Prem Samaadhi - 27 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-27

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-27

પ્રેમ સમાધિ
પ્રકરણ-27

વિજય ટંડેલનાં ચહેરાં પર આનંદ છવાયો... એણે જાણે ગઢ જીત્યો હોય એમ ખુશ થઇ ગયો રોઝીની સામે જોઇ હસ્યો એને નજીક બોલાવી એક ક્ષણ માટે એની દીકરી તરફ નજર કરી બોલ્યો "એ ઉઠી નહીં જાય ને ?” રોઝી સળવળી વિજયની બાહોમાં આવી ગઈ બોલી “ના ખૂબ થાકી છે નહીં ઉઠે”. વિજય એને પોતાના તરફ ખેંચી દબાવી અને રૂમનાં ફોન ઉઠાવ્યો ડાયલ કર્યો અને વ્હીસ્કી અને નાસ્તો ઓર્ડર કર્યો.
થોડીવારમાં રૂમ સર્વિસ આવી ગઈ ઓર્ડર પ્રમાણે વ્હીસ્કી ગરમા ગરમ નાસ્તો આઇસ ક્યુબ બધુ હાજર થઇ ગયું.... રોઝીએ ઉઠી બંન્નેનાં પેગ બનાવ્યાં સીપ લેતાં લેતાં બંન્ને જણાં એકબીજામાં પરોવાયા ચરમસીમાએ પહોંચવા મંથન કરવા લાગ્યાં..
*************
શંકરનાથ વાત કરતાં હતાં ને ટ્રકવાળાએ ફોન ખેંચી લીધો બોલ્યો “તમે તો અમારાં કરતાં પણ વધુ મોટાં લફડાંવાળા છો.. શું ધંધા કર્યા છે તો આમ ભાગતાં ફરો છો ? સાચું કહો નહીંતર હુંજ પોલીસને બોલાવીશ” એમ દમ મારવાં ગયો..
શંકરનાથે કડક અવાજે કહ્યું “એય મોં સંભાળીને બોલ.. અમે સરકારી માણસ છીએ ડ્રગ્સના ધંધાવાળાની પોલ ખોલી પકડાવ્યાં છે પોલીસને ફોન કર.... મારું કામ વધુ સરળ થઇ જશે તારી સીટ પાછળ જે માલ પડ્યો છે એય પોલીસને મલી જશે કર ફોન... હું આપું નંબર ?”
પેલો ટ્રકવાળો સીંયાવીંયા થઇ ગયો એણે કહ્યું “ભૂલ થઈ ગઇ સાહેબ માફ કરો હું તમને સીધાજ સુરત સ્ટેશન પહોચાડું છું લો તમારે ફોન કરવો હોય તો કરો” એમ કહી ફોન પાછો આપ્યો.
શંકરનાથે કહ્યું “મારે હવે જરૂર નથી.. કોઇને ફોન નથી કરવો સીધો ક્યાં સુરત સ્ટેશન પહોંચાડ અથવા નજીકનાં પોલીસ સ્ટેશન પર લઇલે.” પેલાએ કહ્યું “સાહેબ સ્ટેશનજ પહોચાડું છું પણ ત્યાં મેઇન રોડ માર્કેટ સુધીજ ટ્રક જશે અંદર પરવાનગી નથી સર આ માલ અમારો નથી અહીંથી હમણાંજ લીધો છે સુરત આપીને અમે આગળ નીકળી જઇશું અમને થોડાં વધારાનાં પૈસા મળી રહે છે એટલે આ પાપી પેટ માટે કરવું પડે છે. અમારે તમારી સાથે ક્યાં ઝગડો છે ?” એમ કહી ટ્રક દોડાવી...
*************
ઉમાબહેને કલરવને કહ્યું "દીકરા તારાં પાપાનો એક વાર ફોન આવ્યો પછી ફરી ફોનજ ના આવ્યો આજે એમને ગયે 4-5 દિવસ થઇ ગયાં. એ તો બે દિવસમાં પાછા આવવાનાં હતાં. એમની ઓફીસે જઇને પણ તું ખબર કાઢી આવ્યો.. સુરત ઓફીસે બધો માલ પકડાયો.. મધુભાઇને બરખાસ્ત કર્યા એવાં સમાચાર મળ્યાં પણ તારાં પાપા ક્યાં છે ? એ કોઇ મુશ્કેલીમાં તો નહી હોયને ? મને હવે ચિંતા થાય છે એમને આપણો વિચાર નહીં આવતો હોય ?”
