Nishachar - 15 in Gujarati Thriller by Roma Rawat books and stories PDF | નિશાચર - 15

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

નિશાચર - 15

પાંચ સેંકડ સુધી ડેન હીલાર્ડ હોલમાં નિજીવની જેમ ઉભો રહી ગયો. તેના મોં પર નગ્ન ભય ઝળુંબી રહ્યો. તેણે આવું કંઈક બનવાની અપેક્ષા તો રાખી જ હતી.

તેણે એલીનોરને નીચલાં પગથીયાં ઉપર જોઈ તેની આંખેા ભયથી જાણે ઓળખાતી જ નહોતી. તેણે સીન્ડીને પોતાની પાછળ લીવીંગરૂમની કિનારે ઉભી રહેતી સાંભળી. ગ્લેન ગ્રીફીન ડાઈનીંગ  રૂમના બારણામાં ડેને પછી રોબીશને પણ જોયો. તેના હોઠ ખુલેલા હતા અને ચહેરાની પીળી ચામડી હવે લાલ થઈ ગઈ હતી. તેણે પીસ્તોલ સીડી પર તાકી હતી પણ ડેનને જોતાં પીસ્તોલ તેની તરફ ફેરવી.

‘રાલ્ફી કયાં છે?'  ડેને પૂછ્યું.

‘ઉપર,’  એલીનારે કહ્યુ. ઉંધે છે.'

ગ્લેનગ્રોફીન હસ્યો. ‘આ વેળા એ છેકરાનો હવાલો મારે રોબીશને સોંપી દેવો પડયો. જબ્બરનો તોફાની છે. તારો છેકરો હીલાર્ડ.’   ‘ પીસ્તોલ દુર હટાવ,’ ડેને ધીમા અવાજે ચેતવણી આપી.

ડેનની આંખેામાં રહેલી કાતિલ બરફીલી ચમક પારખી જઈને ગ્લેન ગ્રોફીને રોબીશ તરફ ડગલું ભર્યું.  ‘ રોબીશ, ભૂલી જા.'  ગ્રીફીને કહ્યું.  ‘બુઢીએ ટેલીફોનના માઉથપીસને ઢાંકી રાખેલું. એ મૂંગી ટીચરને કશા પર શક નહિ જાય.'

ડેનને પૂછવાનું મન થઈ ગયું કે તે કઈ ટીચર વિશે વાત કરતો હતો પણ ત્યાં તેણે રોબીશને પીસ્તોલ નીચી પાડતો જોયો. રોબીશે કહ્યું,  ‘હવે હુકમ કરવાનું બંધ કરજે, આ પીસ્તોલ મારા હાથમાં છે.'   ડેને એલીનોર તરફ પગલું ભર્યું તો રોબીશ બરાડી ઉઠયો,  ‘જરાય હાલતો નહિ હીલાર્ડ.’  ગ્લેન ગ્રીફીન બોલી ઉઠયો,  ‘રોબીશ, તને થયું છે શું કે–’   રોબીશે જંગલી જાનવરની જેમ ત્રાડ નાખી. તેનું કદાવર મેાં જાણે ગુફાની જેમ ખુલી ગયું હતું.

ગ્લેન ગ્રીફીન ઠપકા ભર્યા શબ્દો ગળી ગયો અને ધીમેથી બોલ્યો. ‘પાગલ થઈ ગયો છે કે શું રોબીશું.’. અચાનક રોબીશે ગ્લેન ગ્રીફીનના પેટમાં રીવોલ્વર એટલી તો જોરથી મારી કે ગ્રીફીન દર્દનાક ચીસ પાડી એવડ વળી ગયો. તેણે પીઠ બારણા પર ટેકવી અને બારણા સાથે ઘસડાઇ ભોંય પર ફસડાઈ પડયો. તેના હાથ ફફડતા હતા. તેના મેાંમાંથી હીબકાં નીકળતાં હતા.

‘હું પાગલ છુ!' રોબીશ બરાડ્યો.  ‘હા, હું પાગલ છું. ગ્રીફીન તારું કામ કરૂં છું અને છતાં પાગલ છું. ના જોયો મોટો સરસેનાપતિ બસ, હુકમો જ છોડયે જાય છે. હવે હુકમો આપીશ?'

એવામાં ઉપરના હોલના અંધકારમાંથી રોબીશના અવાજથી મોટો બીજો એક અવાજ આવ્યો. ‘પીસ્તોલ ભોંય પર ફેંકી દે, રોબીશ!'

રોબીશે ઉંચે જોયું પડછાયામાં હેંક ગ્રીફીન પીસ્તોલ પકડી ઉભો હતો.

‘પીસ્તાલ ભોંય પર ફેંકી દે, રોબીશ,’ ફરી તેણે ત્રાડ નાખી.

