Lohino Dagh - 4 in Gujarati Moral Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | લોહીનો ‌ડાઘ - પ્રકરણ 4

Featured Books
Categories
Share

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 4

માધા ડોસા ના ઢોલિયાની આજુબાજુ અત્યારે મોહન ,પ્રેમો, વીરદાસ ભગત, રૂપા સેંધો વગેરે ચિંતાતુર ચહેરે બેઠા હતા.માધા ડોસા ની તબિયત છેલ્લા પાંચેક દિવસથી કથળેલી તો હતી પરંતુ ગઈ સાંજ તો ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લા 24 કલાકથી તો તેમણે અન્ન -પાણી લેવાનું પણ બંધ કરી દીધું હતું .શ્વાસ બિલકુલ ધીમે ધીમે ચાલતો હતો અને બોલતા પણ તકલીફ પડતી હોય તેમ તૂટક- તૂટક સાદે બોલ્યા "મોહન ,બેટા વાઘાની ખબર રાખજો હો ! ઢોલિયા પાસે ઉભેલો મોહન ,લૂંગી વડે વાયરો નાખતા બોલ્યો "તમે આમ શું હિંમત હારી જાઓ છો બાપા ! તમને ઠીક થઈ જશે કાંઈ નહીં થાય હો !
ડોસા એ જાણે કે કાઈ સાંભળ્યું જ ન હોય તેમ ખાટલામાં સ્થિર પડ્યા રહ્યા ને થોડીવાર પછી ખાટલાની બીજી બાજુ ઉભેલા પ્રેમા તરફ દષ્ટિ નાખી કંઈ ખાતરી કરતા હોય તેમ સ્થિર નજરે જોઈ રહ્યા અને પછી ધીમેથી હોંઠ ફફડાવયા ."પ...રમા બેટા, તું .યે એના સામો લમણો રાખજે --"ને તેમના શરીરમાં એક આંચકો આવવાથી તેઓ વધુ આગળ ન બોલી શક્યા
વીરદાસ ભગતે હાથમાં હાથ લઈને નાડી તપાસી ને પછી બોલ્યા "આંચકી ચાલુ થઈ ગઈ છે હવે તો આ દવાખાના વાળા જટ આવે તો સારું ! "માધો ડોસો હવે છેલ્લી તણી એ છે એવી વાત ગામમાં ફેલાઈ ગઈ હોવાથી ગામ લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા દરેકના ચહેરા ઉપર ચિંતા છવાઈ રહી હતી મોહન ડોસાના કપાળે હાથ મુકતા બોલ્યો " આ મેવો અને વાઘલો ચાર નાઈ ગયા છે હજી કેમ નહીં આવ્યા હોય ?
" અલ્યા ભાઈ હવેના દાકતરેય મોંઘા થઈ ગયા છે એમ ક્યાં નવરા બેઠા છે તે જાતાં ની સાથે જ હેડતા થાય .! એક વરૃધે કહ્યું " હોવે હો ! મનેખ મરતું હોય તોય એમને તો પહેલા એમની ફી ,અને પછી બીજી વાત ." બીજા જણે વૃદ્ધની વાતમાં ટાપશી પુરી.
મેવો અને વાઘો પીપળીયા થી ચાલતા ચાર ગૌ દૂર આવેલા શહેરમાં ડોક્ટરને બોલાવવા ગયા હતા તેઓ ડોક્ટર કક્કડને ને ત્યાં ગયા પરંતુ બાજુના ગામમાંથી કોઈક બોલાવવા આવ્યું હોવાથી તેઓ પોતાની જીપ લઈને તેમની સાથે વિઝિટે ગયા હતા તેથી ત્યાંથી દોડતા બને ડોક્ટર નવલખાને દવાખાને ગયા પરંતુ હાયરે નસીબ ! તેઓ ત્યાં પહોંચ્યા તેની થોડીવાર પહેલા જ ડોક્ટર નવલખા કોઈ ઈમરજન્સી કેસ ને સારવાર આપવા માટે જીપ લઈને પોતાના દવાખાનેથી રવાના થઈ ચૂક્યા હતા. આ બંનેના પગ ભાંગી ગયા .વાઘાએ મોટો નિશાશો નાખ્યો એને હિંમત આપતા મેવો બોલ્યો " એમ કરીએ ચાલ કક્કડ સાહેબને ત્યાં જઈએ તેઓ પહેલા આવશે ! દવાખાને ગયા બાદ અડધો કલાક પછી તેઓ બહારગામ થી વિઝીટ પતાવીને આવ્યા તેમણે દસેક મિનિટ તૈયારીમાં ગાળી ને પછી જીપ લઈને પીપળીયા આવવા રવાના થયા .
