Nishachar - 24 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 24

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

નિશાચર - 24

તે બેડરૂમમાં ગયો. બેડરૂમ સીન્ડીનેા હતો. નીચે શાંતિ હતી. તેનો હાથ બારણાના હેન્ડલ પર પડયો. તેણે બારણું ખોલ્યું. કબાટમાં સરકયો, કબાટના બારણાની તિરાડમાંથી પણ તે હોલમાં દોરી જતા બારણાને જોઈ શકતો હતો. તેણે એની આંખેા અને ઓટોમેટીક હોલના બારણા પર તાકી રાખી.

અચાનક તેને ગ્લેન ગ્રીફીનનો અવાજ સંભળાયો.  ‘એય રોબીશ, આવે છે એ લોકો. બહાર ટેક્ષો થોભી છે.’

વોલીંગ્ઝ હાઉસના છાપરા પરથી જેસી વેબે ટેક્ષી આવતી જોઇ. તેણે ફરી પીળો  પોશાક ધારણ કરી લીધો હતો. તે તાણીયાનો તાર ટાઈટ કરવાનો ડોળ કરી રહ્યો હતો. પરંતુ તેનું ધ્યાન તેા શેરીની બંને બાજુએ ગીચ ઝાડીની ધારે ઉભેલી બે પેટ્રોલ કાર, ઉપર છાપર પર ચોકી કરતાં કારસન અને નીચે ઉભેલા લેફ્ટેનન્ટ ફ્રેડરીસ પર હતું. ટેક્ષીને જોઈ તેણે પૂર્વ નિયત કરેલા ત્રણ શબ્દો ઉચ્ચાર્યાં. જેથી બધા સાવધ થઈ જાય. લેફટેનન્ટ ફ્રેડરીકસ ચાલતો ચાલતો ચાલી થોભી ગયો અને જેસી વેબે હાથ ઉંચા કર્યો. એક વાર નિર્ણય લેવાઈ ગયો–પછી ભલે સાચો હોય કે ખોટા- પછી ખલાસ. હવે તે જેસી વેબની સાથે હતો.

ડેન હીલાર્ડ મકાન તરફ પીઠ રાખી ઉભો હતો. તેના હાથમાં બ્રીફકેસ હતી. તે કોઈ પણ જાતના ખચકાટ વિના તેના બાજુના બારણે ગયો. હીલાર્ડ બારણું ખખડાવ્યું બારણું ઉધડ્યું. તે અંદર ગયો. બારણું બંધ થઈ ગયું.

જેસી અત્યારે હતો ત્યાંથી હીલાર્ડનું ગેરેજ જોઈ શકતો નહોતો. તેથી તેણે સીડી ઉપર લગાડી અને મકાનના છાપરા પર ગયો. અહીંથી તેને બધું ચોખ્ખું દેખાતુ હતું.

ઘરમાં શું બની રહ્યું હતું, શી વાતચીત થઈ રહી હતી તે જાણવા જેસી વેબ ઉત્સુક થઈ ઉઠયો હતો. તેઓ શું કરતા હતા ? છોકરી ડેન હીલાર્ડ સાથે નહોતી. તેની પાસે પૈસા હતા પણ પીસ્તોલ ખાલી હતી. શું થઈ રહ્યું હતું?

ચકે શ્રીમતિ હીલાર્ડ ને બેડરૂમ આગળથી પસાર થઇ સીડી ઉતરતી સાંભળી. તે કબાટમાંથી બહાર આવ્યો અને હોલના બારણા આગળ જઈ ઉભો રહ્યો.

તે હવે નીચે પહેાંચી ગઈ હતી.

નીચેથી અવાજ આવ્યો,  ‘છોકરી ક્યાં ગઈ, હીલાર્ડ ?’

ચકના શ્વાસ થંભી ગયો. તે મિ. હીલાર્ડનો ધીમા અવાજે અપાયેલો જવાબ સાંભળી શકયો નહિં શકય નહોતું, પણ સીન્ડી ધરમાં નહોતી. ચકે પેન્ટથી હાથ લુછ્યા અને મજબૂતાઈથી પીસ્તોલ પકડી.

‘તે જુઠું બોલે છે.’  રોબીશે કહ્યું, ‘આમાં કોઈ છટકું લાગે છે.’

