Learned better than father in Gujarati Short Stories by Ramesh Desai books and stories PDF | બાપ કરતાં બેટો સવાયો

Featured Books
Categories
Share

બાપ કરતાં બેટો સવાયો

જિજ્ઞાસા નો અંત આણતા મેં કવર ખોલી નાખ્યું.

' સાહસ ' ફિલ્મના પ્રીમિયર શો નું આમંત્રણ હતું.

ગણેશ ફિલ્મ્સ આપ સહુ ને આમંત્રણ આપે છે.

આ સાથે ફિલ્મના નાયક ગણેશ નો ફોટો પણ છાપવામાં આવ્યો હતો!!

વર્ષો પહેલા ઘર છોડીને ભાગી ગયેલ નાગેશ જુનિયર ગણેશ હતો. અને તેણે જ આ આમંત્રણ પાઠવ્યું હતું.

તે જાણી મારો સઘળો થાક ઊતરી ગયો.

હજી થોડા સમય પહેલા દીકરી પારુલ ને સાસરે વળાવી હતી. તેની વિદાયનું દુઃખ પુત્ર સાથે ની પુન : ભેટ ની કલ્પના માં વિસરાઈ ગયું.

મારી આંખો સામે નાનકડો ગણેશ ખડો થઈ ગયો.

તેણે મારી ઇજ્જત પર હુમલો કરવા મથતા વિજય ખન્ના ની પીઠ માં ચાકુ હુલાવી દીધું હતું.

ફિલ્મના શૂટિંગ દરમિયાન મારા પતિ એ જાન ખોયો હતો.

ગણેશ ભાગી ગયો હતો. આ વાતે હું બિલ્કુલ તૂટી ગઈ હતી.

ત્યારે વિજયે મગરના આંસુ વહાવ્યા હતા. મારી માફી પણ માંગી હતી. સઘળી જવાબદારી પોતાના શિરે લેવાની તત્પરતા દાખવી હતી. પણ તેની વાત સુણી મને નિર્જન રણમાં જળ મળી ગયાની અનુભૂતિ થઈ હતી.. મારૂં હૈયું આનંદ માં ડૂબી ગયું હતું.

પણ તે જ પળે એક વાત મને યાદ આવી ગઈ હતી.. આ એ જ વિજય હતો, જેણે થોડા સમય પહેલા પુષ્પા નાયર પર બળાત્કાર કરી મોતના ઘાટ ઉતારી દીધી હતી. તેની સ્મૃતિ એ મારી આંખોમાં ક્રોધ નો દાવાનળ ફાટી પડ્યો. તે જોઈ બરફની જેમ વિજય થીજી ગયો. છતાં સ્વસ્થ ચિત્ત તેણે પોતાની વાત દોહરાવી હતી.

આગળ બોલતા તેની જીભ થોઠવાઈ ગઈ હતી. તેની લોલુપ આંખો સઘળું બયાન કરી રહી હતી.. છતાં તેણે લાગણી ભીના સ્વરે મને સાંત્વન આપવાનો ડોળ કરી મારે ખભે હાથ મુક્યો હતો. તેના સ્પર્શ માં તેની હવસ ની દુર્ગંધ આવી રહી હતી. મેં ગુસ્સામાં મારો હાથ હટાવી લઈ કહી દીધું.

" ગેટ આઉટ! "

પણ વાસના અંધ ને વળી માન શું? અપમાન શું?

દંભ પકડાઈ જતાં તે ઉશ્કેરાઈ ગયો. અને મારો હાથ ઝાલી પલંગ ભણી ખેંચવા માંડ્યો. તેના દિલો દિમાગ પર વાસનાનું ભૂત સવાર થઈ ગયું હતું.

તેણે મારૂં બ્લાઉઝ ફાડી નાખ્યું. ખુલ્લા બદન પર હાથ નાખવાની ગંદી ચેષ્ટા કરી. મેં જોરથી રાડ પાડવા માંડી.

તે સાંભળી મારો દસ વરસનો પુત્ર મારી વ્હારે ધાયો.

