Greencard - 3 in Gujarati Detective stories by MITHIL GOVANI books and stories PDF | ગ્રીનકાર્ડ - ભાગ 3

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

ગ્રીનકાર્ડ - ભાગ 3

ઇન્સ્પેક્ટર રાણા પોતાની ચેમ્બર છોડી બાજુના રૂમમાં જ્યાં અદિતિને બેસાડવામાં આવી હોય છે. રાણા અદિતિને ચિરાગની મોતના સમાચાર આપે છે. રાણાની વાત સાંભળીને અદિતિ ભાંગી પડે છે અને રડવા લાગે છે. તેન રડતી જોઈ ખૂણા ઉભી રહેલી લેડીઃ કોન્સ્ટેબલ આવે છે અને અદિતિને આપણી પીવડાવીને શાંત કરે છે. રાણા કહે છે હું તમારું દુઃખ સમજી શકું છું. પણ મારે મારી કડવી ફરજ નિભાવી પડશ. અને તમે પણ ઇચ્છતા હશોકે  ચિરાગની હત્યા કરનાર ઝડપાઇ જાય માટે તમારે અમને સહયોગ કરવો પડશે તો હું પૂછું તે વિગતો તમારે મને જણાવવી પડશે. અદિતિ કહે છે સાહેબ તમારે જે પૂછવું હોય તે પુછી  શકો છો  હું તમને જવાબ આપવા તૈયાર છું. તમને ખબર છે કે ચિરાગ હોટેલ સિટી-ઈંન માં શાને માટે ગયો હતો.  જવાબમાં અદિતિ કહે છે હા એ બધા માટે હું જ જવાબદાર છું મેં જ ચિરાગને સોફિયા ને  પ્રેમની જાળમાં ફસાવનું કહ્યું હતું. આજે મારા એ જ પાપે મારી પાસેથી મારો ચિરાગ છીનવી લીધો એટલું બોલતા એ રડી પડી રાણા એને શાંત થવા કહે છે અને વિગતવાર વાત કરવા કહે છે. અદિતિ કહે છે આજથી વીસેક દિવસ પહેલસ હું અને ચિરાગ બજારમાં ખરીદી કરવા ગયા હતા. મને તરસ લગતા હું ચિરાગ ને ત્યાંજ ઉભા રહેવાનું કહી  હું રસ્તાની સામે ની બાજુએ આવેલી દુકાનમાં પાણીની બોટલ લેવા ચાલી ગઈ હું પાણીની બોટલ લઇ ટ્રાફિક થોડો ઓછો થાય એટલે રોડ ક્રોસ્ કરું એમ વિચારતી ઉભી હતી તેટલામાં જમારી નજર એક ગોરી છોકરી પર પડે છે તે ચિરાગને ભેટી રહી હતી. અને તેની સાથે હસીને વાત કરી રહી હતી હું ત્યાં જ ઉભી રહી ગઈ અને ચિરાગ અને પેલી છોકરી સુ કરે છે તે જોવા લાગી  લગભગ પાંચેક મિનિટમાં એ છોકરી ત્યાંથી જતી રહી. હું રોડ ક્રોસ્સ કરી ચિરાગ પાસે પહોંચી મેં તેને પેલી છોકરી વિશે પૂછ્યું કોન હતી તે અને તને આવી રીતે કેમ વળગી પડી હતી. ચિરાગે મને કહ્યું તે તેની ક્લાઈન્ટ સોફિયા હતી તે અમૅરિકન સિટીઝન છે તે અહીં શ્રી કૃષ્ણના  ધામના દર્શન કરવા આવી છે મેં તેને મદદ કરી હતી તેની સમસ્યા દૂર કરી આપી હતી. અત્યારે પણ છોકરા તેને હેરાન કરતા હતા તેને ભગાડીને મેં તેની મદદ કરી એટલે તે મને વળગી પડી હતી. બીજું કંઈ  તું વિચારે છે એવું નથી. મને ચિરાગની આંખોમાં સચ્ચાઈ દેખાઈ પણ સોફિયાની આંખોમાં ચિરાગ માટે જે લાગણી હતી તેની સમજ ચિરાગને પડી ન હતી. મેં મનોમન ચિરાગને સોફિયાની નજીક લાવવાનું વિચાર્યું જો ચિરાગ સોફિયાની નજીક આવી જાય અને બંને  મેરેજ કરી લે તો ચિરાગ અમેરિકન સિટીઝન થઇ જાય અને અમેરિકા પહોંચી જાય. અને ત્યાં પહોંચી પછી સોફિયાને ડિવોર્સ આપીને મને પણ ત્યાં બોલાવી લે એટલે હું  પણ ત્યાં જય શકું અને બે ત્રણ વર્ષમાં અમારી લાઇફ સેટ થઇ જાય. મેં તે રાત્રે ચિરાગને મારો આખો પ્લાન સમજાવ્યો ચિરાગે પહેલા તો એવું કશું જ કરવાની ના પાડી તે