‘પૈસા બધા અહીં છે,’  ગ્રીફીને કહ્યું,  ‘હવે છટકું ગોઠવવામાં ધણું મોડું થઈ ગયું છે, હીલાર્ડ ’ પછી તેનો અવાજ નમ્ર બન્યો.  ‘અમે ઉપડીએ છીએ. એક વાત સાંભળી લે, હીલાર્ડ. તું મારી સામે જુએ છે તે મને પસંદ નથી. હાથ ઉચાં કર, જરા જોઈ લઉં. તારી પાસે શું છે.

ચક રાઈટે કાન સરવા કર્યાં. હજી કૂદી પડવાનો સમય નહોતો.

એક હાથમાં પીસ્તોલ પકડી રાખી. ગ્લેન ગ્રીફીને બીજા હાથે ડેન હીલાર્ડની જડતી લીધી. ગ્લેન ગ્રીફીનના હાથમાં ડેપ્યુટીની. ૩૮ ઓટોમેટીક બહાર આવી અને તેણે સીસોટી વગાડી ત્યારે પણ ડેન જરા ય ખમચાયો નહિ.

‘હરીમખોર,’  ગ્લેન ગ્રીફીને કહ્યું, તેનું મોં ક્રોધથી રાતું પીળું થઈ ગયું પણ તેણે ઓટોમેટીક ખોલીને ચેક કરી નહિ.

ડેને ઓટોમેટીક ઉંચી ચડતી જોઇ. એલીનોર તેની બાજુમાં ચીસ પાડી રહી. ઓટોમેટીકની નળી તેના ગાલને અથડાઈ, તેના મોંમાં લેાહીનો સ્વાદ આવ્યો. છતાં તે હાલ્યો નહિ.

‘કંઈક બોલ.’ ગ્લેન ગ્રીફીને બૂમ પાડી. ‘તાબુતની જેમ ઉભો ના રહે! આ ઓટોમેટીકથી તું શું સિદ્ધ કરવા માગતો હતો?’

છતાં ડેન હીલાર્ડ કોઈ જવાબ આપ્યો નહિ. તેના ગાલ પરથી લોહી હજી પણ વહેતું હતું. એલીનોર તેને અઢેલી ઉભી હતી.

‘મને બંદુક આપ,’  રોબીશે કહ્યું.  ‘હું તેને ફુંકી મારીશ. તારી પાસે પૈસા આવી ગયા. હવે આપણે શેની રાહ જોઈએ છે?'

પણ રોબીશે ગ્લેનના હાથમાંથી જે ઓટોમેટીક ઝુંટવી લીધી તે ડેન હીલાર્ડ લાવ્યો હતો. તે ખાલી ઓટોમેટીક નહેાતી. રોબીશના હાથમાં ભરેલી બંદુક હતી.

‘ગ્રીફીન,’   રોબીશે બૂમ પાડી. ‘ચાલ જતા રહીએ !'

ચક રાઈટ ઉપર સીડીનો કઠેડો પકડી હાથમાં ઓટોમેટીક સાથે ઉભો હતો.

‘છોકરો લઇ આવ,’  ગ્રીફીને કહ્યું  ‘હીલાર્ડ, તારી પત્નિ અને છોકરાને અમે સાથે લઈ જઈ એ છીએ. તને વાધો છે?’

‘હા,’  ડેન હીલાર્ડ કહ્યું.

ગ્રીફીન હસ્યો.

ડેન હીલાર્ડ હવે મોટેથી બોલ્યેા,  ‘ગ્રીફીન, એટલી તો અકકલ રાખ કે હું તારા રસ્તામાં રૂકાવટ બની શકું નહિ અને તારા ભાડૂતી ખૂનીને પકડાવું નહિ ! તારે જો લઈ જ જવો હોય તો મને લઇ જા. ફકત મને.’

‘જો તેા ખરા, આ વળી નવો સલાહ આપનારો નીકળ્યો,’ રોબીશ ધુરકયો.  ‘તેને ચૂપ મરવા કહે, ગ્રીફીન. હવે આપણે નાહક સમય બરબાદ કરી રહ્યા છીએ બહાર ઝાડીમાં ફેડરલ પોલીસેા ઉભરાતા હશે. હું જઉં છું. છોકરો અને બૈરી !’

ચકે જોયું કે રોબીશે સીડી તરફ ચાલવાનું શરૂ કર્યું હતું. તે ત્રણ લાંબી ફાળ ભરી સીન્ડીના રૂમમાં પહોંચી ગયો. તેણે હાથમાં ઓટોમેટીક મજમુત પકડી અને રૂમમાં દિવાલ સરસો ચંપાઈને ઉભો રહયો. સીડી ઉપર રોબીશના ભારે પગલાં સંભળાઇ રહ્યા. બાજુના બેડરૂમમાં છોકરાના ડુસકાં સંભળાઈ રહ્યા હતા.

