Miraculous Rudraksha - 5 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | ચમત્કારિક રૂદ્રાક્ષ - 5

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

ચમત્કારિક રૂદ્રાક્ષ - 5

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૫

(આ ભાગ વાંચ્યા પહેલા આગળના ચાર ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.)

તમે જેની સાથે વાત કરવાની કોશિશ કરેલી તેનું નામ છે “ઇધ્યા-IDHYA”.

        “ઇધ્યા” એ વળી કેવું નામ...! મેં ખુબ જ અચરજતાથી પૂછ્યું.

        હા...! ઇધ્યા. ઇધ્યા આ મૂળ આ ગામનો નથી એટલે તેના વિશે કોઇ ખાસ માહિતી ગામમાં કોઇની પાસે નથી. પરંતું ઇધ્યા ગામમાં ક્યારથી અને ક્યાંથી આવ્યો એ ખબર છે.

        આશરે આઠેક માસ પહેલા, એટલે જાન્યુઆરીમાં ઇધ્યા તેની કારમાં આ ગામમાં આવેલો. ઇધ્યા આવ્યો ત્યારે તો સામાન્ય જ હતો. આશરે પાંચ ફૂટ દસ ઇંચની હાઇટ, એથલેટિક બાંધો, દેખાવમાં રૂપાળો અને પહરવેશમાં થોડો અનોખો લાગે. એ જ્યારે ગામમાં આવ્યો ત્યારે તેણે અજીબ વસ્ત્રો પહેરેલા. કમરની નીચે પંજાબી પટીયાલા, કમરની ઉપર ટાઇટ જર્સી અને તેના પર એક બ્લેઝર, પગમાં મોજડી અને માથા પર તડકા ટોપી. જાણે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન કોમ્બિનેશન...!

        ગામમાં રહેતા એક ખેડુતના દિકરાનો મિત્ર હતો. ઇધ્યા સ્કેચ આર્ટીસ્ટ હતો. એ પેન્સિલથી લઇવ સ્કેચ દોરતો. સ્કેચ દોરવામાં એટલો પરંગત હતો કે એક વાર જોયેલું દ્રષ્ય સો (૧૦૦) દિવસો પછી પણ આબેહૂબ દોરી લેતો. પરંતું એને ફોટોગ્રાફીનો પણ શોખ હતો. ઇધ્યા હંમેશા એના એક કાનની પાછળ પેન્સિલ રાખતો અને તેની એક નાનકડી બેગમાં કેમેરા અને થોડા કોરા કાગળો. રાઠા સાહેબે આટલી વાત કરી ત્યાં સુધીમાં ચા અને બિસ્કીટ આવ્યા. એટલે અમે ચા-બિસ્કીટની મોજ માળવા લાગ્યા. અમે ઇધ્યાથી આશરે ૮૦૦ મિટર દૂર હઇશું. પરંતું હું તેને બારીકીથી જોઇ શકતો હતો.

        એ સવારે ઠંડી ખુબ વધુ હતી. સવારનો સમય એટલે ધુમ્મસ પણ હતું. છતાં હું ઇધ્યાને આસાનીથી જોઇ શકતો હતો. મેં જોયેલા ઇધ્યાના પહેરવેશનું વર્ણન કરૂ તો, માથાના વાળ વિખરાયેલા, કાનમાં બાલી પહેરેલી, કાનની ઉપર પેન્સિલ ન જોઇ. કદાચ લાંબા વાળના કારણે દેખાઇ નહી હોઇ...! ચહેરામાં કપાળ પર એક મોટુ ટેટુ, એક આંખની આજુબાજુમાં બીજુ ટેટુ, બંને ગાલ પર નાના-નાના કુલ ત્રણેક ટેટુ. ગાલ પરના આ ટેટુ ગળા સુધી આવતા હતા. ગળામાં એક મફલર આછા ભૂરા રંગનું, લાંબી દાઢી-કાપ્યા વગરની પરંતું વ્યવસ્થિત સેટ કરેલી. ગળામાં રૂદ્રાક્ષના મોટા મણકાની માળા, એક સોનાનો ચેન, કરચલી વગરનું સફેદ કલરનું શર્ટ, શર્ટના ઉપરના બે બટન ખુલ્લા, શર્ટની નીચે રાખોડી રંગનું પટીયાલા, પગમાં રાખોડી રંગની મોજડી, ડાબા હાથમાં એક બંધ પડેલી વોચ અને જમણા હાથમાં ચાંદીનું મોટુ કડુ અને એ કડામાં કંડારેલો પેલો ચમત્કારીક રૂદ્રાક્ષ....! ઇધ્યા રોડની કોરે જમીન પર કંઇ પણ કપડુ પાથર્યા વગર સુકા આછા ઘાસમાં બેઠો હતો. જાણે કોઇની વાટ જોઇ રહ્યો હોય...!

        ચાની ચૂસકી લેતા લેતા રાઠા સાહેબે ઇધ્યાની વાત આગળ વધારી. હવે અમારી આજુબાજુમાં ગામના કેટલાક ગામવાસીઓ પણ ઇધ્યાની વાત સાંભળવા એકઠા થયા. ઠંડી ખુબ વધુ હતી. સવારનો સમય એટલે ધુમ્મસ પણ હતું. ગામવાસીઓ બેઠા હતા. ચાની વરાળ અલગ જ દ્રશ્ય ઉભુ કરતું હતું. રાઠા સાહેબે વાત શરૂ કરી....

