Sandhya - 41 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 41

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સંધ્યા - 41

સંધ્યા એ બધી બહેનોને જડબેસલાક જવાબ આપી ને ત્યાંથી પોતાના સ્વમાનની માટેની લડતને સ્વીકારતા લિફ્ટ પાસે સાક્ષી અને અભિમન્યુને લઈને પહોંચી હતી. પંક્તિ પણ પોતાનું સ્કૂટર પાર્ક કરીને એ બહેનો સામે એક તીક્ષ્ણ નજર કરીને સંધ્યા પાસે પહોંચી ગઈ હતી.

પંક્તિએ સંધ્યાને લિફ્ટમાં જેવા અંદર પ્રવેશ્યા કે તરત કહ્યું, "વાહ સંધ્યા! શાબાશ સંધ્યા... બસ આમ જ બધાનું મોઢું બંધ કરતી રહેજે! ક્યારેય સ્વમાનને હારવા દેવું નહીં! આ દુનિયામાં સીધા લોકો જ વધુ હેરાન થાય છે."

સંધ્યાએ ઘરમાં પ્રવેશીને તરત પહેલા પાણી પીધું હતું. એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના મમ્મીને કહ્યું, "મમ્મી આજ મેં મારી લાઈફમાં પહેલીવાર એક સાથે ચાર જણાને તમાચો માર્યો! અને મારામાં આટલી બધી હિંમત મને પંક્તિભાભીના લીધે જ આવી હતી." આમ કહેતા એ પોતાનાભાભી પાસે જઈને એને ભેટી પડી હતી.

સંધ્યા એમને બોલી, "થેંક્યુ ભાભી!"

"અરે શું સંધ્યા! આમ ઢીલું તારે પડવાનું નથી."

સંધ્યા અને પંક્તિ બંને થોડા ભાવુક થઈ ગયા હતા. અભિમન્યુ બોલ્યો, "મારી મમ્મી રોક સ્ટાર છે." અભિમન્યુની વાતથી બધા હસવા લાગ્યા હતા. બંને બાળકોએ કપડાં બદલી લીધા બાદ બધા સાથે જમવા બેઠા હતા.

સંધ્યા જમ્યાબાદ સિલાઈ કામ કરી રહી હતી. આજ એણે પોતાના ડ્રેસને સીવ્યો હતો. પહેલી વખત જ ડ્રેસ સીવ્યો હતો છતાં ખુબ જ સારો સિવાયો હતો. એણે એજ ડ્રેસ ટ્રાય માટે પહેરી પણ જોયો હતો. એકદમ સરસ પહેરવામાં પણ મજા આવે એવો જ સિવાયો હતો. મમ્મી અને ભાભીને પણ દેખાડ્યો હતો. એ બંનેને પણ સિલાઇ ખુબ ગમી હતી. સંધ્યાએ કીધું, "મમ્મી હું થોડીવાર કોફીશોપમાં મારા ગ્રુપને મળવા જાઉં છું."

"હા, બેટા! જતી આવ. અને જો ચક્કર જેવું થતું હોય તો સ્કૂટર લઈને ન જજે, રિક્ષામાં જતી રહેજે!"

"હા મમ્મી! મને સારું છે હું સ્કૂટરમાં જ જાઉં છું. મારી ચિંતા ન કરીશ."

સંધ્યા એના નક્કી કરેલા સમયે ત્યાં પહોંચી ગઈ હતી. જલ્પા, ચેતના અને વિપુલા આવી ગયા હતા. રાજ અને અનિમેષ હજુ આવ્યા નહોતા. સંધ્યાએ બધા માટે પહેલા કોફી ઓડૅર કરી હતી. ઘણા સમયે મળ્યા હોય બધાની વાતો જ ખૂટતી નહોતી. કોફી આવી અને સાથોસાથ રાજ અને અનિમેષ પણ આવી ગયા હતા. બધાએ કોફી પી લીધી એટલે સંધ્યાએ કહ્યું, "મને તમારા લોકોની એક સલાહ જોઈએ છીએ. બે દિવસ પછી પંક્તિનો જન્મદિવસ આવે છે. હું ઈચ્છું છું કે, એ બંને લગ્નના આટલા વર્ષો બાદ પણ હનીમૂનમાં ગયા નથી. મારી ઈચ્છા છે કે, ચાર પાંચ દિવસનું જો કોઈ પ્લેસ પર એનું આયોજન ગોઠવીએ તો ક્યુ સ્થળ પસંદ કરવું અને સુનીલની રજા કેમ પાસ કરાવવી બસ, આજ દુવિધા મારા મનમાં છે. જેની મને તમારા લોકોની સલાહ જોઈએ છીએ."

