BHOOT, BHEMO NE BHAMARAJI - 4 in Gujarati Moral Stories by NISARG books and stories PDF | ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 4

The Author
Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 4

(અગાઉ આપણે જોયું કે ભમરાજીથી ગામ આખુંયે ડરતું હતું. ચંદુને એમના પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. મેં એ ગુસ્સાનું કારણ પૂછતાં ચંદુએ કહેવાનું ચાલું કર્યું. હવે આગળ..)
. . **********
"આ ભમરાએ અમને બઉ જ હેરોન કર્યા સે માસ્તર. મારું હેંડે તો ઈને એક મિલિટ ગોમમોં નો રે'વા દઉ." ચંદુ ગુસ્સામાં બોલતો હતો.
ચંદુની વાતોથી પથુને નવાઈ લાગી. બોલ્યો, "ચ્યમ લ્યા, ઈમને તારું સું બગાડ્યું સે કે તું ઓમ વાતોમોંને વાતોમોં ભમરાજીને ગાળ્યો બોલે સે..? "
"અલ્યા તુંયે શોંતિ રાખને પથલા.. ઓમ વચમોં ચ્યોં કૂદી પડવાની જરૂર સે તારે..? મું એ તો પૂસું સું ચંદુને. હોંભળને શોંતિથી ભઈ.." મને પથુ પર ચિડ ચડી.
"હારું.. કે'જે ભઈ તારી કથા. મું તો આ ચૂપ થઈ જ્યો, લે બસ.? બોલ તુંતારે. ." પથુ અકળાતો ચૂપ થઈ ગયો.
"જો પથુ, તું જેવો ધારે સે એવો નહીં આ ભમરો." ચંદુએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું, "મું હાવ નેનો હતો ને તાણથી જ મારા બાપાને ટેકરીવાળા મંદિરે દર્શન કરવા જવાની ટેવ. ઈકણ દર્શન કરીને પસી થોડીવાર બેહતા. બીજા લોકો પણ આવતા. આ ભમરાજી સતસંગ કરતા એ બધું હોંભળતા."
"લે, એ તો બઉ હારુ જ કેવાયને ભઈ..? " પથુ પાછો વચમાં ઉછળી પડ્યો.
"બઉ જ હારું પથલા.. પેલોં પૂરું હોંભળ, પસી કે'જે કે હારું સું ને ખોટું સું..? " ચંદુ પથુ પર ખિજાણો.
"હારું.. પસીં સું થ્યું..?" કહીને પથુ પાછો ચૂપ થઈ ગયો.
"કઉં સું. તું હોંભળ.." કહેતાં ચંદુએ આગળ ચલાવ્યું.
************
એકવાર ચંદુની મોટી બહેન કાન્તા ભરબપોરે લાકડાં વિણવા ગઈ હતી. ઘરે આવીને સીધી જ ઓશરીમાં આળોટવા લાગી. ઘરનાં બધાં ગભરાઈ ગયાં હતાં. મહોલ્લાના લોકો પણ ભેગા થઈ ગયા. બધાંને લાગ્યું કે નક્કી કાન્તાને ભૂત જ વળગ્યું છે. તેથી ચંદુના પિતાજી કાન્તાને ભમરાજી પાસે લઈ ગયા.
મંદિરના ઓટલે ચાર-પાંચ જણા સાથે ભમરાજી વાતો કરતા બેઠા હતા. માથે મોટી જટા, મોટી દાઢી-મૂછ, મોટી આંખો, વચ્ચેનો દાંત પડી ગયેલો. આ બધું મળીને ચહેરોનો દેખાવ ભયંકર લાગતો હતો. પડછંદ કાયા, કાળો વાન, લાલ ધોતિયું, ગળામાં કંઠીઓ અને માળાઓનો જથ્થો, ખોખરો અવાજ. ભમરાજી ખરેખર ભયાનક લાગતા હતા.
કાન્તાને જોતાં જ એમણે કહ્યું, "સોડી કો વળગાડ વળગ્યા હે. વિધિ કરના પડેંગા.."
"એટલા ઓલે તો તમારા જોડે લાયા હે બાપજી. સોડીકો હાજી કરો, તમને પગે પડતા હે." કાન્તાના પિતાજીએ કરગરતાં કહ્યું.
"ચિંતા મત કર ગંગારામ. ઠીક કર દૂંગા. લેકિન વિધિ તો રાત કો કરના પડેંગા."
"તો ત્યોં હુધી સું કરીએ માહરાજ..?" ગંગારામભાઈએ પૂછ્‌યું.
