In one such... in Gujarati Drama by PRATIK PATHAK books and stories PDF | એક માં તે એવી...

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક માં તે એવી...

પ્રસ્તુત એકાંકી સફળ એકાંકી નાટક છે જે અલગ અલગ કલા વૃંદ દ્વારા ભજવાયેલું છે.
ભાવનાબેન ના પાત્ર માટે સુવ્યવ્થિત મેકઅપ અને ડ્રેસઅપ ની જરૂર પડશે અને ઘણી બધી હિમ્મત તો ખરીજ.
નાટક ભજવવા માટે લેખક ની મંજૂરી લેવી અનિવાર્ય છે.
૯૦૩૩૨૪૭૨૯૯



પાત્રો:૧)ભાવનાબેન,૨)રાજુ ,૩)સુનીલ,૪)રવિ ,૫)ડીમ્પલ,૬)વકીલ,૭)મેનજર ,8)ઇન્સ્પેક્ટર
પડદો હળવે હળવે ખુલે છે..
(એક સફેદ સ્પોટ લાઈટ સ્ટેજના મધ્યમાં પીઠ દેખાડીને એક વ્યક્તિ ઉભી છે અને કરુણ સંગીત)
હું કોણ છું?મારે પુરુષ નથી રહેવું,અને મારામાં એવી લાગણીઓ પણ નથી.
તો હું શું કરું?ભારતમાં તો સ્ત્રી અને પુરુષ બે જ જેન્ડર હોય છેતો હું કોણ છું??
(બેક ગ્રાઉન્ડ માંથી બે ત્રણ લોકો નો અવાજ )
પાવૈયો છે તો,છક્કા હા હા હા,સાલા મીઠા
નહીં.... નહીં (ઊંચા અવાજે રદ પાડીને)
હું કુદરતે બનાવેલી એક અલભ્ય કૃતિ છું.હું મહાભારત કાળ થી શિખંડી અને અત્યારે ટ્રાન્સ જેન્ડર છું.તમારી ભાષામાં ફાતડો,છક્કો કે પાવૈયો...પણ હું માણસ છું.તમારી જેમ જ એક હૃદય છે,એક મગજ છે,હાથ પગ બધું તમારી જેમ જ છે.ફક્ત હોર્મોન પુરુષ ના નથી એટલે જ હું ખાસ છું.ઈશ્વર ની પાસ છું.માણસ છું.
પ્રતિક પાઠક લિખિત પ્રસ્તુત છે નાટક ઈશ્વરના ત્રીજા પ્રકલ્પની વાત, એક માં તે એવી...!
દ્રશ્ય-૧
ભાવનાબેન : એક બે ત્રણ ચાર...એમ કરતા પુરા પંદર વર્ષ,બાબુલાલ તમે અમને છોડીને ચાલ્યા ગયા એને પુરા પંદર વર્ષ વીતી ગયા.(ભાવનાબેન બાબુલાલ ના ફોટાને ચાંદલો કરીને બોલે છે).બાબુલાલે મારી સાથે એ સમયે લગ્ન કરી સમાજમાં મોટો દાખલો બેસાડયો કે ટ્રાન્સજેન્ડરોનું પણ જીવન હોય છે.અત્યારે એ જીવતા હોત તો એમને ખુબજ આનંદ થાત.અત્યારે સમાજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિને સ્વીકારે છે. એ સમયે અમારે ખુબજ સંઘર્ષ કરવો પડ્યો હતો ?લોકો ના કેવા મેણા ટોણા સાંભળ્યા હતા.ખાસ કરીને મને લોકો કહેતા કે,”આને શેરીમાંથી કાઢો,આ દુષણ છે,આવા લોકોને તાળીઓ પાડ્યા સિવાય અને ટોલ નાકે ઉભા રહેતા સિવાય કંઈ જ ના આવડે.” બાબુલાલને લોકો કિન્નરનો પતિ,કીન્નરનો પતિ કહીને હેરાન કરતા.પણ એમણે મને સન્માનની જીંદગી આપી.મારો સાથ આપ્યો.મારો ખાલીપો દુર કરવા ત્રણ ફૂલ જેવા દીકરા પણ તમે મને દતક લેવાની હા પાડી.એ બાબુલાલ તમને ખબર છે આપણો મોટો દીકરો આજે વિદેશથી ભણીને પાછો આવે છે,રવિ આપણા કારખાનામાં મારી સાથે ખભે થી ખભો મિલાવીને મને મદદ કરે છે. સુનીલ હમણાં થોડો ખોટા રવાડે ચડી ગયો છે પણ મને ખાતરી છે એ પણ લાઈન પર આવી જશે. (થોડું ગંભીર સંગીત).હો તમે મારા દેવના દીધેલ છો....(અંધારું)
દ્રશ્ય-૨
(વકીલનો પ્રવેશ થાય છે અને ભાવનાબેન સોફા પર બેઠા બેઠા મોબાઈલ જોવે છે)
વકીલ:શું વાત છે ભાવના તાઈ આખરે મોબાઈલ શીખી ગયાને.
ભાવના :શું કરી હવે સમય સાથે રહેવું પડેને? આવો આવો ,કેમ સવાર સવારમાં આવું પડ્યું.
વકીલ:હવે તમે મારી ઓફિસેતો આવતા નથી તો મારે રૂબરૂ જ આવું પડે ને?કેમ છે તબિયત ? અને ડોક્ટરે શું કહ્યું?કંઈ સુધારો?ઘરમાં કોઈને વાત કરી ?
