Nothing will happen to you? in Gujarati Motivational Stories by Mahendra Sharma books and stories PDF | તારું કશુંજ નહીં થાય?

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

તારું કશુંજ નહીં થાય?

તારું કશુંજ નહીં થાય?


કેમ આ વાક્ય વધુ તકલીફ આપે છે? કારણ કે આ વાક્ય આપણને નાનપણથી કહેવામાં આવ્યું હતું, આપણી શાળામાં અને આપણા ઘરે પણ. જેને આ નથી કહેવામાં આવ્યું તેઓ ભાગ્યશાળી હશે અને સાથેજ તેઓ જો આજે સફળ હશે તો એમના નસીબ જોરમાં હશે, કારણ કે ...


જ્યાં સુધી ટીકા એટલી તીખી નથી હોતી કે આત્મા ઝકજોળી નાંખે

ત્યાં સુધી સફળતા એટલી મોટી નથી બનતી કે દુનિયા હલાવી નાંખે.


પણ અફસોસ એ બાબતનો છે કે આ કહેનાર અને સાંભળનાર સિવાય પણ બીજી પ્રજા હોય છે જે આ પ્રેક્ષક તરીકે જુએ અને સાંભળે છે અને ઉપર મુજબની ઘટના પૂરી થાય પછી જે તે સાંભળનારને ફરીફરીને યાદ આપાવે છે કે તારું કશુંજ નહીં થાય. મોટી તકલીફ ત્યાં શરૂ થાય છે.


આ વાક્ય સુજ્ઞ માણસને એક તણખા જેવું કામ આપે અને એ વ્યક્તિ અંદરથી પ્રજ્વલિત થઈને દુનિયાને રોશન કરે છે પણ આજ તણખા સળંગ અને સતત એક નિર્બળ કે નિસ્તેજ વ્યક્તિને ખરેખર અંદરથી આત્મવિશ્વાસ સાથે બાળીને રાખ કરી નાંખવું કામ કરે છે.


એટલે હવે આપણે આ સમજવું કે કોણ સુજ્ઞ અને કોણ નિર્બળ. આ ખબર નાનપણમાં નથી હોતી, ૯૦ ટકા કે વધુ લોકો ખુબજ તીવ્ર ટીકા સાંભળી ગભરાય અને બીક અનુભવે છે. મોટાભાગના લોકો આવી ટીકાઓ સાંભળી હતાશ થાય છે અને વધુ પ્રયત્નો કરવાનું છોડી દેતા હોય છે.


એટલે હવે મુદ્દાની વાત, આ વાક્ય કોકની ઉપર વાપરતા પહેલાં વિચારવું અનિવાર્ય છે, શિક્ષકો જ્યારે એમના વિષયમાં નબળા વિદ્યાર્થીને આવું કહેતા હોય છે ત્યારે એમને એ ખબર નથી કે બીજા વિષયમાં આ વિદ્યાર્થી કેવો છે?


વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો કાયમી આ વાક્ય વાપરતા જોયા છે, પણ એમને એ ખબર નથી હોતી કે વિદ્યાર્થી કદાચ શારીરિક શિક્ષણ, ચિત્રકલા કે બીજી કોઈ કળામાં કે ધંધાની સમજ ધરાવતો હોઇ શકે. તો શું ગણિતમાં નબળો વિદ્યાર્થી જીવનમાં કંઇજ નહીં કરે? તો કેમ આમ કહેવું કે તારું કશુંજ નહીં થાય.


વ્યક્તિગત અનુભવથી મેં જોયું છે કે ઉપર મુજબ વાક્ય સતત સાંભળી માણસ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. મને મળતા અનેક મિત્રો કે જેઓ આ વાક્ય ખાસ દરેક ક્લાસમાં સાંભળતા તેઓ આજે પણ આત્મવિશ્વાસ વગર જીવી રહ્યા છે, નાનો ધંધો કે નોકરી કરી જીવી રહ્યા છે પણ કંઇક નવું મોટું કરતાં ગભરાય છે. કારણ?


પણ જો એક વખત શિક્ષક કે વડીલ એવું કહેતા થાય કે ' તને કદાચ આ વિષયમાં તકલીફ છે, કંઇજ વાંધો નથી, બીજું જે આવડે છે ત્યાં સારું કરજે.' તો કદાચ વ્યક્તિ શું આવડે છે અને શું ખૂટે છે એ બાબતે સળંગ સતત વિચારે અને પોતાની શ્રેષ્ઠ બાબતને સર્વશ્રેષ્ઠ કરવા મથે.


શ્રેષ્ઠ હોવું કે સક્ષમ હોવું, બે જુદી બાબતો છે, મને લાગે છે સક્ષમતા ઘણા લોકોમાં હોય છે પણ એમની જીવન યાત્રામાં એમને કોઈ એ આભાસ કરાવવા વાળો જોઈએ કે તું સક્ષમ છે બસ તારું જે મજબૂત પાસું છે ત્યાં આગળ મેહનત કર અને જીવનમાં બીજું જે કંઈ છે એને ગૌણ બનાવી દે. ગણિત નથી સારું તો બસ પાસ કરજે અને ભાષામાં ગુણ લાય, વિજ્ઞાન નથી સારું તો બસ પાસ થા અને ૧૦ માં પછી જો તને રમતગમતમાં આગળ વધવું છે તો એ બાબતે રસ્તા શોધ અથવા તારા વાલીઓને જણાવ કે શું ગમે છે.


એ વિદ્યાર્થીને મારી અપીલ છે કે જો તેઓ આ સાંભળી રહ્યા છે કે તારું કશુંજ નહીં થાય તો એને સકારાત્મક તરીકે લેવાનું અને એમને જે કરવું છે એ બાબતે જલદી સજાગ બની એ પ્રવૃત્તિ કે વિષયમાં ખુબ મેહનત કરી સક્ષમતાથી લઈને શ્રેષ્ઠ બનવાની યાત્રા બને એટલી વહેલી શરૂ કરવી. એ પણ ૧૦માં કે ૧૨માં પછી આ યાત્રા શરૂ થઈ જ જવી જોઈએ, નહીં તો તમને એ કહેનારા ઓછા નથી કે ' તારું કશુંજ નહીં થાય '.


તમને કોઈએ કીધું હતું કે ' તારું કશુંજ નહીં થાય ? '


- મહેન્દ્ર શર્મા