Ispector ACP - 32 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 32

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 32

ઈન્સ્પેક્ટર ACP
એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર

ભાગ - ૩૨
ગુના પરથી પડદો ઉંચકાયો છે.

વાચક મિત્રો,
ભાગ ૩૧ માં આપણે જાણ્યું કે,
ઈન્સ્પેક્ટર AC એ,
તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનાં મર્ડર, અને રૂપિયા પચાસ લાખની ચોરીવાળા કેસમાં સાચા ગુનેગાર કોણ હતા ?
એ જાણી લીધું છે,
પરંતુ પરંતુ પરંતુ....
એ ગુનેગારોએ આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો ?
બસ એટલું જ હવે જાણવાનું બાકી રહ્યું છે, અને એ પણ...
ગુનેગારનાજ મોંઢે, અને એ પણ..... સમગ્ર ગામલોકોની હાજરીમાં.

હા ઈન્સ્પેક્ટર AC,
એ ગુનેગારોને તમામ ગામલોકોની વચ્ચે ખુલ્લા પાડવા માંગે છે,
ને એટલેજ,
આજે તેજપુર ગામનાં તમામ લોકોને ગામનાં ચોકમાં એકઠાં થવાં માટે અગાઉથી જાણ પણ કરી દેવામાં આવી છે.

બીજા દિવસે વહેલી સવારે તેજપૂર ગામનાં ચોકમાં ઈન્સ્પેક્ટર AC, અને બે હવાલદાર પહોંચી ગયા છે,
સાથે-સાથે,
AC એ અગાઉથી જણાવ્યું હોવાથી,
ઈન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ પણ પેલાં બે ATM ચોરને લઈને તેજપુર ગામમાં પહોંચી ગયા છે.
મીડિયા રિપોર્ટર નંદની પણ,
પોતાની ટીમ સાથે આવી પહોંચી છે, ને એણે તો લાઈવ ન્યૂઝ બતાવવાં માટે કેમેરા ચાલું પણ કરી દીધાં છે, ને સાથે-સાથે,
ધીરે ધીરે કરીને ગામલોકો પણ ચોકમાં એકઠાં થઈ રહ્યાં છે.

ગામલોકોની સાથે-સાથે રમણીકભાઈ,
શીવાભાઈ સરપંચના પત્નિ પાર્વતી બહેન,
એમનો દિકરો જીજ્ઞેશ,
અને સરપંચ શિવભાઈના ખાસ મિત્ર પણ હાજર છે,
ને આ કેસના મુખ્ય આરોપી એવાં ભુપેન્દ્ર, અને અવિનાશ પણ તેજપુર ગામનાં ચોકમાં આવી ગયા છે.
એ બંનેને તો હજી પણ એમજ છે કે,
એ લોકોએ જે ચાલાકીથી ગુનો કર્યો છે, એની જાણ કયારેય કોઈને પડશે જ નહીં.
આ બાજુ ઈન્સ્પેક્ટર AC,
સહેજ પણ સમય બરબાદ કર્યા વગર,
એક પછી એક એવાં-એવાં પુરાવાઓ રજૂ કરે છે કે,
છેલ્લે અવિનાશ, અને ભૂપેન્દ્રને ત્યાંથી ભાગવું પડે છે.
પણ હા, AC માટે અત્યારે અત્યંત નવાઈની વાત તો એ હતી કે,
ભુપેન્દ્ર, અને અવિનાશની સાથે-સાથે,
જ્યારે પેલાં બે ચોર પણ ભાગવા લાગે છે.
જો કે, પોલીસ થોડી જ ક્ષણોમાં એ ચારે લોકોને પકડી લે છે, ને જ્યારે AC કડક શબ્દોમાં એ ચારે લોકોને ભાગવાનું કારણ પૂછે છે...
એટલે અવિનાશ, અને ભુપેન્દ્ર, ગામલોકોની વચ્ચે આજે પોતાનો ભાંડો ફૂટી ગયો હોવાનું સારી સમજી ગયા હોવાથી,
શરમના લીધે, બંને પોતાનું મોઢું નીચું કરી લે છે.
જ્યારે પેલાં બે ચોર,
શ્યામ, અને ઘનશ્યામને તો જાણે, હજી એવો વિશ્વાસ હોય કે,
તેઓ બચી જશે.
આ બાજુ અવિનાશ પોતાની લાચાર નજર સહેજ ઊંચી કરી, ભુપેન્દ્ર સામે જુએ છે.
ભુપેન્દ્ર પણ સમજી જાય છે કે, અવિનાશની એ સવાલ કરતી નજર શું કહેવા માંગે છે ?
એટલે ભુપેન્દ્ર પણ અવિનાશને કહે છે કે ,
ભૂપેન્દ્ર :- સોરી યાર,
મેં તારી જિંદગી બરબાદ કરી નાખી.
બસ ભૂપેન્દ્રના મોંઢે આટલું સાંભળી ગામલોકો પણ સ્તબ્ધ થઈ જાય છે.
આ બાજુ મીડિયા રિપોર્ટર નંદની પણ પોતાનાં કેમેરાનું પૂરું ફોકસ,
ભૂપેન્દ્ર અને અવિનાશ કરે છે.
પછી ટ્રાવેલ્સનો ધંધો કરતો ભૂપેન્દ્ર પણ,
આજે બચવાનો કોઈ જ આરો નહીં દેખાતાં, ઈન્સ્પેક્ટર AC સામે જોઈને, પોપટની જેમ ગુનાની કબૂલાત કરતાં,
બોલવાનું શરૂ કરે છે.