ભાવના :અરે તબિયતને મારો ગોળી.....(લંબાવીને બોલવું) મને કંઇજ નથી થવાનું.બોલો શું સેવા કરી શકું તમારી?(કહીને ભાવનાબહેન ઉધરસ ખાય છે)
વકીલ:આ ડોક્યુમેન્ટમાં તમારી સહી લેવાની હતી.તમે આ સારી સેવા ભાવી સંસ્થાને દતક લઈને આવા લોકો માટે ખરેખર સરસ કામ કર્યું.
ભાવના:આવા લોકો નહિ વકીલ મેડમ .ટ્રાન્સજેન્ડર.શું..? ટ્રાન્સ જેન્ડર.(શબ્દોમાં વજન)બોલવામાં શરમાવાનું કે ડરવાનું નહિ.એ પણ માણસ છે,એમને પણ હૃદય છે એને એમનામાં પણ ઘણી આવડત હોય છે.મારી આ સંસ્થા એમને પગભર કરશે.જે સન્માન અને હકો મેળવવા મને વિસ-વિસ વર્ષ થયા,હું એમના હક માટે હંમેશા તેમની સાથે ઉભી રહીશ.એમના ઘરના લોકો ભલે એમને છોડે હું એમને અપનાવીશ.મેં કહ્યું હતું ને તાળી પાડીશ નહિ પણ પડાવીશ.
વકીલ:વાહ ભાવના તાઈ વાહ ઉમદા કાર્ય.રાજુ ના કંઈ સમાચાર ?ક્યારે આવે છે એ ?
ભાવના:રાજુ આજે જ વિદેશથી પાછો આવે છે,વકીલ ...(વકીલ નો હાથ પકડીને )હું તો આજે તેને કહી જ દેવાની છું કે હવે તું જલ્દીથી લગ્ન કરી લે અને આ ઘરની જવાબદારી સંભાળ એટલે હું ભલીને મારી સમાજ સેવા ભલી.(ખુશ થતા બોલે છે )પણ ....(અચાનક ગંભીર મુદ્રા )
વકીલ:પણ શું ભાવનાતાઈ???
ભાવના : કોણ પોતાની દીકરી આ ઘરમાં આપશે ??...જેની સાસુ ટ્રાન્સ....(એટલામાં જ ડોર બેલ વાગે છે.(ડોરબેલનું સંગીત)
ભાવના: લાગે છે મારો રાજુ આવી ગયો! (દોડીને ઉભા થઇ દરવાજો ખોલવા જાય છે,દરવાજો ખોલી રાજુ અને ડીમ્પલ આવે છે થોડી વાર તેમને જોઇને )
ભાવના :રાજુ ??બેટા આ કોણ ??અને તમે બંને...(એક યુવક અને યુવતી ફૂલ ની માળા ગાળામાં નાખી અને ચાંદલો કરી ને આવે છે)
રાજુ: મમ્મી આ ડીમ્પલ છે.અમે લગ્ન કરી લીધા છે. (ભાવનાબેનની આંખોમાં આંસુ)
ભાવના : જોયું મેડમ મારા રાજુએ લગ્ન કરી લીધા.એક વાર મને પૂછ્યું પણ નહિ બેટા ??(વકીલ તેની જગ્યા પરથી ઉભા થાય છે)
રાજુ: મારા પપ્પાએ અમેના મમીને પૂછ્યું હતું? જયારે તેમને તમારી સાથે લગ્ન કર્યાં હતા.?(રાજું ની વાત માં ઘમંડ હતો)
ભાવના: રાજુ!! તું શું બોલી રહ્યો છે તને ભાન છે?(ભાવના બેન ગુસ્સે થઇ ને બોલ્યા, થોડી એ વાર પોઝ અને તરત જ સ્વસ્થ થઈને બોલ્યા) જોયુ વકીલ મેડમ પાંચ મિનીટ પહેલા મને રાજુના લગ્નની ચિંતા હતી કે કોણ આ ઘરમાં વહુ બની ને આવશે?પણ હવેએ ચિંતા દુર .લગ્ન કરી લીધા ચાલો કશો વાંધો નહિ હું ખુશ થઇ.અરે પહેલા હું તમારી આરતી તો ઉતારી લઉં.બે મિનીટ અહીજ ઉભા રહેજો હું આવી હો.
ડીમ્પલ:ડ્રામાં ચાલુ થયા ..(અકળાઈને ) Excuse me! શું મારી સામે ડોળા કાઢીને જોવો છો? ક્યારેય છોકરી નથી જોઈ?રાજુ કોણ છે આ બેન?(વકીલ સામે જોઇને બોલે છે)
રાજુ: એ મારા મમ્મીના વકીલ અને તેમના ખાસ મિત્ર છે.
ડીમ્પલ:નોન સેન્સ (ડીમ્પલ ચિડાઈને બોલે છે)
(એટલામાંજ બીજો દીકરો સુનીલ(સુનીલ ના હાથમાં દારૂની બોટલ અને દારૂનું ગીત(પીલે પીલે ઓ મોરે રાજા ગાતા ગાતા આવે છે) અને ત્રીજો દીકરો રવિ હોલ માં પ્રવેશે છે)
રવિ: ઓહ માય ડીયર રાજુ તું આવી ગયો ભાઈ?ક્યારે આવ્યો ?મમ્મી આ બધું શું છે?
( ભાવના બેન આરતીની થાળી લઈને રાજુ અને ડીમ્પલ પાસે જઈ આરતી ઉતારતા ઉતરતા કહે છે) તારા ભાઈ રાજુ એ લગ્ન કરી લીધા છે.બેટા રવિ, સુનીલ તમારા ભાઈ ભાભીને પગે લાગો.
