Greencard - 5 in Gujarati Detective stories by MITHIL GOVANI books and stories PDF | ગ્રીનકાર્ડ - ભાગ 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ગ્રીનકાર્ડ - ભાગ 5

બીજે દિવસે સવારે ઇન્સ્પેક્ટર રાણા અને પાટીલ સાડા આઠ થતા જ પોલીસ સ્ટેશન આવી પહોંચે છે કારણ તેઓએ બધા ને નવ વાગ્યે પોલીસ સ્ટેશન હાજર થઇ જવા સૂચના આપી હોય છે તેથી તેઓ અડધી કલાક વહેલા પોલીસ સ્ટેશન આવી પહોંચે છે. નવ વાગતા જ બધા લોકો ની પોલીસ સ્ટેશન આવવાની શરૂઆત થઇ જાય છે સૌ પ્રથમ અદિતિ આવી પહોંચે છે. તે આવતા ની સાથે જ પૂછે છે કે સોફિયા જ મારા ચિરાગની કાતિલ છે ને ? રાણા એને ધીરજ રાખવા કહે છે. સમય આવ્યે ખબર પડી જશે તમને હવે એ સમય દૂર નથી હું બધા આવી જાય પછી બધાની સામે અસલી કાતિલ કોણ છે તે જાણવું છું તો થોડી રાહ જુઓ જસ્ટ વેઈટ એન્ડ વોચ હોટેલ સિટી-ઈંન નો મેનેજર ગુપ્તા પણ આવી પહોંચે છે. તેને જોઈ ને રાણા પાટીલ ને તેને બાજુના રૂમમાં લઇ જવા કહે છે અને તેની પાસેથી કઈ કનફર્મશન લેવાકહે છે આથી પાટીલ ગુપ્તાને બાજુના રૂમમાં લઇ ને જાય છે અને દસેક મિનિટ પછી પાછો ફરે છે ત્યારે સોફિયા અને એડવોકેટ બાટલીવાલ પણ આવી પહોચ્યાં હોય છે. બધા આવી પહોંચતા જ રાણા  બોલવાની શરૂઆત કરે છે. તે સૌ પ્રથમ અદિતિને નટરાજ ની મૂર્તિ બતાડે છે અને પૂછે છે કે આ મૂર્તિ તમે કયારેય જોઈ છે ?અદિતિ હા પડે છે આ તો એ મૂર્તિ છે કે જે મેં અને ચિરાગે સોફિયાને ગિફ્ટમાં અપાવે પસંદ કરી હતી. પણ  આ મૂર્તિ તમારી પાસે ક્યાંથી? જવાબમાં રાણા કહે છે અને અમે મર્ડર વેપન તરીકે એવિડેન્સમાં લીધેલી છે એટલું સાંભળતા જ અદિતિ કહેછે સાહેબ આ બાઈએ જ મારા પતિની હત્યા કરી છે આજ હત્યારી છે એ તેની ધરપકડ કરી યોગ્ય સજા અપાવો. રાણા કહે છે હત્યા સોફિયા એ અંહી પરંતુ અદિતિએ કરી છે તો અદિતીદેવી એ એ ગુનો કાબુલી લો કે ચિરાગની હત્યા તમે કરી છે જવાબમાં અદિતિ કહે છે હું શા માટે ચિરાગની હત્યા કરું ? તો  રાણા કહે છે એ તો તમે જ જાણો પણ ચિરાગની હત્યા તમે જ કરી છે એના મારી પાસે પૂરતા પુરાવા છે જો તમે એ કબુલ કરો તો ઠીક છે નહિ મારે પુરાવા રજુ કરી ને તમારી રિમાન્ડ માંગવી પડશે પછી શું થશે એ તમે જાણો છો રાણા ની રિમાન્ડ ની વાત સાંભળી અદિતિ ભાંગી પડે છે અને પોતાનો ગુનો કબુલ કરી લે છે. રાણા હવે તેને સચ્ચાઈ જણાવ કહે છે તો અદિતિ કહે છે મને એમ હતું કે હું ચિરાગ ને અન્ય સ્ત્રીની સાથી જતો જોઈ શકીશ એ કે મારાથી વધુ સમય દૂર રહેવાનો છે. પણ એ અમ્રિભૂલ હતી ચિરાગ થોડા જ દિવસો માં સોફિયાની નજીક