પછી રોબીશ થોભી ગયો. તેનું કદાવર શરીર બંધ બારણા સામે ખચકાતું ઉભું રહયું હતું.  શેની રાહ જુએ છે ? ઓટોમેટીકનો ઘોડો દબાવ, ચક! શેની રાહ જુએ છે? નીચેથી અવાજ સંભળાયો.   ‘ફલીકનું શું થયું તે કહીશ, હીલાર્ડ ? તેણે મને આજે સવારે ફોન કેમ ન કર્યોં?’

ટ્રીગર દખાવ, ચક!

પછી ચકે રોબીશ એક ડગલું પાછળ ખસી પગ ઉંચો કર તો જોયો.

બારણા પર લાત ઝીંકાતા આખું બારણું હચમચી ઉઠયું પણ લેાક અને મીજાગરાં પકડાઈ રહયા. બારણા પાછળ છોકરાના ડુસકાં હવે રૂદનમાં પલ્ટાઈ રહયા હતાં. રોબીશે બારણા ઉપર ઉપરાછાપરી લાતો ઝીંકવા માંડી. આ વેળા રાયફલના ધડાકાની જેમ બારણુ ફાટયું. લાકડું ચીરાયું અને ફાડી નાખતા અવાજના પડધા પડયા.

‘રોબીશ !' ગ્રીફીને નીચેથી બૂમ પાડી.  ‘રોબીશ મૂર્ખ ! આટલો બધો ધોંધાટ ના જોઈએ! હવે નવુ તૂતક ઉભુ ના કરતો!’

ગ્લેન ગ્રીફીન છેલ્લા શબ્દો ખુદ સીઢી ચડતાં બોલ્યો હતો. ચકે તેનું દેખાવડું માથું જોયુ. ગ્લેન ગ્રીફીન રોબીશ પાસે ગયેા.  ‘રોબીશ, આખા પડોશને અહીં ભેગો કરવો છે? કૂતરીના બચ્યા, જરાય ઘોંધાટ કરતો નહિ!’

હવે ચક બારણાની ફ્રેમ પાછળ સહીસલામત હતો. પણ તે રાહ જોઈ શકયો નહિ. બંને ખૂનીઓ ઉપર હતા. બંને સીડીને મથાળે હતા. આ ધડીનો જ તેને ઈંતજાર હતો. બારણા પાછળથી માથું કાઢયું ત્યારે તેને લાગ્યું કે આગલું બારણું ખુલીને બંધ થયું હતું. અને ગાળીબાર કરતાં પહેલાં તે માત્ર એક ક્ષણ રોકાયો.

પરંતુ એ એક ક્ષણે જ તેને મહાત કર્યો. તેણે ગ્લેન ગ્રીફીનની પીસ્તોલ તેની તરફ તકાતી જોઇ. પરતું તેણે એ પીસ્તોલનો ધડાકો સાંભળવાને બદલે પોતાના જ હાથને આંચકો ખાતો અનુભવ્યો. ગનપાવડરની સુકી ગંધ તેના નાકમાં પ્રસરી રહી. તેણે ગ્લેન ગ્રીફીનને સીડી ઉપરથી નીચે પડતો જોયો. ચકે કરી એટોમેટીક તીકી, ઘણી ઝડપથી તાકી પરંતુ રોબીશ સાવધ થઈ ગયો હતો. ચકે તેના હાથમાંથી ચમકારો વછુટતો જોયો. ચકે ફરી એકવાર રોબીશ ઉપર ફાયર કર્યો પરંતુ તે પેાતે દિવાલને પકડવા મથી રહ્યો. તે પોતાની જ બંદૂક ફરશ ઉપર પડતી સાંભળી રહ્યો અને પહેલી જ વાર આશ્ચર્યથી છાતી પર ગોળી ખમતો અનુભવી રહ્યો. તેની આંખે અંધારા આવ્યા. દર્દ ધીમે ધીમે તેના પર સવાર થયું.

તે રૂમમાં નીચે ફસડાઈ પડયો ત્યારે છાતી ઉપરની ભીનાશથી વાકેફ હતેા. તે જાણતો હતો કે રોબીશ અંદર આવી તેને ફુંકી મારશે. તે નિષ્ફળ ગયેા હતો. તે રોબીશને મારી શકયો નહિ. કયાંક કશું ખોટું થઈ ગયું હતું અને તેમાં વાંક તેનો જ હતો.