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ માતાજીની આંચકી- ખેંચ વધતી ગઈ હતી તેમની આંખો આકાશ તરફ સ્થિર હતી ને શ્વાસ ધીમો ધીમો ચાલુ હતો અચાનક શરીરમાં એક જોરદાર મોટો આંટો આવ્યો અને બીજી જ પળે તેમનો દેહ શાંત થઈ ગયો . વીરદાસ ભગતે હાથની નાડી તપાસી અને નિશ્વાસ નાખ્યો " રામ..!રામ ! રામ ..! આ સાથે જ બીજા એક બે જણે છાતી ઉપર હાથ મૂકીને ખાતરી કરી લીધી ને બોલ્યા "રામ રામ કરો હવ !
અને તે સાથે જ મોહનથી પરાણે રોકી રાખેલું ડૂસકું મુકાઈ ગયું .તે સાથે જ બૈરાની રોકકળ જોરથી ચાલુ થઈ ગઈ પ્રેમો રૂડો વગેરે પુરુષોની આંખમાંથી પણ આંસુ ખરી પડતા હતા. કોઈ છાના રાખવા માટે દિલાસો આપતા કહેતા હતા" મોહન, પ્રેમા ,સૌને એ જ માર્ગે જવાનું છે માટે હવે રામરામ કરો ! ને. કાઠી છાતી કરીને થાતી હોય વિધિ કરવાની તૈયારી કરો.
મેવો અને વાઘો ડોક્ટર ની જીપ લઈને ગોદરે આવ્યા ત્યાં બે ત્રણ યુવાનોએ ઈશારો કરીને જીપને ઉભી રખાવી અને કહ્યું "ડોક્ટર સાહેબ જે થવાનું હતું તે થઈ ગયું છે હવે ત્યાં આવવાની જરૂર નથી ! આ સાંભળતા જ વાધો તો મોટી પોકે રડવા લાગ્યો મેવા ની આંખમાં પણ આંસુ આવ્યા પરંતુ તેણે સંયમ રાખીને ડોક્ટર કક્કડને જીભ ભાડું તથા ફીના મળી કુલ ૭૦ રૂપિયા ચૂકવયા ને જીપને શહેર તરફ વળતી કરી .
લગભગ બે કલાક સુધી અંતિમ વિધિ માટે નનામીની તૈયારી ચાલી ત્યારબાદ માધાજી ની સમશાન યાત્રા નીકળી નાના છોકરા થી માંડીને આબાલ વૃદ્ધ આખું ગામ સમશાન યાત્રામાં ઉમટી પડ્યું .બે ઢોલના ધૃબકારા અને બંદૂકોના ભડાકા સાથે માધાજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા .
પાછા ફરતા સૌ માધાજીની ભલાઈ ,ખ્યાતિ અને આબરૂના વખાણ કરી રહ્યા હતા ડાઘુઓમાંથી એક જણ કહેતો હતો "અલ્યા ભાઈ આ માણસ આખી ઉંમર મારું તારું કરીને મરી જાય છે પરંતુ અંતકાળે તો કંઈ ભેગું નથી જતું ,ફક્ત તેની સારાપ જ ભેગી આવે છે ખરું ને ! બીજો ડાઘુ તેની વાતને અનુમોદન આપતા કહેતો હતો "માણસે સારા કામ કર્યા હશે તો પછી મર્યા પછી લોકો યાદ કરશે કે ફલાણો માણસ સારો હતો અને ખોટું કામ કર્યું હશે તો કોઈ યાદ પણ નહીં કરે. તો ત્રીજો જણ વળી પોતાનું તત્વજ્ઞાન દર્શાવતા કહેતો હતો "અલ્યા ભાઈ આ ભગત અમથા થોડા ને કંઈ ભજન ગાઇ- ગાઇ ને મરી જતા હશે ! એમના ઉપદેશમાં કાંઈક તો સારા હશે ત્યારે ને ?