ઉમાબહેનને રડવાનુંજ બાકી રાખેલું કલરવે કહ્યું "માં પાપા અધરૂ કામ લઇને જ નીકળ્યાં હતાં મને પણ ચિંતા થાય છે આમ તું ઢીલી થઇશ તો અમારું શું થશે ? હું વિચારુ છું કે વિજયકાકાને કે નારણકાકાને ફોન કરું.. શું કહે છે ? પાપા પણ કહેતા હતાં જરૂર પડે તો આમાંથી કોઇને ફોન કરજે.”
ઉમાબહેને કહ્યું “હાં હાં વિજયભાઇને ફોન કર... એમને ખબરજ હશે તારાં પાપા અંગે હવે મારી ધીરજ નથી રહેતી.”
કલરવે ફોન રૂમમાંથી લાવીને નંબર લગાવ્યો. એકજ રીંગમાં ફોન ઉપડ્યો સામેથી વિજયે કહ્યું “હાં બોલો ભૂદેવ... શું સમાચાર છે ? ક્યાં છો ? તમારો આટલાં દિવસે ફોન આવ્યો ? હું થોડો અટવાયેલો હતો પણ...”
ત્યાં કલરવે કહ્યું “અંકલ હું કલરવ બોલું છું એમનો દિકરો પાપા ફોન અમારાં માટે ઘરે મૂકીને ગયાં છે એમનાં ગયે 4-5 દિવસ થઇ ગયાં હજી નથી એમનો ફોન આવ્યો કે ના કોઈ સમાચાર અમને ખૂબજ ચિંતા થાય છે.” વિજય વિચારમાં પડ્યો બોલ્યો “દીકરા કલરવ ચિંતા ના કરીશ હું સુરતજ છું હું એમનો સંપર્ક કરી ફોન કરાવું છું તમારે પૈસાની કે કોઇ મદદની જરૂર છે ? તારાં પાપા મારાં ખાસ મિત્ર છે કોઇ સંકોચ ના કરશો.”
કલરવનાં હાથમાંથી ઉમાબહેને ફોન લઇ લીધો બોલ્યાં “વિજયભાઇ બે દિવસનું કહી હજી નથી આવ્યા નથી ફોન કરતાં ચિંતા તો થાયજ ને ? એમની ઓફીસનાં બધાં સમાચાર મળ્યાં પછી એમની વધુ ચિંતા થાય છે એ બોલે એ કરેજ..એવા પાકાં છે પણ આમાં એ સાચા નથી પડ્યાં ફોન નથી કરતાં પાછા પણ નથી આવ્યા.”
વિજયે કહ્યું “ચિંતા ના કરો કોઇ અગત્યનાં કામમાંજ હશે હું તપાસ કરી ફોન કરાવું છું..” વિજય બોલતાં તો બોલી ગયો પણ પોતે ચિંતામાં પડી ગયો કે નથી નારણ કે શંકરનાથ કોઇનો સંપર્ક નથી થયો જાણભેદુઓ કહે છે એ બે જણાં ક્યાંક સંતાયા છે છેલ્લે સુરત સ્ટેશન સાથે થયેલાં.. વિચાર અટકાવી કહ્યું “હું ફોન કરાવીશ કાલ સુધીમાં મારાં પર વિશ્વાસ રાખો” એમ કહી ફોન કાપ્યો.
વિજયે ફોન લગાડ્યો નારણનાં ફોન પર રીંગ વાગતી રહી કોઇએ ફોન ના ઉપાડ્યો પછી સુરતનાં એનાં માણસ ભુરીયાને ફોન કર્યો તરતજ ફોન ઉપાડ્યો. ભૂરીયાએ કહ્યું “મધુટંડેલ અહીં એમને શોધી રહેલો પણ એ લોકો સુરતથી નીકળી બીજે જતાં રહ્યાં છે સર એમની ફેમીલી માટે પણ જોખમ છે. જાણવા પ્રમાણે શંકરનાથ હાથમાં નહીં આવે તો એની ફેમીલીને પતાવી દેશે કંઇક કરવું પડશે એ બેમાંથી કોઇનો ફોન આવે તો હું....”
વિજયે કહ્યું “ઓકે હું સુરતથી નીકળું છું હું રોડ વાટે નીકળી દમણ જઊં છું શીપ મારી દમણ મોકલી છે કોઇનાં કોઇ સુરાગ મળશેજ મને...” ત્યાં મોબાઇલ મૂક્યો અને ફરીથી રીંગ આવી.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-28