ડીમ્પલ:વોટ નોનસેન્સ ? હું આ બધા customs and traditions માં નથી માનતી .(કહી ડીમ્પલ તરતજ આરતીની થાળીનો ઘા કરે છે,(નિર્વિકાર શાંતિ ,અને ઊંચું સંગીત )રવિ થાળીની વસ્તુ ભેગી કરે છે
વકીલ: પુત્રના લક્ષણ પારણે અને વહુ ના લક્ષણ બારણે.
ડીમ્પલ: MIND YOUR OWN BUSINESS (ચપટી વગાડીને )
ભાવના : રાજુ આ બધું શું છે,વહુ આમ કેમ કરે છે?
રાજુ: મમ્મી એ ...એને .. આ બધું.....નથી
ડીમ્પલ:મેં કહ્યું ને .... મને આ બધી ફાલતું વસ્તુ ગમતી નથી.(રાજુને બોલતા રોકીને બોલે છે )
સુનીલ: (રાજુ અને ડીમ્પલપાસે જઈને)બહુ.. ડેન્જર વહુ લાયો નહિ.એક પેગ પીવીશ?અલાતે મને પણ તારા લગનમાં ના બોલાવ્યો? અરે....મારા પણ કંઇક સપના હતા,મારે પણ પીને નાચવું હતું.
ડીમ્પલ: OMG ! કોણ છે આ દારૂડિયો ?
રવિ: તમે આ શું બોલી રહ્યા છો ?જરા મોઢું સંભાળીને વાત કરો ,એ દારૂડિયો નથી તમારો દેયર છે.
સુનીલ:ભાભીજી તમે પીશો??સ્મોલ બનાવું કે લાર્જ ?વિદેશ માં તો પીતા જ હસો ને ??
ડીમ્પલ:HOW dare you ?તારી હિંમત કઈ રીતે થઇ મને ડ્રીંક ઓફર કરવાની ? ચલ હટ નોન સેન્સ (કહીને સુનીલ પર હાથ ઉઠાવાની કોશિશ કરે છે.)
ભાવના : ડીમ્પલ વહુ આ શું કરી રહ્યા છો?
ડીમ્પલ: જે તમે નથી કરી શક્યા એ હું કરી રહી છું.
રવિ: ભાભી(ગુસ્સાથી ) ભુલીના જાઓ એ તમારા સાસુ છે.
ડીમ્પલ: સાસુ હા હા હા. સાસુ કહું કે સસરા??
(નિર્વિકાર શાંતિ ઊંચા અવાજે સંગીત ,પ્રકાશ ડીમ ) (ભાવના બેન આઘાતથી સોફા પર બેસી મોટા મોટા શ્વાસ લઇ ગુસ્સા થી ડીમ્પલ સામે જોવે છે )
વકીલ:શાંત થાઓ. ભાવના તાઈ બધું જ સરખું થઇ જશે.(તેની પાસે જઈ તેના ખભ્ભા પર હાથ મૂકી આશ્વાશન આપે છે.)
ડીમ્પલ:રાજુ તમે તમારા મમ્મી ના આશીર્વાદ લઇ લીધા હોય અને આ મેલો ડ્રામાં પતિ ગયો હોય તો તો ચાલ ,હું એક મિનીટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતી.મને અહી સફોકેશન થાય છે.
ભાવના : રાજુ હું આ શું સાંભળી રહી છું?.(ભાવના બેન ઉભા થઇ રાજુ પાસે જઈને બોલે છે.)
રાજુ: તમે જે સાંભળો છો એ સાચું જ સાંભળો છો.ડીમ્પલ આ ઘરમાં ,બધાની સાથે રહેવા નથી માંગતી.
સુનીલ: તારી ડીયર બાયડીને ખબર છે મમ્મી પાસે કરોડોની સંપતિ છે?
ડીમ્પલ:મેં મારા ડેડીના ઘરે રૂપિયા જોયા છે.
રવિ: નાટક છે આ બધા ઘરને તોડવના.શું કમી છે આ ઘરમાં? રાજું તું કેમ કંઈ બોલતો નથી? કેમ ચુપ છે? તું એકજ દિવસ માં બાયડી ઘેલો થઇ ગયો ?
ડીમ્પલ: YOU BOTH JUST SHUT UP (ગુસ્સે થી ).હા હું આ ઘરમાં નથી રહેવા માંગતી અને કેમ રહું જે ઘરની વ્યક્તિને સમાજ સ્વીકારતો ના હોય ત્યાં મારી આબરૂનું શું?તમારો ચહેરોતો જોવો ,અવાજ જોવો એક દમ ભાયડા છાપ.દરરોજ સવારે ઉઠીને તમને જોઈ દિવસ બગડવાનો?અને આવા દારૂડિયા વાળા ઘરમાં રહેવું એના કરતા નરક માં રહેવું સારું.ચલ રાજુ.
ભાવના : (રાજુ અને ડીમ્પલ ઘરમાંથી નીકળે છે ભાવના બેન રાજુનો હાથ પકડીને) બેટા પ્લીઝ રોકાઈ જા. તને તો ખબર છે હું કોણ છું?સમાજ સ્વીકારે કે ના સ્વીકારે તમે તો મને માં તરીકે સ્વીકારી હતી ને ?(રાજુ હાથ છોડી છે)બેટા મને છોડી ને ના જા,રોકાઈ જા.(રુદન સાથે)
સુનીલ:ઓય રાજુ મોમી ને દુ:ખી ના કરાય.આ પીલે એટલે બધું સરખું થઇ જશે.
રાજુ: તું દુર હટ બેવડા (સુનીલને ધક્કો માંરે છે).મમ્મી મારે જવું જ પડશે મેં એ શરતેજ ડીમ્પલ સાથે લગ્ન કર્યા છે.
