Time and its relevance. in Gujarati Human Science by Zalak Chaudhary books and stories PDF | સમય અને તેની સાર્થકતા.

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

સમય અને તેની સાર્થકતા.

જીવનનો એ સૌથી ઉત્તમ અને અમૂલ્ય સમય જેને આપણે પોતાના સ્વાર્થ માટે કુરબાન કર્યો છે એ ભણવા માટે હોય કે પછી જીવન નિર્વાહ ચલાવવા માટેની કોઈ પણ ક્રિયા પ્રત્યેક ક્ષણ ઉપજાઉ હોય છે.આ સમય ખર્ચ કર્યાનો અફસોસ ક્યારેય નથી થતો કેમ? કારણ કે તેમાંથી વળતર મળવાની સંભાવના ૧૦૦% છે.

બીજો એક એવો તબક્કો કે એવો સમય જ્યાં આપણે કંઈ જ નથી કરતા અથવા કંઈક કરવા માટેની મહત્વાકાંક્ષા મરી પરવાળી ગઈ હોય છે.સાવ નિષ્ક્રિય થઈ જવું અને માત્ર જીવન પૂરું કરવા માટે જવાબદારી પૂર્વક સમય પસાર કરવો.

વ્યક્તિ આ બન્ને પ્રકારના સમયમાંથી જીવન ના એક પડાવ દરમિયાન પસાર થાય છે અને તે જરૂરી પણ છે.ઈશ્વરની યોજના માં દરેક વ્યક્તિ ને વિશ્રામ કરવાની તક મળે છે.આ તક ક્યાં જોવી અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે આપણા પર છે.

કઈ જ ન કરવું તેનો અર્થ એ નથી કે તમે વ્યર્થ છો, નકામાં છો,બિન ઉપજાઉ છો કે પછી આળસુ છો બસ પોતાની જાતને આધીન થઈ જઈ અને માત્ર તેના ગુલામ બની ગયેલું એક સ્વાધીન પાત્ર છો.

પોતાની ક્ષમતાઓને બાંધવાનું કે ખીલવવાનું કામ વ્યક્તિ પોતે જ કરી શકે શું?ક્યાં ?ક્યારે?કેટલું? કેવી રીતે ? આ દરેક પ્રશ્ન પોતાની જાત પર રહેલી ધૂળ ખંખેરવા માટે વ્યક્તિએ પોતાની જાત સાથે સુમેળ સધાય તે માટે કરવા જોઈએ.

પોતાની ક્ષમતાઓને ઓળખવાની કાબેલિયત જે વ્યક્તિ કેળવી શકે તે પોતાની જાત ને ક્યાંય હારવા નથી દેતી તે હાર ને પણ આગળની જીત માટે નું કારણ બનાવી લે છે. મન શરીર અને મગજ ત્રણેય નો તાલ જ્યારે વ્યક્તિ એક સાથે મિલાવી શકે ત્યારે તે ધારે એમ કરી શકે.

સમય ને ક્યાં ? કેટલી માત્ર માં? કોનાં માટે ? વાપરવો તે ખૂબ જ જરૂરી છે કેટલીક ઉપલબ્ધિઓ ઈશ્વર આધીન હોય છે જેમાં શ્રમ સમય અને સાહસ કેળવ્યા છતાં પણ સફળતા નથી મળતી.

જ્યારે કેટલીક ઉપલબ્ધિઓ માત્ર કર્મ આધીન હોય છે જેમાં યોગ્ય યોજના અને યોગ્ય કાર્યપધ્ધતિ સંપૂર્ણ સફળતા અપાવે છે.માટે વ્યક્તિઓ પણ ૨ પ્રકારની હોય છે એક ઈશ્વર આધીન કે જે ઈશ્વર ને સાથે રાખી ને કામ કરે અને બીજી માત્ર કર્મ આધીન તે માત્ર પોતાના આત્મબળ અને પોતાની કામ કરવાની ક્ષમતા પર વિશ્વાસ ધરાવે છે .

યોજનાબદ્ધ રીતે જીવન જીવવાની શૈલી કેળવવી એ જીવનની વ્યવસ્થાનો એક ભાગ છે એ સંપૂર્ણ જીવન નથી. જીવન માણવાની , આનંદ લેવાની અને સુંદર સ્મૃતિઓ ભેગી કરવા માટેનો એક સુંદર પ્રવાસ છે.ક્યાં બેસવું અને કેટલું બેસવું તે સમયઆધીન હોય છે.માત્ર ચાલ્યા કરવું કે પછી બેસી રેહવું એ નાતો જીવન વિતાવવાની પ્રેરણા આપે નાતો ઉતપ્રેક્ષા.બસ અર્થસભર જીવન જીવવું એ દરેક પરિસ્થિતિનો નિચોડ છે.

વ્યક્તિ હંમેશા ભગતો રહે છે કેવા સમય થી....જે તેને હંમેશા દુઃખની પ્રતીતિ કરાવે છે તેને પસાર કરવો ખૂબ અઘરો લાગે છે જાણે એક આખું જીવન તેમાંથી પસાર થઈ ગયું.પણ વાસ્તવમાં સુખ જેટલા સમય માટે મળે છે તેનાથી અડધા સમય માટે પણ દુઃખ ટકી શકતું નથી પણ માનવ માં એટલું લાચાર હોય છે કે તે માત્ર દુઃખ નો સમય જ યાદ કરે છે એ પછી ભૂતકાળનું હોય કે વર્તમાનનું.

એક સુંદર અને સફળ આવતીકાલ માટે હંમેશા જીવનને તે આયામો સુધી લઈ જવું આવશ્યક છે જ્યાં માત્ર આપણી કલ્પનોઓ પહોંચી શકે છે.વિચારોને સમય સાથે તાલ માં લાવી એક ફળદ્રુપ કાર્યશૈલી જીવનને અર્થસભર બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે.