Preet kari Pachhtay - 12 in Gujarati Moral Stories by Amir Ali Daredia books and stories PDF | પ્રિત કરી પછતાય - 12

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

પ્રિત કરી પછતાય - 12

*. પ્રિત કરી પછતાય*

12

પોતાનુ ઘરકામ આટોપીને એ સાગર પાસે આવી.ત્યારે સાગર એક ચીત્તે છતને તાકી રહ્યો હતો.સાગરના કપાળ ઉપર હથેળી મુકતા.ઝરણાએ પૂછ્યુ.

"શુ વિચારો છો?"

"વિચારતો નથી પણ જોવ છુ."

"શુ?"

"આ બારીમાથી દેખાતો ચંદ્ર.કેવો મલકી રહ્યો છે.જાણે એ અમારી જુદાઈ પર મારી મશ્કરી કરતો હોય એવું મને લાગે છે."

*અમારી જુદાઈ *

આ શબ્દો સાંભળતા જ ઝરણાનો દબાવી રાખેલો રોષ દાવાનળ ની જેમ ભભૂકી ઉઠ્યો.પણ છતા.પોતાનો સંયમ જાળવી રાખતા એણે પૂછ્યુ.

"અમારી જુદાઈ એટલે?હુ તો તમારી પાસે જ છુ ને?"

સાગર કોની જુદાઈની વાત કરે છે.એ જાણતી હોવા છતા ન જાણવાનો ડોળ કરીને ઝરણાએ પૂછ્યુ તો ખરુ પણ. જવાબ તો એણે જે મનમા ધારી રાખ્યો હતો એ જ સંભળાયો.

"અમારી જુદાઈ એટલે મારી અને સરિતા ની જુદાઈ ઝરણા."

એક ઠંડો નિઃસાસો નાખતા.દર્દ ભર્યા સ્વરે એ બોલી તો ગયો.પણ સાગરના હોઠ ઉપર સરિતાનુ નામ ઝરણા સહન ન કરી શકી.આજે પહેલી વાર એના મુખેથી સરિતા માટે અપ શબ્દો નીકળ્યા.

"તમને કેટલી વાર કહ્યું છે કે મારી સામે તમારે એ છી... નુ નામ ન લેવું."

ક્રોધના કારણે તે હાંફી ગઈ.અને સાગર સમસમી ગયો.સરિતાને અપાયેલી એ ગાળ તીરની જેમ એના કાળજાને વીંધી ગઈ.ક્રોધાવેશમા મુઠ્ઠીઓ વાળીને તે બેઠો થઈ ગયો.આંખમાંથી અંગારા વરસાવતો એ ઘડીવાર ઝરણાને જોઈ રહ્યો.સરીતાને ગાળ આપનારી આ સ્ત્રી ઝરણા ન હોત તો કદાચ સાગર તેની હત્યા પણ કરી બેસત.પણ ઝરણા આગળ એ લાચાર હતો.એ ગમ ખાઈ ગયો.પણ મગજમાં ભરાયેલા ગુસ્સાને શાંત કરવા.હાથની વળેલી મુઠ્ઠી નો એણે પલંગની બાજુમાં જ દિવાલ ઉપર લટકતા ત્રણ બાય બે ના લંબ ચોરસ શોકેસના કાચ ઉપર પ્રહાર કર્યો.તડાકના અવાજ સાથે કાચના ચુરા થઈ ગયા. ઝરણા ગભરાઈ ને પલંગ પરથી ઉભી થઈ ગઈ.ક્રોધના કારણે લાલઘુમ થયેલા સાગરના ચેહરાને જોઈને ઝરણા હેબતાઈ ગઈ. એણે ધાર્યું ન હતું કે સરિતાને અપાયેલી આ ગાળ સાગર ઉપર આટલી ઉંડી અસર કરશે.સાગરને આટલો ક્રોધાવેશમાં ઝરણાએ આજે પહેલી વાર જોયો.કાચ તૂટવાનો અવાજ બાજુના રૂમમા સૂતેલા એના પપ્પા અને દાદીમાને પણ સંભળાયો. સાગરના મમ્મીનો તો સાગર નાનો હતો ત્યારે જ સ્વર્ગવાસ થઈ ગયો હતો. હાફળા ફાફળા સ્વરે પપ્પાએ ત્યાંથી જ સાદ કર્યો.