ડીમ્પલ:મને ફક્ત એક વાતનો જવાબ આપી દો એટલે અમે રોકાઈ જાઈ.હું કોની વહુ કહેવડાવિસ ભાવનાબેન ની ભાવેશભાઈની?(જોરદાર સંગીત )
ભાવના:ડિમ્પલ વહુ(જોર થી)(કહીને ભાવના બેન તેના પર હાથ ઉપાડવા જાય છે અને રાજુ ભાવના બેન ને ધક્કો આપી ભાવનાબેનને નીચે પાડી દે છે.રાજુ અને ડીમ્પલ સિવાય ત્યાં ઉભેલી દરેક વ્યક્તિ ભાવના બેન પાસે જાય છે. (પ્રચંડ સંગીત સ્ટેજ પર લાલ લાઈટ)
સુનીલ:મારા મોમી ને ધક્કો માર્યો? (રાજુની પાછળ મારવા જાય છે પોતાનું સંતુલન ગુમાવી પડી જાય છે)( પ્રચંડ સંગીત સાથે એ દ્રશ્ય ત્યાં પૂરું થાય).
દ્રશ્ય-૩
(સ્ટેજની મધ્યમાં પડેલા સોફાની પાસે ટેબલ પર દારૂની બોટલો અને સિગરેટ નું પાકીટ પડેલું છે,સુનીલ તેનો પેગ પીવે છે)
સુનીલ:લોગ કહેતે હૈ મેં શરાબી હું,તુમને ભી શાયદ .(ટેપમાં વાગે છે ,ટેપ ભાવના બેન બંધ કરે છે ).....થોડી આંખો સે પીલાદે રે સજની દીવાની ...
ભાવના :બેટા સુનીલ તે હવે સવાર -સવારમાં પણ પીવાનું શરુ કરી દીધું?
સુનીલ: શું કરું મોમી આના વગર હવે રહેવાતુ જ નથી.તમારા એક માટે બનાવું? તમારું બધું ટેન્શન ગાયબ!.(દારૂનો ગ્લાસ દેખાડે છે)
રવિ:અરે સુનીલ એમનુ બધું ટેન્શન તું આ છોડીશ ને એટલે ગાયબ થશે. સારું લાગે છે તને આ બધું ?પીવાનું બંધ કર અને કારખાને આવાનું ચાલુ કર .
સુનીલ: પ્રભુ શ્રી રામ આયે ...જય શ્રી રામ જય શ્રી રામ (સુનીલ રવિ ને પગે લાગે છે)
રવિ:બંધ કર તારી આ નોટંકી
ભાવના :જા બેટા તારા રૂમ માં જા.(સુનીલને ઉભો કરતા કરતા)
સુનીલ: મોમી થોડા પૈસા આપોને..
ભાવના :સાંજે આપીશ હો બેટા.જા અત્યારે તું આરામ કર.(ઉધરસ ખાતા ખાતા સુનીલને રૂમ ના દરવાજા પાસે મુકીને રવિ પાસે સોફા પર બેસે છે)
ભાવના :એક આની ચિંતા ઓછી હતી કે હવે રાજુની ચિંતા પણ વધી.
રવિ: રાજુ એ ખરેખર ખોટું કર્યું.એને તમને આમ ધક્કો નતો મારવો જોઈતો!
ભાવના : દુ:ખ તો એ વાતનું થયું એ પણ મને સમજી ના શક્યો.?પણ હશે જે થયું એ બાળ બુદ્ધિમાં થયું પસ્તાવો થશે એટલે પાછો આવશે.પણ તું એની ખબર રાખતો રહેજે અને કંઈ જરૂર નથીને એ પૂછતો રહેજે. અને કહેજે કારખાને આવવું હોય તો આવી શકે છે.
રવિ: એ વાત છોડો પણ હવે તમારી તબીયત કેમ છે?તમે કેમ અમને કોઈને હોસ્પીટલ સાથે લઇ નથી જતા.?
ભાવના :બેટા હજી હું એકલી જઈ શકું છું એટલે કોઈ ને ક્યાં હેરાન કરવા ? રાજુ તો હતો નહિ, અને સુનીલને લઇ જવું તો હોસ્પિટલ માથે લે .અને તને ક્યાં કામ માંથી નવરાશ મળે છે.એક તું જ છો હવે આપણું કારખાનું સંભાળવા વાળો.કારખાનેથી યાદ આવ્યું ત્યાં બધું બરાબર ચાલે છે ને?
રવિ:હા બધું બરાબર ચાલે છે પણ હમણાં થી તમે ઓફીસ નથી આવતા તો કેટલું કામ અટકીને પડ્યું છે.કેટલા અગત્યના પેમેન્ટ કરવાના છે.આ બધા ચેકમાં સહી કરી દોને.
ભાવના :લાવ તો હું જોઈ લઉં તું કોને કોને પેમેન્ટ કરે છે .
રવિ: એ તમે પછી નિરાતે વાંચજો.પ્લીઝ (પેન અને ચેક બૂક હાથમાં આપીને) આપણે રાજુ અને ડિમ્પલને સમજાવીને પાછો લઇ આવીએ તો?
ભાવના:આટલી બધી મોટી રકમ નું પેમેન્ટ કોને કરે છે.??
રવિ:મેં કહ્યુંને તમને એ બધું હું તમને શાંતિ થી કહીશ અત્યારે ચેક માં સહી કરી દોને મારે મોડુ થાય છે.આઈ એમ ઓલ રેડી લેટ.
(ભાવના બેન કંઈ જોયા વગર બધા જ ચેક માં સહી કરી નાખે છે)(સસ્પેન્સ સંગીત) પછી ભાવના બેન ઉધરસ ખાય છે. અને રવિ પાણી આપે છે.પાણી પીને તે ફટાફટ ઉભા થઇ બહાર જવા જાય છે અને મોં માંથી સહેજ લોહી નીકળે છે. રવિ અને ભાવના બેન પર જ લાઈટ બાકી બધી લાઈટ બંધ પાછળ રવિ ચેક સામે જોઈએ ખુબજ હરખાય છે.અને બોલે છે.)