"લે યે જડીબૂટ્ટી, અભી પાની કે સાથ પીલા દે. શાંતિ હો જાવેગી બચ્ચી કો. રાત કો દસ બજે લેકર આના ફીર.." ભમરાજીએ પડીકી આપતાં કહ્યું.
કાન્તાને પડીકીની દવા પાણી સાથે પીવડાવીને ગંગારામ ઘરે આવ્યા. થોડીવારમાં કાન્તા ઘેનમાં હોય તેમ સૂઈ ગઈ. બધાએ રાહતનો દમ લેતાં ભમરાજીનો આભાર માન્યો.
રાતે દસ વાગે કાન્તાને વળગાડની વિધિ કરાવવા ભમરાજી પાસે લઈ ગયા. ભમરાજી રાહ જોઈને જ બેઠા હતા. જોતાં જ બોલ્યા, "આઓ ગંગારામ, બચ્ચીકો રૂમ મેં લે ચલો.."
બે જણા સાથે નાનકડો ચંદુ પણ હતો. કાન્તાને એક ઓરડામાં લઈ ગયા. ભમરાજીએ ધૂપ વગેરે સળગાવીને કંઈક મંત્રો બોલતાં કહ્યું, "મુઝે પતા હૈ તુ કોન હૈ..? ભાગ જા નહીં તો તેરા કચૂંબર બના દૂંગા.."
ભમરાજીના હાવભાવ બીક લાગે એવા હતા. કાન્તા અર્ધ બેભાન અવસ્થામાં જમીન પર પડી હતી.
થોડીવાર ચૂપ રહ્યા પછી ભમરાજી તાડૂક્યા "ક્યા કહેતી હે..? નહીં જાએગી.. ? રૂક તુઝે મજા ચખાતા હૂં.." ભમરાજી ઊભા થયા. બધાને બહાર નીકળવા ઈશારો કર્યો. ગંગારામ, સાથે આવેલા બે માણસો અને ચંદુ ઓરડાની બહાર નીકળ્યા.
બધા બહાર નીકળતાં જ ભમરાજીના બે ચેલાઓએ બારણું બહારથી બંધ કરી દીધું. અંદર ભમરાજી બરાડા પાડીને કાન્તા પર વિધિ કરતા હતા.
અચાનક જ કાન્તાની બૂમ સંભળાઈ. ગંગારામ અને એમના માણસો ઊભા થઈને બારણા પાસે પહોંચી ગયા. ચેલાઓએ તેમને રોકતા રહ્યા.
થોડીવાર શાતિ છવાઈ ગઈ. પછી ધડાક્ કરતું બારણું ખૂલ્યું. બહાર આવતાં જ ભમરાજી બોલ્યા, "ઘભરાઓ મત ગંગારામ, સબ ઠીક હો જાએગા. વળગાડ થોડા ખતરનાક હે. નિકાલનેમે દો-તીન દિન લગેંગે. તો બચ્ચી કો ફિર લાના પડેગા. અભી ઉસકો લે જઓ. "
ગંગારામ ઝડપથી ઓરડામાં ગયા. કાન્તાનાં કપડાં વેરવિખેર હતાં. તે પૂરી ભાનમાં નહોતી છતાં બીકની મારી ધ્રૂજી રહી હતી. ગંગારામે તેને બેઠી કરી. પછેડી ઓઢાડીને પછી ઊભી કરી.
"દેખ લો ગંગારામ, વળગાડ ડર ગયા હે. ઉસકી હાલત બિગાડ દૂંગા મૈં. છોડૂંગા નહી સાલી કો. ઐસા સબક શીખાઉંગા કી ફિર કભી વો વળગાડ તુમ્હારી બચ્ચીકી તરફ દેખેંગા હી નહીં."
અધખૂલ્લી આંખે ભમરાજીને જોતાં કાન્તા વધારે ગભરાઈ ગઈ. અને રડવા લાગી. આ બધું જોતાં ગંગારામને થોડું અજુગતું તો લાગ્યું. પરંતુ અંધશ્રદ્ધાથી ઘેરાયેલા તેઓ કંઈ જ બોલી શક્યા નહી.
"લો, યે જડીબુટ્ટી દો ટેમ પિલા દેના. અબ લે જાઓ." કહેતા ભમરાજી ઓરડામાંથી નીકળી ગયા.
કાન્તાને ઘરે લાવ્યા. ત્રણ દિવસ સુધી એ જ વિધિ ચાલી. પછી જડીબુટ્ટી આપવાનું બંધ કર્યું. ધીરેધીરે કાન્તા ઠીક થઈ ગઈ. ચંદુએ આ બધું નજરે જોયું હતું.
