Maahi - 5 in Gujarati Horror Stories by Nidhi Satasiya books and stories PDF | માહી - એક ગાઢ રહસ્ય - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

માહી - એક ગાઢ રહસ્ય - 5

સવાર પડતાં જ ગામના લોકો વજુભાઈ ના ઘરે ભેગા થયાં હતાં અને અડધાં કેવિનને બોલાવવા તેના ઘરે આવ્યા હતાં.


સવારના છ વાગ્યામાં કોઈ દરવાજા પર ટકોર કરી રહ્યું હતું, " ટક....ટક.....ટક.... "


"કેવિન , સપનાં માસી...... કેવિન દરવાજો ખોલો....." કેવિનના મિત્ર રાજે દરવાજો ખખડાવતા કહ્યું.

" કોણ છે અત્યારમાં ! " સપનાં એ દરવાજો ખોલતા નીંદર ભરેલા સ્વરે કહ્યું.

" સપનાં માસી કેવિન ક્યાં છે ? એને તો કંઈ નથી થયું ને? " કહી રહેલા રાજની આંખોમાં ભય સ્પષ્ટ પણે જોઈ શકાતો હતો.

" કોણ છે મમ્મી? " સપનાં કંઈ બોલે એ પહેલાં જ કેવિન પોતાના રૂમમાંથી આંખો ચોળતો બહાર આવ્યો અને અંગડાઈ લેવા લાગ્યો.

" કેવિન ! તને તો કંઈ નથી થયું ને ? મને તો એમકે વજુભાઈ ની જેમ તારા પર પણ હુમલો થયો હશે. તને ખબર છે વજુભાઈ સાથે શું થયું કાલે ? " રાજે સવાલ કરતાં કહ્યું.

" શું થયું એમને? " સપનાએ પુછ્યું.

" અરે, વજુભાઈ પર પેલી આત્માએ હુમલો કર્યો હતો અને એમનો જીવ લઈને ગ‌ઈ છે " ગામના એક વ્યક્તિ જે રાજ સાથે હતો તેણે કહ્યું.

" શું...... " સપનાં અને કેવિન બંને એકસાથે જોરથી બોલ્યા.

" હા , અને આપણે અત્યારે જ ત્યાં જવું પડશે. ગામના લોકો તારી રાહ જુએ છે. તું ગામનો સરપંચ છે એટલે હવે તારે જ નિર્ણય લેવો પડશે કે એ આત્મા નું શું કરવું". રાજે કહ્યું.

" હા, ચાલ જલ્દી". કહેતા કેવિને પોતાનું જેકેટ લીધું અને ગામ લોકો સાથે ચાલવા લાગ્યો.

" ઉભા રહો, હું પણ આવું છું" સપનાં એ કહ્યું.

" પણ મમ્મી માહી...." કહેતા કેવિન અટક્યો.

" સાહેબ તમે ચિંતા ના કરો , માહી દીદીને હું સંભાળી લ‌ઈશ." કેવિનના ઘરમાં કામ કરતા સામજીભાઈ એ રસોઈઘર માંથી બહાર આવતા કહ્યું.

" શું? માહી ક્યારે આવી?" સપનાએ કેવિન સામે જોઇ સવાલ કરતા કહ્યું.

" મમ્મી એ બધું પછી જણાવીશ, અત્યારે જ‌ઈએ. " કહેતા કેવિન , રાજ , સપનાં અને ગામના અન્ય સદસ્યો પણ વજુભાઈના ઘરે જવા નિકળી પડ્યાં.

થોડી જ વારમા તેઓ વજુભાઇ ના ઘરની બહાર હતાં.

વજુભાઈનું શરીર એકદમ સફેદ પડી ગયું હતું. જાણે કોઈ તેમનું બધું જ લોહી પી ગયું હોય. આંખો પણ ભયથી બહાર આવી ગઈ હતી અને આખા શરીરે છરા થી પડેલા ઉંડા ઘાવ હતાં. તેમનું શરીર જકડાઈ ગયું હતું અને તેમના માથા પર લોહી થી લખ્યું હતું કોઈ ન‌ઈ બચે......

" લાગે છે આ આત્મા નો નાશ ક્યારે નહી થાય. " કેવિન માથુ કુટતા બોલ્યો ને બધાં તેને જોઈ રહ્યા.

એ પછી બધા વજુભાઈ ની અંતિમક્રિયા ની તૈયારીમા લાગી ગયા.


*. *. *. *. *. *. *. *. *. *.