રવિ:કેમ અચાનક ઉભા થઇ ગયા ? ક્યાંય બહાર જાઓ છો?
ભાવના : ના બેટા બસ એમ જ થોડી ગભરામણ થાય છે.
રવિ:(ભાવનાબેનની પાછળ ક્રોસ માં ઉભો રહીને )તમે ચિંતાના કરો બધું સરખું થઇ જશે.(બોલીને દર્શકો તરફ પોતાની કપટી ચેહેરામાં છૂપેલુ કપટી હાસ્ય હંસે છે અને ચેક બૂક હવામાં ફેરવે છે.બધી લાઈટ બંધ ફક્ત એક જ ફોકસ લાઈટ રવિના ચહેરા પર અને સસ્પેન્સ મ્યુઝીક સાથે એ દ્રશ્ય પૂરું થાય છે).
દ્રશ્ય-૪
ભાવના :સુરેખાબેન તમે ભાનમાં તો છો ને ?મારી ઓફીસની તિજોરીમાંથી પાંચ લાખ રૂપિયા ગાયબ થઇ ગયા અને કોઈને ખબર પણ નથી ?કોણ કોણ આવ્યું હતુ ઓફીસ માં ?
હું....નથી માનતી કે એ આવું કામ કરે ?શું બકો છો તમે ?તમે હમણા જ ઘરે આવો .વકીલ અને એ બંને ને પણ કહો કે ભાવના તાઈ ઘરે બોલાવે છે.
સુનીલ :શું થયું મોમી કંઈ તકલીફ?
ભાવના :તું અત્યારે મહેરબાની કરીને શાંતિ રાખજે .મારો મગજ આત્યારે ઠેકાણે નથી.
સુનીલ:ઓહો સોર્રી (મોં પર આંગળી રાખી સોફા પર બેસી જાય છે.)
ભાવના :મારા ઉછેર માંજ ખોટ રહીં ગઈ કે શું?તેઓને આવું કેમ કરવું પડ્યું હશે?(સ્ટેજ પર એક બે આમ તેમ આંટા મારે છે)
(વકીલ પ્રવેશ કરે છે)
વકીલ: ભાવનાતાઈ શું થયું ?સુરેખાબેને અચાનક ફોન કરીને તમારા ઘરે બોલાવ્યા.
ભાવના : શું કહું મેડમ મારી ઓફીસમાંથી પાંચ લાખ ગાયબ થઈ ગયા.
વકીલ:હે..!કોઈના પર શક છે ?
મેનેજર: શક નથી પાક્કી ખાતરી છે કે ચોરી રાજુએ કરી છે.રાજુ અને તેની પત્ની ડીમ્પલ સિવાય આજે તમારી ઓફીસમાં કોઈ નથી ગયું.
ભાવના :રવિ ક્યાં ગયો હતો?
મેનેજર:રવિના તો એનાથી પણ મોટા ગોટાળા કર્યા છે.તેણે હમણાં તમારી પાસે કોઈ સહી કરાવી હતી?
ભાવના :હા ઘણાં બધા ચેક માં સહી લઇ ગયો હતો.
સુનીલ :મોમી મને પણ રૂપિયા આપોને.(સુનીલ ઉભો થઈને)
ભાવના :તું હમણાં ચુપ જ બેસજે બાપા (સુનીલ સામે જોઇને) ._સુરેખાબેન તમે સરખું કહોને રવિએ શું કર્યું.
મેંનેજર:એને તેની કોઈ ફર્જી કંપની બનાવી ,ખોટા બીલ રજુ કરી બાવીસ લાખનું પેમેંટ એ ફર્જી કંપનીમાં લીધું છે.
ભાવના :તમને કોઈ ભૂલ થઇ લાગે છે.મારો રવિ ..મારો રવિ આવું કરેજ નહિ. હમણાં એ આવતો જ હશે એટલે પૂછી લઈશું.
વકીલ:તમે ચેક પર સહી કરતા પહેલા પાર્ટીનું નામ વાંચ્યું ના હતું.અરે આ રાજુ અને રવિ આવ્યા .(રવિએ પ્રવેશ કર્યો પાછળ રાજુ અને ડીમ્પલ પણ આવે છે.)
ભાવના :રાજુ આ હું શું સાંભળી રહી છું કે તે પાંચ લાખ...
રાજુ:હા પુરા પાંચ લાખ મેં લીધા તમને કંઈ વાંધો પડ્યો?(સિંગલ સોફા કે ખુરશી પર પગ હલાવતો હલાવતો બેસીને બોલે છે)(ડીમ્પલ તેની બાજુમાં ઉભી છે) (રવિ સુનીલ પાસે જઈ તેના ફોનમાં સળી કરે છે)
ભાવના : લાગે છે તું હવે મને બધું પૂંછવાનું ભૂલી ગયો લાગે છે.?
રાજુ: હવે હું કંઈ નાનો નથી કે બધું તમને પૂંછવું પડે(ઉભો થઇ ગરમ થતા થતા).
ભાવના :વાહ!રાજુ વાહ છાના માના પાંચ લાખ રૂપિયા લઇ લીધા અને ચોરી કરી કહેવાય.અને તું રવિ તૂતો આનો પણ ગુરુ નીકળ્યો ૨૨ લાખ નો ગોટાળો.એવી શું જરૂર પડી ?
