The moment of love, its deception in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | મહોબ્બતની પળ, એનું છળ

Featured Books
Categories
Share

મહોબ્બતની પળ, એનું છળ

"અરે પણ તુંયે તો મારી સાથે છળ કર્યો છે! હું ક્યારેય ના વિચારી શકું કે તું... તું મારી સાથે આવું કંઇક કરી પણ શકું!" સપના બોલી તો સારજ છોભીલો જ બની રહ્યો.

"અરે બાપા... યકીન માન... મેં કોઈ જ છળ તારી સાથે નથી કર્યો!!!" સારજે કહ્યું.

"હા... તો આ શું છે બધું?! તમે બંને આટલા નજદીક ક્યારથી આવી ગયા?! ભૂલ તો બધી મારી જ છે... મારે જ તમે છોડીને જવાનું નહોતું!" એણે ભારોભાર અફસોસ સાથે કહ્યું તો એની આંખો તો આંસુઓથી ભરાયેલી ન હતી.

બંને પારવી ના ઘરે હતા.

🔵🔵🔵🔵🔵

સુનિતા એ પારવીની બેસ્ટ ફ્રેન્ડ હતી... આમ તો ત્રણેય એક જ એજના હતા આથી ત્રણેયનું બહુ જ બનતું હતું! સારજ એ પારવીનો ભાઈ હતો.

બંને ભાઈ બહેનો સાથે બાચપણ થી જ પારવી સંકળાયેલી હતી... શુરૂથી જ પારવી સાથે સાથે જ સુનિતા તો સારજને પણ બેસ્ટ ફ્રેન્ડ જ માને...

એકવાર ફળિયાની એક આંટી એ કહેલું કે એણે રાખડી બાંધી દે તો કહે - "ના... એ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે! અમે તો ફ્રેન્ડ જ સારા એમ!"

આ જ્યારે એણે કહ્યું તો બાજુમાં જ રહેલા સારજનાં ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ હતી!

"સુનિતા... તારા જેવું તો કોઈ જ નહિ હો! યુ આર સો યુનિક!!! મને દરરોજ તારામાં કંઇક નવું જ જોવા મળે છે!" એકવાર પારવી ની હાજરીમાં જ સારજે કહેલું.

"ઓહ એવું! એવું તે શું છે મારામાં?!" થોડું શરમાતા અને બહુ જ ઉત્સ્તુકતથી સુનિતાએ કહેલું.

"એક વાત મારે તમે કહેવાની છે... પણ કેવી રીતે કહું!" વાત બદલતા કે વાત પર આવવા એણે કહ્યું એ ના તો પારવી સમજી શકી કે ના સુનિતા ખુદ!

"હા... હવે એ તો મને ખબર ને! શું વાત છે એ બધું જ હું જાણું છું!" પારવી બોલેલી તો બંનેના દિલમાં એક સરવરાટી થઈ ગઈ હતી!

"શું?!" સુનિતાએ સ્વાથ્ય થતાં અને સ્વાભાવિક રીતે જ પૂછ્યું.

"હા... હવે જો તો ખરી! હું તો કઈ તમને જાણતી નથી!" પારવીએ કહ્યું અને એના કમરમાં એક ચૂંટલી ભરી!

"હા..." સારજ બોલી તો ગયો જ!

એ પછી તો ઘણો સમય થયો પણ એક દિવસ એમના જુદાઈના દિવસ શુરૂ થવાના હતા! સુનિતા ના ફાધરની બદલી થઈ ગઈ હતી. એમને એમની સેવા અન્ય શહેરમાં આપવાની હતી તો એણે એ જગ્યા છોડવી જ પડી.

"જો એક દિવસ પણ કૉલ ના કર્યો છે ને તો હું અહીં જ આવી જઈશ! રહીશ તમારી સાથે!" સુનિતાએ ધમકી આપેલી કે હકથી કહેલું એ તો બંને આજ સુધી નથી સમજી શક્યાં!

"હા... બાપા... પણ તું તારું ખાસ ધ્યાન રાખજે! જમજે તું ધરાઈને મારી યાદોમાં ખાવાનું ના મૂકી દેતી!" સારજે કહેલું.

🔵🔵🔵🔵🔵

"અરે યાર હું બિલકુલ નથી જાણતો કે એ પિક કોને અને ક્યારે પાડ્યા!" સારજે કહ્યું તો એની આંખોમાંથી પણ દળદાર આંસુઓ વહેવા લાગ્યા.

"પણ તારે મને પ્યાર કરવો જ નહોતો તો કેમ મારી સાથે આવું છળ કર્યું?! તું જ તો કહેતો કે મને તો તારી બહુ જ ફિકર થાય તું બહુ જ ભોળી છું... કોઈ પણ છળ કરી શકે! કેમ તુંયે જ મારી સાથે આટલું મોટું છળ કર્યું?!" એણે કહ્યું.

એટલામાં તો માર્કેટથી પારવી ઘરે આવી ગઈ.

"અરે પારવી, આને સમજાવ ને તારી ફ્રેડ સાથે મારા પિક જોઈને કહે છે કે મેં છળ કર્યું છે એમ! યાર, મેં તો બસ એણે જ તો લવ કર્યો છે!" સારજે કહ્યું.

"અરે યાર સુનિતા... એ તો મેં જ મારી ફ્રેન્ડ ને કહેલું કે તું આ રીતે આમ નજીક રહેજે સારજથી અને હું દૂરથી ફોટો પાડી લઈશ!" પારવી એ કહ્યું તો બંનેને ઝટકો લાગ્યો.

"કેમ?!!" બંને એકસામટા ક બોલી ગયા.

"શું કેમ?! મારે ટેસ્ટ કરવો હતો કે દૂર જઈને તમારી ફિલિંગ ઓછી તો નથી થઈ ગઈ ને! તમે હજી પણ એકબીજાના દિલમાં એટલા જ છો ને જેટલા મેં ભેગા કરેલા!" એ બોલી રહી હતી અને આ બાજુ આ બંનેના ચહેરા પર વસંતના વૈભવ જેવું સ્મિત પ્રગટ થઈ રહ્યું હતું.