તેણે વિજય ના વાળ પકડી જમીન પર પટકી દીધો. પોતાના ઈરાદામાં નાકામયાબી મળતા વિજય રોષે ભરાયો.. તેણે નાગેશ ને જોરદાર લાત ઝીંકી દીધી. આથી તે દૂર ફેંકાઈ ગયો. તેનું માથું દીવાલ સાથે અથડાયું. લોહી ની નદી વહેવા માંડી. છતાં પોતાની ઇજાની પરવા કર્યા વિના તે રસોડામાં દોડી ગયો. શાકની ટોપલીમાંથી રામપુરી ચાકુ લઈ તે બહાર આવ્યો.. ત્યારે વિજય મને પોતાની બાહોમાં દબોચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

દ્રશ્ય જોઈ નાગેશનું લોહી ઉકળી આવ્યું. તેણે વિજયની પીઠ માં રામપુરી હુલાવી દીધું.

નાગેશે પોતાના બાપને ફિલ્મો માં ડુપ્લીકેટ કમ સ્ટન્ટમેનની હેસિયતથી કામ કરતા નિહાળ્યા હતા. તેમણે ફિલ્મોમાં જ નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ અનેક અબળાની રક્ષા કરી હતી. કેટલાય અસહાય, નિરાધાર લોકો ની મદદ કરી હતી. પિતાની બહાદુરી દીકરા ને વારસામાં મળી હતી.

છતાં તે બાળક હતો. તેથી જ વિજય ના મોતે બહાવરો બની ક્યાંક ચાલી ગયો.

કાયદા ના હાથ બહું જ લાંબા છે. તેની પકડમાંથી નાગેશ નહીં બચી શકે. તે ખ્યાલે મેં ખૂન નું આળ મારા પર લઇ લીધું. મારા પર કેસ ચાલ્યો. પણ કાબેલ વકીલે મને બચાવી લીધો. હું નિર્દોષ છૂટી ગઈ. અને વકીલ જોડે લગ્ન કરી લીધા.

ભોજન અને દાંત ને જોજન અંતર હતું. દેહ ભૂખ્યા વરુઓની જમાતમાં સ્વાર્થ પરસ્ત દુનિયામાં મારી જાત ને બચાવવા નો એક જ આરો હતો. નાગેશ સિવાય મારા બે અન્ય બાળકો હતા. ખુબ વિચારો ને અંતે મેં તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

તેણે ક્યારેય પોતાના બાળકની ખેવના રાખી નહોતી. તેણે મારા બાળકોને અપનાવી લીધા હતા. સઘળી જવાબદારી નિષ્ઠા પૂર્વક અદા કરી હતી. નાગેશ ને શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા. પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો...

અને આજે અચાનક જુનિયર ગણેશ બની તે પુન : મારી જિંદગી માં દાખલ થયો હતો. તેને મળવાની ઈચ્છા તીવ્ર બની ગઈ હતી.

આખી રાત તેના જ વિચારોમાં વ્યતીત થઈ હતી. અતીત ના દ્રશ્યો મારી આંખો સામે ઉભરાઈ રહ્યાં હતા.

યુવાનીમાં મને પણ ફિલ્મી ગ્લેમર નો ચસ્કો લાગ્યો હતો. મને પણ ફિલ્મી અભિનેત્રી બનવાના કોડ જાગ્યા હતા. તે જ ખાતર મેં માતૃત્વની લાગણી અભરાઈ એ ચઢાવવાની કોશિશ કરી હતી. હું કાયમ માટે ચાર દીવાલોમાં ગોંધાઈ રહેવા સર્જાઈ નહોતી.

પણ ગણેશ ફિલ્મી દુનિયાની રગેરગ થી વાકેફ હતો. આથી તે નહોતો ચાહતો કે હું આ લાઈન માં જાઉં.

પણ હું હઠે ચઢી ગઈ હતી. મને રોકવાના સઘળાં પ્રયાસો વિફળ ગયા હતા.

તે જ વખતે પુષ્પા નાયર નો કિસ્સો મારી સામે આવ્યો હતો. અને મેં ફિલ્મમાં કામ કરવાના મારા સપના ને રગદોળી નાખ્યું હતું.

