The Circle - 16 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 16

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ધ સર્કલ - 16

૧૬

મને એ ન સમજાયું કે તેમણે અમારૂં પગેરૂં શી રીતે પકડી પાડયું હતું. અમે રોમ તરફ જઇ રહ્યા હતા એની તેમને શી રીતે ખબર પડી હશે ? 

તેના અર્થ એ કે લોર્ડ બર્ટના કિલ્લેથી જ અમારો પીછો શરૂ થઈ ગયો હતેા. તેનો અર્થ એ પણ થયો કે કોઈક જાણતું હતું. અમે ત્યાં હતા.

તો પછી તેમણે અમને કિલ્લામાંથી જીવતા શા માટે જવા દીધા?

હાઈવે પર અમને કેમ ન મારી નાખ્યા ?

તે કોણ હશે? 

એક જ ખુલાસો હતો.

અના 

તે એ.એક્ષ.ઈ. ખબર પડી જાય એ રીતે મને મારી નાખવા માગતી નહોતી. તેથી જ તેણે મને દરિયામાં હવાઇ હુમલાથી મારી નાખવનું નકકી કર્યું હતું. આમેય આવા હવામાનમાં હેલીકોપ્ટરના હવાઈ હુમલાથી એક બોટ તુટી જાય તો કોઈના ધ્યાનમાં આવવાની નહોતી. 

આ બધુ મેં એક મીનીટમાં વિચાર્યું.

હેલીકોપ્ટર નજીક આવ્યું.

એ જ વેળા મેં મશીન પીસ્તોલ કાઢી. 

‘ક્યો મુરખ આવા હવામાનમાં હેલીકોપ્ટરમાં નીકળ્યો

છે,' હફે મને કહ્યું. ‘દરિયાઇ ચોકિયાતી દળનુ હેલીકોપ્ટર તો નથી જ. નિશાન નથી.’

‘એવા મુરખ કે જે આવા હવામાનમાં બોટમાં નીકળ્યા છે,' મેં કહ્યું. ‘અને તે ચોકિયાતી હેલીકોપ્ટર નથી. તેથી

સંભાળજે.'

હેલીકોપ્ટર હવે નીચે આવતું જતું હતું. મને ખાત્રી હતી કે હું અને હફ બોટમાં હેવાની ખાત્રી ન થાય ત્યાં સુધી હુમલો નહિ થાય.'

પછી હેલીકોપ્ટર નજીક આવ્યું અને વળ્યું. એ જ વેળા ગોળીઓ વછુટી. કેબીનના ઉપલા ખુણા પર કતાર બંધ કાણાં પડયા.

‘માયગોડ !' હફ બોલ્યો. ‘આ શુ ?’

‘હેલીકોપ્ટરમાંથી મશીનગન આપણી પર ગોળીઓ વરસાવી રહી છે.’

ફરી હેલીકોપ્ટર આવ્યું.

હું કેબીનના બારણામાં કુદયો અને મશીન પીસ્તોલ હેલીકોપ્ટર પર તાકી.

તેના ખુલ્લા બારણામાંથી આગની જીભ લબકારા મારી રહી.

મેં મશીન પીસ્તોલનું ટ્રીગર દાબ્યુ.

ધડ ધડ ધડ ધડ

ફલટ ફલટ ફલટ

ગોળીઓ દરીયામાં ખૂંપી.

બોટ ઉંચી નીચી થઈ રહી.

હેલીકોપ્ટર ચક્રાવો લેવા ગયુ.

હફ હજી હેમ પકડીને ઉભા રહયો હતો. તે ગુસ્સે ભરાયો હતો. 

હેલીકોપ્ટર નવા હુમલા માટે ફર્યું. મેં બારણે દબાઈને મશીન પીસ્તોલ તાકી.

હેલીકોપ્ટર નજીક આવ્યું.

પવન....

મેાજા ...

તોફાન...

હેલીકોપ્ટરના પાયલોટ અને ગનરને પણ હવામાન નડી રહ્યું હતું.

ફરી સામસામા ગોળીબાર.

ગોળીએ પાણીમાં પડી.

ફરી હેલીકોપ્ટર ચક્રાવો લેવા ગયું. 

મેં પણ રાહ જોઈ અને ફરી મશીન પીસ્તોલ હોલીકોપ્ટર ઉપર તાકી.

ફરી ગોળીબાર.