રવિ:કંટાળી ગયો છું તારા રોજ ના ટક ટક થી.પણ હવે નહિ.મારે પણ ખુલીને જીવવું છે,મારા પણ કઇંક સપનાઓ છે મારે પણ મારી અલગ ઓળખાણ ઉભી કરવી છે.અને હા રૂપિયા લીધા મેં જ લીધા શું કરી લેશો ?
ભાવના :રવિઆ તું બોલી રહ્યો છે? તું તો મારો સારો દીકરો છે ને.
રવિ:સારો દીકરો હુહહ! મને તો તારો ચહેરો પણ જોવો નથી ગમતો.અમે થાકી ગયા છીએ લોકો ના મેણા ટોણા સાંભળીને.કિન્નરના દીકરા કિન્નરના દીકરા કહીને લોકો ચીડવે છે.
ભાવના :મેં કેવી હાલતમાં તમને મોટા કર્યા છે,ભણાવ્યા-ગણાવ્યા,વિદેશ મોકલ્યા તમને અંદાજો છે તેનો?તમારા પપા પણ મારો સાથે છોડીને જતા રહ્યા,એકલા હાથે તમને ઉછેર્યા.શું મેં મેણા ટોણા નહિ સાંભળ્યા હોય?
રાજુ:અમારા પપ્પા પણ તારા લીધે જ મર્યા.એમને પણ તારી સાથે લગ્ન કરીને પસ્તાવોજ થતો હશે.કે ક્યાં કીન્નર જોડે લગ્ન કર્યા.
ભાવના :રાજુ.....ગુસ્સે થઈને અને ઉધરસ ખાવા લાગે છે.
ડીમ્પલ:સાચી તો વાત છે વળી,આવી વ્યક્તિ જોડે રહેવું એના કરતા મારી જવું સારું.
ભાવના : યુ જસ્ટ શૂટ આપ એન્ડ સ્ટે ઓઉટ ઓફ ધીસ. મોટા બાપની દીકરી.
ડીમ્પલ: મારા ડેડી વિષે બોલી છે તો..ખબરદાર...
ભાવના :ચુપ તું તો સાવ ચુપ થઇ જા (સોફા પર બેસી).નીકળો મારા ઘરમાંથી .(ઉધરસ ખાઈને).વકીલ તમે અત્યારેજ પોલીસમાં આ બંને સામે ફરિયાદ નોંધાવો.
વકીલ:તાઈ એમાં ઘરની વાત બહાર જશે,ઘરમાંજ પતાવોને.
રવિ:ઘરમાંથી અમે નહિ તું બહાર જઈશ.આ ઘર અમારા પપાનું છે.
સુનીલ: આ તું શું બોલી રહ્યો છે.તમે ક્યારનું મમીનું અપમાન કરો છો.એ વ્યાજબી નથી.
રવિ:ચલ હટ બેવડા.ઘર અને બધા પૈસા તો અમે લઈને જ રહીશું.
ભાવના : વકીલસાહેબ તમે ફરીયાદ દાખલ કરાવો હું કહું છું ને.
રવી: હા હા બિન્દાસ કરાવો.ચેકમાં કોની સહી કોણે કરી છે ??અને કોણ સાચું માનશે એક કિન્નરનું?હા હા હા (કહીને હશે છે.)
ભાવના :રવિ !!(જોરથી રવિ પર ગુસ્સે થઇ ને અચાનક ભાવનાબેન નો શ્વાસ વધી જાય છે.વકીલ અને સુનીલ તેમને સોફા પર બેસાડીને પાણી પીવડાવે છે).
વકીલ:શાંત થાઓ ભાવના તાઈ.શાંતિ થી પાણી પીવો.
(ભાવનાબેન થોડીવારમાં જ લોહીની ઉલટી કરે છે.અને મોટે થી શ્વાસ લે છે.)
વકીલ: તમારી માને લોહીનું કેન્સર છે,અને તે છેલ્લા સ્ટેજ પર છે.એના છેલ્લા સમયે તો એમને શાંતિ થી જીવવા દો.
સુનીલ: શું થાય છે મમ્મી તને??.વકીલમાસી આપણે મમ્મીને હોસ્પિટલ લઇ જઈએ.અરે કોક એમ્બુલન્સ બોલાવો.(સુનીલ રડવા લાગે છે)
મેનેજર :હું...હું બોલવું છું.હલો ૧૦૮...
ડીમ્પલ:જોયું તારી માનું નવું નાટક...
સુનીલ: તમારા લોકોમાં થોડી પણ શરમ અને માનવતા બચી હોય તો ચુપ થાઓ અને મમ્મીને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરો.
રવિ:એને કંઈ નથી થયું.નાટક કરે છે એ.
રાજુ:અને એ મરી જાય તો એને ઘરે નાં લાવતો.ઘર ગંદુ થશે.હા હા હા (ત્રણેયનો હસવાનો અવાજ)
સુનીલ :તમે સાલાઓ (ભાવનાબેન સુનીલ નો હાથ પકડી તેને પાછો ખેચે છે અને સાથે લઇ જાયછે)દુ:ખી સંગીત સાથે અંધારું અને પછી સ્ટેજ પર ફક્ત લાલ લાઈટ.એમ્બ્યુલસનો અવાજ.વકીલ બોલે છે ભાવના હિંમત રાખજો આપણે હોસ્પિટલ પહોંચી ગયા .
દ્રશ્ય-૫
(સ્ટેજ ના મધ્યમાં ટીપાઈ પર એક દારૂની બોટલ ત્રણ ગ્લાસ સાથે,રવિ,રાજુ અને ડીમ્પલ બેઠા છે.)
ડીમ્પલ: ચીયર્સ...થેંક ગોડ આ ભાવના તાઈ નામની બલા આપણા ગળે થી છૂટી.