મને બચપણ થી ફિલ્મ કામ કરવાની ધૂન હતી. સોનલ દેવી નામની અભિનેત્રી મારા માટે રોલ મોડલ બની ગઈ હતી. તેણે લગભગ 300 થી અધિક નાની મોટી ફિલ્મો માં વિધવિધ ભૂમિકા ઓ નિભાવી હતી.

લાખો રસિકો ની મને પસંદ આ અભિનેત્રી પોતાના દેહ ના ભોગે આ મકામ સુધી પહોંચી હતી. તેના વિશે મેં અનેકવાર આવી વાતો સાંભળી હતી. ગણેશે પણ આ વાત ને સમર્થન આપ્યું હતું.

એક મનહૂસ ઘડી એ વિજય ખન્ના ભટકાઈ ગયો હતો. પુષ્પા જોડે ઓળખાણ થઈ હતી. અને તેનું અભિનેત્રી બનવાનું સપનું જીવંત થઈ ગયું હતું.

વિજયે તેને રાતોરાત સોનલ દેવી જેવી અભિનેત્રી બનાવી દેવાની લાલચ આપી હતી.

તેને જ મધ્યસ્થ બનાવી તેણે ફિલ્મની વાર્તા લખી હતી.

દેહના ભોગે ટોચની અભિનેત્રી બનેલી નારીના સંઘર્ષ ની હદય સ્પર્શી ગાથા પુષ્પા નાયર ને સ્પર્શી ગઈ હતી.

ફિલ્મના અમુક દ્રશ્યો યુરોપ માં શૂટ કરવાના હતા.

તેને વિદેશ જવા મળશે તે વિચારે પુષ્પા હરખઘેલી બની ગઈ હતી.

શૂટિંગ દરમિયાન ફિલ્મની વાર્તા વિજયની મનમાની પ્રમાણે બદલાતી ચાલી. તેણે ફિલ્મમાં સંખ્યાબંધ ચુંબનો ઉમેરી લીધા. વળી તે જ ફિલ્મનો હિરો હતો. તે વાતનો પણ તેણે પૂર્ણ લાભ ઉઠાવ્યો હતો. દ્રશ્ય ઓ કે થઈ જવા છતાં તે ચુંબનો ના દ્રશ્યો નું રિટેક કરી તેના દેહ જોડે ચેડાં કરતો હતો.

યુરોપ થી શૂટિંગ પેક અપ કરી ને યુનિટ મુંબઈ પાછું ફર્યું હતું.

અને બીજે જ દિવસે વિજયે પુષ્પા સાથે સગાઈ કર્યા ની ઘોષણા કરી હતી.

તે જ રાતે તેણે પુષ્પા ના દેહ ને ચૂંથી નાખ્યો હતો.

સગાઈ ના ચોથે દિવસે દરેક અખબાર તેમ જ ફિલ્મી સામાયિકોની હેડ લાઇન્સ સમાચાર અને ફોટાઓ થી ચમકી ઊઠી. જેમાં પુષ્પા ની બદબોઇ કરવામાં આવી હતી. તેની પાછળ વિજયનો જ હાથ હતો.

તેણે ફિલ્મ ના શૂટિંગ દરમિયાન દરેક વ્યકિત જોડે શૈયા સુખ માણ્યું હોવાની વાતો છાપવામા આવી હતી.

એટલું જ નહીં પણ વિદેશી ફિલ્મ કલાકારો તેમ જ વેપારીઓના પડખા સેવી લાખો રૂપિયા ભેગા કર્યા હતા.

ગણેશ તેની આદતોથી માહિતગાર હતો. સગાઈ કરી તેના ભૂંડા હાલ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

વિજય ખન્ના એ પોતાની બીજી ફિલ્મ મને ઓફર કરી હતી. સ્ટોરી રિડિંગ માટે તેણે મને સ્ટુડિયોમાં બોલાવી હતી.

પુષ્પા નાયર ના મોત વિશે ત્યારે અમે બંને અજાણ હતા. આથી ગણેશે મને ફિલ્મમાં કામ કરવાની અનુમતિ આપી હતી. છતાં તેના રેકોર્ડ નો ખ્યાલ કરી તે મારી સાથે આવ્યો હતો.

આ વાતથી તે નારાજ થઈ ગયો હતો.

