Runanubandh - 59 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ.. - 59

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઋણાનુબંધ.. - 59

સ્તુતિને આમ રડતી જોઈને પ્રીતિ ખુબ ભાવુક થઈ ગઈ હતી. સ્તુતિ ગુસ્સે હતી એને પપ્પા પર લાગણી હતી જ બસ, એજ લાગણી કે જે ઋણાનુબંધી તરીકે પિતા અને પુત્રી વચ્ચે કોઈ જ સંપર્ક વગર પણ યથાવત હતી. આ એ જ પ્રેમ હતો જે અધૂરો તરસતો આંખ માંથી વર્ષી રહ્યો હતો. પ્રીતિને જેમ જેમ સ્તુતિના આંસુ એના ખંભ્ભાને ભીનો કરી રહ્યા હતા, તેમ તેમ પ્રીતિનો અજય પરનો ગુસ્સો ધોવાય રહ્યો હતો. એ અનુભવી રહી હતી કે મારી અજય માટેની નફરત પિતા અને પુત્રી વચ્ચેનું અંતર બની ગઈ હતી. ક્ષણિક પ્રીતિ પોતાની જાતને જ પ્રશ્ન કરી બેઠી, "શું હું એકલી જવાબદાર છું?"

"ના મેં ક્યારેય રૂબરૂ, કે ફોનમાં અજયને સ્તુતિ સાથે વાત કરવાની ના પાડી નથી. સ્તુતિને કોઈ દિવસ એના પપ્પાની વિરુધ્ધ એ વિચારે એવી વાત પણ નથી કરી."

"તો શું મારુ અંતર અજય સાથે થતા સ્તુતિ પિતાના પ્રેમથી વંચિત રહી?

"ના કોઈનો કોઈ માટેનો પ્રેમ ત્રીજા પાત્રના લીધે ઘટતો જ નથી. એ પ્રેમમાં જ ત્રુટિ હોય છે આથી ત્રીજું પાત્રનું નામ આપવાથી પોતાનું અધૂરું સમર્પણ ઢાંકી શકાય છે."

"તો મારે હવે શું કરવું જોઈએ?"

પ્રીતિનું મન મૌન થઈ ગયુ. મન ચુપ થતા સ્તુતિનો રડવાનો અવાજ કાને પડ્યો, પ્રીતિએ તરત સ્તુતિને સાંત્વના આપતા કહ્યું, "દીકરા તું રડીશ નહીં. તારા પપ્પાને તારા લીધે કંઈ જ નથી થયું. એ મનમાંથી કાઢી નાખ. એમને કંઈ જ નહીં થાય!"

મમ્મીની વાત સાંભળીને સ્તુતિ શાંત થઈ હતી. એના મનનો ભાર હળવો થયો હતો. એ બોલી, "મમ્મી ચાલ આપણે હોસ્પિટલ જઈએ."

"હા ચાલ બેટા." આજ સુધી પ્રીતિ ની પાછળ સ્તુતિ સાથ આપતી રહી હતી આજ સ્તુતિની પાછળ પ્રીતિએ સાથ અનિચ્છાએ આપવો જ પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી.

સ્તુતિ અને પ્રીતિ હોસ્પિટલ જઈ રહ્યા હતા. જેમ જેમ હોસ્પિટલની નજીક પ્રીતિ જઈ રહી હતી તેમ તેમ તેના ધબકાર વધી રહ્યા હતા. પ્રીતિને જે ડર હતો એવું જ થઈ રહ્યું હતું. પ્રીતિનું મન ફરી અજય તરફ ખેંચાઈ રહ્યું હતું. મન એકદમ બેચેન થઈ રહ્યું હતું. થોડી જ વારમાં બંને હોસ્પિટલ પહોંચી ગયા હતા.

