Ahir Devaro and Alande in Gujarati Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | આહિર દેવરો અને આલણદે

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

આહિર દેવરો અને આલણદે

આહિર દેવરો અને આલણદે

શેત્રુંજી નદિ ને કાઠે પંખીના માળા જેવુ ગામ આહિરો ની વસ્તી હરહુર આહિર કરીન ગામ નો મુખી લાડકોડ મા ઉચરેલી એક દિકરી આલણદે ઈજ ગામ મા એક વિધવા આહિરાણી નો દિકરો દેવરો બેયને બાળાપણ નુ પ્રીતુ બંધાણી છે ભેગા પાડરુ ચરાવાજાય બેય ભેગા રમી ને મોટા થયા.....

પચીતો આલણદે ક્યારેક ભાયુનુ ભાતલય ને જાય દેવરો ભેહુ ચારે નજર થી નજર મળીલ્યે નજર થી વાતુ કરી લ્યે ઈતો મર્યાદા વારો જમાનો કોયની બેન દિકરી ને એકલુ વગળા મા મળાય નય બેય ની પ્રીત ની ચરચા ગામ મા થાતી અને......
હરહુર આહિર ની ઈચ્ચા હતી જ ભલે દેવરાને ઘર મા બોવકાય છે નય પણ મને ભગવાને ઘણુ આયપુ છે થોડિક જમીન દય થોડિક ભેહુ દય પણ આલણદે ના માં ની ઈચ્ચા સારા ઘેરે પરણાવા ની હતી સબંધ થાવા નો દિધો અને....

અને ખુબ સંપતીવાન એવા ઢોલરા આહિર સાથે આલણદે નો સબંધ કરે છે દેવરા ને ખબર પડિ આદણ નો સબંધ બીજે થયો છે પચીતો ક્યારેક આલણદે ભાયુ નુ ભાતલય ને જાય દેવરા ને ખબર પડે આજ આલણ ભાતલય ને આવે છે એટલે પોતાની ભેહુ લય બીજી દિશા મા વોયો જાય નજર મળે નય મર્યાદા ટુટેનય સમય જાતા ઢોલરા ની જાન એકદિ હરહુર આહિર ના આંગણે આવી ઢોલરો આહિર અડિખમ સંપતી વાન પરણવા આવે છે કોયલ ને શરમાવે એવિ આહિરાણીયુ આલણદે ને લાડલડાવે છે જાન ના સામંયા થયા.....

આલણદે ઘરની ઘર ની બારી યેથી જાન ને જોવે છે એમા દેવરો ઉભો છે મેલા ઘેલા લુગડે આલણદે બારી માથી દેવરા ને બોલાવે છે એટલુ કિધુ દેવરા

ભાઠાયેય ભમે અને આ રુપાળાય ચુક આ ડોલરીયો થઈને
તુ માણ ને માંડવ દેવરા.......

તને મેલે લુગડે જોય મને દુખ થાય તુ ઉજળા લુગડા પેરી માંડવે આવને દેવરા યે કિધુ આલણ હવે ભુલી જા વિધી ના વિધાન કાંક નોખા માંડા હસે એમ કય દેવરો હાલતો થાય છે આલણે કિધુ....

ટોળા માથી તારવે અને જેમ ઢાઢુ નદિયે ઢોર..
એમ ચીતડુ અમારુ ચોર આજ દોરી ન દિધુ દેવરે...

બાપની આબરુ સાચંવા દિકરી ચોરીયે ચડે છે ખોરીયુ પરણવા જાય છે જીવ તો દેવરા પાસે છે મંગળ ફેરાફયરા પસી કંસાર નુ આલણ ને કેય ત્યારે આલણે કિધુ સાહેલી બેનુ....

ચોરી ને આટા ચાર અને હુતો ભળભળ તેદિ રુયેભરી..
પણ કેમ જમુ કંસાર..
મારે દખ રે. માને દેવરો....

દેવરાયે ખાધુ નો હોય અને હુ મીઠુમોઠુ કેમ કરુ પરણી ને જાન રવાના થાઈ છે દેવરો સીમમા ઉભો છે નજર થી વાતુ કરે છે દેવરો કે છે....

સજણા સીધાવો સાસરે અને લીયો ને લાખેણા લાવ..
આ દેવરા કેરા દાવ મારે
મારે કરમે અવરા પયળા....