ભૂપેન્દ્ર :- સાહેબ, મારો નાનો એવો ટ્રાવેલ્સનો ધંધો છે, એ આમ તો ઠીક ઠીક ચાલતો હતો.
પરંતુ જ્યારે ગામની સ્કૂલમાં 50 લાખ ખર્ચ કરવાની વાત રમણીકભાઈએ ગામ લોકોની સામે કરી, અને એ પચાસ લાખ રૂપિયા અવિનાશ જ મુંબઈથી લઈને આવવાનો છે, એ વાત મેં જાણી,
ત્યારે હું થોડો લલચાયો, અને મારી આ જ લાલચમાં...
મેં અવિનાશને પણ ખોટા-ખોટા ને મોટા-મોટા સપનાઓ બતાવીને એને પણ મે આ ગુનામાં ભાગીદાર બનાવી દીધો, અને પછી અમે બંનેએ.....
એ પૈસા આવે એ પહેલા જ,
એક લાંબી મીટીંગ કરી, અને એક ફુલપ્રુફ પ્લાન બનાવ્યો કે જેમાં,
અમે એક બેંકમાં લોન માટેનું,
વોલ્વો લક્ઝરીનું કોટેશન કઢાવવા આપ્યું. એક બાજુ અમે લોન માટેની તપાસ કરી, જરૂરી કાર્યવાહી ચાલુ કરી, અને અમે એ પણ જાણતા હતા કે,
લોન વગર જો અમે લક્ઝરી લાવીશું, તો લોકો અમારી પર વહેમાશે, અને બીજી બાજુ રકમ પણ એટલી મોટી હતી કે,
અમે બેંકને વ્યાજ આપીને લક્ઝરી લઈએ,
તો પણ અમારી પાસે પૈસા વધતા હતા, એટલે અવિનાશ જે દિવસે પૈસા લઈને આવ્યો, એના આગળના દિવસે જ અમે,
અવિનાશની રાતની 11:30 ની,
અમદાવાદથી મુંબઈની ફ્લાઈટની ટિકિટ કરાવી દીધી, અને એ જ દિવસે બરોડા હાઈવેના એક પેટ્રોલ પંપની પાસે આવેલ એક પંચરવાળાને ત્યાં,
હું મારી જીપ પંચર કરાવવા માટે મૂકી આવ્યો, અને એ પંચરવાળાને મારો મોબાઈલ નંબર આપી, એનો મોબાઈલ નંબર મે લઈ લીધો.
બીજા દિવસે સાંજે સ્કૂલવાળાઓને લઈને મારી લકઝરીમાં અમે મુંબઈ જવા નીકળ્યા.
ને અગાઉથી પ્લાન કર્યા મુજબ,
બરોડા પાસેના એ પંચરવાળાની બાજુની હોટલ પર અમે જમવા રોકાયા.
જમીને અમે બધા બસમાં બેઠા,
ડ્રાઈવર કેબીન પાસેનો દરવાજો બંધ કરતાં પહેલાં અવિનાશે બધાને કહી દીધું કે,
હવે તમે બધાં આરામથી સુઈ જાવ,
હવે આપણી ગાડી નોન-સ્ટોપ મુંબઈ હશે, ને પરોઢિયે ફ્રેશ થવા માટે આપણે કોઈ હોટલ પર ઉભા રહીશું.