"અલ્યા સાગર શુ થયુ?"

સાગર સાચુ બોલી શકવાની સ્થિતિમા ક્યાં હતો? છતા જવાબ આપવો પણ જરૂરી હતો.

"કાંઈ નહિ પપ્પા.મારો હાથ જરા શોકેશના કાચ સાથે ટકરાઈ ગયો."

"પણ કાચ તૂટવાનો અવાજ આવ્યો ને"

"હા કાચ ફૂટી ગયો"

"તો હાથમાં લાગ્યુ હશે? દરવાજો ખોલતો."

"નાના પપ્પા.તમે ચિંતા ન કરો.મને જરાય લાગ્યું નથી."

પણ પપ્પાને પુત્રની ચિંતા હતી.એમણે દરવાજો ઠોકતા કહ્યુ.

"મને તારો હાથ જોવાદે.નહીંતર મને આખી રાત નીંદર નહી આવે."

સાગરે બેડરૂમનો દરવાજો ખોલ્યો.અને પપ્પાને પોતાના બન્ને હાથ દેખાડ્યા. હાથમા ખરેખર જરાય લાગ્યુ ન હતુ. અને એ જોઈને પપ્પાને ધરપત થઈ.

"એમ કેમ કરતા હાથ કાચ સાથે ભટકાય? ધ્યાન રાખતો હો તો.કાચ હવે કાળજીથી ઉપાડજો.જોજો લાગે નય."

પપ્પા પાછા સુવા ચાલ્યા ગયા.

હવે ઝરણાએ સાગરનો હાથ પોતાના હાથમાં લીધો.અને એને ધ્યાનથી જોવા લાગી કે ખરેખર લાગ્યુ તો નથી ને?અને સાગર મુંગા મોઢે એને પોતાનો હાથ ઉપર હાથ પસરાવતા જોઈ રહ્યો.અને પછી બોલ્યો.

"આ ગાળ તે સરિતાને નહીં પણ મને આપી છે ઝરણા."

"હું એને ગમે તે કહું તમારે શું?"

"એ મારાથી સહન નહીં થાય."

"મને કોઈ કાંઈ પણ કહે એ કેમ સહન કરી લ્યો છો?"

"મારા સાંભળતા આજ સુધી તને કોઈએ ગાળ નથી આપી જ્યારે કોઈ આપશે ત્યારે હું એની જીભ ખેંચી લઈશ."

"પણ હું તો એને ગાળ દેવાની જ."

"શા માટે?શુ બગાડ્યું છે એણે તારુ?"

"શા માટે એ આપણી વચ્ચે આવી? શા માટે એણે મારા સુખની ઈર્ષા કરી?"

"એ આપણી વચ્ચે જાણે જોઈને નહીં આવી હોય.કોઈને પણ જાણી જોઈને બદનામ થવાનુ ગમતુ નથી ઝરણા.પણ છતાં ક્યારેક વગર વિચાર્યું પગલું દિલની આગળ મજબૂર થઈને માણસ ભરી બેસે છે.તે જાણતો હોય છે કે આ રસ્તે મને બદનામી સિવાય બીજુ કાંઈ મળે એમ નથી.છતા.આગળ વધારેલું ડગલુ એ પાછુ ખેંચી શકતો નથી.સરિતા પણ પોતાના દિલની આગળ મજબૂર થઈને મને પ્રેમ કરી બેઠી.એમા તુ એને આટલી નફરત શા માટે કરે છે?"