રોબીશે રીવોલ્વર ગાલીચા પર ફેંકી દીધી. તે ગ્લેન ગ્રીફીન અને ડેન હીલાર્ડની વચ્ચે પડી રહી હતી.

એલીનોર ડેનના મગજમાં ચાલતા વિચારો પારખી ગઈ. ‘ના. ડોન’ તે એનો હાથ પકડતાં બોલી. ‘ ના, ડોન’

સીડીના મથાળે કોઈ હિલચાલ નજરે પડી નહિ.

આખાય મકાન ઉપર એક વિચિત્ર ચુપકીદીએ ભરડો લીધેા. આખરે ગ્લેન ગ્રીફીન ઉભો થયો અને રીવેાલ્વર લીધી. પછી તેણે ડેનની નજર સાથે નજર મિલાવી. આવેલી તક ગુમાવવાના પ્રશ્ચાતાપ રૂપે ડેનના મેાં પર શરમ છવાઈ ગઈ. બીજાઓ સામે પેાતાની નામરદાઇ ખુલ્લી પડી ગયાની પ્રતીતિથી તેનું માથું શરમથી ઝુકી ગયું. તેના આ વર્તનથી હવે ગ્લેન ગ્રીફીન કંઈ ચાલ રમશે?

ડેને તેની પાછળ ઉભેલી સીન્ડીને હીબકું ભરતાં સાંભળી. તેનાં પેાતાનાં ફેફસાં પણ બળતાં હતા. પછી હેંક ગ્રીફીન સીડી ઉતરી નીચે આવ્યો. તેનો જમણો હાથ બાજુએ લટકતો હતો. નીચેના પગથીયે આવી તે થોભી ગયો. તેણે રીંછની જેમ ઉભેલા રોબીશ સામે જોયું અને પછી તેના ભાઇ સામે જોયું. તેણે કહ્યું. ગ્લેન, ચાલ જતા રહીએ!’ ગ્લેન કંઈ ન બોલ્યો. પણ તેની ચૂપકીદી ય ભૂતા વળ લાગતી હતી.

‘આ જ એક તક છે, ગ્લેન,' હેંકે કહ્યુ.  ‘આપણે આ લોકો અને રોબીશ બંનેને પકડી રાખી શકીશું નહિ. અને કદાચ પેાલીસવાળાઓએ પણ હેલનનું પગેરૂં શોધી કાઢયું હોય, તેને પકડી પાડી હોય અને તેના ટેલીફોન કોલનું પગેરૂં અહીં પકડી પાડ્યું હોય. હવે આ લાંબુ નહિ ચાલે, ગ્લેન. પેાલીસવાળા અહીં વહેલા કે મેાડા આવી જ પહાંચશે. તેઓ ઠંડા નથી.' -

‘બધા પેાલીસવાળા ઠંડા જ હોય છે,’ગ્લેન ગ્રીફીને ધીમા અવાજે કહ્યું.  ‘બધા ઠંડા હોય છે ? ' હેંક ગ્રોફીને પૂછ્યું.

‘પેલી ટીચર છોકરાએ જેને ચીઠ્ઠી સરકાવી હતી તે ટીચર પણ તેણે કોલ કર્યો અને તેને એ વાત આ છોકરાની રમત લાગી. પણ તું એની વાત માને છે ? એની પાસે પોલીસ પહેાંચી ગઈ નથી તેની ખાત્રી શું?’   ‘ગભરાય છે શેનો, છોકરા! તું ય રોબીશ જેવો થઈ જઈશ? ઉતાવળીયેા.’

‘હું ઉતાવળીયેા નથી,'  હેંક ગ્રીફીન  ઝડપથી બોલ્યો. ‘પણ રોબીશને રીવોલ્વર ચલાવવાનું મન થઈ જાય તે ખાતર હું ફાંસીએ ચડી જવા માગતો નથી. જે કોઈ આ ઘેર આવે . તે બધાથી કંઈ તમે થોડા પીછો છેડાવી શકવાના છો ? શા માટે તું એને પેલી ટીચર પાછળ મોકલતો નથી? શા માટે તું આખા શહેરને ફૂંકી મારાતો નથી ! પછી તો તને સલામતી રહેશેને?’ 

‘ચુપ મર, ’ ગ્લેન ગ્રીફીને કહ્યું.  ‘કીચનમાં જતો રહે અને ચૂપ મર !'

હેંકે ગ્રીફીને જાણીબુઝીને નકારમાં માથું હલાવ્યું.  ‘મારી સાથે આવ, ગ્લેન.’   ‘આવતી કાલે પૈસા આવી જાય પછી,’  

ગ્લેન ગ્રીફીને ધીમેથી કહ્યું.

‘આ મોતના મકાનમાં એ પૈસા શું કામ લાગશે?’  તેણે બૂમ પાડી.

