Woman educated good or illiterate???? in Gujarati Magazine by Chandni Virani books and stories PDF | સ્ત્રી ભણેલી સારી કે અભણ????

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

સ્ત્રી ભણેલી સારી કે અભણ????

🧿સ્ત્રી ભણેલી સારી કે અભણ????

💠ઉપરનું પહેલું વાક્ય વાંચીને જ તમે કદાચ 2 શબ્દ ખરાબ કહી દિધા હશે કા પછી મોઢાના હાવભાવ બગડી ગયા હશે. હું પણ તમારી જેમ સ્ત્રી છું અને કોઈ મને આવું કહે તો મને પણ ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. કહેવાય છે સમય સાથે જમાનો બદલાઈ છે, કાલની સ્ત્રી ભણેલી નહોતી, પણ આજની સ્ત્રી ભણેલી છે, કાલની સ્ત્રી ઘર સંભાળતી હતી, આજની સ્ત્રી બિસનેઝ સંભાળે છે, નોકરી કરે છે. પણ મને એવું લાગે છે કે જમાનો બદલાઈ ગયો, જમાના સાથે ઘણી વસ્તુનું ટાઇટલ બદલાઈ ગયું, ઘણા પુરુષોના વિચાર પણ બદલાઈ ગયા, પણ સ્ત્રી હજી ત્યાંની ત્યાં જ છે. કદાચ એક ડગલું આગળ વધી હોય પણ એનાથી વધારે નહીં.

💠આજથી 75 કે 50 વર્ષ પાછળ જઈને જોઈએ તો ત્યારની સ્ત્રી આખો દિવસ ઘરકામ કરતી, એટલે તે લોકોને House Wife કહેવામાં આવ્યું. પરંતુ ધ્યાનથી જોઈએ તો એ લોકો પણ ખેતરે જતા, ત્યાં કામ કરતા, દાડી ભરતાં, મજૂરી કરતા ને જે પાવલી કે પૈસો લઈ આવતા એ ઘરમાં વેંચી દેતા. પણ એ સ્ત્રીઓને ક્યારેપણ Working women નું ટાઇટલ ના મળ્યું. અને પુરુષ ગમે એટલું કમાવીને લઈ આવતો પણ આપતો ઘરની સ્ત્રીના હાથમાં જ પૈસા.. પછી એ મા હોય કે પત્ની.

💠હવે એ વર્ષથી થોડું આગળ આવીયે એટલે કે 30, 35 કે 40 વર્ષ પહેલાના સમયગાળામાં પણ સ્ત્રીઓ ઘરના કામ કરતી હતી. પણ ઘરના કામ સાથે ખેતરે ઓછું, ને સીવણ કામ, પ્રસંગોમાં જમવાનું બનાવવા, પાપડ વણવા, કે ભરત કામ જેવા નાનામોટા કામો ઘરબેઠા કરવા લાગી. અને તેનાથી સો કે હજારોમાં પૈસા કમાવા લાગી. તે સ્ત્રીઓને house wife ની સાથે નાનામોટું કામ, કે પછી સમય મળતા આવા આડા કામ કરી લે છે એવું નામ આપવા આવ્યું. અને એ સ્ત્રીઓ પણ બધો પૈસો ઘરમાં સંતાનોનો આડો ખર્ચ થાય તેમાં વાપરી નાખતી અને ત્યારના પુરુષો પૈસો કમાઈને ઘરની સ્ત્રીના હાથમાં આપતો.

💠હવે એનાથી થોડું આગળ આવીયે એટલે કે 12/15 વર્ષ કે પછી 8/10 વર્ષ પહેલાના સમયગાળાની. તો આ સમયગાળામાં સ્ત્રીઓ વધુ ભણતા શરુ થઇ, આગળ વધતી થઇ, સપના જોતી થઇ, પોતાના હક્ક શું છે એ જાણતી થઇ ને એના માટે લડતી થઇ,નોકરી કરતી થઇ અને આ સ્ત્રીઓ ઘરના કામ કરતી પણ ઓછા પ્રમાણમાં. અને એટલે આ સ્ત્રીઓને House wife પરથી નામ નીકાળીને નામ આપવામાં આવ્યું Working womens. જે સ્ત્રીઓ માટે ખુબ જ ગર્વની વાત હોવી જોઈએ. પણ અહીં ફર્ક એ જોવા મળે છે કે જો એ કામ સ્ત્રીઓ મજબૂરીમાં, ગરીબીને કારણે , ઘરની પરિસ્થિતિ નબળી હોય એના કારણે કામ કરતી હોય તો એ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હોય છે. પણ જો સ્ત્રીઓ પોતાના શોખથી સ્વતંત્રાના નામ પર કમાય છે એનું યોગદાન ઘરમાં ખુબ ઓછું રહ્યું છે. અને અહીંથી શરૂઆત થાય છે સ્ત્રીના પૈસા ને પુરુષના પૈસાની.