એમ કહીને અવિનાશે લકઝરીનો દરવાજો બંધ કર્યો, અને તુરંત જ અવિનાશ,
એ લક્ઝરીમાંથી ઉતરી ગયો.
પ્લાન મુજબ અવિનાશ પંચરવાળાને ત્યાંથી જીપ લઈ,
સીધો તેજપુર આવ્યો,
તિજોરીની ચાવી, અને પૈસા ક્યાં છે ?
એની તો અવિનાશને પહેલેથી જ ખબર હતી,
એટલે અવિનાશ કામ પતાવી,
પૈસાની બેગ જીપનાં છુપા ખાનામાં મૂકી,
જીપ લઈને સીધો અમદાવાદ એરપોર્ટના પહોંચ્યો,
એરપોર્ટના પાર્કિંગમાં જીપ પાર્ક કરી,
11:30 ની ફ્લાઈટમાં એ મુંબઈ ગયો,
આ બાજુ મુંબઈ એરપોર્ટના પાર્કિંગમાં અવિનાશનું બાઈક તો પહેલેથી જ પાર્ક કરેલું હતું,
તે બાઈક લઈને અવિનાશ ફટાફટ મુંબઈ અમદાવાદ હાઈવે પર, અમારી પાસે આવવા નીકળ્યો,
એટલે અગાઉથી નક્કી કરેલ જગ્યા પર અમે લોકો પહોંચીએ એ પહેલા જ એ આવી ગયો હતો.
એણે પણ ત્યાં આવી, આ પંચરવાળો આઈડિયા લગાવીને એનું બાઈક એક પંચરવાળા પાસે મૂકી દીધું.
મેં લક્ઝરી થોડી ધીરી પાડી, અને અવિનાશ બસમાં આવી ગયો.
ત્યાંજ....સરપંચના દીકરા જીગ્નેશનો પાર્વતીબેન પર ફોન આવ્યો કે,
શિવાભાઈ સરપંચનું ખૂન થઈ ગયું છે, ને પચાસ લાખની ચોરી પણ, અને ત્યારે પાર્વતીબહેનના ફોન પર થયેલ ઊંચા અવાજથી,
લકઝરીમાં સુતેલા સૌ લોકો પણ જાગી ગયા,
એટલે અમે પણ રોડની એક સાઈડ પર લક્ઝરી ઉભી રાખી.
ને બધી હકીકત જાણી લીધા પછી,
ત્યાંથી જ લક્ઝરી પાછી વાળી, ને તેજપુર આવી ગયા.
આટલું સાંભળીને સ્કૂલનો પ્યુન બોલ્યો કે,
પ્યુન:- પણ રાત્રે બે કે ત્રણ વાગે,
જ્યારે હું પેશાબ કરવાં જાગ્યો,
ત્યારે તો અવિનાશ ડ્રાઈવરની પાછળની સીટ પર સુતો હતો ?
ભુપેન્દ્ર :- એ સીટમાં સાલ ઓઢીને જે સૂતો હતો,
એ અવિનાશ ન હતો,
એક સ્ટેચ્યુ હતું કે જેને અમે,
અવિનાશ જેવું પેન્ટ, અને સૂઝ પહેરાવ્યા હતા.
AC :- ભૂપેન્દ્ર, તારી આ આખી વાતમાં પચાસ લાખની ચોરીની તો ખબર પડી ગઈ પરંતુ....
સરપંચના મોત વિશે કંઈ જાણવા નથી મળ્યું.
એટલે અવિનાશ કહે છે કે સાહેબ.....
વધુ ભાગ ૩૩ માં