તેની બોડી લેન્ગવેજ આ વાતને સમર્થન આપી રહી હતી.

તેણે વાંચવા ખાતર સ્ટોરી વાંચી હતી.

" હું તને કોન્ટ્રાકટ સાઈન કરવા બોલાવીશ. " તેવું ઠાલુ આશ્વાસન આપી મને તગેડી મૂકી હતી.

અને બીજે દિવસે નવી હિરોઈન ની જાહેરાત પણ કરી દીધી હતી.

ત્યાર બાદ પુષ્પા ના મોતની અસલિયત બહાર આવી હતી.

મારી આંખો ખુલી ગઈ હતી. મેં ક્યારેય ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. તે જાણી ગણેશે ખુશી વ્યક્ત કરી હતી.

ત્યાર પછી ના પાંચ વર્ષ માં મારી કુખે ત્રણ સંતાનો અવતર્યા હતા :

નાગેશ!'પારુલ!! અને રાધેશ!!!

ગણેશ ની જિંદગી સદાય ખતરાઓથી ભરી પડી હતી. અનેક વાર અકસ્માત માં તેને ગંભીર ઇજા પણ થઈ હતી. પરિણામે તેને બેકાર રહેવું પડતું હતું. ઘર કેમ ચલાવવું તેની ચિંતા થતી હતી.

" ફિલ્મી દુનિયા એટલે સ્વાર્થી, મતલબી માણસો નો શંભુ મેળો. "

આ સત્ય હું બહું જલ્દી પિછાણી ગઈ.

ક્લોઝ અપમાં ખ્યાતિ ઘર નામી કલાકારો ના ચેહરા દેખાડવામાં આવતા હતા. જોનાર ને લાગતું કે ફિલ્મો નો હિરો આ બધું કરતો હતો.

ગણેશ જીવ સટોસટ ના ખેલ ખેલતો હતો.

તે ઊંચાઈ એ થી ભૂસકા મારતો હતો. આગ માં થી પસાર થઈ જતો હતો. અને વાહ વાહ વિજય જેવા હિરોની થતી હતી. મહેનત કરે મુર્ગા ઔર અંડા ખાયે ફકીર જેવી સ્થિતિ હતી.

મેં અનેક વાર આવા ભયાનક ખેલો કરવાની ગણેશ ને ના પાડી હતી. આ બાબત અમારી વચ્ચે ઉગ્ર બોલાચાલી, તકરાર થઈ હતી. મતભેદ ઉભો થયો હતો. પણ તેનો કોઈ અર્થ નહીં સર્યો.

ગણેશ ને આ કામ કોઠે પડી ગયું હતું. તેને આવા જીવ સટોસટ ના ખેલ કરવામાં મજા આવતી હતી. તે કર્તવ્ય નિષ્ઠ બની પોતાની ભૂમિકા નિભાવતો હતો.

એક ફિલ્મમાં નાયિકા ને ગુંડા ના પંજા મા થી મુક્ત કરાવવા નો સીન શૂટ કરવાનો હતો. ગુંડાઓ તેને જીપમાં ખંડાલા ઘાટ વાતે પૂના લઇ જઈ રહ્યા હતા. ગણેશ વિજય નો ડુપ્લીકેટ તરીકે સ્કૂટર પર તેમનો પીછો કરી રહ્યો હતો.

ગુંડાઓ તેના સ્કૂટર ને ધક્કો મારવાનો શોટ લેવાનો હતો. તે વખતે વિજયે સ્કૂટર ધીમું કરી ઊતરી જવાનું હતું. પણ કોઈ શરત ચૂક કે ષડયંત્ર ને કારણે ગણેશ સ્કૂટર સહિત ખાણ મા ઘકેલાઈ ગયો હતો.

આ વિજયના જ કારસ્તાન હતા. તેણે જ મારા પતિનો ઘડો લાડવો કરી નાખ્યો હતો.

અને આ ઘટનાને અકસ્માતમા ખપાવી દીધી હતી.

છેલ્લો શ્વાસ લેતા તેણે પોતાનો ગુન્હો કબૂલ્યો હતો.