આવવા લાગ્યો હતો તેની વધુ કેર કરતો હતો તે મારાથી ન જોવાતું. તે સૌરાષ્ટ્ર ની ટૂર પતાવીને પાછા ફર્યા તેનેં બીજે દિવસે જ અમારી વેડિંગ એનિવર્સરી હતી તો પણ ચિરાગે બહાનું બતાવી ને મને જરાય ટાઈમ આપ્યો ન હતો અને બધો જ ટાઈમ તે સોફિયા સાથે વ્યસ્ત રહ્યો હતો. મારી સાથે તો માંડ અડધી કલાક વિતાવી હતી. આથી ધીમે ધીમે હું અનુભવતી હતી કે ચિરાગ સોફિયા ની નજીક જઈ રહ્યો છે જયારે તેણે સોફિયાને અમારું બધું પ્લાનિંગ બતાવી દેવાની વાત કરી ત્યારે માણેતેના પાર ખુબ ગુસ્સો આવ્યો હતો પણ મેં મારો ગુસ્સો કન્ટ્રોલ કરીને મેં તેને અમારો પ્લાન ચાલુ રાખવા કહ્યું હતું પણ ખબર નહિ કઈ રીતે સોફિયાને અમારા પ્લાન ની ખબર પડી ગઈ અને તેણે અચાનક ચિરાગ સાથે સંબંધ તોડી નાખ્યો અને ન્યૂયોર્ક જવા ની ટિકીટ ચિરાગની જાણ બહાર જ ચિરાગની ઓફિસમાં થી બુક કરાવી લીધી હું તે દિવસે અચાનક મારા કામથી ઓફીસ ગઈ તો મને જાણવા મળ્યું કે ચિરાગ ઓફિસ પર નથી અચાનક થી તે બહાર ગયો છે મેં તેના મોબાઇલ પર રિંગ મારી તો મોબાઇલ તે ઓફિસમાં જ ભૂલી ગયો હતો તેવું જયેશે મને કહ્યું મેં ચિરાગનો મોબાઇલ લીધો તો તેમ અમને સોફિયાનો મેસેજ વાંચવા મળ્યો કે તેને બધી વાત ની ખબર પડી ગઈ છે એટલે મેં વિચાર્યું કે ચિરાગ હોટેલ પર જ ગયો હોવો જોઈએ તેથી હું પણ હોટેલ પહોંચી મેં સોફિયાના રૂમમાં ફોન કરાવી ચિરાગ ત્યાં છે કે નહિ તે જાણવાનું નક્કી કર્યું પરંતુ ચેક આઉટ ની પ્રોસેસ પતાવી સોફિયા રૂમ છોડવાની તૈયારીમાં હતી  તેથી તેણે ઇન્ટરકોમ રિસીવ કર્યું નહિ તેથી હું હોટેલના રેસીપ્શન પર હું હોટેલ છડીને જાવ છું એવું કહી ને નીકળી ગઈ પણ હુ ત્યાં થી બહાર નીકળવાનું નાટક કરી પછી હોટેલમા આવી હતી મેં બુરખો પહેરી લીધો હતો જેથી મને કોઈ ઓળખી ના શકે અને હોટેલના સિસિટીવીમાં મારો ચહેરો ના આવે હું સોફિયાના  રૂમ પર પહોંચી ત્યાં મેં ચિરાગને જોયો સોફિયા રૂમ છોડી ને નીકળી ગઈ હતી મને જોઈ ને ચિરાગ ભડક્યો હું થાય કેમ આવીછુ એવું કહી મારી સાથે ઝગડવા લાગ્યો હું પણ ઉશ્કેરાઈ ગઈ હતી કારણકે મારો પ્લાન ની નિષ્ફળતા માટે હુ ચિરાગની ભૂલને જવાબદાર ગણતી હતી કે તેને સોફિયાનું ધ્યાન તેના પર છે તે વાત નું ધ્યાન તેણે રાખ્યું ન હતું અમારા બે વચ્ચે બોલાચાલી થઇ અને મેં ગુસ્સામાં આવીને બાજુમાં રહેલી મૂર્તિ ઉઠાવીને ચિરાગના માથામાં મારી દીધી અને ચિરાગ લોહીલુહાણ થઈ જતા હું ત્યાથી ભાગી નીકળી હતી. અને જે મૂર્તિ ચિરાગની હત્યા થઇ હતી તે હું મારી સાથે મારા પર્સ માં લેતી ગઈ હતી અને ચિરાગે સોફિયાને આપેલી નટરાજ ની