દુહો કય દેવરો દાત કાઢે છે આલણે કિધુ

દેવરા દાત નો કાઢ અને આપણા દેખસે
આ હસવુ ને બીજી હાણ..
આતો વાતુ આપણી વેળસે....

જાન આગળ હાલી જી આરે બેય ભેગા થાતા ત્યા રમતા વિરડો ગારતા ત્યા આદણ વિરડો ગારે છે

વેરુ મા વિરડો આ ખુંયદો ખમેનય વિર આછા
આવજો નીર મારે જે દૈસ ઉભો દેવરો....

જાન ઘેરે આવે છે હામૈયા થયા આતો શ્રીમંત ખોરડુ હતુ જામગરી ના ભડાકા થયા તલવારની પટા બાજી થાય છે
ઘોડા ખેલવાય છે આહિરો આનંદ કરે છે પણ આલણદે નુ ક્યાય ચીત નથી એમા જ્યા રે ફુલદડે રમવાની વાત આવિ આલણે કિધુ...

સામૈયા ના સુર અને મને ફુલદળો ફાવે નય
આ દેવરો મારે દુર..
હવે ઢોલરે મન ઢળે નય....

આતો બાપ ની આબરુ સાચવવા પરણી ને આવિ મનમા કેય ઢોલરા હારે મારે કાય લગાવ નથી ઓરડા ની અંદર આલણ આઈવા છે ચીત તો છે નય ખોરીયુ છે ઢોલરો હાથે ઢોલીયો ઢારવા ગયો આલણે કિધુ...

ઢોલા ઢોલો ન ઢાળ અને
ઢોલે મન ઢળ સેનય.......

ઢોલો મનાવે છે આલણ લાવ તારા માથા મા ફુલ નાખી દવ તારો ચોટલો ગુથી દવ આલણ આંસુડા પાળતી બોલે છે...

ચોટો ન ચારજ હાથ
આતો ગુઢા માણ નો ગુથેલ......

ઈતો દેવરે ગુયથો છે ઢોલા તારા થી ગાઠ ન સુટે સવાર પડે છે
સાસુ યે ભાત ચોખા કયરા છે લે આલણ મીઠુ મોઢુ કરી લે આલણે સાસુ સામે જોય કિધુ આપણે સાસુ ને ફુય ક્યે ફુય

આ ઉના ફણફણ તા મને ભોજની યા ભાવે નય
કારણ હેતુ હૈયા મા..
દાજે સુતેલ દેવરો......

ઉના ભાત હુ નો ખાઈ સકુ દેવરા ને દાજ લાગે રીવાજ પ્રમાણે પાણીનુ બેળુ લઈ આલણ ને મોકલે છે કુવા ને કાઠે બેઠી છે સવાર થી સાંજ પડિ ગય આલણ ઘેરે આવે છે સાસુ યે કિધુ આટલી વાર કેમ લાગી સાંજ પડિ આલણ કે છે

આ શીચણ ચાલીસ હાથ પણ પાણી યે પુયગુ નય
આ વાલમ ની જોતા વાટ..
આજ દિરે અથમાયવો દેવરે......

ઢોલરા ને એમ થયુ ઓહો બે સારસ ની જોડિ ને હુ નોખા પાડુ છુ મને પાપ લાગસે એકદિ ગાડુ જોડિ ઢોલરો દેવરા ને આંગણે આવે છે અને કિધુ દેવરા આલે આ તારુ હપેતરુ છે તમ ને જુદા નો પાડિ સકિયે મને ખબર નોતી એટલે હુ તમારા બેય ની વચ્ચે આયવો મને માપ કર જે...

અને દેવરા યે પોતા ની બે બેનુ છે ઈ ઢોલરા સાથે પરણા વી
ઢોલરા દિકરી યુ દેવાય પણ વવારુ દેવાય નય આ એક ને હાટે બે જાય તોય ઢાલુ માંગે ઢોલરો ....

ઢોલરા તારુ મારી માથે રુણ રઈગયુ છે બે બેનુ પરણાવુ છુ તોય હુતો બેન દવસુ અને તુતો મને સુખી જોવા માટે વવારુ દેસો....

દિકરીયુ દેવાય પણ વવારુ દેવાય નય
આ એકને હાટે બે જાય.. તોય ઢાલુ માંગે ઈ ઢોલરો........?