નાગેશે ઘણી વાર પિતાને પગલે નાનો હતો ત્યારે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ વસમાં અનુભવે મારી કમર તોડી નાખી હતી. મારા પતિ બાદ પુત્ર ને ગુમાવવાની ક્ષમતા રહી નહોતી. ગણેશ ને ફિલ્મના કોઈ દુર્ગુણ સ્પર્શયા નહોતા. હું મારા સંતાનો ને આવા ખતરાઓ થી દૂર રાખવા માંગતી હતી. પણ મોરના ઈંડા ચિતરવાનો મારો પ્રયાસ એળે ગયો હતો.

બીજે દિવસે શો ના સમયે રાધેશ મને થીએટર લઈ ગયો.

કમ્પાઉન્ડ માં જુનિયર ગણેશ ને નિહાળવા સારી સંખ્યામાં જનમેદની જમા થઈ ગઈ હતી.

ભીડમાં કોઈ નો અવાજ કાને સંભળાયો હતો.

, " કોઈ પણ જાતના ડુપ્લીકેટ કલાકારો વિના ગણેશે જીવ સટોસટ ના દ્રશ્યો જાતે કર્યા છે. "

" બાપ કરતાં બેટો સવાયો " નીવડયાની જાણ થતાં મારી છાતી ગર્વ થી ફૂલી ગઈ. પણ ફિલ્મી દુનિયાની ગ્લેમર ઝાકજમાળમાં તે વિખૂટી પડેલી મા ને મળવાનું, વાતો કરવાનું સૌજન્ય દાખવશે ખરો?

પ્રેમ વિહવળ મારા દિમાગ માં તરેહ તરેહ ના વિચારો આકાર લઇ રહ્યાં હતા!

છતાં હું તેને જોવા મળવા વ્યાકુળ બની ગઈ હતી.

" પ્રીમિયર શો મોટે ભાગે મોડા શરૂ થતાં હોય છે. હિરો હિરોઈન સાથે જ બેસીને ફિલ્મો જોતા હોય છે. "

પતિ એ આપેલી માહિતી મારા કાનો માં ગુંજી રહી હતી.

શો શરૂ થવાને થોડી વાર હતી.

ત્રીજી ઘંટડી વાગતા અમે માં દીકરો હોલમાં દાખલ થયા હતા.

ડોર કીપર અમને સીટ સુધી લઈ ગયો. તે જ વખતે એક આજીજી ભર્યો સ્વર મારા કાને પડ્યો.

" મા અહીં મારી બાજુમાં બેસ! "

અવાજ મારા દીકરાનો જ હતો. સાંભળી મારી ભીતર માતૃત્વ ભાવ જાગી પડ્યો.

આટલા વર્ષો ના વ્હાણા વાઈ ચુક્યા હતા. છતાં તે મને ભુલ્યો નહોતો. તે મારે માટે અતિ ગૌરવ ભરી વાત હતી. એટલું જ નહીં પણ સઘળા પ્રલોભન ત્યજી સફળતા ની ક્ષણો મા પોતાની જનેતા ને પડખે બેસાડવાનું શ્રેય બક્ષ્યું હતું.

હું વિના સંકોચ તેની બાજુમાં ગોઠવાઈ ગઈ. નાગેશે પોતાનું મસ્તક મારા ખભે ઢાળી દીધું.

દુઃખની ક્ષણો મા તે આવી રીતે વર્તતો હતો. તેના આવા વર્તને ખુશીના પ્રસંગે મને ચકિત કરી દીધી.

થીએટર બહાર તેને જોવા લોકો બહાર ઉભા હતા..

અને તે ક્યારે? કેવી રીતે? અંદર આવી ગયો?

તેની કોઈ ને જાણ નહોતી.

આ વાત થોડી અજુગતી લાગી હતી.

ફિલ્મી પ્રશંસકો થી બચવા માટે તેણે એવો માર્ગ શોધ્યો હશે તેવું તારણ કાઢ્યું.

ફિલ્મ શરૂ થઈ ગઈ હતી

ટાઇટલ મા વાર્તા - સંવાદ અને પટકથા લેખક તરીકે તેનું નામ ચમકી રહ્યું હતું. દીકરા ની સફળતા બદલ મારૂં મસ્તક અહોભાવ થી ઝૂકી ગયું.