મૂર્તિ ચિરાગ ની બાજુમાં મૂકી દીધી જે મેં રૂમાલ થી પકડીને મૂકી જેથી તેમાં મારા ફિંગરપ્રિન્ટસ ના આવે તેમાં સોફિયાના ફિંગરપ્રિન્ટસ ઓલરેડી હતા જેથી ચિરાગની હત્યા માટે સોફિયાની ધરપકડ થાય અને મારો બદલો પણ લેવાઈ જાય કારણકે સોફિયા ના કારણે જ મેં ચિરાગ ની હત્યા કરી હતી. હું બુરખો પહેરીને હોટેલ એટલા માટે ગઈ હતી કે મને શંકા હતી ચિરાગ કદાચ સોફિયા ને ચાહવા લાગ્યો હતો તે શંકાના નિવારણ માટે હું ત્યાં ગઈ હતી. અને જરૂર પડ્યે  તો સોફિયાની હત્યા કરવાનો મારો ઈરાદો હતો તેથી હું બુરખમાં છુપાઈ ને ગઈ હતી મને સોફિયાની ઈર્ષા થઇ હતી તેને મારી પાસે થી મારા ચિરાગને છીનવી લીધો છે તેવું હું માનતી હતી. પણ  બુરખો પહેર્યો હોવા છતાં તમે મને કઈ રીતે ઓળખી કાઢી ત્યારે જવાબમાં રાણા કહે છે ગમે તેવો ગુનેગાર હોય તો પણ કયાંક ભૂલ કરી બેસતો હોય છે એવી જ ભૂલ તમે કરી હતી તમે બુરખો તો પહેર્યો પણ તમે સાથે લાવેલું પર્સ બદલ્યું નહો તું જે તમે હોટેલમાં પહેલી વાર સાથે લાવ્યા તે પર્સ તમે બુરખો પહેરીને આવ્યા ત્યારે લાવ્યા હતા અને તમારા હાથમાં રહેલી રીસ્ટ વોચ અને  આંગળીઓમાં રહેલી વીંટીઓએ તમારી હાજરી ની ચાડી ખાધી હતી. અને તમે જયારે રૂમમાં થી પાછા ફર્યા ત્યારે તમારા પર્સ ની ચેન બરોબર બંધ થઈ ન હતી અને તેમાં રહેલી મૂર્તિ કે જે હોટેલ ની હતી અને જેનાથી તમે ચિરાગની હત્યા કરી હતી તે તમારી પર્સ માં દેખાઈ હતી. અને સોફિયાના રૂમ માંથી બહાર નીકળ્યા પછી તમે રૂમ માં દાખલ થાત દેખાય હતા ચિરાગને પણ રૂમમાં દાખલ થયા પછી બહાર નીકળતો જોવામ આવ્યો નહોતો તેથી તમારા રૂમ ગયા પછી જ કઈ બન્યું હોવું જોઈએ એ થિયરી ના આધારે તમે જયારે રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારનો વિડિઓ જોતા તમારી પર્સ માં કૈક હોય તેવું દેખાતા ઝૂમ કરીને જોતા મૂર્તિ દેખાઈ હતી જેના પર લોહીના ડાઘ હતા. હમાન પાટીલ જયારે ગુપ્તાને બાજુ ની રૂમમાં લઇ ગયા ત્યારે તે મૂર્તિ હોટેલ ની છે કે કેમ તેની ખાતરી કરવા જ લઇ ગયો હતો આમ તમારી પોલ ખુલી ગઈ મિસિસ અદિતિ ચિરાગ મહેતા ચિરાગ મહેતાની હત્યા ના ગુનામાં તમારી ધરપકડ કરવામાં આવે છે એટલું કહી રાણાએ હાજર રહેલ લેડી કોન્સટેબલ ને અદિતિને અરેરેસ્ટ કરી લોક અપ માં રાખવા નું કહ્યં અને એડવોકેટ બાટલીવાલા ને તેમની અસીલ સોફિયા હવે આઝાદ છે તેને ન્યૂયોર્ક જવું હોય તો જઇ શકે છે તેવું જણાવી વિદાય કર્યા. આમ આખરે ઇન્સ્પેક્ટર રાણા એ સાચા કાતિલ એ શોધી કાઢ્યો ગ્રીનકાર્ડ ની લાલચમાં અદિતિ એ પોતાનો સંસાર બગાડી આંખ્યો અને જિંદગી પણ