Balidan Prem nu - 29 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 29

The Author
Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 29

નેહા દરવાજા સામે વકીલ મિસ્ટર અનુરાગ ને જોઈ ને આશ્ચર્ય થી જોવે છે. મલય તરત જ આવકાર આપે છે. અરે આવો આવો વકીલ સાહેબ...

અનુરાગ તરત જ એની ટેવ મુજબ મીઠુ મીઠુ બોલવાનુ ચાલુ કરે છે .. શેનો વકીલ સાહેબ... સાહેબ તો તમે છો... અમે તો માત્ર ચિઠ્ઠી ના ચાકર... તમે કો એટલે અમે હાજર..
બોલો બોલો મલય સાહેબ શુ કામ પડ્યું આજે આ સેવક નુ?

મલય પણ હસી કાઢે છે.. અને બોલે છે.. કામ તો વકીલ સાહેબ એક જ છે.. ભરોસા નુ...

વકીલ થોડો ચમકી ને નેહા સામે જોવે છે... નેહા મલય ની પાછળ ઉભી હોય છે. નેહા વકીલ ને આંખ મારે છે. વકીલ થોડી વાર મલય સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિ એ જોઈ રહે છે.

અરે અનુરાગજી તમારે લન્ડન જવાનું છે. મલય બોલે છે એટલે વકીલ ના મોઢા માં થી હે? લન્ડન? કેમ? તરત જ પુછાઈ જાય છે.

હા.. આપણી એક કંપની સાથે ડીલ ફાઇનલ થઇ રહી છે ત્યાં.. હવે મને હાલ સમય નથી.. તમે તો જાણો છો કે યુ.એસ ની કંપની ના કામ નો કેટલો લોડ છે મારા માથે... વકીલ હકાર માં માથુ હલાવે છે. અને રાજ અને સોનિયા પણ આ વખતે થોડા બીઝી છે... તો હવે ભરોસા ને પાત્ર રહી ફક્ત નેહા.. નેહા ને હુ ડીલ ફાઇનલ કરવા મોક્લુ છુ. પણ તમે તો જાણો છો કે આટલા વખત માં નેહા એ એના માતા પિતા ભાઈ બધુ ગુમાઈ દીધુ છે... હવે એને એકલા જવામાં ડર લાગે છે. અને તમારા થી વધારે વિશ્વાસ મને કોઈ ઉપર નથી. તમે તો મારા માટે એકદમ વિશ્વાસુ છો.. તમારા થી વધારે મારી નેહા ને કોણ સાચવશે!!!

મલય ના આ શબ્દ ઉપર અનુરાગ ને કંઈક હાશ થઇ એમ એને હળવુ સ્મિત આપ્યુ.

જરૂર જરૂર કેમ નહિ... તમારો હુકમ સર આંખો ઉપર.. વકીલ સલામી આપતો હોય એ અંદાજ માં બોલ્યો.

મલય ઉભો થયો અને બોલ્યો, નેહા હુ ઓફિસ માટે નીકળી રહ્યો છુ તુ પ્લીઝ તારો પાસપોર્ટ વકીલ સાહેબ ને આપી દે જેથી એ આગળ ની કાર્યવાહી કરી શકે. અને મલય એ પોતાની બેગ ઉપાડી અને દરવાજા આગળ જતા જતા એક વાર પાછળ ફર્યો અને બોલ્યો, નેહા તુ અનુરાગજી ઉપર વિશ્વાસ કરી શકે છે.

નેહા એ ફક્ત હકાર માં માથુ હલાવ્યું અને મલય ત્યાં થી નીકળી ગયો ઓફિસ માટે.

મલય નો ગાડી જવાની ખાતરી કરી ને વકીલ નેહા સામે આવી ગયો અને બોલ્યો, આ શુ છે? આપણે કેનેડા જવાની વાત થઇ હતી ને...

હા કેનેડા જ જઇશુ આપણે ... જો મારા મમ્મી અને ભાઈ બંને ત્યાં આપણી રાહ જોઈ રહ્યા છે. પણ સીધું સીધું મલય ને કહ્યું હોય તો ગમે ત્યારે એ કેનેડા માં તપાસ માટે આવે અને આપણે ફસાઈ શકીએ એમ છે.

તો? વકીલ એ પૂછ્યુ.

તો એમ કે અત્યારે આપણે લન્ડન માટે નીકળી જઈએ.. ત્યાં ૨ દિવસ રોકાઇશુ. મલય ની ઓફિસ નુ કામ પતાવી ને હુ કહીશ કે મારી તબિયત ઠીક નથી તો મલય ત્યાં તરત જ આવી પહોંચશે... અને પછી આપણે ત્યાં એને પતાવી દઈશુ... મારો બદલો પૂરો થશે... પછી આપણે કેનેડા માટે જઇશુ અને જેવા ત્યાં સમાચાર મળે કે મલય નું ખુન થઇ ગયું તરત જ આપણે પાછા આવી ને ઇન્ડિયા ની બધી પ્રોપર્ટી મારા નામ ઉપર અને આપણે આખી ઝીંદગી ની લીલા લહેર.. નેહા બોલી રહી હતી.

પણ મલય ને ખતમ કેમ કરશુ? અને મલય લન્ડન આવે છે એ વાત તો બધા પૂછસે જ... તો આપણે કેનેડા કેમ જઈએ? તો જવાબ શુ આપીશુ?

હમ્મ.. આપણે લન્ડન એક ડીલ માટે જઈએ છે. મલય લન્ડન આવશે મને મળવા... પણ ત્યાં સુધી માં આપણે કેનેડા નીકળી જઇશુ.. એક બીજી ડીલ માટે... જેની વાત મેં પહેલા જ એક કંપની માં કરી લીધી છે. અને કંપની ને જણાવ્યું છે કે હું મલય ને સરપ્રાઈઝ આપવા માંગુ છુ આ ડીલ વિષે તો પ્લીઝ મલય ને ના જણાવતા ...