"એને નફરત ના કરુ તો શું પ્યાર કરુ? એને દેવી માનીને એની પૂજા કરુ? મારી સગી બહેનને મારી શોક્ય બનાવુ? એ મારાથી નહીં બને.મને હવે એની શકલ થી નફરત છે.એના નામથી પણ નફરત છે સમજ્યા."

ઝરણાના નાખોરા ક્રોધના કારણે ફુગ્ગા ની જેમ ફૂલી રહ્યા હતા.હદ ઉપરની સરિતા તરફની ઝરણાની નફરત જોઈને સાગરે દાંત કચ કચાવ્યા.

"તુ જેટલી એને નફરત કરીશ.હુ એટલો જ એને પ્યાર કરતો રહીશ."

સાગરના આ શબ્દો સાંભળીને ઝરણા વધુ છંછેડાઈ.પણ એ કંઈ કહે એ પહેલા સાગર જ બોલ્યો.

"અને કાન ખોલીને સાંભળી લે.હવે પછી તારા મોઢેથી સરીતા માટે ગાળ સાંભળી છે ને તો...."

એ વાક્ય પૂરું કરે એ પહેલા ઝરણા તાડુકી.

"તો શુ તમે મને મારી નાખશો."

"ના પણ એ ગાળ મારા માટે કદાચ જીવલેણ નીકળે ખરી."

એ ઘણી જ સ્વસ્થતાથી બોલી ગયો.

અને ઝરણા ડઘાઈ ને એને જોઈ રહી.

"તો તમે એના માટે જાન દેશો?"

એના શબ્દે શબ્દે ઈર્ષા ટપકતી હતી.

"તુ એને બીજી વાર ગાળ આપી જો. પછી તને સમજાશે કે હું એના માટે શુ આપુ છુ."

ઝરણા ચૂપ થઈ ગઈ.સરિતા ના પ્રેમમાં સાગર ઘણો જ ખેંચાઈ ચૂક્યો હતો. એને સમજાઈ ગયુ.અને એ એ પણ સમજી ગઈ કે. સાગર ક્યારેય સરિતાને ભૂલી નહિ શકે.સરિતાના નામ પર એ કાંઈ પણ કરી બેસે એમ હતો.એટલે આ વાતને અહીં જ આટોપી લેવામા જ સાર છે એમ ઝરણાને લાગ્યુ. એણે ઠંડા સ્વરે સમજૂતી કરી.

"તમારા હ્રદયમા સરિતા સિવાય બીજુ કંઈ જ નથી.છતા મારા માટે.જરા પણ. તમારા દિલના કોઈ ખુણામા પ્યાર બચ્યો હોય.તો ભગવાનને ખાતર.હવેથી સરિતાનુ નામ મારી સામે ન લેતા."

ઝરણાનો આ પ્રસ્તાવ સાગરે સ્વીકારી લીધો.પણ સામે એણે પોતાની શરત મૂકી.

"ઠીક છે પણ તુ ક્યારેય એના માટે હલકા શબ્દો ન ઉચ્ચારતી."

"ભલે."

ઝરણા ફકત આટલુ જ બોલી.અને બંને વચ્ચેની ત્રણ કલાકથી પડેલી અંટસ આ સમજૂતી દ્વારા દૂર થઈ. સાગરે સરિતાના પ્યારને અભરાઈએ ચડાવી દીધો.અને ઝરણાએ સરીતાના તિરસ્કારને પલંગ નીચે દફનાવી દીધો. રાતના બે વાગ્યાના ટકોરે બેવ પતિપત્ની મતભેદો ને દૂર ફગાવી એકબીજાના આલિંગનમા જકડાઈ ગયા.

પણ જે ચિનગારી એ બંને વચ્ચે સળગી ચૂકી હતી એ ગમે ત્યારે મોટુ સ્વરૂપ લઈને પોતાની ભડકતી જ્વાળા મા સાગર અને ઝરણાને સળગાવી શકે એમ હતી.