આઠ વાગતાં લગભગ માહી પણ ઊઠીને પોતાના રૂમમાંથી નીચે આવી ગ‌ઈ હતી, અને કેવિનને શોધી રહી હતી પણ ના તો તેને કેવિન મળ્યો કે ના તેની માં. તે શોધતી શોધતી રસોડામાં આવી કે તેને સામજીભાઈ દેખાયા. તે ભલે હોસ્ટેલ મા રહેતી પણ અવારનવાર થતા વિડીયો કોલના કારણે તે સામજીભાઈ ને જાણતી હતી.


" અરે, સામજી કાકા...મમ્મી અને ભાઈ ક્યાં ગયાં છે ? કોઈ દેખાઈ નથી રહ્યુ !. " સામજી ભાઈને કહ્યુ; જે લગભગ સપનાં થી થોડાં નાના હતાં તેમને માહીએ કાકા કહીને સંબોધતા પુછ્યું.


" દીદી , ઊઠી ગયા ! તમે હોલમાં બેસો હું તમારો નાસ્તો લ‌ઈ આવું " કહેતા તે નાસ્તાની પ્લેટ તૈયાર કરવા લાગ્યો.

" અર
પણ એ તો કહો બધા છે ક્યા ? " માહીએ ફરી સવાલ કર્યો.

" એ લોકો ગામમા ગયા છે ; થોડીવારમા આવી જશે. તમે બહાર બેસો હુ નાસ્તો લ‌ઈ આવુ. " સામજી કાકાએ કહ્યુ.


માહી પણ એમની વાત માનીને હોલમાં જતી રહી અને પોતાનો‌ ફોન જોવા લાગી. થોડીજ વારમાં સામજીભાઈ પણ નાસ્તો લ‌ઈ આવ્યા અને માહીને આપતાં કહ્યું," માહી દીદી, હું ઉપર રૂમ સાફ કરી આવું તમારે કંઈ જોઈતું હોય તો મને અવાજ આપજો" કહેતા તે ચાલવા લાગ્યો તો માહીએ તેને રોકતા કહ્યું,


" પણ એ તો કહો કે મમ્મી ને ભાઈ ક્યાં ગયા ? અને ક્યારે આવવાના છે ?" માસીએ ફરી સવાલ કર્યો.

" એ તો ગામમાં એક વ્યક્તિ પર આત્માએ હુમલો કર્યો હતો ત્યારે ગયાં છે.."

" શું આત્મા !..."એવુ કંઈ જ ના હોય ! " માહી એ હસતાં કહ્યું.

" અરે, દીદી આમ હસો ન‌ઈ. આત્મા સાચેજ હોય છે."

" આત્મા જેવું કંઈજ ના હોય ! તમે ક્યારેય જોઈ આત્માને" માહીએ ફરી હસતાં સવાલ કરતાં કહ્યું.

" ના દીદી, જોઈ તો નથી પણ સાંભળ્યુ છે કે આત્માઓ હોય છે. અમારા ગામમાં પણ હતી એક દાયણની આત્મા". સામજીએ કહ્યું.


" દાયણ , એટલે શું ?" માહી એ પુછ્યું.

" દાયણ એટલે પહેલાં જ્યારે હોસ્પિટલ નહોતા ત્યારે જે સુવાવડ કરાવતી એ સ્ત્રી "

" ઓહ , આઈ સી.., પણ તમને કેમ ખબર પડી કે એની જ આત્મા છે ? " માહીએ આશ્ચર્યજનક સવાલે પુછ્યું.

" વર્ષો પહેલાં ની વાત છે જ્યારે ગામમાં હોસ્પિટલ, કે દવાખાનું કંઈપણ નહોતું, ત્યારે બધાં ઔષધિઓ થી જ પોતાના રોગોનો ઉપચાર કરતાં અને ગામની સ્ત્રીઓ ની સુવાવડ દાયણ કરાવતી, જે લગભગ 80 થી 90 વર્ષની હતી. એટલે એ બીમાર રહેવા લાગી અને છેલ્લે મૃત્યુ પામી. ત્યારથી એની છોકરીજ દાયણ બની ગ‌ઈ હતી. તે એની માં કરતાં પણ વધું હોશીયાર અને ચપળ હતી.

થોડાં જ દિવસોમાં તે આસપાસ ના વિસેક ગામોમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવતી થ‌ઈ ગ‌ઈ અને આસપાસના લોકો એની જ પાસે આવતા સુવાવડ કરાવતા". કહેતા સામજી કંઈક વિચારમા સરી પડ્યો.