આ સમયે તો પાછા ફરતા દરેક જણ ને થતું હતું કે માણસે જીવનમાં સારા કામ જ કરવા જોઈએ નીતિથી ચાલવું જોઈએ ને ભક્તિ કરવી જોઈએ વગેરે પરંતુ બીજા દિવસથી કામે ચડતા જ એ બધું જ્ઞાન ન જાણે ક્યાં ભુલાઈ જતું હતું? આમ અવનવી વાતો કરતા ડાઘુઓ પથારી ગયા હતા ને હાથમાં પાણી લઈને એક પછી એક વેરાવવા લાગ્યા.
માધાજીના મરણનો આજે બીજો દિવસ હતો લગભગ અડધોઅડધ ગામ પથારી એ કશુબામાં ભેગું થયું હતું. એક બાજુ અફીણ નો કસુંબો ચાલુ હતો સાથે બીડીયોની ઠોર ઉડતી હતી તો બીજી બાજુ ચા નો સપાટો પણ ચાલુ હતો " ડોહા ના નામ પ્રમાણે તમારે મૈણુ તો ભારે કરવું પડશે હો મોહન.એક બંધાણી અફીણ ગાળતા બોલ્યો . " એની તો અમે ક્યાં ના પાડીએ છીએ જીતા કાકા ! કાંઈક વિચારીને થોડો સંકોચાતા મોહન આગળ બોલ્યો " પરંતુ આપણે આ મૈણુ અને બારમાં પાછળ પંદર-વીસ હજાર રૂપિયાનું ખર્ચ કરી એ કરતા એ પૈસા કંઈક સમાજ સુધારણા કે શિક્ષણ માટે વાપરીએ તો ? મોહને પોતાનો નવો વિચાર રજૂ કર્યો.
" તું શું કહેવા માગે માંગે છે મોહના ,તારી વાતમાં કંઈ ખબર નથી પડતી ! ભાણજી બંધાણીએ આખો જીણી કરીને વેધક નજર નાખતા પૂછ્યું . "મારો કહેવાનો અર્થ એકે આ મૈણુ જેવા કુરિવાજ પાછળ આટલો મોટો ખર્ચ કરવા કરતાં એ પૈસા કોઈ સેવા ભાવિ સંસ્થાને દાનમાં કે કોઈક પાણીની પરબ માટે કે કોઈ શિક્ષણ માટે દાન આપીએ તો ? મોહને અચકાતા -અચકાતા પોતાનો વિચાર રજુ કર્યો . કસુબામાં આછો ગણગણાટ વ્યાપી ગયો સૌ એક બીજા ના મોં સામે જોવા લાગ્યા. " લે બેસ ! બેસ ! છાનોમાનો ના જોયો હોય તો મોટો નવા વિચાર વાળો ! મોટો ભાઈ પ્રેમો તપી ઉઠ્યો ને આગળ બોલ્યો " આપણા મોટા ઘરેથી તે વળી મૈણુ બંધ થાતું હશે ! ને શ્વાસ લઈને આગળ ચલાવ્યું ને ભવિષ્યમાં વાત નીકળે તો લોકો તો આપણા માથે થૂકે ને ! અને કહે કે માધા ડોસાના ઘરેથી બારમું બંધ થયા. ના ભાઈ ના ,એવી કાળી ટીલી હું માથે લેવા માગતો નથી માઞતો. તું ખર્ચ માં નહીં વર્તે તો અમે એકલાએ મૈણુ તો કરીશું જ અને કરીશું જ ..! પ્રેમો દ્રઢ તાથી બોલ્યો.
" પ્રેમાની વાત સાચી છે તમારા જેવા મોટા ઘેરથી તો વળી મૈણુ બંધ થતું હશે ? બે - ત્રણ બંધાણીઓ અને આગેવાનોએ પ્રેમાની વાતને ટેકો આપ્યો. "હું ક્યાં ખર્ચ આપવાની ના પાડું છું આ તો મનમાં થોડો વિચાર આવ્યો એટલે તમારી સામે મૂક્યો. મોહન પરિસ્થિતિ પામી જઈને બોલ્યો . અને આ મૈણુ તો બાપદાદાના વખતથી ચાલ્યું આવે છે એમ થોડોને કહી આસાનીથી નીકળી જવાના છે ? વૃદ્ધ ભાણજી બંધાણીએ પોતાનો કક્કો ખરો કરતા કહ્યું .
" તમારી નાત ના આ બારમાં ,તો ભાઈ તોબા ! મરનાર તો મરે પણ પાછળ ઘરવાળાને પણ મારતો જાય ! ટોળામાં બેઠેલા કાંતિલાલ શેઠે પોતાની હૈયાવરાળ ઠાલવી .