સંધ્યાની વાત સાંભળી બધા જ એકદમ દંગ રહી ગયા. રાજ તો તરત જ બોલ્યો, "સંધ્યા તે ખુબ સરસ વાત રજુ કરી છે. તું જે પરિસ્થિતિમાં છો ભાગ્યે જ કોઈ આવું વિચારી શકે! પ્રાઉડ ઓફ યુ દોસ્ત.."

"મારી પરિસ્થિતિ આજીવન હવે આવી રહેવાની જ છે. મારે આજ પરિસ્થિતિ સાથે જીવતા શીખવાનું છે. મારે લીધે સુનીલ પણ ખુબ ચિંતિત રહે છે. એ કઈ બોલતો નથી પણ એનો ચહેરો જોઈ હું એની આંખમાં મારી ચિંતાની તકલીફ વાંચી શકું છું. હું ઈચ્છું છું કે, એ મારી ચિંતા માંથી બહાર આવે અને પોતાની જિંદગીને પણ માણવા લાગે! પંક્તિ મને ખુબ જ પ્રેમથી સાથ આપે છે તો મારી પણ ફરજ છે જ ને કે હું એની લાઈફમાંથી જે આનંદ ઉડી ગયો છે એ પાછો લાવવા પ્રયત્ન કરું!" આટલું બોલતા સંધ્યાનો અવાજ સહેજ ઢીલો થઈ ગયો હતો.

"વાહ, તું ખરેખર વહુ જ લાગણીશીલ છે. તું કેટલું વિચારે છે." જલ્પાએ ભાવુક થઈ કહ્યું હતું.

"અરે પ્લીઝ હવે મારા વખાણ બંધ કરો ને પ્રશ્નનું સમાધાન કહો." તાલાવેલી દાખવતા સંધ્યા બોલી હતી.

"સુનીલની રજાનું સેટિંગ હું કરી આપીશ. ત્યાં જ મારા અંકલ જોબ કરે છે. અને સેટિંગ એમ કરીશ કે, સુનીલની જાણ બહાર રજા મંજુર થઈ જશે!" અનિમેષે રજાની મંજૂરી કરાવી આપવાની ખાતરી દેખાડતા કહ્યું હતું.

"નજીકનું પ્લેસ ગોવા મને બેસ્ટ લાગે છે. અને ત્યાં મારા રિલેટિવની હોટેલ પણ છે તો રહેવાની વ્યવસ્થા પણ સરળતાથી થઈ જશે!" રાજ બોલ્યો હતો.

"હા, ગોવા જ સારું રહેશે. ૩ દિવસ અને બે રાત્રિનું બુકીંગ તું કરાવી જ દે! હું ઈચ્છું છું કે, ભાભીનો બર્થડે ત્યાં એ બંને ઉજવે." ખુબ ઉત્સાહી થતા સંધ્યા બોલી ઉઠી.

"અરે પહેલા ગોવા સુધી પહોંચવાની વ્યવસ્થા કર.. શું આટલી ઉતાવળી થાય છે?" મહત્વની વાત ચેતનાએ કરતા કહ્યું હતું.

"બસ કે ટ્રેન વધુ ટાઈમ લેશે.. ફ્લાઈટની ટિકિટ બુક કરાવી આપું? અનિમેષ બોલ્યો હતો.

"હા કરાવી જ લે. મારી પાસે હમણાં સિલાઈ કામ કરું છું એની આવક અને બે મહિનાનો મારો પગાર એમ જ પડ્યો છે. આરામથી સેટ થઈ જશે!"

