Chhappan Pagi - 5 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

છપ્પર પગી - 5


લક્ષ્મીએ એનાં મો તરફ જોયું. એક ઊંડો શ્વાસ સ્વાભાવિક રીતે જ લેવાઈ ગયો અને થોડું મનમાં વિચારીને બોલી,
‘ તમારાં ઘેર તો કોય નથી ઈમ કયો સો તો આવું તો તમે પડોશમાં પૂસસે તો હુ કેશો કે કુણ સે આ બાઈ ?’
લક્ષ્મીને સમાજ અને લોક લાજ આ બાબતે ચિંતા થતી હોય એ સ્વાભાવિક છે કેમકે એ ગુજરાતનાં સાવ નાનકડાં ગામમાં રહી હતી. લક્ષ્મીની મનમાં આવા કેટકેટલાંય પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉદ્ભવતા હોય એનો અહેસાસ પ્રવિણને આવી જ ગયો હતો એટલે એણે લક્ષ્મીને તરતજ કહ્યું,
‘તું ઈ બધી વાતું હમણાં વિચારવાનું રેવા દે..! મુંબઈમાં કોઈની પાહે બીજાનું વિચારવાનો ટેમ જ નથ.મારી નાની ખોલકી જેવી ચાલીમાં રેશ તો પંદર દી તો કોય ને ખબરેય નય પડે કે ઘરમાં કોય આયાં બીજુ રેય સે…બસ તું અટાણે ઈ નકી કયર કે તું મારી ભેરી આવીશ કે નય… તને નય ફાવે તો તારી કાંઈ તો બીજે સગવડ કરી દેશ પણ બે સ્યાર દિ તો કાઢવા પડશે તારે મારે ન્યાં… તાં લગી તો મને ઘરનાં રોટલાં ખાવા મલસે તોય ઘણું…તાં હુધી તારું ય કંઈ ગોઠવી દેશ.’
લક્ષ્મી હવે થોડી સભાનપણે વિચારવા લાગી હતી. એને ખબર છે કે માથે રાત જેવું અંધારું ને મોટા મલકમાં ક્યાંય
રોટલો કે ઓટલો મળવાનો નથી. ભગવાને કદાચ મારી લાજ કે જીવ બચાવવા જ પ્રવિણનો ભેંટો કરાવ્યો હશે. થોડાં કલાકોનાં પરીચય પછી પ્રવિણ જોડે જવું કે આટલાં મોટા મલકમાં પોતાની જાતને સાવ રઝળતી મુકી દેવી ? આ બન્ને વિકલ્પોમાંથી લક્ષ્મીએ વિચાર્યુ કે આ માણહ નો ભરોસો કરાય, પોતે દુખી છે તોય બીજાનું દુખ પોતાનું કરે એવાં બહુ ઓછાં હોય છે. આ બધી ગડમથલ કર્યા પછી લક્ષ્મી બોલી, ‘કેટલાં વાગે ઘેર પુગશું ? બવ મોડું થાહે ને ?’
‘ હા… પણ તાં પુગી ને તરત તને રોટલાં નઈ બનાવવાનું કવ..! એવું બોલ્યો કે તરત બન્ને થોડું હસી પડ્યા.
પછી બન્નેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યા. થાક અને ઉજાગરો લક્ષ્મીને એટલો બધો હતો કે થોડી વારમાં તો લક્ષ્મી પ્રવિણનાં ખભે માંથુ રાખી ઘસઘસાટ એવું ઉંધી ગઈ કે જાણે હવે નચિંત બની ગઈ હોય..!
પ્રવિણ પણ એની સ્થિતિને બરોબર સમજતો હતો જ અને એણે પણ કોઈ જાતનાં વિજાતીય સ્પર્શનાં અહેસાસ વગર જ એક બે-સહારા સ્ત્રીને જાણે એક સલામતીનો ખભો લક્ષ્મીને પુરો પાડી ને મુંબઈ પહોંચીને શું કરીશ, એક આઠ બાય આઠ ફૂટની ખોલકીમાં કેમ રહેશે, પોતે નોકરી પર જાશે તો લક્ષ્મીનું આખો દિવસ શું થશે, એ નોકરી થી પરત ફરશે ત્યાં સુધી લક્ષ્મી કોઈ બીજુ કંઈ પગલું તો નહીં ભરે ને..! આવાં અનેક વિચારો મનમાં ઘૂમરાતા રહ્યા. એ પણ સતત બે દિવસની મુસાફરી અને એક દિવસની દોડધામથી થાકેલ જ હતો એટલે અડધો કલાક પછી તો એનું માંથું પણ લક્ષ્મીનાં માથે ઢળી ગયુ હતુ અને નિંદ્રાધિન થઈ ગયો હતો.