થોડીવાર શાંતિ.

હેલીકોપ્ટર નીચે નમ્યું અને તેના કેબીનના બારણામાંથી કંઇક બોટના તુતક ઉપર પડયું. એ નંગ દરિયામાં પડયા. હાથબોંબ !

મેં મશીન પીસ્તોલ કેબીનમાં ફેંકી, અડધું કુદયો, અડધી ગુલાંટ ખાધી, હાથોબોંબ લીધો અને દરિયામાં ફેં કયો. એટલામાં તો બીજા ત્રણ ગ્રીનેડ તુતક ઉપર ફેંકાયા. તે પાંદડાની જેમ પડયા. પાણી એટલું બધું ઉડતું હતું . કે મારા ફેફસામાં ભરાતું હતું. 

મેં વીજળીવેગે ગ્રીનેડો ઉઠાવ્યા અને ઝડપથી દરિયામાં ફેંકયો.

ફરી હેલીકોપ્ટરમાંથી ગોળીબાર.

તે વધુ નીચે ઉતર્યું.

૫૦ ફુટ,

૪૦,

૩૦,

૨૦.

૧૪૨

ગોળીબાર.

કંઈ ન થયું. 

આખરે તે ઊંચે ચઢયું અને ઇંગ્લેન્ડના દરિયાકાંઠા તરફ

ઉપયુ.

હું બેઠો થયો. હું હાફી રહયો હતો. લથડીયાં ખાંતો હું કેબીનમાં ગયો. બોટ મેાજાને અથડાઇ તો આંચકો ખાઈ હું, પડી ગયો.

‘નીકલ્સ ?’

‘હા ?’

‘આપણે આ રીતે તો ટુંક સમયમાં જ મરી જઈશું હફે કહ્યું.

‘ના.’

‘કેમ ?’

‘તારો મિત્ર બોટ ધણી કુશળતા અને કાબેલીયતથી ચલાવી જાણે છે.’

‘ઓહ !’

પણ હાલ તો બોટ દરિયા અને તોફાનની દયા પર જીવિત હતી. કઈ ઘડીએ દરિયા તેને ભરખી જાય, કંઈ નકકી નહોતું.

પણ બોટ તેા બોટ હતી ! 

જેક બી નીમ્બલ !

તોફાનમાં પણ તે અડીખમ હતી.

એકપણ કુવા થંભ તુટયેા નહોતો. એક પણ સઢ ફાટયેા નહોતો.

બોટ આગળ વધતી રહી.

થાક !

પીડા !

વેદના !

અમે ત્રણેય અધમુઇ થઈ ગયા હતા. 

પવનના સુસવાટા અમારી હિંમતને જણે પડકારી રહ્યા હતા. દરિયો અમારી કસોટી લઇ રહયો હતો. 

પણ આમેય મકકમ હતા.

સાંજે દરિયો શાંત પડયો.

અમે ફ્રાન્સના કિનારાની નજીક પહોંચી ગયા હતા. કારણ કે દુર દુર ટેકરીઓ અને રેતાળ બીચ દેખાતો હતો. 

બોટ દરિયાકિનારા તરફ ધપી. 

પછી મે ડેન્લીને જોયો.

મરેલો. 

તેને ઉચકી હું કેબીનમાં લઈ આવ્યો અને ખાટલામાં સુવાડયો. તેને જોઈ હફની આંખો તો પહેાળી જ થઈ ગઈ.

‘ઓહ, નો !' 

‘હેલીકોપ્ટરના ગોળીબારમાં માર્યો ગયો લાગે છે,' મેં ખિન્ન સ્વરે કહ્યું. 

મેં તેના પોપચા બંધ કર્યાં. 

‘ઓહ, ડેન્લી !' હફ બોલ્યો. ‘તે-ધણો સારો માણસ હતો.’

‘સારો નહિ, શ્રેષ્ઠ,’ મેં તેના મૃતદેહ ઉપર બ્લેન્કેટ ઓઢાડતાં ઓઢાડતાં કહયું.

‘ઓહ, ડેન્લી !’

‘આપણે તેને અહીં જ છોડી દઈએ,' મેં કહ્યું. ‘આ બ્રીટાની કે નોર્માન્ડી બીચ લાગે છે. ચોકિયાતી દળની બોટ તેને અહીં શોધી કાઢશે મને યોગ્ય દફનવિધિ કરશે.’