"તમારી વાત સાચી છે શેઠ ! આ બારમાં તો અમારે પણ બંધ કરવા છે પણ શરૂઆત કોણ કરે? કોણ પોતાના ઘર માથે મૈણુ બંધ કર્યાની કાળી ટીલી લે ! સરપંચે પોતાની મૂંઝવણ કહીં સંભળાવી.
વાતનો દોર પાછો બંધાળીયો ના હાથમાં જતો રહ્યો ભૂતકાળમાં કોણે કોની પાછળ કેવડું મોટું મૈણુ કર્યું, કેટલું ખર્ચ કર્યું , કેવી મોટી નામના ને વાહ વાહી મેળવી એની વાતો તેઓ બળ-ચળ કરીને કરતા રહ્યા ,ને આમ મોહનની મરજી ન હોવા છતાં બધા લોકોના દબાણ નૅ વશ થઈને મોટું મૈણુ કરવાની હા ભણવી જ પડી . તે સાંજે પ્રેમો ,મોહન ,સરપંચ અને બીજા બે આગેવાનો કાંતિલાલ શેઠના ઘેર ગયા તેમણે બેસીને વાત કરી કે ઘરમાં આડુ અવળું કરીએ તો પણ અત્યારે પાંચેક હજારનો વેત થાય એમ છે મોટું આદર્યુ છે તો બાકી નો વેત જમીન મૂકીને પણ કરવો જ પડશે. ને થોડી મસલત કરીને અને અંતે મોહન બોલ્યો " શેઠ તમારા જેવો સાહુકાર આ ગામમાં જમીન રાખવા વાળો કોણ મળશે ? શેઠે પહેલા તો આનાકાની કરી પરંતુ પ્રેમા એ પણ આગ્રહ કર્યો કે " શેઠ અમોને તમારા માથે પૂરો ભરોસે છે માટે જમીન તો તમારે જ રાખવી પડશે !
શેઠે પહેલાં તો આનાકાની કરી પરંતુ પ્રેમા પણ આગ્રહ કર્યો તેથી કેટલીક રક -ઝક ના અંતે શેઠ જમીન ઉપર પૈસા ધીરવા તૈયાર થયા .
પાંચ બવટાવા - પુરા 25 વીઘા જમીન ઉપર દસ્તાવેજ કરીને રૂપિયા 10000 રોકડા ગણી આપ્યા ને આમ સગવડ કરીને સૌ બારમું કરવાની તૈયારીમાં પડ્યા.
આમ જોવા જઈએ તો મૈણુ એટલે કે બારમું કરવાના કુરિવાજે આ વિસ્તારના કેટલાય કુટુંબોને જમીન વિહોણા કરી દીધા હતા તો કેટલાય ને દેવાના ડુંગર તળે દબાવી દીધા હતા બધાને લાગતું હતું કે આ મોટા મૈણા હવે બંધ કરવા જોઈએ પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે આની શરૂઆત કોણ કરે ? ને જો કોઈ મોહન જેવો તેની શરૂઆત કરવાની કોશિશ કરતો હતો તો જુના વિચારોના લોકો બધા એક બાજુ એકઠા થઈ જતા ને મોહન જેવાની વાતને દબાવી દેતા હતા ને આમ બહુમતી આગળ તેનું કંઈ ન ચાલતું . આદર્યુ છે તો કરી જ જાણવું એમ સમજીને પ્રેમા તથા મોહ ને પણ ખર્ચ કરવામાં જાણે કે આંખો મીંચી દીધી હતી . ભલેને ગમે એટલું ખર્ચ થાય પરંતુ આ ગોળ વિસ્તાર માં કોઈએ ન કર્યું હોય એવું ટાણું (મૈણુ ) અમારે કરવું છે એવું વિચારી ખર્ચમાં છૂટ મૂકી દીધી હતી.
