે કરવા માટે લાઈનમાં ઉભવું, ન બેંકની લાઈનમાં ઉભવું! નાણાં સરળતાથી મોકલી અને મેળવી શકાય છે. વીજળીબિલ, મોબાઈલ બિલ, તમામ પ્રકારની ચુકવણી, ખરીદી ઘર બેઠે કરી શકાય છે, હવે સમાચારથી લઈને ફૂડ ડીલિવરી બધું જ 24× 7 આંગળીના વેઢે ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયાના કારણે લોકો સરળતાથી એકબીજાના પરિચયમાં આવે છે. મળ્યાં, પરિચય થયો, સોશિયલ મીડિયા પર સર્ચ કરી પ્રોફાઈલ મેળવી લીધી, ફોલો કર્યા, ફોલોબેક મળ્યું, જેટલી જલદી પરિચયમાં આવે છે તેટલી જ જલદી રિલેશનશિપમાં પણ આવી જાય છે. મળ્યા, નામ જાણ્યું, પ્રોફાઈલ મેળવી,શું આજથી અમુક વર્ષ પહેલાં આવી કોઈ કલ્પના કરી શકતા હતા? આજકાલની પેઢીને રાહ નથી જોવી પડતી, શું રાહ ન જોઈ શકવાના કારણે જ ધીરજ ખૂટી ગઈ છે? શું ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત પ્રત્યાઘાત સંબંધમાં લાગુ પડે છે? જેટલી ઉતાવળે જોડાય છે, તેટલી જ ઉતાવળે અલગ થઇ જાય છે? જવાબ છે હાં, કોઈ વ્યક્તિની વાતો પરથી અનુમાન ન લગાવી શકીએ કે તે કેવો છે? તેમાં પણ સોશિયલ મીડિયા પર મળેલી વ્યક્તિ પર ભરોસો કેવી રીતે કરવો? ઘણી વખત એવું થતું હોય છે કે ઓનલાઇન અને ઓફલાઈન વ્યક્તિમાં જમીન આસમાનનો ફરક હોય છે, અર્થાત કે વ્યક્તિ રૂબરૂ અને ઓનલાઈલ એક જેવી નથી. રીલ્સ મૂકવી, તેની પર રિએક્ટ કરવું, પછી વાતો કરવી, ગીફ મોકલવા, ઈમોજી મોકલવા તે પ્રેમ નથી. પ્રેમની પરીક્ષાઓ ખરાબ પરિસ્થિતિમાં થાય છે. દુઃખમાં થાય છે. તકલીફમાં થાય છે, પણ અફસોસ આજકાલ તેવું બનતું જ નથી, થોડું દુઃખ આવે ત્યારે ટાઈપિંગ.... ટાઈપિંગ બંધ થઇ જાય છે. લીલું ટપકું ગાયબ થઇ જાય છે, મજાકમાં કહેવાય છે કે ડી.પી ચાંદ થઇ જાય છે. સંબંધમાં ઇનસિક્યોરિટી વધુ છે અને પ્રેમ ઓછો છે. પ્રેમમાં સજાવટ વધુ છે અને સમજણ ઓછી છે. પ્રેમમાં નિખાલસતા ઓછી છે અને દંભ વધુ છે. પ્રેમ હોય કે કોઈ પણ સંબંધ જેટલું સિમ્પલ રાખીશું એટલું જ લોન્ગ લાસ્ટીંગ રહેશે! શું તમને ક્યારેય એવું ફીલ નથી થતું? આ મોબાઈલ ફોનની શોધ જ ના થઇ હોત તો? આ વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામની શોધ જ ન થઇ હોત તો? ડબલ ટીક, બ્લુ ટીક, ઓનલાઇન લાસ્ટ સીનવાળી ચિંતાઓ જ ન હોત! ફોન કરે છે, ફોન નથી કરતા, ફોન આવવાનો છે, ફોન આવે છે. લાંબી વાતો, ટૂંકી વાતો, આજે સંવાદ ફીક્કો છે, આજે વાત કરવાની મજા ન આવી, દસ મિનિટ વધુ વાત કરી શકીએ? તમે ગુડ નાઈટ કીધું જ નહીં, આજે ગુડ મોર્નિંગનો જવાબ ન આવ્યો જેવા પ્રશ્નો જ ના ઉદ્ભવત! કાશ આ દુનિયા ઓફલાઈન હોત! કાશ!


સંપર્ક- insta id @iamalpessssh