રાષ્ટ્ર્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર જૂઠ ને જેર કરવાનો ' સાહસ ' ફિલ્મ નો મુખ્ય ધ્વનિ હતો. છતાં મોટા ભાગના દ્રશ્યો અમારા અનુભવોનું જાણે રિકેપ હતુ

ઇન્ટરવલ સમયે એક નગ્ન સત્ય મારી સામે આવ્યું. તે જોઈ મારી આંખે અંધારું છવાઈ ગયું. હું મારી જાતને સંભાળી ન શકી.

નાગેશ ના બંને પગ ઘૂંટણ થી કાપી નાખવામા આવ્યા હતા.

વિજય ની હત્યા કરી તે નાસી છૂટ્યો હતો. આ હત્યા મારા રક્ષણ ખાતર જ થઈ હતી. વળી તે બાળક હતો. આ ને કારણે તેને વધારે સજા થવાની કોઈ સંભાવના નહોતી. પણ તે ગભરાઈ ને ભાગી ગયો હતો.

ઘરે થી ભાગી ને તે કેમેરા મેન શ્રીકાંત ફડકે ને મળ્યો હતો.

તેમણે જ નાગેશ ને જરૂરી અભ્યાસ પૂરો કરવામાં મદદ કરી હતી. અને પછી તેનો શોખ જાણી મદ્રાસ મોકલાવી દીધો.
બાપ ની માફક અસંખ્ય ફિલ્મો માં ડુપ્લીકેટ કલાકાર તરીકે કામ કર્યું. પોતાના અનુભવ તેમ જ સાહસ ના આધારે વાર્તા લખી ખુદની ફિલ્મ બનાવવાનો પ્લાન બનાવ્યો જેમાં તેને અપૂર્વ સફળતા મળી.

પણ તેનું સાહસ કારગત ના નીવડ્યું.

શૂટિંગ દરમિયાન તેને અકસ્માત થયો. અને તેના બંને પગો ગુમાવી બેઠો.

ફિલ્મના છેલ્લા દ્રશ્ય માં તેને સાજા માજા નોર્મલ વ્યક્તિ તરીકે સમારંભ માં જવાનું હતું. પણ સર્જાયેલી સ્થિતિ માં અંત બદલવાની ફરજ પડી.

ફિલ્મની સમાપ્તિ પર તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. સારી ફિલ્મ સૃષ્ટિ તેના અપંગ થયાની વાત જાણતી હતી. છતાં નાગેશે આ વાત બધાથી છુપાવી હતી.

પોતાની પંગુતા ને લઈ તે ખૂબ જ ભાંગી પડ્યો હતો. તેથી જ જાહેરમાં આવતા ખચકાટ અનુભવતો હતો. આ જ કારણે તે વહેલો આવીને થીએટર માં બેસી ગયો હતો.

મને મળવાની જિજ્ઞાસા તેના હૈયે ઉછાળા મારી રહી હતી. મારી ઇચ્છા વિરુદ્ધ તેણે આ લાઈન માં પગ મુક્યો હતો. આ બદલ તે ગુન્હાની લાગણીથી પીડાઈ રહ્યો હતો. પણ મા પ્રત્યે ની લાગણી તેના પર હાવિ થઈ ગઈ હતી. ફિલ્મ સફળ થઈ હતી પણ જિંદગીની નિષ્ફ્ળતા ની વિકટ પળો માં તેને મા ની હૂંફની જરૂરત જણાઈ.

તે સ્ટંટ ની દુનિયા નો બેતાજ બાદશાહ હતો. છતાં મારૂં લોહી હતું. પારૂના લગ્નની વાત સુણી તેણે આનંદ વ્યક્ત કર્યો. બહેનને મળવા તત્પર થઈ ગયો.

બંને ભાઈ બહેન એકમેક ને વળગી ને ખૂબ રોયા.

આજે નાગેશ ભલે ચાલી શકતો નથી. કુદકા મારી શકતો નથી. છતાં ફિલ્મ ને અનુરૂપ સળંગ ભૂમિકા ભજવવાનું ક્યારેય ચુકતો નથી.

Ooooooooo