હફે ડોકું હલાવ્યું.

શાંતિ.

‘ચાલ જઈએ.’ મેં હફનો હાથ પકડયો. ‘આપણે ઘણું દુર જવાનુ છે.'

દસ મીનીટ પછી અમે બીચ ઉપર આવ્યા અને ટેકરીઓનો ઢાળ ચઢવા લાગ્યા.

આકાશ સાફ હતું.

ચંદ્ર ખીલ્યો હતો.

ટોચ પર ચડયા બીજી બાજુએ રસ્તો દેખાયો. અમે રોડ પર પહોંચી ગયા.

પછી મને યાદ આવ્યું.

જો હું ૨૪ કલાકમાં રોમ ન પહોચું તેા રશીયન પ્રીમીયર નીશોવેવ મરી જશે. અને આના તથા આરઝોન કેબીની યન બંને જાણતા હતા કે હુ રોમ આવી રહયો હતો વધુ ખરાબ તો એ હતું કે તેઓ મને રોકવા તત્પર હતા.

ત્રણ માઈલ પછી એક ગામ આવ્યું.

ફ્રાન્સના ઉત્તર કિનારે ગ્રેરંગના નળીયાવાળા મકાનોનિ બનેલા આવા ગામડાં ધણાં સામાન્ય છે, દુકાનો બંધ હતી શટરો પાડેલા હતા. ગામની એક કાફે ખુલ્લું હતું. હું અને હફ અંદર ગયા. એક ટેબલ પાછળ બેઠા. ત્રણ ફ્રેંચ શખ્સો વાદળી કપડાં અને ટોપીમાં સજજ બાર આગળ ઉભા રહી ડ્રીકસ પીતા ગપાટા મારી રહયા હતા. બીજા ચાર જણા પાછલા ભાગમાં એક ટેબલ પાછળ એક ટાલીયો, જાડી મુછોવાળો શખ્સ ઉભો હતો. તેણે ઓર્ડર લીધો, પૈસા લીધા અને પાછળ જઈને છાપુ વાંચવા લાગ્યો.

નાસ્તો આવ્યો.

પંદર મીનીટ સુધી અમે શાંતિથી ખાધું. અને ડ્રીંક પણ લીધું.

હફે કહ્યું ‘હવે !'

‘હું પણ એ જ વિચારી રહયો છું. આના, આરઝોન રૂબીનીયન અને મહામાતા પંથીઓને ખબર પડી ગઈ હશે કે અત્યાર સુધીમાં આપણે ફ્રાન્સના ઉત્તર કાઢે પહોંચી ગયા હોઈશું જો તેઓ હવાઈ માર્ગે કે દરિયાઈ માર્ગે આપણી પાછળ આવ્યા હોય તો તેઓ હાલ આપણા કરતાં અહી વહેલા પહોંચી ગયા હશે જો તેમણે એરપોર્ટ રેલ્વે સ્ટેશનો અને કાર ભાડે આપતી સંસ્થાઓ કવર કરી હોય તેા કેટલી કરી હશે એ જોવાનુ રહયુ.’

‘હં.’

‘હવે એમાં કેટલી જગ્યાઓ સલામત છે અને કેટલી નથી એ આપણને શી રીતે ખબર પડે?' મે પુછ્યુ.

‘ન પડે તો ?’

‘મતલબ કે કોઈ જગ્યા સલામત નથી.’

‘શું કરવું ?' 

‘એક કાર મેળવવી જોઈએ.’

‘કેવી ?’ 

‘પ્રાઈવેટ’

‘અહી બેઠેલાઓમાંથી કોઇની?’

‘હા.’

મેં કેફેમાં આાજુબાજુ જોયું.

કોઈને પુછ્યુ કે કાર ભાડે આપવા તૈયાર છે? 

એમ કરીએ તો લેાકોને કુતુહલ ઉભુ થાય.

એમ કહીએ કે કાર ખોટકાઈ છે તો ?

કોઈ એમ કહે કે રીપેર કરી આપુ તો મુશ્કેલી થયું.

દેખીતો ઉકેલ એ હતો કે કાર ઉછીની લેવી.

પણ મેં બહાર એકય કાર પાર્ક થયેલી જોઇ નહોતી.

તેનો અર્થ એ કે કોઈ પ્રાઈવેટ ગેરેજમાં ઘુસીને કાર ઉઢાવવી રહી