Do Dil mil rahe hai - 9 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 9

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 9

માનસી આ બધું પોતાના રૂમની બારીમાંથી જોઈ રહી હોય છે. આદિત્ય ઘરમાંથી બહાર તો આવી જાય છે પણ તે બહાર આવતા જ હિંમત હારી જાય છે. તે પોતાની કારને જોરથી લાત મારી ત્યાં જ રડવા લાગે છે. તેને શું કરું છું નહીં તને કંઈ ખબર નથી હોતી. તે કારની ડીકી ખોલી તેમાંથી શરાબની બોટલ નીકાળે છે. તે એક પછી એક બોટલ પીવા જ લાગે છે. માનસી આ બધું જોઈ રહ્યો છે તે તેને ચાહીને પણ રોકી નથી શકતી. તે એકદમ નશાની હાલતમાં મશગુલ થઈ જાય છે. તે હવે લગભગ ચાલીને પણ જઈ શકે તેવી હાલતમાં નથી હોતો. માનસી આ બધું જોઈને છે ઉતરે છે. બહારના દરવાજા પર તેમના મમ્મી પપ્પા હોવાથી તે પાછળના દરવાજેથી બહાર જાય છે.

આદિત્ય ત્યાં નાશાની હાલતમાં પડ્યો હોય છે. તે ત્યાં જઈ આદિત્ય ને પાછળના દરવાજે થી લઈ આવે છે. તે આદિત્ય ને પોતાના રૂમમાં લઈ જાય છે. આદિત્ય નશાની હાલતમાં માનસી નું નામ જ બબડી રહ્યો હોય છે. તે માનસીને જુએ છે, " તું આવી ગઈ. મને ખબર હતી તું જરૂર આવીશ. મેં જે પણ કર્યું એ બહુ ખોટું કર્યું. મને આ વાતનો અહેસાસ થઈ ગયો છે. ભગવાને બહુ પહેલા જ આ વાતની સજા આપી દીધી છે. તેઓ તને મારાથી દુર કરી રહ્યા છે પણ હવે તું તો મને સજા ના આપીશ. જ્યાં સુધી એ તો છો ત્યાં સુધી હું તારી સાથે જીવવા માંગુ છું. હું તને હેરાન નહીં કરું. તો જેમ કહીશ એમ હું તને રહેવા દઈશ, જેમ કહીશ એમ હું રહીશ, બસ પણ હું તારી સાથે જ રહીશ. તું મારાથી દૂર નહીં જા. હું તને મારાથી દુર ક્યાંય નહીં જવા દઉં.

એક નાનો છોકરો કેમ કોઈ રમકડું તૂટી જવાથી પોતાને જિંદગીનો સૌથી અનમોલ વસ્તુ તૂટી ગઈ હોય એમ રડે છે તેવી જ રીતે પ્યારમાં ડૂબેલો આદિત્ય માનસીને બથ ભરીને રડે છે. તેના માટેની દુનિયા હવે માનસી જ હતી. પ્યાર ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેમ થઈ જાય છે કશી જ ખબર નથી પડતી. પ્યાર તો બસ આમ થઈ જાય છે.

દ્રશ્ય 2

" બસ બહુ થયું ક્રિતિકા તારું..... હું કઈ બોલતો નથી એનો મતલબ એમ નથી તું બોલે જ જાય. હું તો તારી સાથે બે મિનિટ વાત કરવા આવ્યો હતો પણ મને શું ખબર તને વાત કરવી નથી કરતા. ખરેખર આજે ખબર પડી કે તારી સાથે કોઈ છોકરાને અત્યાર સુધી પ્યાર કેમ નથી થયો. "

" તારો કહેવાનો મતલબ શું છે કોઈ છોકરો મને પ્યાર નથી કરી શકતો. મારા સ્વભાવ એટલે પણ ખરાબ નથી આ તો તારો સ્વભાવ છે ને એટલે મારો સ્વભાવ છે. હું ચાહું ને તો મારા મનપસંદ છોકરાને હું પામી શકું છું. "

" જોક્સ કેહતી લાગે તું.... પણ હવે તું આવા જોક્સ કહેવાનું બંધ કરી દે કેમકે કોઈ તારા આવા જોક્સ પર હસવાનું નથી. કોઈ છોકરો તારી સાથે પ્યાર કરે તો તેના બિચારાના નસીબ ફૂટ્યા સમજો. આ તો હું શું છે તારા મમ્મી પપ્પાના કહેવા પરથી તારી સાથે લગ્ન કરી રહ્યો છું."

" પહેલી વાત હું કોઈ જોક્સ નથી કહેતી અને હા બીજી વાત આ મારું ચેલેન્જ છે કે હું બહુ જલ્દી કોઈ છોકરા સાથે તને જોવા મળીશ. જે મને સાચા દિલથી પ્રેમ કરતો હોય. જેના માટે પ્યાર એ કોઈ બિઝનેસ ડીલ ના હોય. "

" હા જા.. હું પણ જોઉં છું કે કયો છોકરો તારી સાથે પ્યાર કરે છે. "

~ પ્રિયા તલાટી