એવું કઈ કરવા તૈયાર જ નહોતો  તે કોઈ જોખમ લેવા માંગતો નહોતો. તે મને ખુબજ પ્રેમ કરતો હતો અમે બંનેએ આજથી ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરેલા હું અને ચિરાગ સાથે જ અનાથ આશ્રમ માં ઉછરી ને મોટા થયેલા. અમે બને એકબીજા ને બાળપણ થી જ ઓળખતા અમે પુખ્ત થઇ ને ચિરાગ સેટ થઇ જાય પછીજ મેરેજ કરવાનું નક્કી કરેલું પુખ્ત થતા અમે અનાથાશ્રમ છોડી દીધેલું. હું એક પ્રાઇવેટ ફર્મમા એકાઉન્ટન્ટ ની જોબ શરુ કરેલી અને ચિરાગે ટ્રાવેલ અંગેનસીમાં પોતાની જોબ શરુ કરી. ચાર વર્ષના અનુભવ પછી  ચિરાગે પોતાની ટ્રાવેલ એજેન્સી શરુ કરી  લગભગ બે વર્ષ એજેન્સી સારી એવી સેટ થઇ ગઈ એટલે મેં અને ચિરાગે મેરેજ કરી લીધા અને મેં એકાઉન્ટન્ટ ની જોબ છોડી દીધી અને ચિરાગની એજેન્સીમાં જ એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ સંભાળતી થઇ ગઈ. જે દિવસે સોફિયા ઓફિસ પર આવેલી તે દિવસે હું થીણું કામ હોવાથી ઓફિસ ગઈ ન હતી.તેથી સોફિયા અને મારી મુલાકત થઇ ન હતી. આથી હવે હું જાય સુધી સોફિયા અહીં છે ત્યાં સીધી ઓફિસ પર નહિ એવું તેવું મેં ચિરાગ ને કહ્યું અને સાથે પણ સમજાવ્યું કે સોફિયા પણ તને ચાહવા લાગી છે એનો તારા પ્રત્યે નો પ્રેમ મેં આજે તેની આંખોમાં જોયો છે બસ આપણે તેનો જ લાભ ઉઠાવવાનો છે. ચિરાગ કોઈ પણ હિસાબે માનતો ન હતો પરંતુ મેં તેને મરી સોગન આપીને સોફીયા  સાથે પ્રેમનું  નાટક કરવા મનાવી લીધો. બીજે દિવસે મેં જયારે ચિરાગને કોલ કરીને પૂછ્યું કે સોફિયા ઑફિસે આવી હતી કે નહિ ? તો તેને મને કહ્યું સોફિયા ઓફિસે આવી હતી અને તેણે મને તેની સાથે સૌરાષ્ટ્ર દર્શન માટે આવવા ઇન્વાઇટ કર્યો છે મેં તેને પૂછ્યું કે તે હા  પાડી છે ને ? તો ચિરાગે કહ્યું મેં તેને એવું કહ્યું કે હુ તને  બે કલાકમાં  મારુ શેડ્યૂલ ગોઠવી ને કહું છું એવું કહ્યું છે તેને  હા પડતા પહેલા હું તારો અભિપ્રાય લેવા માંગતો હતો. ત્યાં જ તારો કોલ આવી ગયો. હું શું કહું તેને ?  અને  મેં ચિરાગ ને તેની સાથે જવા માટે હા પડી દેવા કહ્યું પણ એ મારી સૌથી મોટી ભૂલ હતી. સોફિયા અને ચિરાગ આઠ દિવસ માટે સૌરાષ્ટ્ર ગયા હતા ત્યારે ચિરાગ જયારે થોડીવાર માટે સોફિયા થી છૂટો પડતો ત્યારે મને કોલ કરતો.  આઠ દિવસ ની ટૂર દરમ્યાન  સોફિયા એ એક સાંજે ચિરાગ ને લવ ની પ્રપોઝલ મૂકી અને તેન વિચારી ને એક વિકમાં હા કે ના નો જવાબ બહુ વિચારી ને આપવા કહ્યં  અને ચિરાગ ને પણ મરી સાથે ચર્ચા કરવા સમય જોત હતો એટલે તેને પણ સ્વીકરી લીધું ફરીને બને પાછા આવ્યા પછી ચિરાગે માને સોફિયાની પ્રપોઝલની વાત કરી અને કહ્યું કે સોફિયા એ મારી પાસે એક વિક નો સમય માંગ્યો છે સાથે એને એવું પણ કહ્યું છે કે એ પોતે એક વાર પ્રેમમાં દગો મેળવી ચૂકીએ છે એ બીજો દગો સહન નહિ કરી શકે એટલે જો હું તેની સાથે આખી જિંદગી વિતાવવા માંગતો હોઉં તો જ મારે તેની પ્રપોઝલ સ્વીકારવી નહીંતર હું તેન ના પડી દેવી  જો હું ના પાડીશ તો તેન કોઈ દુઃખ નહિ થાય.  