રવિ: (ઉભો થઇ થોડો આગળ આવી,હાથમાં ગ્લાસ.)આ ઘર અને આ કારોબાર હવે આપણા હાથમાં.
રાજુ:હવે કોઈના ઉપકાર પર નહિ જીવવું પડે સંપૂર્ણ આઝાદી.
ડીમ્પલ:પણ એ સાજા થઇ ને આવશે તો?
રવિ: અરે ભાભી એમને હોસ્પિટલ ગયા એને એક મહિનો થઇ ગયો.કેન્સર છેલ્લા સ્ટેજ પર છે.હવે એ ડોશી બહુંબહું તો કેટલું જીવશે? હવે બે પાંચ દિવસો કાઢશે.એટલે આપણે ત્યાં જઈ બે આંસુડા પાડી આવાના.એટલે આપડું કામ પૂરું.
ડીમ્પલ:પણ પેલા દારૂડીયાનું શું કરશો એ પણ પ્રોપર્ટીમાં ભાગ માંગશે ને?
રવિ: એ દારૂ પીવામાંથી નવરો થાય તો ભાગ માંગેને ??
રાજુ :દારૂ પીવડાવી પીવડાવી એનો પણ ખેલ ખતમ કરી નાખીશું .
(સ્ટેજની એક તરફ થી સુનીલતાળીઓ પડતો પાડતો આવે છે .)
સુનીલ:વાહ !શું પ્લાનિંગ છે તમારુ..
રવિ:આહાહા ... સુનીલને યાદ કરતા જ એ આવ્યો.સ્મોલ પીવિશ કે લાર્જ?.હા હા હા
સુનીલ: એક તરફ આપડી માં મરવા પડી છે અને તમે પાર્ટી કરો છો?
રાજુ:અરે વાહ !સો ઉંદર મારકે બિલ્લી હજકો ચલી?
સુનીલ: સાલાઓ શરમ આવી જોઈએ તમને. એક મહિનામાં એક વાર પણ મમ્મીની ખબર જોવા આવ્યા.?અને આ ઘર અને કારોબાર જોઈએ છે.એ વ્યક્તિ એ રાત દિવસ મહેનત કરીને અહીં પહોચી છે.
રવિ: એય ખોટી શિખામણ ના આપ.માપમાં રહેજે.સાલા દારૂડિયા.
સુનીલ: માપમાં તું રહેજે.અને હું દારૂ પીતો હતો હવે નથી પીતો અને હું તમારા જેવો ચોર તો નથીને?. મમ્મીને તમારા બંને થી ખુબજ આઘાત લાગ્યો છે.તમારી સાચી જરૂર હતી ત્યારે તમે સાથે ઉભા નહી રહ્યા.. બિચારા કેટલા સમય થી આ તકલીફ ભોગવતા હશે ?
ડીમ્પલ: કર્મ એમના .શું ખબર કેવા પાપ કર્યા હશે.?
સુનીલ: તું ...તું (ચપટી વગાડતા ) તું .તો ચુપ જ રહેજે.નહિ તો મારાથી કંઇક બોલાઈ જશે.MIND your Business NON sense.
રાજુ: આટલો બધું શું પ્રેમ આવે છે તે ડોશી પર?તે ક્યાં આપણી સગી માં હતી.
સુનીલ:વાહ વાહ! દેખાડી દીધીને તમારી નીચતા .એમને આપણને દતક ના લીધા હોત તો આપણે ક્યાંક સડતા હોત,સાલાઓ ક્યાંક ભીખ માંગતા હોત બિખ.હજી સમય છે એકવાર એમની માફી માંગીલો એટલે એ કોઈ ભાર લીધા વગર મરી તો શકે.
રાજુ ––માફી !!
રવિ શેની માફી.?
ડીમ્પલ: હુહ માફી માય ફૂટ.
(કરુણ સંગીત શરુ )
ભાવના :સુનીલ એ સુનીલ બેટા જરા મારો હાથ પકડીને મને આખા ઘરમાં ફેરવને (હાથમાં લાકડી,હોસ્પિટલનું ગાઉન,અને યુરીન બેગ લગાવી ભાવના બેન આવે છે.વકીલ સાથે આવે છે)
રવિ: આ...આ ને અહી કેમ લાવ્યો ના પાડી હતી ને કે ઘરે ના લાવતો.(સુનીલ તરફ જોઇને)
ભાવના :આ ...ઘર હજી મારું છે કહીને ભાવના બેન હસે છે.
(ઘરની એક એક દીવાલને અને દરેક વસ્તુને અડે છે ,રવિ અને રાજુ પાસે જઈ તેના ગાલ અડવા જાય છે અને બંને પોતાનાથી તેમને તિરસ્કારથી દુર કરવા જાય છે.)
ભાવના :બાબુ લાલ તમે સાચું કહ્યું હતું કે જે આપણા લાગે છે એ આપણા નથી હોતા.અહી તો સંતાનોએજ પોતાનીના માની અને મને સ્વીકારી નહિ.આના કરતા તો આમને દતક ના લીધા હોત તો સારું હોત.મારા ઉછેરમાં જ ખોટ રહી ગઈ હશે.સુનીલ બેટા.રોડ દેખાય એમ ઘરની વચો વચ ખુરશી મુક હું અને તારા પપા કલાકો ને કલાકો અહી બેસી ગપાટા મારતા.(સુનીલ ખુસ્ર્શી મુકે છે)
(વકીલ હાથ પકડીને વચ્ચે બેસાડે છે,સુનીલ તેની જમણી બાજુ પગ પાસે બેસે છે)
ભાવના: (વકીલ ના બંને હાથ પકડીને)તું મારી સાચી સાથી છું,તું જ મને સમજી,આગળ પણ આ રીતે કારોબારનો સાથ આપજે.બેટા સુનીલ તારું ધ્યાન રાખજે તારા માથે ઘણી જવાબદારી નાખું છું જવાબદારી નિભાવજે હો.