પછી દસ-પંદર દિવસે ભમરાજી ગંગારામને એકલા બોલાવતા. અને પૈસાની માંગણી કરતા. દિકરી સાજી થઈ જવાથી થોડા સમય સુધી ગંગારામ પૈસા આપતા રહ્યા. પછી "ના" પાડતાં ભમરાજીએ ધમકી આપી, "વાહ બેટમજી, અબ ગરજ નહીં રહી તો મના કરતે હો. કોઈ બાત નહીં. આજ રાત ચૂડેલકો તેરે ઘરકી ઓર ભેજતા હૂં. ફીર તું જાને ઓર ચુડેલ જાને."
ગભરાયેલા ગંગારામ પૈસા આપવા રાજી થઈ ગયા. આમ ને આમ ગંગારામ પૈસેટકે પાયમાલ થઈ ગયા. ભમરાજીના સકંજામાં એવા આવી ગયા હતા કે કશું જ કરી શકતા નહોતા. અને મેલી વિદ્યાની બીકથી કોઈને કહી પણ નહોતા શકતા.
એક દિવસ કમનસીબે કાન્તા ખૂબ જ બિમાર પડી. દોરાધાગા કરાવવા ફરીથી ભમરાજી પાસે ગયા. ફરીથી વિઘિના બહાને કાન્તાને ઓરડામાં લઈ જવામાં આવી. પરંતુ ભમરાજીને જોતાં જ કાન્તા ભડકી. "મારે કોય વિધિ-બિધિ કરાબ્બી નહીં." કહેતી તે બહાર ભાગી.
ભમરાજીના ચેલાએ તેને પકડી. કાન્તા રાડો પાડતાં બોલી, "આ બાવો હારો નહીં બાપા. મને ઓયથી ઘેર લઈ જો. ઓની દોનત ખરાબ સે. બાપા.. ઓ બાપા.. લઈ જો મને.."
ચેલાઓ ઢસડીને કાન્તાને ઓરડામાં લઈ જતા હતા. ત્યાં તો "ઊભા રો' લ્યા.." એમ તાડૂકતા ગંગારામ ધસી આવ્યા. "મેલી દયો મારી સોડીને. મેલી દયો કઉં સું."
એમના ગૂસ્સાને જોતાં ચેલા થોડા ઢીલા પડ્યા. કાન્તાને છોડી મૂકી. કાન્તા દોડતી આવીને પિતાજીને બાઝી પડી. અને રડતાં રડતાં અગાઉની વિધિ વખતે ભમરાજીએ કરેલી ખરાબ હરકતો કહી સંભળાવી.
ગંગારામનો પિત્તો સાતમા આસમાને પહોંચ્યો. ગૂસ્સામાં તેમનું શરીર ધ્રૂજવા લાગ્યું. અને તાડૂકીને બોલ્યા, "હાહરા ભમરાઆઆઆ.. આજ તો તને જીવતો નઈં સોડું. હરોમી.. ઊભો રે' તને આલું.." કહેતાં ભમરાજી તરફ ધસ્યા.
પરિસ્થિતિ પામી ગયેલા ચેલાઓ આડા પડ્યા. બીજા ચારપાંચ ચેલાઓ આવ્યા. અને ગંગારામને ગડદાપાટુનો માર મારીને અધમૂઆ કરી નાંખ્યા. કાન્તા આડી પડી. ચંદુ પણ રડતાં રડતાં વચમાં પડ્યો.
"બસ.. અબ છોડ દો સાલે કો. " કહેતા ભમરાજી નજીક આવ્યા. પછી ગંગારામ સામે ડોળા કાઢતાં બોલ્યા, "મુજ સે બાથ ભીડેગા તો ખો જાયેગા ગંગારામ. તેરે પરિવાર કો મેલી વિદ્યા સે ગાયબ કર દૂંગા. ચલ ભાગ યહાં સે.." કહીને લાત મારી.
કાન્તા અને ચંદુએ પિતાજીને ઊભા કર્યા. અને ડરતાં ડરતાં ઘેર લઈ ચાલ્યાં.
"રુકો.." કહેતા ભમરાજી વળી પાછા નજીક આવ્યા. લાઠીના છેડા વડે કાન્તાની દાઢી દબાવતાં તાડૂક્યા, "ફિર સે અગર મૂંહ ખોલા તો તેરા બાપ ઓર ભાઈ કો જીંદા નહીં છોડૂંગા. ઓર તૂઝે ભી બદનામ કર દૂંગા.. સમજી..? ચલ ભાગ યહાં સે.."
ચંદુ, કાન્તા અને ગંગારામનું ત્યાં કોઈ જ નહોતું. ચૂપચાપ નીકળી જવામાં ભલાઈ સમજીને તેઓ ઘરે આવી ગયાં.