" પછી , પછી શું થયું? " માહીએ આગળ જાણવાની ઈચ્છા દર્શાવતા કહ્યું.

માહીના સવાલ સાથે જ તે પોતાના વિચારોમાંથી બહાર આવ્યો અને બોલ્યો," પછી અમારા ગામમાં એક અનહોની સર્જાઇ. પેલી દાયણ ની ત્યાં જે પણ સ્ત્રી બાળકીને જન્મ આપતી તે બાળકી મૃત જ જન્મ લેતી. આવું સાત થી આઠ વાર થયું પછી ગામના લોકોને દાયણ પર શંકા ગ‌ઈ એટલે બધાંએ ભેગા મળી દાયણના ઘરને તપાસવાનો નિર્ણય લીધો અને એકવાર જ્યારે તે બીજાં ગામમાં સુવાવડ કરાવવા ગ‌ઈ હતી ત્યારે ગામનાં સરપંચે તેના ઘરે જ‌ઈ તપાસ કરવાનો નિર્ણય લીધો અને બધાં પોતાના હાથમાં ટોર્ચ અને ફાનસ લ‌ઈ રાત્રે દસ વાગ્યે એ દાયણના ઘરે પહોંચી ગયાં. ત્યાં પહોંચતા જ ગામના લોકોની આંખો ફાંટી ને ફાંટી રહી ગ‌ઈ".


" કેમ ! એવું ત્યાં શું દેખાયું ? " માહીએ ફરી વચ્ચે સવાલ કરતાં કહ્યું.


" તેના ઘરમાં કાળા જાદુ નો સામાન મળી આવ્યો હતો, અને સાત આઠ છોકરાવના માથાની ખોપરીઓ પણ હતી જે કાળો જાદુ કરવામાં વાપરતી. ગામમાં એક ભુવો હતો તેને ત્યાં બોલાવ્યો તો ખબર પડી કે એ જો નવજાત બાળકી ઓની આહુતી આપે તો એના ઘરે પણ એક છોકરાનો જન્મ થાય. તે વાંઝણી હતી એટલે તેના પતિએ પણ તેને ઘરમાંથી કાઢી નાખી હતી ત્યારથી જ તે એની માં સાથે રહેતી.


પછી બધાંએ તેના પર નજર રાખવાનું ચાલું કર્યું તો ખબર પડી કે ગામની બહાર એક ઝુંપડીમાં તાંત્રિક રહેતો તેની પાસેથી તે કાળો જાદુ શીખી રહી હતી.




ગામના લોકો એ તક જોઈને એ તાંત્રિક અને પેલી દાયણ બંનેને જીવતા સળગાવી નાખવાં કાવતરુ રચ્યું અને એ બંનેને મારવામાં સફળ થયાં. પણ મરતાં મરતાં એ બંને ગામને શ્રાપ આપતા ગયાં કે ગામમાં કોઈ પણ બાળકનો જન્મ ન‌ઈ થવા દે".

" બે ત્રણ વર્ષ ગામમાં બધું જ બરાબર ચાલ્યું, પછી એક દિવસ ગામમાંથી નાના બાળકો ગાયબ થવા લાગ્યાં. ગામનાં દરેક ઘરમાં એક એક ખોપરીઓ પણ મળી આવી હતી. બધાં તરતજ સમજી ગયાં કે પેલી દાયણ અને તાંત્રીક ની આત્મા આવી ગ‌ઈ છે. ગામવાસીઓએ ઘણાં પ્રયત્નો કર્યા પણ સફળ ના થયાં અને એકપછી એક બધાં ગામ છોડીને જવા લાગ્યાં".


બંને વાતો કરી જ રહ્યા હતા કે ત્યાં જ ઉપરથી કંઈક વસ્તુ પડવાનો અવાજ આવ્યો, માહી જે બધું ધ્યાનથી સાંભળી રહી હતી તે ડરવા લાગી અને ડરતાં ડરતાં જ એણે પુછ્યું, " કોણ છે ત્યાં ?....... કોણ છે ?".



કોણ હતું ત્યાં ? શું કેવિન કોઈ રસ્તો નીકાળી શકશે? શું થયું હતું વજુભાઈ સાથે ? અને શું ‌થવાનું છે માહી સાથે આગળ ? તે જાણવા જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે..........



TO BE CONTINUED.....
WRITER:- NIDHI S........