સુનીલ: મમ્મી તમે કેમ આવું બોલો છો.તમને કાંઇજ નથી થવાનું.
ભાવના :મારો સમય પૂરો થઇ ગયો છે બેટા. ડીમ્પલ વહુ .. (ખુરશી પરથી ઉભા થઈને ).તું કહેતી હતી ને કે તું કોની વહુ કહેવડાઈશ ? તું “ભાવનાબેન બાબુલાલ પારેખ”ની વહુ કહેવડાઈશ.ઉધરશ ખાઈને ધીમે ધીમે બોલે છે કોની ? ભાવનાબેન બાબુ લાલ .........(અને જગ્યા પર તે પડી જાય છે સુનીલ તેમનું માથું પોતાના ખોળામાં લે છે ભાવના બેનની આંખો બંધ થાય છે...(તેમના પર લાલ લાઈટ)
સુનીલ અને વકીલ રડે છે ....મમ્મી .......(લાલ લાઈટ બંધ સફેદ લાઈટ ચાલુ)
વકીલ: થઇ ગયાને ખુશ?.મળી ગઈ તમને આઝાદી.?
રવિ: હા તો શું ? હવે અમને અમારો ભાગ આપી દો.
વકીલ:તારામાં જરા પણ શરમ નથી.? તારી માં અહી મરીને પડી છે અને તારે ભાગ જોઈએ છે?.એક ફૂટી કોડી પણ તમને નથી મળવાની.ભાવના તાઈએ અહી આવતા પહેલાજ તેમની વિલ બનાવડાવી હતી.અને કહ્યું કે મારા અંતિમ સંસ્કાર પહેલાજ એ વિલ વાંચી લેજો.વિલ મુજબ ભાવનાબેન બાબુલાલ પારેખની તમામ સંપતિ,કારખાનું ,ઘર અને રોકડ રકમ બધુજ ,ભાવનાબેન પારેખ ચેરીટેબલ ટ્રસ્ટને જાય છે.અને ટ્રસ્ટ ના નવા ટ્રસ્ટી સુનીલ બાબુલાલ પારેખને નિયુક્ત કરવામાં આવે છે.
સુનીલ: મારે પૈસા નથી જોઈતા મારે માં જોઈએ છે.(રડતા રડતા)
રાજુ:તો અમારા ભાગે શું આવ્યું.?
ઇન્સ્પેક્ટર: તમારા ભાગે જેલના સળિયા .મિસ્ટર રાજુ એન્ડ રવિ યું આર અન્ડર એરેસ્ટ.ભાવનાબેન ના પૈસા ચોરવા અને તેમની સાથે 22 લાખની છેતરપીંડી કરવા બદલ તમેને એરેસ્ટ કરવામાં આવે છે.(સંગીત)
વકીલ :એક મિનીટ ઇન્સપેકટર સાહેબ.ભાવનાતાઈ જતા જતા એમની અરજી પાછી ખેચવાની વિંનતી કરી ગયા છે.અને આ ત્રણેયને સુધારવાનો એક મોંકો પણ આપતા ગયા છે.વિલ મુજબ ભાવનાતાઈ બધી સંપતિ સુનીલને દેવામાં આવે છે જયારે બાબુલાલ પારેખની તમામ સંપતિના ત્રણ સરખા ભાગ કરીને વહેંચવામાં આવે છે. આ લોકોએ તેમની માં ને ભલે ના સ્વીકારી હોય પરંતુ ભાવનાતાઈએ સંતાન તરીકે આમનો સંપૂર્ણ સ્વીકાર કર્યો હતો.છોરું કછોરું થાય પણ માવતર થોડા કમાવતર થઇ શેકે?? માં નું વાત્સલ્ય તેના કોઈ પણ રૂપમાં સરખું જ હોય ભલે એ ટ્રાન્સજેન્ડર હોય. માં એ માં છે.
રવિ-રાજુ –ડિમ્પલ ત્રણેય ભાવનાબેન ના પગ પાસે આવીને રડીને કહે છે આમને માફ કરીદો મમ્મી .
રવિ:( રડતા રડતા ):માં તે અમારા જેવા અનાથને દતક લઈ ભણાવી ગણાવી મોટા કર્યા.પણ હું તારો પ્રેમ,લાગણી કંઈ પણ ના સમજી શક્યો.હું સ્વાર્થી બની ગયો.મમ્મી મને માફ કરી દે.
રાજુ:મમી મને પણ માફ કરી દે તે મને ભાણવા વિદેશ મોકલ્યો અને એશો આરામની જીંદગી આપી પણ મેં તારો વિશ્વાસ ઘાત કર્યો,મને માફ કરીદે..
ડીમ્પલ:હું સ્ત્રી થઇ ને તમને સમજી ના શકી.તમારું વાત્સલ્ય સમજી ના શકી .તમારા દીકરાને તમારી જુદો કર્યો.તમને ના કહેવાનું કહ્યું.કહેવાય છે ને કે સાસુ તો બીજી માં હોય છે પણ મેં અભાગીએ તમારો સાસુ તરીકે પણ સ્વીકાર ના કર્યો તો પણ તમે મારો સ્વીકાર કર્યો.મને માફ કરી દો.
સુનીલ:અડતા નહિ મારી માં ને તમે અડતા નહિ કહીને જોરથી રડે છે. (વકીલ તેના ભા પર હાથ મુકીને હિંમત આપે છે. અને પડદો પડે છે.)(બધી લાઈટ બંધ)