અનિમેષે ઓફ સીઝન હોય ટિકિટ રેટ ખુબ ઓછો છે એમ કહ્યું હતું. કપલ ટિકિટ સાથે એક ચાઈલ્ડ રિટર્ન સહીત ટિકિટ બુક થઈ ગઈ હતી. રાજે હોટલ બુક કરાવી આપી હતી. પરમદિવસની વહેલી સવારની ટિકિટ હોય, અનિમેષે અંકલ સાથે ત્યારે જ વાત કરીને સુનીલના સાહિબને પોતાની ઈચ્છા રજુ કરી અને સુનીલની રજા મંજુર કરાવી લીધી હતી. અને સુનીલને એની જાણ આવતીકાલની સાંજ સુધી કરવાની પણ ના પાડી દીધી હતી.

સંધ્યા આખો પ્લાન ખુબ ઝડપથી નક્કી થઈ ગયો હોવાથી ખુબ ખુશ હતી. એની ધારણા કરતા ઓછા રૂપિયે ખુબ સારું પ્લાનિંગ થઈ ગયું હતું. બધાએ હળવો નાસ્તો કર્યો અને ફરી પોતાની વાતોએ ચડ્યા હતા.

વિપુલાએ સંધ્યાને કીધું, "તું સિલાઇનું કામ કરે છે તો ફેશનડિઝાઈનીંગ નો કોર્સ કરી લે ને! અને તારું તો ડ્રોઇંગ પણ ખુબ સરસ હતું. તો જોબ ની સાથે ડિઝાઇનીંગ કરે તો ઓછા સમયમાં આવક પણ મળે અને થાક પણ તને ઓછો લાગે!"

"હા તારી વાત તો સાચી છે પણ મને એ કોર્ષની વધુ કોઈ જાણકારી નથી."

"અરે સંધ્યા! તને એક મિનિટમાં બધી જ માહિતી આપું, આ ગુગલ આપણા માટે જ તો છે." હસતા હસતા રાજ બોલ્યો હતો.

"તારા ઘરથી પાંચ મિનિટના અંતરે જ એક ગવર્મેન્ટ કોર્સ ફેશનડિઝાઈનીંગનો ચાલે છે. અને એનું કામ પણ સારું છે. મારી એક કઝીનબેન ત્યાં કરે જ છે. એટલે જ મને અત્યરે યાદ આવ્યું." વિપુલાએ ચોખવટ કરતા કહ્યું હતું.

"ઓકે, સારું હું એ બાબતે અવશ્ય વિચારીશ! હવે મારે જવું પડશે. મારો દીકરો હવે મારી રાહ જોતો હશે! બહુ સમય થઈ ગયો ને!" સંધ્યા બોલી હતી.

બધાએ સંધ્યાની વાતને સહમતી આપી હતી. હવે છુટા પાડવાનો સમય થયો આથી બધા જ થોડા ઉદાસ થઈ ગયા હતા. રાજ બોલ્યો, "આજ તારી સાથે આટલો સમય વિતાવ્યો તો અહેસાસ થયો કે, તું હવે તારા જીવનને સ્વીકારીને જીવવા લાગી છો. આમ જ ખુશ રહેજે!"

"હા, તારા શબ્દો મને હજુ યાદ છે, 'તારામાં વસતા સૂરજના અંશનું ધ્યાન રાખજે.' આ શબ્દ થકી મને ખુબ હિંમત મળી છે. તમારા બધાના સાથનાં લીધે જ હું આજ આમ તમારી સાથે ઉભી રહી શકી છું. તમે બધા જ મારુ પીઠબળ છો. એમ કહી એને પોતાનો હાથ લાંબો કરી કહ્યું, આજીવન સાથ આપશો ને?" સંધ્યા બોલી હતી.

બધાએ એકબીજાના હાથ ઉપર હાથ મૂકીને સંધ્યાની વાતને સ્વીકારી લીધી હતી.

પંક્તિ અને સુનીલના શું હશે આ ટ્રીપના માટેના પ્રતિભાવ?
શું સંધ્યા જોઈન કરશે ફૅશનડિઝાઈનીંગનો કોર્ષ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