Dhup-Chhanv - 125 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 125

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ધૂપ-છાઁવ - 125

ધીમંત શેઠના યુએસએમાં બિઝનેસ શરૂ કરવાના નિર્ણયથી અપેક્ષા ચિંતામાં સરી પડી હતી અને ચિંતા જીવતા માણસની ચિતા સમાન છે... અપેક્ષા વિચારી રહી હતી કે, હું ઈશાનને સેટલ કરીને આવી છું અને હવે તેનાથી દૂર રહેવા ઈચ્છું છું અને મારું તકદીર મને તેની પાસે..તેની નજીક શું કામ લઈ જાય છે??
હે ભગવાન...!!
અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો...
પછી તેને થયું કે....
આ ડીલ જ હું કેન્સલ કરાવી દઉં તો..??
હવે આગળ....
અપેક્ષાએ યુએસએ ની આ ડીલ કેન્સલ કરવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ ધીમંત શેઠ તે બરાબર પાકું કરીને આવ્યા હતા હવે તેમાં કોઈ ફેરફાર થાય તેમ નહોતો....
એક અઠવાડિયું તો બસ એમ જ પસાર થઈ ગયું અને ધીમંત શેઠના કહેવા પ્રમાણે અપેક્ષાને પોતાના નવા બિઝનેસ માટે યુએસએ જવાનું થયું.
ઓફિસ માટે જરૂરી દસ્તાવેજો અને ફાઈલો વગેરે વગેરે અપેક્ષાએ પોતાને હસ્તક કરી લીધું.. પોતાના ભાઈ ભાભી અને તેના લાડકા ભત્રીજા રુષિને માટે પણ તેણે થોડું શોપિંગ કરી લીધું..
આ વખતે તે પોતાના ભાઈ ભાભીને સરપ્રાઈઝ આપવા માંગતી હતી તેથી તેણે પોતાના ભાઈ ભાભીને તે યુ એસ એ આવી રહી છે તેવી જાણ કરી નહોતી.
ધીમંત શેઠ તેને મૂકવા માટે એરપોર્ટ ઉપર જાતે જ ગયા હતા..
લગ્ન પછી પહેલી જ વાર અપેક્ષા એકલી ક્યાંક જઈ રહી હતી એટલે તેને થોડું વિચિત્ર પણ લાગતું હતું અને તે પોતાના ધીમંતને મૂકીને એકલી ક્યાંય જવા પણ ઈચ્છતી નહોતી..
ધીમંત શેઠ પોતાના ઘર તરફ વળ્યા અને અપેક્ષાના વિમાને યુએસએ ભણી ઉડાન ભરી...
બરાબર દોઢ દિવસ પછી અપેક્ષાએ યુએસએ ની ધરતી ઉપર પગ મૂક્યો હતો..
કેબ કરીને તે રાત્રે બાર વાગ્યે પોતાના ભાઈના ઘરે પહોંચી...
તેને આમ અચાનક યુએસએ આવેલી જોઈને અક્ષત તેમજ અર્ચના બંને ચોંકી ઉઠ્યા...
તેમના મનમાં અનેક વિચારો આવી ગયા હતા.. પરંતુ અપેક્ષાએ પોતાની નવી કંપની વિશેની વાત જણાવી તેથી બંને ખૂબ ખુશ થયા હતા..
બંને તેને ભેટી પડ્યા... અને ત્યારબાદ
અપેક્ષા ખૂબ જ થાકી ગઈ હતી.. એટલે પોતાના રૂમમાં સૂઈ જવા માટે ચાલી ગઈ...
મિથિલ સાથેના તેના ડાયવોર્સ અને તેના પછીથી તેને આવેલો બ્રેઈન સ્ટ્રોક અને પછીથી ઈશાન સાથેની સ્નેહભરી મધુરી મુલાકાત અને લગ્ન 💒....
આ બધો જ કપરો કાળ અને યાદગાર મીઠો સમય તેણે આ રૂમમાં જ વિતાવ્યો હતો..
આ રૂમની દિવાલો તેના સારા અને ખરાબ બંને સમયની સાક્ષી હતી..
આ રૂમ સાથે તેની ઘણીબધી જૂની યાદો..જૂની વાતો જોડાયેલી હતી...
જે એક પછી એક બધું જ તેની નજર સમક્ષ આવવા લાગ્યું...
ખૂબ મોડી રાત સુધી તેને ઉંઘ ન આવી..
પરોઢિયે ઉઠવાના સમયે તેની આંખ મળી..
એ દિવસે સવારે તે થોડી મોડી જ ઉઠી..
તેના ભાઈ ભાભી કામ ઉપર જવા માટે નીકળી ગયા હતા..
તે પણ ન્હાઈ ધોઈને તૈયાર થઈને પોતાની નવી ઓફિસે પહોંચી ગઈ...
નવી ઓફિસમાં સ્ટાફ અને ઓફિસનું તમામ કામ તેણે એકલી એ જ ગોઠવવાનું હતું..
પોતાની આગવી આવડત અને હોંશિયારીથી તેણે એક પછી એક બધું જ કામ ગોઠવી દીધું..
અને જરૂર પડે ત્યાં તે પોતાના ધીમંતને ફોન કરીને તેની સલાહ પણ લઈ લેતી હતી..
દરરોજ સવારે ઓફિસે જવાનું અને સાંજે રિટર્ન થવાનું.. થોડા દિવસો બસ આમ જ ચાલ્યું..
બસ હવે બધું બરાબર સેટ થઈ ગયું હતું..
એ દિવસે રવિવાર હતો તેના ભાઈ ભાભી પણ ઘરે હતા..
અપેક્ષા પણ ઘરે હતી અને પોતાના ભાઈ ભાભી સાથે એ દિવસ વિતાવવા માંગતી હતી..
આખો દિવસ તે પોતાના ભાઈ ભાભી અને લાડકા ભત્રીજા રુષિ સાથે રહી બધા સાથે મળીને બહાર ફરવા માટે ગયા અને ઘણાં બધા સમય પછી તેણે પોતાના ભાઈ ભાભીની કંપની એન્જોય કરી..
ઓફિસનું બધું કામ ગોઠવાઈ ગયું હતું એટલે અપેક્ષા હવે ઈન્ડિયા પરત ફરવાનું વિચારી રહી હતી..
એ દિવસે રાત્રે તેને થયું કે, આટલે બધે દૂર આવી છું..ફરી ક્યારે અહીં આવવાનું થાય કંઈ નક્કી પણ નથી તો શું કરું ઈશાનને એકવાર મળી આવું..??
અને થાકેલી હોવા છતાં તેની ઉંઘ હરામ થઈ ગઈ અને તે ઈશાનના વિચારોમાં ખોવાઈ ગઈ...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
21/1/24