માધોજી જીવતા હતા ત્યારથી આજુબાજુના ગામમાં- સમાજમાં તેમની નામના ખૂબ સારી હતી તેથી બારમામાં રોજનું આશરે 200 થી 300 માણસ હાથમાં પાણી લેવા આવતું હતું એ સૌને ખીચડી કઢી રોટલા અને ઘી જમાડવામાં આવતા હતા આવનાર તથા ગામ લોકો જે પથારી માં બેઠા હોય તે સૌને દરરોજ અફીણ ,ચા -પાણી નિયમિત આપવા માં આવતા . અફીણ નો કસુંબો તો લગભગ આખો દિવસ ચાલુ રહેતો સાતમા દિવસે ચિઠ્ઠી એટલે કે કેણ લખીને જુદા જુદા એસી ગામોને બારમામાં માં તેડાવવામાં આવ્યા હતા બીજા મૈણામાં તો લોકો પોતાબના કુટુંબના સગાને તેડાવતા જ્યારે માધા ડોસાના મૈણા માં આખા વાસના સગાને તેડાવવામાં આવ્યા હતા.
પીપળીયામાં આજે જાણે કે મોટો મેળો ભરાણો હોય એવું લાગતું હતું .ઘર, શેરી અને પાદરે જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો નજરે પડતા હતા ગણતરી કરવા રાખેલ માણસ કહેતો હતો કે હજુ સાઠ ગામ આવ્યા છે 20 ગામ આવવાનો બાકી છે આ લોકોએ અંદાજ મળ્યો કે નજીકના ઘણા ખરા આવી ગયા હતા જે છે તે દૂરનુ સઞુ બાકી હોવાથી હવે દરેક ગામથી સરેરાશ 15 કે 20 માણસો જ હવે આવશે. એક બાજુ પથારીએ ભજનોની રમઝટ ચાલુ હતી ,બીજી બાજુ બૈરાના રડવાની રોકકળ ચાલુ હતી ત્રીજી બાજુ એ તૂરીઓ એ છોકરાને વેચેલ પીપુડાનો પ..રૂ..રૂ...પ..રૂ...રૂ...અવાજ તો ચોથી બાજુ વાદેણો પાસેથી શીરા સાથે લાવેલ ડરકણીયાનો ડરાવ ડરાવ અવાજ.. આમ વાતાવરણ ઘોંઘાટ ભર્યું અને ધમાલ ભર્યું હતું .
ને આવી ધમાલમાં પણ પીપળીયા નો એક -એક માણસ પોતાને સોંપેલું કામ થાક્યા વિના ,તન અને મન લગાવીને કરી રહ્યો હતો જાણે કે કોઈ મહાન સિદ્ધિ હાસલ કરવા માંગતા હોય તેમ પીપળીયા ના દરેક માણસે પોતાની જાતને આ કામમાં જોતરી દીધી હતી. હાસ્તો તેમની દ્રષ્ટિએ તો આ એક મહાન સિદ્ધિ જ હતી ને ? આ ગોળ -આ વિસ્તાર માં કોઈએ ના કર્યું હોય તેવું મોટું મૈણુ કરવાની સિદ્ધિ ! તેથી તો 15- 20 કે નાની મોટી ટુકડીઓ બનાવીને દરેકે કામ વહેંચી લીધું હતું વાઘો અને બીજા આઠ દસ મોટીયાર ત્રણ ગાડા ઉપર પાણીની પીપ ગોઠવીને પરોઢથી પાણી ખેંચતા હતા. મોહન રસોડે કે પથારીએ જોઈતી વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી સંભાળતો હતો મોટોભાઈ પ્રેમો મહેમાનોને આવકાર આપવો અફીણ ચા- પાણી જવાબદારી સંભાળતો હતો મેવો પીરસનારની ટુકડી માં મુખ્ય કામગીરી સંભાળતો હતો જ્યારે રૂડા એ વાસણ લેવા- મુકવા ધોવા એ કામ શ્વેચ્છાએ સ્વીકારી લીધું હતું .
બપોરદાડો ચડવાને થોડી વાર હતી મોટી ભીડમાં કેટલા જમ્યા ને કેટલા નથી જમ્યા તેનો અંદાજ માંડવો મુશ્કેલ હતો દા'ડો ચડવા સાથે અફીણના ના બંધાણીઓને પણ અફીણ ચડ્યું હોય તેમ અઢીવટા ની કેડ બાંધીને યુવાનોને પણ શરમાવે તેવી ઝડપથી કામના ઝપાટા મારતા હતા .અને યુવાનોને પાણી ચઢાવતા હતા " આ એક વાગ્યા સુધી જ મોટો માર્કો રહેશે, પછી તો સમજા મારા ભાઈ ! કાઠા થાજો હો !