💠હવે વાત કરીયે છેલ્લા 4/5 વર્ષથી આજની તારીખ સુધીની તો આજની સ્ત્રી ઘરના કામ અભણ સ્ત્રીઓ માટે છે એવું સમજે છે. ઘરના કામ કરવા એ narrow thinking લાગે છે. અમે શા માટે ઘરના કામ કરીયે, એવા પ્રશ્નો ઉદ્ભવે છે. અમે ઘરના કામ કરવા પેદા નથી થયા એવા વાક્યો કહેવામાં આવે છે. આટલું ભણ્યા કાંઈ ઘરનાં કામ કરવા માટે નથી ભણ્યા આવી વાતો થાય છે. ભણેલી સ્ત્રી ઘરના કામ ના કરે અને એ કરવા માંગતી પણ નથી. આર્થિક રીતે પણ મારા પૈસા છે હું નહીં આપું એવું કહીને જીમ્મેદારીઓથી ભાગતી હોય છે. અને એટલે જ આ સ્ત્રીઓને Modern working women કહેવામાં આવ્યું. અને અહીં સ્ત્રી પોતાના પૈસા પોતાની પાસે રાખે છે ને પુરુષ પણ સ્ત્રીનો આ વ્યવહાર જોઈને પોતાના કમાવેલ પૈસા સ્ત્રીના હાથમાં નથી આપતો.

💠પણ શું ખરેખર સ્ત્રીઓને જે સ્વતંત્રા મળી છે, જેના માટે આજે પણ ઘણી સ્ત્રીઓ લડી રહી છે એ યોગ્યરીતે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે? એને માણી રહી છે????
આ પ્રશ્ન વિચારવા જેવો છે.. 🤔
મારા મતે કામ કરવું એનો અર્થ ફક્ત એ નથી કે પૈસો કમાવો. જો ફક્ત એ જ હોત તો પુરુષ કેટલા યુગોથી પૈસા કમાય છે. કામ કરવાનો અર્થ એ છે કે પૈસા કમાવાની સાથે તમારી જાતને વ્યસ્ત રાખવાનો રસ્તો. જેના લીધે તમે વિચારોના મંથનમાં ના ખોવાવો. તમારી જવાબદારી સમજવાનો પ્રયત્ન કરો. તમે ઘરના કામ કરવા નથી માંગતા એ તમારી મરજીની વાત છે પણ જે સ્વત્રંતા મળી છે એનો દુરુપયોગ ના કરવાની સમજણ એટલે પોતાના પર અને પોતાના માટે કામ કર્યું કહેવાય.

💠તમે બ્રાન્ડેડ કપડાં પહેરો છો, તમે અંગ્રેજીમાં વાત કરી શકો છો, તમે તમારા મનપસંદની વસ્તુ લઈ શકો છો, કે થોડા પૈસા કમાવી શકો છો એનાથી શૈક્ષણિક નથી બનાતું. શૈક્ષણિક બનાઈ છે કે દસ લોકોની વચ્ચે પણ તમે તમારા વિચારોને રજુ કરી શકો શાંતીથી, કોઈની સાથે અન્યાય થતો જોઈ તમારા હૃદયમાં એ વ્યક્તિ માટે બોલવાની હિંમત જાગે એનાથી, પોતાના સંસ્કારોને, મર્યાદાને દુનિયાના કોઈ પણ ખૂણે ગયા પછી પણ ના ભુલવાથી, પોતાના આદર્શો,નિયમો, boundaries ને કોઈના પણ માટે ના તોડવાથી. અને જો સ્ત્રીઓ પણ પુરુષની જેમ ફક્ત સ્ત્રીપ્રધાન દેશ હોવો જોઈએ એવો વ્યવહાર કરવા લાગશે તો પુરુષ અને સ્ત્રીમાં ફરક શું રહેશે ?

💠અભણ સ્ત્રી ઓછું કમાતી પણ પોતાના આદર્શોને જીવંત રાખતી, પરિવારને પોતાના કરતા આગળ રાખતી, જ્યારે ભણેલી સ્ત્રી વધારે કમાય છે પણ ઘણીવાર પોતાના આદર્શોને જાળવી નથી શકતી. ભણેલી સ્ત્રીને સ્વતંત્રતા જોઈએ છે અને એ મળવી પણ જોઈએ દરેક સ્ત્રીને, પરંતુ એ સ્વતંત્રાનું એવું ઉદાહરણ બનો કે ભલે પુરી દુનિયા એ ઉદાહરણ ના આપી શકે પરંતુ તમારા આજુબાજુના લોકો, તમારો સમાજ તમારું ઉદાહરણ આપે બીજી સ્ત્રીને ભણવા માટે કે જીવનમાં આગળ વધવા માટે.