Shree Ram in Gujarati Philosophy by वात्सल्य books and stories PDF | શ્રી રામ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

શ્રી રામ

રામાયણના રામની સાચી વિગત જાણવી હોય તો માત્ર વાલ્મીકિ રામાયણ જ વાચન કરો.બાકીની રામાયણ હરિરસ ઉત્પન્ન કરવા માટે છે.
વાલ્મીકિ રામાયણ એ એક ઇતિહાસ છે કેમકે રામકાળ વખતે આ ઋષિ હતા જેમણે માનવજીવન અને કુટુંબ જીવન ઉદ્દાત કેમ બને તેનું સચોટ અને સત્ય નિરૂપણ કરેલ છે.
વાલ્મીકિ ઋષિને આ રામાયણ લખવા માટેમગજના સાતમે પરદે સ્વાર્થ ન્હોતો અને વાલ્મીકિ રામાયણની કથા કરી રૂપિયા કમાવવા માટે રચના નથી કરી.
માનવમાંથી માનવરત્ન અને દેવત્વ તરફ કેમ જવુ તેનું તાદ્રશ નિરૂપણ કરેલું છે.
કિસ્કીન્ધા કાંડ વાચન કરતાં તો એમ જ લાગે કે સીતાના હરણ બાદ પતિ રામની દશાનું જે ચિત્ર આજના માનવીને પણ રડાવી મૂકે તેવું છે.કેમકે રામ એક માનવ રૂપે જ જંગલમાં આમથી તેમ ભટક્યા છે.સીતાની શોધમાં દક્ષિણની વાનર સૈન્યનો સહારો લેવો પડ્યો હતો.ધારત તો અયોધ્યામાં બેઠાં બેઠાં રામ રાવણને હણી શક્યા હોત! પરંતુ તેમણે તેમ ન કર્યું.
અહીં ખરું તત્વજ્ઞાન સમજવા જેવું છે કે રામ ભગવાન હોવા છતાં ચમત્કાર નથી કર્યો.પહાડી,જંગલમાં વસનરી પ્રજાને પોતાનાં કરી રામ લંકા પર ચડાઈ કરે છે.
તે પહેલાં રાજદૂત તરીકે જીવતા જાગતા હનુમાનજી ને લંકા મોકલી સીતા ક્યાં છે તેની શોધ આદરી હતી...
મારે બધી વાત નથી કહેવી પરંતુ કહેવાનો મતલબ જે મોટો થઇ ગયો તે ક્યારેય નીચે નમતો નથી ત્યાં આ રામાયણ આપણને શીખવે છે.કે તું ગમે તેટલો સિદ્ધ હોય તો પણ તારે તારું કર્તવ્ય બજાવવાનું છે."ધ્યેય ચૂક માફ નહીંમાફ નીચું નિશાન"
મહેનત કરતાં નિષ્ફ્ળતા મળે પરંતુ ધ્યેય નહીં છોડવું.પરીક્ષા સીતાને આપવી પડી છે.રામને વનવાસ મૂકી દશરથે પુત્રને જગત સામે ઝઝૂમવાનું શીખવ્યું છે.
વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા મહર્ષિના સર્વાંગ શિક્ષણનો નિચોડ એટલે શ્રી રામ હતા.ત્રણ ત્રણ માતાઓના પ્યાર,રાજદરબારીઓ વચ્ચે શ્રીરામને કોઈ જ દુઃખ નથી પડવા દીધું.બધાનાં અતિપ્રિય હોવા છતાં બાળવયે ઋષિકુળ વિદ્યાભ્યાસ માટે મોકલી દીધા હતા.રામ બધાનો સાચો કાળજાનો કટકો હતા.કાળજું શરીરમાંથી કાઢો તો શરીર નિષ્પ્રાણ થઇ જાય....તેવા લાડકા અને જયેષ્ઠ અને આવનારા સમયના અયોધ્યાના રાજના ઘણી હતા....છતાં પણ ઋષિની આજ્ઞા આગળ કોઈનું કંઈ ના ચાલ્યું.અને ગુરુકુળમાં વલ્કલ પહેરી,દાભડાના બનાવેલા આસન ઉપર બેસી સાદું અને પવિત્ર ભોજન આરોગવાનું હતું.ઋષિના આશ્રમમાં ગાયોનું જ દૂધ અપાતું.ભેંસ એ તો તત્કાલિન જંગલી પ્રાણી ગણાતું જેમ આજે પણ આફ્રિકન ભેંસ છૂટી ત્યાંના જંગલમાં ચરે છે.
મારા અભ્યાસના મતે 4-6 વરસની ઉંમરે શ્રી રામ અને લક્ષમણને ગુરુ વિશ્વામિત્ર લઇ ગયા હતા.
આપણે અયોધ્યા અયોધ્યા કરીએ છીએ પરંતુ કેટલા હિંદુઓએ રામાયણ,મહાભારત,ભગવદગીતા,ભાગવત્ત,પુરાણ,ઉપનિષદ,ચાર વેદ વાચન કર્યાં છે? કદાચ કહેવાતા હિંદુઓમાં 95 ટકા હિંદુઓ આ ગ્રંથ વાચન અને આપણા આ ramb- કૃષ્ણ થી અજાણ છે.ઘણા તો એવો બકવાસ કરે છે કે આ બધું કાલ્પનિક છે.રે....મૂર્ખ તું આવ્યો તેના ૫૦૦ પૂર્વજોની પેઢી ચાલી ગઈ છે.પાણી પુરી અને પિત્ઝા કે હોટલના જમણમાં આ તત્વજ્ઞાન ના સમજાય.તેના વિશે બૃહદ ગ્રંથો,ઉપનિષદો,વેદ,રુચા નો અભ્યાસ કરવો પડે.
રાવણ ખૂબ મોટી તાકાતવર ખોપડીનો રાજવી હતો.તત્કાલિન કોઈ શ્રીલંકાનો દરિયો લાંઘી હિમાલય થી માંડી પૃથ્વીની પ્રદક્ષિણા કરી ચૂકેલો આ શક્તિશાળી આત્માની એકજ કુટેવ હતી અને તે એટલે જગતનું જેટલું સુંદર છે તે બધું મારું.અને ખૂણે ખૂણેથી તે લંકામાં ઠલવતો હતો.એ વખતે કોઈ વહાણ વિમાન,દૂરબીનની શોધ થઇ ન્હોતી છતાં નિર્વિવાદ હકીકત છે કે સીતાનું અપહરણ કર્યું અને એની પનોતી ચાલુ થઇ.બાકી હનુમાનજી જયારે સીતાની શોધમાં લંકા ગયા ત્યારે રાવણના જનાન ખાનામાં બેસુમાર રૂપવતી કન્યાઓનો ભંડાર હતો..તેવું જોયેલું જાણેલું શ્રી હનુમાનજી વાલ્મીકિ રામાયણમાં વર્ણન કરેલ છે.જે વાચન કરી જોજો.
ઘણું બધું લખવું છે પરંતુ વાચક બૉર ન થાય તે પણ જોવું રહ્યું.
માટે રામને જાણવા કરતાં તેના ચીંધેલા માર્ગ પર ચાલીએ તો રામાયણ નો રામ સમજાઈ જશે.બાકી દસશરથ પુત્ર રામ અને અયોધ્યાના રામ સિવાય આપણે અન્ય ધર્મના લોકો સામે શું પ્રતિકાર કરશું?
- સવદાનજી મકવાણા (વાત્સલ્ય)