Sambhavna - 6 in Gujarati Horror Stories by Aarti Garval books and stories PDF | સંભાવના - ભાગ 6

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

સંભાવના - ભાગ 6

રાધિકાની પોતાની તરફ વધી રહેલા પગરવનો અવાજ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી જાય છે.પગલાનો અવાજ ધીમે ધીમે રાધિકાની નજીક વધુ અને વધુ નજીક આવતો જાય છે.ડરના કારણે રાધિકાના હાથ અને પગ ધ્રુજવા લાગે છે તેનું ગળું સુકાઈ ગયું છે અને ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો છે.આટલી અંધારી રાતમાં આ સુમસામ જગ્યા પર કોણ તેનો પીછો કરી રહ્યો હતો એ જોવા માટે રાધિકા ધીમે રહીને તેની નજર ચારે તરફ ગુમાવે છે કે અચાનક હળવાશ થી એક હાથ રાધિકાના ખભા પર આવે છે રાધિકા સહેજ નજર ઘુમાવીને પહેલા હાથ તરફ દેખે છે અને ધીમે રહીને પાછળ ફરે છે કે ત્યાં જ એની સામે જે વ્યક્તિ જે ઉભું છે તે જોઈને તેની આંખો પહોળી થઈ જાય છે......

" અરે બાઈ તમે અહીંયા?? તમારા..... તમારા.....કહેવા પર જ શ્રેયસ આ તરફ આવ્યા હતા.... તમે કહ્યું હતું કે અહીંયા કોઈ મિકેનિક મળી જશે પણ અહીંયા તો દૂર દૂર સુધી કંઈ નથી.... ક્યાં છે મારા શ્રેયસ????ક્યાં મોકલ્યા તમે એમને??"- રાધિકા એક સાથે જ તેમને બધા પ્રશ્નો પૂછી લે છે


બીજી બાજુ ત્યાં ગાડીમાં યશવર્ધનભાઈ અને જશોદાબેન બંને ઘડીકમાં આગળના રસ્તા પર..... તો ઘડીકમાં પાછળ ના રસ્તા પર..... ઘડીકમાં ડાબે......તો ઘડીકમાં જમણે..... તેમની વહુ અને દીકરાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અંધારામાં તેમને કઈ જોવા પણ નહોતું મળી રહ્યું.

જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ તેમ યસવર્ધનભાઈ અને જશોદાબેન બંનેની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો હતો.

"શ્રેયસ ને ગયે બહુ સમય થઈ ગયો છે અને હવે રાધિકા પણ ક્યાંય દેખાઈ નથી રહી કદાચ તે નજીકમાં જ હશે હું જઈને જઈને આવું?"- યશવર્ધનભાઈએ કહ્યું

"ના....ના....તમે આમ ના જશો. તમારી તબિયત પણ સારી નથી રહેતી. આપણે થોડો સમય વધારે રાહ જોઈએ બંને આવતા જ હશે"- કહીને રાધિકાબેન ભગવાનનું નામ લેવા લાગ્યા

નાનકડી ઢીંગલી અને જશોદાબેન ને એકલા ત્યાં મૂકીને જવું તેમને પોતાને પણ હિતાવહ ન લાગ્યું.

"આપણે અજાણ્યા રસ્તા પર આવવાનું જ નહોતું.જે માર્ગ વિશે આપણને કઈ માહિતી જ નથી ત્યાંથી નીકળવું એ પણ આવા રાત્રિના સમયે.....છોકરાઓ નાના છે પણ આપણને તો સમજ હતી ને....આપણે તેમને કેમ નહીં રોક્યા????"-યશવર્ધનભાઈ પસ્તાવા સાથે બોલી રહ્યા હતા.

અજાણ્યા રસ્તા ઉપર.... સઘન વનમાં.... સુમસામ રસ્તાની વચ્ચે એકલી ઉભેલી આ ગાડી.....અને તેમાં બેઠેલા બે સદસ્યો શ્રેયસ અને રાધિકા હજી પરત નથી આવ્યા. સમય વીતી રહ્યો છે. રાત નું અંધારું હવે ધીમે ધીમે સૂરજ ની રોશની માં છુપાઈ રહ્યું છે. અને જોત જોતમાં તો સવાર થઈ જાય છે.પરંતુ ગઈકાલની એ કાળી રાત જે આ બધાના જીવનમાં એક અંધારું ફેલાવીને ગઈ હતી તેના પર હજી પણ સૂરજની કિરણ નહોતી પડી.ના તો શ્રેયસ પરત ફર્યો હતો કે ના પરત ફરી હતી રાધિકા.....

સવારના અજવાળામાં યશવર્ધન ભાઈ અને જશોદાબેન ગાડીમાંથી નીચે ઉતરે છે. પોતાના દીકરા અને વહુ ને શોધવા માટે તેઓ ચારે બાજુ તેમના નામની બૂમો પાડે છે. પરંતુ ત્યાં પક્ષીઓના કલરવ સિવાય તેમને બીજો કોઈ અવાજ સંભળાઈ રહ્યો ન હતો. ચારેય તરફ નજર નાખે છે પણ એ જ સુમસામ રસ્તો....

"દાદુ મમ્મી પપ્પા આવ્યા??"- નાનકડી કાવ્યા ઊંઘમાંથી ઉઠી ગઈ હતી અને આંખ મીચોલતાં બોલી

યશવર્ધનભાઈ અને જશોદાબેન બંને એકબીજાની સામે જોઈ રહ્યા હતા. નાનકડી કાવ્યા ના આ નિર્દોષ પ્રશ્નનો તેમની પાસે કોઈ જવાબ ન હતો......


( કેમ કરી રહ્યા હતા તે બાઇ રાધિકાનો પીછો? શું રાધિકા પણ શ્રેયસ ની જેમ જ થઈ જશે ગાયબ કે તે પરત લઈ આવશે શ્રેયસ ને? જાણીશું આવતા ભાગમાં.)