little cute bird in Gujarati Motivational Stories by Charmy Jani books and stories PDF | નાનું પક્ષી

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

નાનું પક્ષી

મારા આંગણા માં એક બહુ મોટું નહિ એવું એક ક્રિસમસ નું ઝાડ છે .ત્યાં એક પક્ષી એ પોતાનો નાનો માળો બનાવેલો છે. હજુ થોડા વખત પહેલાંજ તેને નાના નાના બે બચ્ચાં આવ્યા.ચકલી ના બચ્ચાં એટલે સાવ નાના કે જોતા પણ ડર લાગે કે આ તો એક પવન ની લહેરખી થી પણ નીચે પડી જશે.

અમારા ઘરમાં બધાને જ્યારે ખબર પડી કે બચ્ચાં
આવી ગયા છે એટલે બધાએ બને ત્યાં સુધી ઝાડ
નજીક જવાનું ટાળ્યું. મેં નીચે એક નાની થાળીમાં
થોડા દાણા અને એક વાસણમાં થોડું પાણી ભરીને
ઝાડ નીચે રાખી દીધું કે જેથી તેની માં ને ખોરાક માટે
ક્યાંય રખડવું ન પડે.

રોજ રોજ તેની સલામતી માટે અમે જેટલું બને એટલું
કરી નાખ્યું.પણ અચાનક જ્યારે ખબર પડી કે એક
મોટું વાવાઝોડું "તાઉતે" રાત્રે આઠ થી શરૂ થવાનું છે.
તો સૌ પ્રથમ ચિંતા પેલા પક્ષી ની થઈ આવી.પણ એ
માટે અમે કઈ કરી શકીએ તેમ ન હોય ખાલી માળા
સામે જોઈ ને બેસી રહ્યા.મનોમન ભગવાનને પ્રાથના
કરી કે તેઓની રક્ષા કરે.

વાવાઝોડું તો આઠ વાગ્યા પછી આવવાનું હતું પણ
જોરદાર પવન અને ધીમો ધીમો વરસાદ તો ક્યારનો
શરૂ થઈ ગયો હતો.જે ક્રિસમસ ના ઝાડ ઉપર માળો
હતો એ ઝાડ એકદમ હલવા લાગ્યું હતું.અમે એ જોઈને
ગભરાઈ ગયા.પણ ચકલી ને અચાનક આવું થવાથી
કઈ સમજાયું નહિ.તે પોતાના બચ્ચા થી અલગ થઈને
ઝાડની બહાર આવીને જોવા લાગી.પોતે પણ તે ઝાડમાં
સ્થિર નહતી થઈ શકતી.તો પોતાના બચ્ચાને કેમ
સચવાશે?તે નીચે જમીન પર આવી ને બેસી ગઈ.પણ
વરસાદ આવતો હોય ત્યાં પણ તેને સલામતી ન રહી.
ઘડીક માળામાં તો ઘડીક રસ્તામાં આવતી ચકલી
મુંઝાઈ ગઈ.એટલે ચારે બાજુ ઝાડને ફરતે ઉડવા
લાગી.પણ ઝાડ સ્થિર થવાનું નામ નો તું લેતું.આમને
આમ ક્યાંય સુધી ચાલ્યું.

ચકલી ને ક્યાં ખબર હતી કે હજુ તો આનાથી પણ
ભયંકર સ્થિતિ સર્જાવાની છે.તે તો આજ પરિસ્થિતિ
માં બચ્ચાંને સાચવતી રહી.રાત્રે અગિયાર પછી તો
પવને માજા મૂકી દીધી.બહુ મોટા મોટા ઝાડ પણ એકબાજુથી બીજી બાજુ ડોલવા લાગ્યા.એવામાં આ નાનું ક્રિસમસ નું ઝાડ તો પૂરેપૂરું આમથી તેમ હલવા લાગ્યું.

અમે બધાએ જ્યારે તે જોયું એટલે અમે સમજી ગયા
કે હવે તો ચકલી અને તેના બચ્ચાં તેના માળા સહિત
નીચે પડશે.અમને તેની મદદ કરવાની બહુ ઈચ્છા થઈ
આવી પણ બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું.મોટા મોટા

ઝાડને ઉખેડી નાખતા પવન સામે એક માણસની તો શું
વિસાત..? અમે બધા ખૂબ મજબૂરીથી તેને જોઈ રહ્યા.
ચકલી બને તેટલો પ્રયત્ન કરી રહી હતી .તેના બચ્ચાંને બચાવવાનો.અને પવન પણ જાણે તેના પ્રયત્ન ને સફળ
થવા દેતો નહતો.છતાં ચકલી હાર માનતી નહતી.છેવટે ભગવાન પર છોડીને અમે દરવાજો બંધ કરીને સૂઈ ગયા.

રાત્રે ભયંકર હવા અને વરસાદ ના અવાજોથી ઘરની
અંદર જ ડર ના માર્યા પથારીમાં પડી રહ્યા.ક્યારે આંખ
મળી ગઈ તેની ખબર જ નપડી. સવારે ઉઠ્યા ત્યારે
પણ હજુ ધીમો ધીમો પવન અને સાવ નહિવત એવો
વરસાદ વરસી રહ્યો હતો.હું ઊઠીને સૌથી પહેલા
આંગણા માં આવી,જોયું તો મોટા મોટા ઝાડ ધરાશાયી
થઈ ગયા હતા.એક સાથે ઘણા પક્ષીઓ બેઘર થઈ ગયા હતા.મારી નજર તરત પેલા નાના ક્રિસમસ ના ઝાડ પર પડી..! અને શું જોઉં છું...? આશ્ચર્ય...!! પેલું પક્ષી તેના બચ્ચા સાથે પોતાના માળામાં સહી સલામત બેઠું હતું..શું હિંમતની દાદ દેવી મારે તે પક્ષીને? આવડા મોટા ઝંઝાવાત સામે અડીખમ ઉભી રહી હતી એ.. તેના પ્રયત્નો અને તેના વિશ્વાસે આવડા મોટા "ટાઉતે" ને હરાવી દીધું.અને એની સામે જ મોટી મોટી બિલ્ડિંગ થી પણ ઊંચા વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા. સલામ છે ..આ નાના
પક્ષીની હિંમત ને...!

સંપૂર્ણ