‘મેં કહ્યું તે સાંભળ્યું કે નહિ,’   ગ્લેન ગ્રીફીન ધીમેથી બોલ્યો પણ તેનો ચહેરો ક્રેાધથી લાલચોળ થઈ ગયો હતો.  ‘આપણે અહીં જ રહીશું.  મારે વેબનો બદલો લેવો છે.’   ‘તેા પછી હું જઉં છું, ગ્લેન હું હવે એકલો,’

કહી હેંકે આગળ ડગલું ભર્યુ, એ પછી ફરી પાછી શાંતિ ફેલાઈ ગઈ.

આખરે ગ્લેન ગ્રીફીન હસ્યો.  ‘જા હવે તુ એકલો છે તો જા પણ એક કલાકમાં તો તેઓ તને પકડીને પાછો પૂરી દેશે.’

હેંક  ગ્રીફીને ડેન તરફ અને પછી સીન્ડી તરફ જોયું.  ‘હું જઉં છું નક્કી જઉં છું.' તે પ્રકાશિત લીવીંગરૂમમાં ગયો.

‘એય!' ગ્લેન ગ્રીફીન બરાડયો, ‘હું કહું છું તેમ કર. મેં તને અહીં સુધી પહેાંચાડયો છે તેા બાકીનો રસ્તો પણ પાર કરાવીશ.'

હેંક બારણે જઈ થોભ્યો, માથુ ફેરવ્યું અને બોલ્યો   'હા, તું જરૂર મને અહીં સુધી લઈ આવ્યેા. પણ આ જગ્યા શું છે? આ જગ્યા આપણને કયાં લઈ જશે? ઈલેકટ્રીક ખુરશી તરફ. હવે તારી ટુકડીમાંથી મને બાકાત રાખજે ચાલ, ગ્લેન.’

‘મારે—'

બંને પીસ્તોલ એકસાથે તકાઇ હેંક ગ્રીફીને માથુ ધુણાવ્યું.

‘ભલે મારૂં માથું ફાટી જાય, હું તેા જવાનો તું હવે મને રોકી શકવાનેા નથી, આવજે, ગ્લેન.’

અને હેંક ગ્રીફીન ઝડપથી બહાર દોડી ગયો.

‘તે કાર લઈ જશે,'  રોબીશે કહ્યું,

‘ ભલે લઈ જતો,'  ગ્લેન ગ્રીફીને કહ્યુ અને બત્તી બુઝાવતાં લોવીંગરૂમમાં અંધકાર છવાઈ ગયો, ડેન તેને બારી પાસે જઈ ડ્રાઈવ-વેમાં ઝાંખતો જોઈ રહ્યો.

એ કારને અડતો નહિં, મુખૅ.'   બહાર એક બારણું પછાડાયું. ડેન આવી તંગદીલીમાં પણ પારખી ગયો કે બારણું સીન્ડીની કારનું બંધ થયું હતું. એન્જીન ધરેરાટી બોલાવી રહયું.

એન્જીનના અવાજની ઉપરવટ ડેને એક બીજો અવાજ સાંભળ્યો. ગ્લેન ગ્રીફીન બૂમો પાડતો ભૂંડી  ગાળો બોલતો હતો.

કાર બુલવર્ડ તરફ દોડી રહી.

ચાર શેરીઓ પસાર કર્યા પછી હેંકને પહેલી પેટ્રોલ કાર મળી. અંધારામાં પણ દૂરથી તેણે પેટ્રોલ કારને ઓળખી પાડી. પેટ્રોલ કારનો સામનેા ન કરવો પડે તે ખાતર તેણે ક્રાર જમણી તરફ વાળી. અડધી શેરી વટાવ્યા પછી અંધારીયા સર્વીસ સ્ટેશનના પડછાયામાં તેણે એક બીજી કાર જોઇ. આ વેળા એ પેટ્રોલકારને ટાળવાનો તેની પાસે કોઈ ઉપાય નહોતો.

તેણે એના સ્વેટરના ખીસામાં મુકેલી ઓટોમેટીક ઉપર હાથ મૂકયો. જરૂર પડયે તે એનેા ઉપયોગ કરશે તેની હથેળીઓ ઠંડી અને ભીની હતી. તે એકધારી સામાન્ય ઝડપે કાર દોડાવી રહયો હતો. સદ્દભાગ્યે તે બે કારની વચ્ચે હતો. તેને લાગ્યું કે સીન્ડીની કાર વિશે તે કંઈક ભુલી રહયો હતો. ધણો જોખમકારક મુદ્દો તે ભુલી ગયેા હતેા. ગ્લેનની બૂમાબૂમ છતાં તેણે વાદળી ગ્રેસીડન જ લઈ જવા જેવી હતી. પણ શા માટે? ખેર, આ કાર વિશે ભલે ગમે તે હોય, પોલીસવાળ– ઓને ધ્યાનમાંતે નહિ આવે. તેણે રીપરવ્યુ મીરરમાં જોયુ. પોલીસવાળા તેનો પીછો કરતા નહોતા.