ગંગારામને ખૂબ જ દાઝ હતી. એમણે પોતાના એક-બે સંબંધીઓને ભમરાજીની વાત કરી. પરંતુ ભમરાજીના સામ્રાજ્યમાં એમનું કંઈ જ ચાલે એમ નહોતું. છેવટે કરમની કઠણાઈ સમજીને ભૂલવાનો પ્રયત્ન કરતાં સૌ રાબેતા મુજબની જીંદગી જીવવા લાગ્યાં.
પાછળથી એ વાતની પણ ખબર પડી ગઈ કે ભમરજી જડીબુટ્ટીના નામે ભાંગ અને અફીણની ગોળીઓ આપતા હતા.
આ ઘટનાને વર્ષો વિતી ગયાં. ચંદુના પરિવારે એ બધું કદાચ ભૂલાવી દીધું હતું. પરંતુ ચંદુનું મન એને ભૂલી શકે તેમ નહોતું. અને પોતે એકલા હાથે બદલો પણ લઈ શકે તેમ નહોતો. એટલે તે ભમરાજી ઉપર હમેશાં ખિજાયેલો જ રહેતો.
***************
"માસ્તર, એટલે જ કઉં સું કે આ ભમરાને તો મારી નોંખું એવી રીંહ આવે સે.. પણ સું કરું..? " ચંદુ પોતાની કહાની કહેતાં કહેતાં રાતોપીળો થઈ ગયો હતો.
"શોંત થા ચંદુ.. થોડો શોંત થા દોસ્ત. આ ભમરો આટલો ખરાબ હસે ઈંની તો મનેય ખબેર ન'તીં.." મેં ચંદુને શાંત પાડવા પ્રયત્ન કર્યો.
થોડીવાર ચૂપ રહ્યા પછી ચંદુ પથુ સામે જોતાં બોલ્યો, "તોયે આ પથલાને તો ભમરો એટલે જોણ્યે ભગવોન.. "
"અલ્યા ભઈ, મને તો આવી વાતોની ખબેર જ નહીં. તારી હારે આવું બની જ્યું સે ઈંની તો મને હપ્પુચી ખબેર નહીં. પણ દોસ્ત, તારી હકીકત હોંભળીને મને બઉ જ દુ:ખ થ્યુ ઈયાર. " પથુ થોડો ઢીલો પડ્યો હતો.
"હવે તો ભમરાને પાઠ ભણાબ્બો જ પડસે. તું ચિત્યા નો કર ચંદુ. આ ભમરાને ગોમ ના સોડાઉ તો મું માસ્તર નઈ.." મેં દ્રઢ નિશ્ચય કરતાં ચંદુનો ખભો થાબડ્યો.
"મુંયે તમારા બે ભેળો જ સું દોસતો.. મનેય હવે ભમરાજી ઉપર નફરત થવા મોંડી સે.." પથુ પણ હાથ મિલાવતાં બોલ્યો.
"અલ્યા હજીયે 'ભમરાજી' ..? હત્ત તેરીકી પથલા.." મેં પથુને ટોન્ટ માર્યો.
"અલ્યા ભૂલ થઈ જઈ. ભમરાજી નઈ, હવેથી ભમરો, ભમરો.. હાડી હત્તર વાર ભમરો.. બસ..? " પથુ પણ હવે વિફર્યો હોય એમ લાગ્યું.
"સાબ્બાસ પથલા.. હવે તુ ખરો ભઈબંધ અમારો હોં.. પણ જોજે હોં. ફહળી નોં જતો પાસો.."
"નોં ફહળું માસ્તર. ભમરાને જે પાઠ ભણાબ્બો હોય એ ભણાવો. આપડે તૈયાર સીએ."
મારી અને પથુની વાતથી ચંદુને નવું બળ મળ્યું. તે રાજી થતાં બોલ્યો, "માસ્તર, આવોં તો ચેટલોંય કરતૂત હસીં ભમરાનોં. પણ બીકના લીધે કોઈ કશું કરે ઈમ નહીં. હવે ઈની વાત સે તાણે."
અમે આમ વાતો કરતા હતા ત્યાં તો થોડે દૂરથી અંધારામાં કોઈક લથડીયાં ખાતું આવતું હોય એવું લાગ્યું..
રાતના લગભગ અગિયાર વાગી ગયા હતા. ચોમાસાનો સમય હતો. એટલે વાદળોને લીધે અંધારું પણ ખૂબ જામ્યું હતું. એ અંધારાને ચીરતી અમારી નજરો દૂરથી લથડીયાં ખાતા આવતા એ આકારને જોઈ રહી..
***********(ક્રમશઃ)
- "નિસર્ગ" 🍁🍁🍁