ચિરાગ ની વાત સાંભળી મેં તેને હા પાંદડી એવા માટે કહ્યું પણ ચિરાગે મને તેમ કરવાની ના પડી જો હું તેને હપદી તેની જિંદગી જોખમમાં મુકવા નથી માંગતો. કદાચ આપણા દ્વારા કરાયેલો દગો એ સહન ન કરી શકે. ચિરાગ તેને હા પાડવા માંગતો ના હતો મેં પરાણે ચિરાગ ને તેની પ્રપોઝલ સીવરવા મજબુર કર્યો હતો. સૌરાષ્ટ્ર થી આવી લગભગ ચાર દિવસ ની અવઢવ પછી પાંચમે દિવસે ચિરાગે સોફિયાની  પ્રપોઝલ સ્વીકારી હતી ચિરાગે ગઈ કાલે મને કહેલું આજનું સોફિયાનું વર્તન મને અકળ લાગે છે તેણે જયેશને કહી ને આવતી કાલની ન્યૂયોર્ક જવાની  ફ્લાઈટની ટિકિટ પણ બુક કરાવી છે અને મને ખાલી વોટ્સ એપ થી માત્ર જાણ કરી છે. હું  આજે તેન મળવા ગયેલો ટાયર પણ તેનું વર્તન તદ્દન શુષ્ક હતું. આથી મેં ચિરાગ ને કહ્યું કદાચ કોઈ એવી પ્રોબ્લેમ હશે તે  તારી સાથે શેર નહિ કરવા માંગતી હોય. આ વાત એટલે જ અટકી ગયેલી આજે સવારે હું કમાથી ઓફિસ ગયેલી ત્યારે ચિરાગ ત્યાં હાજર નહતો મેં જયેશ ને પૂછ્યું તો તેને મને કહ્યું આજે સવારે કોઈ મેસેજ વાંચીને એકદમઅપસેટ થયેલા હોય એવું લાગ્યું અને પછી એકાદ જ મિન્ટમાં હું એવું છું એટલું આખીને નીકળી ગયા તેમનો મોબાઈલ પણ ટેબલ પર જ છે તે મોબાઇલ પણ ભૂલી ગયા છે મેં ચિરાગના ડેસ્ક પર તેનો મોબાઇલ લઇ ઉનલોક કર્યો તો વોટ્સ એપ ખુલ્લું હતું તેમાં સોફિયાની ચેટ હતી ટીમ તણો મેસેજ હતો કે તેને ચિરાગની બનાવટની ખબર પડી ગઈ છે. આથી મેં અનુમાન લગાવયું કે ચિરાગ  હોટેલ સિટી-ઈંન  જ ગયો હોવો જોઈએ  તેથી હું સિટી-ઈંન પહોંચી ત્યાં જઈ  રિસેપ્શન પર જઈ સોફિયા ના રૂમમાં કોલ કરવા કહ્યું અને હું ચિરાગ ની ઓફિસ થી આવી ચુ અને તેન મળવા માંગુ છું. એવો મેસેજ આપવા કહ્યું પણ રૂમમાં કોઈએ ઇન્ટરકોમ રિસિવ કર્યો નહોતો. એટલે હુ ત્યાંજ થોડી વાર માટે રાહ જોતી બેઠી હતી અને સોફિયા સાથે શું વાત કરવી એવું વિચારતી હતી ત્યાંજ  મને ખ્યાલ આવ્યો કે ચિરાગે મને મોકલી છે તોચિરાગ અને મારી વચ્ચે શું સંબંધ છે તો હું શું કહીશ એવો વિઆચાર આવતા ત્યાંથી  નીકળી ગઈ હતી. પછી  તમારા પાટીલ સાહેબ કોલ કરી મને જાણ કરી ત્યારે ખબર પડી કે ચિરાગની હત્યા થઇ ગઈ છે. અને પોલિશ સ્ટેશન આવ્યા એપછી ખબર પડી કે તેની હત્યા ના શકમંદ તરીકે તમે સોફિયાને પકડી છે મારી જ લાલચ ના લીધે આજે મેં ચિરાગ ને ગુમાવી દીધો છે. સોફિયા એ જ ગુસ્સામાં આવી ને મારા ચિરાગની હત્યા કરી છે. એ તેન સજા અવાજ રાણા તેને શાંત પસફીને પોતે યોગ્ય કાર્યવાહી કરશે તેવું આશ્વાશન આપ્યું અને ચિરાગની બોડી તેનું પોસમોર્ટમ ઝડપી પતાવી તમને ઝડપી અપાવવા પર્યટન કરશે તેવું જાણવી તને અદિતિને રવાના કરી પોતાની ચૅમ્બરમાં પાછો ફર્યો. ત્યાં સુધીમાં એડવોકેટ બાટલીવાલાએ સોફિયાના બેલપપેર્સ રેડી કરી રાખ્યા હતા એટલે સોફિયાના જમીન ની વિધિ પતાવી તેને પણ જવા દીધી હવે તેન એબીજે દિવસે આવનારા પોસમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ નો ઇન્તજાર હતો

 

ફોરેન્સિક રિપોર્ટ શું આવે છે ? શું સોફિયા એ જ ખરેખર ચિરાગ ને માર્યો હોયછે કે બીએજ કોઈએ જાણવા માટે વાંચતા રહો ગ્રીનકાર્ડ