પણ આપણે કેનેડા માટે જઈએ તો મલય ને ખતમ કેમ કરશુ? વકીલ એ પૂછ્યું.

ઓહ્હ હો.. વકીલ તુ તો બોવ ડફોળ છે. આટલો કાચો ખેલાડી હોઈશ એ મેં નહતુ ધાર્યુ. નેહા બોલી એટલે વકીલ એ દાંત ભીસ્યા પણ કઈ કરી શકે એમ નહતો હાલ એ.

જો.. આપણે કેનેડા જઇશુ એ ફક્ત સીસીટીવી ફૂટેજ માં દેખાશે... આપણે તો લન્ડન માં જ હોઇશુ યાર!!! નેહા એ ફોડ પાડ્યો. વકીલ ના ચહેરા ઉપર લુચ્ચું સ્મિત રેલાયુ. એને મન થઇ આવ્યું નેહા ને ગળે વળગાડી દેવાનુ પણ એણે પોતાની જાત ઉપર કંટ્રોલ રાખ્યો.

એને બીજે દિવસ સવાર ની બે ટિકિટ કરાવી... જેમાં વકીલ અને નેહા લન્ડન માટે રવાના થયા. મલય રાજ અને સોનિયા એ લોકો ને સી-ઓફ કરવા માટે એરપોર્ટ આવ્યા હતા.

એ લોકો ના જતા જ મલય ઢીલો પડી ગયો. એની આંખો માં આસું આવી ગયા.. રાજ અને સોનિયા એ એને સંભાળી લીધો.

મલય સંભાળ.. નેહા ને એનો બદલો લેવાનો છે યાર!! સમજ તુ વાત ને. રાજ બોલ્યો.

હા, એટલે જ તો એને આ દુષ્ટ જોડે મોકલવી પડી... નહિ તો એને એક મિનિટ માટે પણ મારા થી દૂર ના કરું હુ. મલય રડતા રડતા બોલ્યો.

આપણે ક્યાં દૂર છીએ... બસ એ સવાર ની ફ્લાઈટ થી પહોંચશે આપણે સાંજ ની ફ્લાઈટ થી ત્યાં એના જોડે જ... ચિંતા ના કર ... સોનિયા બોલી.

હમ્મ.કહી ને એ ત્રણેય સાંજ સુધી ત્યાં જ બેઠા રહ્યા... અને સાંજ ની ફ્લાઈટ થી લન્ડન પહોંચ્યા.. એ લોકો એ પોતાનો વેશ બદલી લીધો હતો કે કોઈ ઓળખી ના જાય.

જે હોટેલ માં નેહા રોકાઈ હતી ત્યાં જ વકીલ પણ... પણ વકીલ નો રૂમ પહેલા માળ ઉપર તો નેહા નો રૂમ ટોપ ઉપર સાતમા માળે આપવામાં આવ્યો. વકીલ એ ખુબ જ રિકવેસ્ટ કરી ને બંને નો રૂમ જોડે આપવા માં આવે પણ આ બાબત એ મલય એ પહેલે થી જ હોટેલ ઉપર વાત કરી લીધી હતી. અને હોટેલ પણ એના એક ફ્રેન્ડ ના ફ્રેન્ડ ની હતી એટલે આસાની થી બુકિંગ થઇ ગયુ.

નેહા ના રૂમ ના બારણે રાત્રે ટકોરા પડ્યા.. પહેલા તો એને થયુ કે વકીલ આટલી રાત્રે કેમ આવ્યો હશે? એ ડરી ગઈ થોડી પણ ફરી ટકોરા પડવા થી એને દરવાજો ધીમે ધીમે ખોલ્યો. સામે એક ૫ ફુટ ૮ ઇંચ નો વ્યક્તિ.. કંઈક અફઘાનિસ્તાનીઓ પહેરે એવા કપડાં માં હતો. થોડી લાંબી દાઢી.. અને મૂછો.. આંખો ઉપર કાળા ચશ્માં...

નેહા એક મિનિટ માટે ચોંકી ગઈ પછી એને પૂછ્યું.. યસ? શુ કામ છે?

સામે વાળો માણસ નેહા ને ધક્કો મારી ને અંદર આવી ગયો.

નેહા બોલી, એક્સક્યુસમી... કોણ છો આપ? આ શુ હરકત છે?

સામે વાળુ વ્યક્તિ એ નેહા ને બે ખભે હાથ મુક્યા અને એને ધક્કો મારી ને અરીસા સામે ની દીવાલ ને ટેકવી દીધી... નેહા ની પીઠ દીવાલ ને અડી ગઈ હતી. નેહા એની આંખો માં જોઈ રહી.. એ વ્યક્તિ એ નેહા ને અડોઅડ ઉભો રહ્યો અને નેહા ની કમર ફરતે હાથ વિંટાળ્યા અને નેહા ના ગુલાબી હોટ ઉપર પોતાના હોટ મૂકી દીધા...
❤️❤️❤️❤️❤️❤️



કોણ છે એ વ્યક્તિ?

નેહા આખરે કરવા શુ માંગે છે?

વકીલ ને લઇ ને લન્ડન કેમ ગઈ એ?

નેહા કોના સાથે ફોન ઉપર કહેતી કે આપણો પ્લાન આપનો પ્લાન?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો..

આપ નો અભિપ્રાય આપી જણાવજો કે સ્ટોરી આપણે કેવી લાગી?

ધન્યવાદ

-DC