પરેશભાઈ અને કુંદનબેનને ડોક્ટર સૂચના આપતા હતા ત્યારે જ બરાબર સ્તુતિ અને પ્રીતિ ત્યાં પહોંચી ગઈ હતી. ડોક્ટરે કીધું કે, અજયનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ છે. અને આ ઓપરેશન ખુબ જ જોખમી છે. પચાસ ટકાનાં ચાન્સ છે. અજય બચે એના. અને એ બચી ગયા બાદ પણ એવી શક્યતા છે જ કે, એને થોડા સમય સુધી કંઈ જ યાદ ન આવે અથવા તો યાદશક્તિ આવે જ નહીં. એમના ઓપરેશનની ફોર્માલિટી તૈયાર છે એમાં પેશન્ટના અંગત વ્યક્તિની સહી કરાવવાની છે. એ સહી થાય પછી જ ઓપરેશન શરૂ થશે.

પ્રીતિ તરત બોલી, "ડોક્ટર લાવો પેપર, હું એમની પત્ની છું. હું સહી કરી આપું છું."

ડોક્ટરે ફટાફટ પેપર્સ મંગાવ્યા અને પ્રીતિએ એની ફરજ નિભાવી હતી. સહી કરતી વખતે આંખમાંથી અચાનક આંસુ સરવા લાગ્યા હતા. કુંદનબેન પ્રીતિ પાસે આવ્યા અને એના ખંભે ફક્ત હાથ રાખી ચિંતા ન કરવા સહાનુભૂતિ આપી રહ્યા હતા.

અજયને ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે જ હસમુખભાઈ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અજય ભાનમાં નહોતો. અજયની હાલત જોઈને હસમુખભાઈ એકદમ દુઃખી થઈ ગયા હતા. અજયને ફટાફટ ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને પરિવાર ત્યાં બહાર ઓપરેશન પતે એની રાહ જોતો બેઠો હતો.

આ તરફ અજયનું ઓપરેશન ચાલુ થયું અને થોડી વારે હસમુખભાઈએ પોતાનું મૌન તોડતા કહ્યું, હું તમારી બધાની સમક્ષ એક વાત રજુ કરવા ઈચ્છું છું. શક્ય હોય તો મારી વાત સમજવાની કોશિષ કરજો. હું પણ હવે એટલું તો સમજી જ ગયો છું કે, ચૂપ રહેવાથી મેં કંઈ જ મેળવ્યું નથી. જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં બોલવું જ જોઈએ અન્યથા આપણા જ પરિવારની શાંતિ હણાય છે.