લગભગ એકાદ કલાક પછી ટ્રેનની બહાર તો સદંતર અંધારું થઈ ગયુ હતું પણ ફરીથી ટ્રેન સ્ટેશન આવતા રોકાઈ જાય છે અને પ્રવિણની આંખ ખૂલી જાય છે. હવે મહારાષ્ટ્રની હદમાં આવી ગયા હતા અને ઘણાં પેસેન્જર્સ ઓછા થઈ ગયા હતા. જનરલ ડબ્બામાં અંદર બેસી કે સૂઈ શકાય તેવી જગ્યાઓ થઈ ગઈ હતી. પણ ઘસઘસાટ ઉંઘતી લક્ષ્મીને જગાડવી કે નહીં ? એકવાર તો થયું કે ભલે અહીંજ આમ સુતી રહે પણ પછી તરત વિચાર આવ્યો કે હજી તો ત્રણેક કલાક થશે જ એટલે એણે તરત તક ઝડપી ઉભો થઈ બાજુનાં પાટીએ ખાલી થઈ ગયેલ જગ્યાએ પોતાનો કાળો થેલો મુકી દીધો.પણ એટલામાંજ તો લક્ષ્મી સફાળી જાગી ગઈ અને પ્રવિણને બાજુમાં ન જોતાં જ એક મિનીટ માટે તો અસલામતી અનુભવવા લાગી. એ કંઈ વિચારે કે આજુબાજુમાં જુવે ત્યાં તો તરત જ પ્રવિણ આવીને કહે છે,’ લક્ષ્મી અહીં બાજુમાંજ પાટિયું ખાલી થ્યું સે આય આવીને લંબાય ને હુઈ જા… હજી તો પુગવાને બવ વાર સે.’
લક્ષ્મી કંઈ જ ન બોલી અને પ્રવિણે જ્યાં થેલો મુકયો હતો તે જગ્યાએ લંબાઈને સૂઈ ગઈ. પ્રવિણ એની આંખ સામે જ સામેનાં પાટિયે બેઠો હતો. એ થોડી વાર સતત તેની સામે જોઈ રહી અને ફરીથી એની આંખો તરત મિચાઈ ગઈ. એને સૂતી જોઈ પ્રવિણ પણ થોડી વાર એને જોતો રહ્યો અને એને શાંતિ થી સૂઈ રહેલ જોઈ એને પણ એક આત્મિક સંતોષ અને આરામ મળતો હોય તેવો અહેસાસ થયો. એ પણ થોડી વારમાં ઉંઘી ગયો.
ટ્રેનમાં ફરીથી કોલાહલ અને અવરજવર વધી એટલે પ્રવિણની ઊંઘ ઉડી જાય છે અને હવે તો જાગતાં જ રહેવું પડે તેમ હતું કેમકે બોરીવલ્લી સ્ટેશન થોડી વારમાં જ આવવાનું હતું જ્યાં એમને ઉતરવાનુ પણ હતું. લક્ષ્મી હજી ઘસઘસાટ ઉંઘતી જ હતી અને પ્રવિણ એને છેવટ સુધી જગાડવા માંગતો પણ ન હતો.
થોડી વાર પછી પોતાનુ સ્ટેશન આવતાં પ્રવિણે લક્ષ્મીને માથે હાથ મુકી જગાડી અને કહ્યું કે, ‘હાલો હવે ઉતારવાનું સે.’
અધુરી ઉંઘ અને થાક વચ્ચે બોરીવલ્લી સ્ટેશન પર બન્ને ઉતર્યા. આટલી બધી ભીડ, સ્ટેશન પર લાઈટ્સ, ચારે બાજુ કોલાહલ અને ઝડપથી અવરજવર કરતાં લોકો… આ બધુ લક્ષ્મી પહેલી વાર જ જોઈ રહી હતી. લક્ષ્મી સતત પોતાની બાજુમાં જ રહે અને ભીડમાં છૂટી ન પડે તેની સતત કાળજી રાખતો પ્રવિણ હવે લક્ષ્મીને લઈને સ્ટેશનની બહાર નિકળે છે અને લક્ષ્મી અને પોતે એક ઓટોરીક્ષા લઈ વચ્ચેથી થોડું બન્ને માટે ખાવાનું પેક કરાવી, દૂધની એક થેલી જોડે લઈ પોતાની ચાલીમાં પહોંચી જાય છે. બન્ને ને ભૂખ બરોબર લાગી હોય જે લાવ્યા તે ખાઈ ને પ્રવિણે કહ્યું,
‘લક્ષ્મી તું અહીં અંદર જ સૂઈ જા… હું ખોલીની બારે જગા સે ન્યાં હુય રઈશ…ચાલી વારા હવારે વેલા જાગસે ઈ પેલા ખખડાવું તો ખોલજે હવે કમાડ અંદર થી બંધ કરીને ટેસથી હુઈ જા તું.’
આ સાંભળીને લક્ષ્મી તરત બોલી, ‘તમે આવું કેમ ક્યોસો ઈ મને ખબર પડે સે પણ, મન તમારાથી કોઈ ભો નથ, તમેય અંદર હુય જાવ બારે હુહો તો મને નિંદરેય નય આવે.’
બન્ને તરત સૂઈ જાય છે અને પ્રવિણ સવારે પોતાનાં નિયત સમયે જાગી ને જૂએ છે તો લક્ષ્મી તો….!!!
( ક્રમશ: )
લેખકઃ પ્રો. રાજેશ કારિયા