        ઇધ્યા ગામમાં તેનો ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા આવેલો. તેને ફોટોગ્રાફીનો એટલો શોખ હતો કે ક્યારેક તો એ એક ફોટો લેવા માટે કલાકો સુધી એક જ જગ્યાએ કેમેરા લઇને બેસી રહેતો. અને અચૂક સમય થયે એ દ્રષ્યનો ફોટો લેતો. તેનો ફોટોગ્રાફીનો શોખ પૂરો કરવા તે અવનવી જગ્યાઓ પર એકલો જ નીકળી પડતો. જો કોઇ દ્રષ્ય ગમી જાય તો તેનો સ્કેચ પણ બનાવી દેતો. તે એક વખત  ગામના દરિયા કાંઠે આવેલ એક એવી જગ્યાએ ગયો જ્યાં ગામના લોકો જતાં ડરે છે. લોકોમાં માન્યતા છે કે તે જગ્યા શાપિત છે. ઇધ્યા જ્યારથી એ જગ્યાએ જઇને આવ્યો ત્યારથી તેની જીંદગી તેનો વ્યવહાર, તેનું વર્તન બધુ જ બદલાઇ ગયું. તે કોઇને સીધી રીતે તો કોઇ હાનિ નથી પહોંચાડતો. પરંતું તે જે જગ્યાનો સ્કેચ બનાવે છે તે જગ્યાએ કંઇક અજૂગતુ બને છે.

        આ શાપિત જગ્યાએથી આવીને ઇધ્યાએ આશરે વીસેક દિવસ પછી એક સ્કેચ બનાવ્યો. એ સ્કેચનું વર્ણન કરૂ તો.....

        એક અંધારો ઓરડો, ઓરડાની બારી અડધી તૂટેલી, ઓરડાની એક દિવાલ પર ઘાટા કાળા રંગના છાંટણા, ઓરડામાં રાખેલી એક ખાટ પર એક વ્યક્તિ સૂતેલો, તેના બંને હાથ તેની છાતી પર અને ખાટની આજુબાજુનો સામાન થોડો વિખરાયેલો.

        આ સ્કેચ જ્યારે અમે પહેલી વાર જોયેલું ત્યારે અમને સામાન્ય લાગેલ. પરંતું તે દિવસના ચારેક દિવસ બાદ ગામના સૌથી વડિલ વ્યક્તિનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું. જેમનું મૃત્યુ થયું એ ગામમાં એકલા જ રહેતા હતા. તેમના મૃત્યુની જ્યારે અમને જાણ થઇ, અને અમે તેમના ઘરે ગયા ત્યારે તે દ્રશ્ય અગાઉ જોયું હોય તેવું લાગ્યુ. મારી સાથે ત્યારે ઇધ્યાનો ગામમાં રહેતો મિત્ર પણ આવેલો. તેણે  અજાણતા જ તેના કેમેરામાં આ દ્રશ્યનો ફોટો પાડ્યો. મૃત્યુની વિધી પતાવ્યા બાદ ઇધ્યાનો ગામમાં રહેતો મિત્ર ઇધ્યાને મળવા ગયો. ત્યારે તેણે આ ચિત્ર જોયું અને જોઇને સ્તબ્ધ થઇ ગયો. તેણે મને જાણ કરી અને હું ઇધ્યાના ઘરે ગયો ત્યારે મને ખરેખર યાદ આવ્યું કે એ વ્યક્તિના મૃત્યુનો સ્કેચ મેં ઇધ્યાના ઘરે જ જોયેલો અને એ પણ મૃત્યુના ચાર દિવસ પહેલા.

        હું અને ઇધ્યાનો મિત્ર ઇધ્યાને એ બાબતે પૂછવા લાગ્યા, પણ તેણે કોઇ જ જવાબ ન આપ્યો. તે તો તેના સ્કેચ દોરવામાં જ મશગૂલ હતો. ઇધ્યા એ વખતે જે સ્કેચ દોરી રહ્યો હતો તે સ્કેચ દોરતા દોરતા તેની આંખોમાંથી આંસૂ સરી રહ્યા હતા. તે એક હાથે તેના આંસૂ પોછતો અને બીજા હાથે સ્કેચ દોરતો. જાણે આ સ્કેચ તેની પાસે કોઇ દોરાવી રહ્યું હોય અને તે એક કટપૂતળીની જેમ તેને દોરી રહ્યો હોય. અમને પણ આતૂરતા જાગી સ્કેચ પૂરો જોવાની. એટલે અમે પણ સ્કેચ પૂરો દોરાઇ જાય ત્યાં સુધી ઇધ્યાના ઘરે જ રોકાવાનું નક્કી કર્યું. અને સ્કેચ પૂરો થયો અને અમે.......!!!

(આ વાર્તા એક કાલ્માંપનિક વાર્તા છે. આ વાર્તાને તેમાં જણાવેલ સ્થળ, વાર્તા તથા નામો સાથે કોઇ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)