પીરસનારની ટુકડી માંથી જે પણ આદમી બૈરાની પંકત માં જતો તે હાથ ઘસી જતો હતો અને ફરી વખત ત્યાં જવાનું નામ લેતો ન હતો ,ને કહેતો હતો." તોબા મારા ભાઈ આ પાંચ બયરાથી તો 100 આદમી જમાડવા સારા પણ પાંચ બહેનો જમાડવાની ખૂબ દોહલી. ગોટો વળીને એવી રીતે બેસે કે હેડવાની જગ્યા પણ ન રાખે અને ઉપરથી લાજ કાઢીને બેસે ને ખાવું કે નથી ખાવું એવું બોલે પણ નહીં .!
દિવસ ના બે વાગ્યા સુધી ખાવા- પીવાનું કામ ચાલતું રહ્યું સાંજ પડવાથી માણસો ધીરે ધીરે હવે વેરાવવા લાગ્યા હતા છતાં આવતીકાલે સવારે માધા ડોસાનો પાળીયો મુકવાનો હોવાથી વિશેક ટકા લોકો ગામમાં રાતવાસો રોકાઈ ગયા. રાત્રે પથારીએ તો પચાસેક માણસો જ રોકાણા બાકીના બીજાને રિવાજ પ્રમાણે ગામના સગા વાલા વર્ગ પ્રમાણે પોતાને ઘેર લઈ ગયા .
કસુબો તો સવારે આઠ એક વાગે ચાલુ થવાનો હતો પણ બંધાણીની ટેવ તો હંમેશા વહેલા ઊઠવાની અને અફીણ લેવાની હોય તેથી જે જે ઘેર મહેમાન રાત રોકાણા હતા ત્યાં ત્યાં મોહન તથા પ્રેમો અફીણની ચિથરીઓ વહેલા પહોંચાડી આવ્યા ને તેને બંધાણીઓને ટેકો આપ્યો એવું કહેવામાં આવે છે .
બીજા દિવસે દરેક વાગે પથારીએ ગામ કસુંબો પાછો ચાલુ થઈ ગયો. તેમાં અફીણ, ચા -પાણી તમાકુ વગેરેની ઠોર ઉડી. બારેક વાગ્યે સૌ જમી રહ્યા જમવામાં જોકે ચોખા ઘી નો શીરો અને દાળ બે જ હતા પરંતુ લોકોએ ઠીક ઠીક ઝાપટયા .બપોરના 2:00 વાગે વાગતા ઢોલે બે ઢોલ વગાડીને બધા પાળીઓ મુકવા નીકળ્યા એક બહુ ટાવા એટલે કે પાંચ વીઘા જમીનનું માધાજી પાછળ ગૌચર મૂકીને તેમાં પાળીઓ મુકવામાં આવ્યો અને ચારેક વાગે આ બધી વિધિ પતાવીને સૌ વેરાણા . જતાં-જતા સૌ કહેતા હતા ડોકરા ના નામ પ્રમાણે છોકરાએ ટાણું તો કરી જાણ્યું હો ..! બીજા દિવસે બધા જ ખર્ચનો હિસાબ કરવામાં આવ્યો કુલ 18000 રૂપિયા નું ખર્ચ આવ્યું હતું જેના ત્રણ ભાગ કરીને પ્રેમા, મોહન અને વાઘાના ખાતે નાખવામાં આવ્યું બે વર્ષ પસાર થઈ ગયો નાનો ભાઈ વાઘો હવે યુવાન થઈ ગયો હતો સામે સારું ઘર જોઈને મોહ ને તેની સગાઈ પણ કરી નાખી હતી ને આ વર્ષે જ તેના લગ્ન પણ કરવાનાં હતાં બધી બધી જ ખેતી વરસાદ આધારિત હતી ને છેલ્લા બે વર્ષથી જોઈએ એવો પૂરો વરસાદ વરસતો ન હતો તેથી પહેલાની જેમ અનાજ પાકતું ન હતું પરંતુ વાઘા ના લગ્ન કરા વિના છૂટકો ન હતો કારણ કે વેવાઇ આકળા થયા હતા તેથી મોહને -10 વીઘા એટલે કે બેવટાવા જમીન ગીરો મુકી તેના ઉપર રૂપિયા 5000 લઈને વાઘાના લગ્ન ધામધૂમથી કર્યા મોહન પાસે હવે ઘેર ખેડવા ચાર બવટાવા એટલે કે 20 વીઘા જમીન રહી હતી.