Love you yaar - 22 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 22

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લવ યુ યાર - ભાગ 22

"લવ યુ યાર" ભાગ-22
એરપોર્ટ ઉપર આવીને ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ તેમનું ફ્લાઈટ ક્યારે લેન્ડ થાય અને તેમના જીવથી પણ વધુ વ્હાલા બાળકો તેમને ક્યારે જોવા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથે ઓફિસના કેટલાક જૂના વફાદાર માણસો પણ હાથમાં સુંદર બુકે સાથે પોતાના સર અને મેડમને આવકારવા માટે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા હતા. દરેકની આંખમાં હર્ષના આંસુ હતા.

સાંવરીએ અને મિતાંશે ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો અને તેમને બંનેને જાણે કંઈક અલગ જ અહેસાસ થયો, કંઈક અલગ જ ખૂશ્બુ આવી પોતાના વતનની માટીની ખૂશ્બુ અને પોતાના માણસોના અદમ્ય પ્રેમનો અહેસાસ જેમને લંડનમાં રહે રહે બંને ખૂબ યાદ કરતાં રહ્યા અને મિસ કરતાં રહ્યા જાણે કેટલાય વર્ષોથી તલપાપડ થયેલા તેમને બંનેને આજે કેટલાય દાયકાઓ પછી પોતાની વ્હાલી વ્યક્તિઓ જોવા મળી હતી અને લંડનમાં રહીને બંનેએ જે લાંબી દુઃખની મઝલ કાપી હતી તે પોતાના માણસો જોતાં જ બંનેની નજર સામે એ સમય તરી આવ્યો અને સાંવરી પોતાના સાસુને ભેટીને ખૂબ રડી.. ખૂબ રડી.. હાજર રહેલા બધા સાંવરીના રૂદનથી ચોંકી ગયા કે જાણે ન બનવાનું કંઈ બની ગયું કે શું !! અને પછી મિતાંશ પણ પોતાની મોમને ભેટીને રડી પડ્યો અને સાંવરી પોતાના પપ્પાને ભેટીને રડવા લાગી અને મમ્મી કેમ મને લેવા માટે ન આવી શકી તેમ પૂછવા લાગી ત્યારે તેના પપ્પાએ તેને સરપ્રાઈઝ્ડ કરી દે તેવા ચોંકાવનારા સમાચાર આપ્યા કે, " તેની લાડલી એવી તેનાથી નાની બહેન બંસરીએ પોતાના જેવી જ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે અને માટે તેની મમ્મી તેની પાસે હોસ્પિટલમાં રોકાયેલી છે અને તેને લેવા માટે આવી શકી નથી. "

પોતાની બહેનના ખુશીના સમાચાર સાંભળીને સાંવરી પોતાનું બધું જ દુઃખ ભૂલી જાય છે અને જલ્દીથી બંસરીને અને તેની દીકરીને મળવા જવાની ઈચ્છા બતાવે છે.

પરંતુ તેના પપ્પા તેને પહેલા પોતાના સાસરે જઈ પછી શાંતિથી પોતાના ઘરે પોતાની મમ્મીને અને બંસરીને મળવા આવવા માટે જણાવે છે.

સાંવરી તેમજ મિતાંશ પોતાના મોમ અને ડેડ સાથે પોતાના ઘરે જાય છે.
સાંવરીના સાસુ પોતાની વહુને અને દિકરાને બારણાંની બહાર જ ઉભા રહેવા કહે છે અને પછી પોતે રસોડામાંથી પાણીનો લોટો ભરીને લાવે છે અને પોતે પહેરેલી સુંદર સાડીનો છેડો માથે ઓઢીને પાણીનો લોટો તેમની ઉપરથી ફેરવીને બંનેની નજર ઉતારે છે અને ત્યારબાદ બંનેનો ગૃહપ્રવેશ થાય છે. ઘરમાં અને ઘરની બહાર આંગણામાં ખૂબજ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. બંનેના રસ્તામાં રંગબેરંગી ફૂલોની ચાદર પાથરવામાં આવી છે અને આખુંયે ઘર અને આંગણુ સાંવરી અને મિતાંશના આગમનથી અને રંગબેરંગી ફૂલોની મહેંકથી મહેંકી ઉઠ્યું છે.

બંનેના ઘરમાં પ્રવેશ કરતાં ની સાથે જ રસોડામાં રહેલા રામુકાકા બંનેને જય શ્રીકૃષ્ણ કહેવા માટે બહાર આવે છે અને મિતાંશ તેમજ સાંવરી બંને તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લે છે અને ત્યારબાદ મિતાંશ તેમને કહે છે કે, " રામુકાકા આટલું બધું લંડનમાં રહ્યો પણ તમારા જેવી ચા તો મને ક્યાંય પીવા ન મળી તમારા હાથમાં જાદુ છે જાદુ. રામુકાકા મારા માટે ફટાફટ આદુવાળી ગરમાગરમ ચા બનાવી લાવોને "
અને રામુકાકા ખુશ થઈને મિતાંશ માટે આદુવાળી ચા બનાવવા રસોડામાં ગયા.

મિતાંશ ફટાફટ ચા પીને પોતાના ફ્રેનડ્સને મળવા માટે ઉતાવળો થાય છે અને સાથે સાંવરીને પણ આવવા માટે કહે છે પરંતુ સાંવરી તેની સાથે જવા માટે ઈન્કાર કરે છે અને પોતે જરા રિલેક્સ થવા માંગે છે અને મોમ સાથે થોડીવાર બેસવા માંગે છે તેમ જણાવે છે.

સાંવરી મોમ સાથે બેસે છે એટલે મોમ તેને તે બંને જે કામ માટે રોકાઈ ગયા હતા તે કામ તો પૂરું થઈ ગયું ને તેમ પૂછે છે ત્યારે સાંવરી પોતાની સાસુની સામે જૂએ છે અને કહે છે કે, " મોમ, અમે કોઈ કામ માટે લંડન નહોતા રોકાયા પરંતુ એક બીજા જ કારણસર લંડનમાં રોકાઈ ગયા હતા. જેને માટે, હું મારા અને મિતાંશ વતી તમારી માફી ઈચ્છું છું કારણ કે, અમે તમારા ગુનેગાર છીએ અમે તમારાથી બહુ મોટી અને ગંભીર વાત છૂપાવી છે. "

સાંવરીના સાસુ અલ્પાબેન તો સાંવરીની વાત સાંભળીને જ વિચારમાં પડી ગયા કે, આ બંનેએ મારાથી એટલે કે પોતાની માં થી કઈ વાત છુપાવી હશે ? અને પછી તેમને પોતાનો નાનકડો મીત યાદ આવી ગયો કે, મીતે તો અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વાત મારાથી છૂપાવી નથી તો આ વખતે... કદાચ મારો મીત હવે બદલાઈ ગયો છે...અને તેમનું મોં પડી ગયું પણ પછી તરત જ તેમના દિલમાં થયું કે, ના ના આખી દુનિયા બદલાઈ જાય પરંતુ મારો મીત ન બદલાય અને તેમણે આગળની વાત જાણવા માટે, સાંવરીને પ્રશ્ન પૂછ્યો કે, " કેમ બેટા શું થયું હતું? કંઈ અજુગતું તો નહોતું થઈ ગયું ને?"

અને સાંવરી શાંતિથી પોતાની સાસુને લંડનની વાત જણાવતાં કહે છે કે....

વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/9/23