અજય એક કાજલ નામની એની કોલેજ મિત્રને પ્રેમ કરતો હતો. એ પોતાનો પ્રેમ જાહેર કરવા યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. બસ, એજ અરસામાં પ્રીતિ સાથે સગપણની વાત થઈ રહી હતી. અજયે કોઈ જ પોતાના મનની વાત કાજલને જણાવી નહોતી. પણ સંજોગ એવા થયા કે, જયારે એ કાજલને વાત કરવા જઈ રહ્યો હતો ત્યારે કાજલ એના પિતરાઈ ભાઈ સાથે એક કોફી શોપમાંથી બહાર આવી રહી હતી. કાજલ ખુબ ખુશ હતી કારણકે, એનો ભાઈ એની પ્રેમિકાને મળાવવા કાજલને લઈને ગયો હતો. અને કાજલ જ એમની વાત ઘરમાં જણાવવાની હતી. ભાઈની પસંદ ખુબ સરસ હોવાથી એ ખુબ ખુશ હતી. અજય એ બંનેને કોફી શોપ માંથી બહાર નીકળતા જોઈ ગયો અને એને એમ થયું કે કાજલ કોઈકને પસંદ કરે છે. એ દરમિયાન જ સીમાબહેને અજય સાથે કોઈ જ વાત કર્યા વગર પ્રીતિ માટે હા પાડી દીધી હતી. અને અજય પોતાના પ્રેમથી નિરાશ હતો તો તરત જ પ્રીતિથી આકર્ષાઈ ગયો હતો. આથી શરૂઆતનો સમય આકર્ષણમાં સારો વીતી રહ્યો હતો. પણ સીમાના સ્વભાવના લીધે પ્રીતિને ખુબ તકલીફ પડી વળી, પ્રીતિ જયારે ફોરેસ્ટની પરીક્ષામાં ફેલ થઈ ત્યારે પિયર હતી એ દરમિયાન અજયને ખબર પડી કે કાજલ હજી અપરણિત જ છે. આ સમાચાર ત્યારે જ મળ્યા જયારે પ્રીતિ પિયર હતી. અજયે પોતાના પ્રેમને પામવા ઘરે બધાને વાત કરી કે, હું કાજલને પસંદ કરું છું. તમને આમ પણ પ્રીતિ પસંદ નથી તો એની સાથે હું ડિવોર્સ લઈ લવ અને કાજલ સાથે મેરેજ કરી લવ. આથી સીમા ગુસ્સે થઈ અને એણે બધાને સોગંદ પણ આપ્યા કે આ વાત ક્યારેય કોઈએ ઉચ્ચારવાની નથી. બીકના લીધે એણે પોતાની સમાજમાં ઈજ્જત ન ઘટે એટલે પ્રીતિને સ્વીકારવાની પરાણે ફરજ પડાવી હતી. આથી જ બંને વચ્ચે તકલીફ થઈ હતી. હું પણ લાચાર હતો અને પરિસ્થિતિનો સામનો કરી શકું એટલું ગજું પણ નહોતો ધરાવતો. ફરી અજય થોડો સમય પ્રીતિથી દૂર રહ્યો એટલે આકર્ષણ ફરી વધ્યું હતું. ભાવિનીના લગ્ન પણ થઈ ગયા હતા. બસ આજ સમયે બંને નજીક આવી રહ્યા હતા. બધું સરસ સેટ થઈ ગયું હતું ત્યાં એક રાત્રે પાર્ટીમાં ગયા અને કાજલ પણ ત્યાં હતી એને જોઈ આથી અજય ફરી અફસોસ કરવા લાગ્યો હતો. પ્રીતિ બધી જ વાતથી અજાણ હતી. ભૂલ બધી જ અજયની અને અમારા આખા પરિવારની હતી. બસ, એ પાર્ટીના બીજા જ દિવસે અજય પ્રીતિને કહેવા લાગ્યો કે હું તને ન્યાય નહીં આપી શકું, તું મને છોડી દે. વારંવાર કહેવાનું આ જ કારણ હતું. એ મનથી બીજાને પ્રેમ કરતો હતો અને પરણ્યો પ્રીતિને હતો. એને એવો વહેમ પણ હતો કે, જો પ્રીતિ જતી રહે તો કાજલ એના જીવનમાં ફરી આવી જાય!

પ્રીતિ ખરેખર ખુબ જ ધૈર્ય વાળી છે. એણે ખરેખર પત્ની ધર્મ નિભાવ્યો છે. અજયને ત્યાં હતી ત્યારે ખુબ સાથ આપતી રહી. પણ અજય ખોટા વિચારોમાં હતો. આથી એને પ્રીતિના ગુણ સમજાયા જ નહીં. પ્રીતિ સીમંત પછી પિયર આવી ત્યારે અજય કાજલને મળ્યો, કાજલે ચોખ્ખી ના જ પાડી કે પરણિત પુરુષની જિંદગી માં કોઈ સ્ત્રી સાથે અન્યાય કરીને તારો પ્રેમ પામવા આવું એવી છીછરી બુધ્ધિની નથી. કોઈનું કાળજું બાળીને મારા ઘરમાં દિવા પ્રગટાવું એવી હું નથી. આજ પછી ક્યારેય મારો કોન્ટેક્ટ ન કરજે નહીતો મારે મજબુર થઈને પોલીસને જાણ કરવી પડશે. પણ સીમાના ખોટા વલણના લીધે અજયની જિંદગી સાવ બગડી જ ગઈ, એ પ્રીતિની સમજદારીને વર્ષો બાદ સમજી શક્યો. પણ ત્યારે અતિ મોડું થઈ ગયું હતું.

આજ હું તમારી સમક્ષ આ વાત રજુ કરીને મારા મનનો ભાર હળવો કરી રહ્યો છું. તમે મને જે સજા આપો એ મને મંજુર છે. પણ આ દરેકમાં અજયનો જ ફક્ત વાંક નથી થોડો એને સમયે પણ હરાવ્યો છે. જો શક્ય હોય તો એને માફ કરી આપો.

શું હશે પરેશભાઈનો વાત સાંભળીને પ્રતિભાવ?
શું પ્રીતિથી અજયનો સ્વીકાર થશે?જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