Mumbai a century ago in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | મુંબઈ એક સદી અગાઉ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મુંબઈ એક સદી અગાઉ

આપણે સુરતની સમૃદ્ધિ, તે ઇતિહાસ જાય એટલે પાછળ જઈએ તો પણ સોનાની મુરત કહેવાતું તે જાણીએ છીએ. 1795 આસપાસ કોઈ રાજાને દહેજમાં મુંબઈ નો ટાપુ મળ્યો અને અંગ્રેજોએ 1850 પછી તેને વિકસાવી મુંબઈ શહેર કર્યું.
શરૂઆતથી જ તેનું લોકજીવન, તેની સમસ્યાઓ, તેની સમૃદ્ધિ,, વેપાર ધંધાઓ ની રીત રસમ વગેરે વર્ણવતી અદ્ભુત ફેસબુક પોસ્ટ જોઈ .
જે તે વખતની ગુજરાતી ભાષા પણ જુઓ. લેખકની વર્ણન શક્તિ માન પમાડે તેવી છે.
***
માસ્તરનો અનુભવ સાગરમાંથી મુંબઈ ભાગ—૧ અને મુંબઈ ભાગ—ર 1928માં મુંબઈમાં કેવું સંઘર્ષમય જીવન હતું તેની માહિતી રમૂજી તેમજ રસપ્રદ શૈલીમાં વાંચવાની મજા પડી જશે.

- *- મુંબાઇ ભાગ-*૧.
મુંબાઈ આજ કાલ જબરૂં વેપાર રોજગારનું મથક થઇ પડયું છે. રોજ હજાર માણસ અહી આવે છે અને જાય છે. મુંબાઇ અલબેલી નગરી કહેવાય છે. બધાજ લોકો મુંબાઇનાં વખાણ કરે છે. ઘણા લોકોએ મુબઈ જોયું નથી, તે લોકો હોંસ કરી રહયા છે કે, એક વાર મુંબઈ જોઈએ તેા સારૂ. માટે આપણે થોડી મુંબઈની વાત કરીશું. અહીં બી॰ બી॰ એન્ડ સી॰આઇ॰ રેલ્વેના ૯ મુખ્ય સ્ટેશનો છે; જેને જે સ્ટેશનેથી પોતાનો મુકામ નજીક પડે, તે સ્ટેશનની ટીકીટ લે. વળી અહીં ધીચ વસ્તી હોવાને લીધે લેાકેા આસપાસના પરાંઓમાં પણ રહે છે. તે લોકેાની સગવડને ખાતર બીજા ૧૭ સ્ટેશનો રાખેલાં છે, અને એ બધાં ૩૬ માઇલમાં આવેલાં છે. સવારમાં પાંચ વાગતાથી તે રાત્રે સાડા બાર વાગતા સુધીમાં સોએક ગાડી આવે છે, અને તેટલીજ જાય છે. ૨૦ માઇલનુ ભાડું છ આના છે, પણ ત્રણ મહીનાનો સામટો પાસ કઢાવ્યો હોય તેા સાડા બાર રૂપીઆ લાગે છે. અને ત્રણ મહીના સુધી દિવસમાં ગમે તેટલી વખત ગાડીમાં જઈ શકાય છે.

આ સગવડથી લોકો પચીસ ત્રીસ માઈલ દૂરથી પણ નોકરી ધંધે જઈ શકે છે. પરાઓમાં રહે તે ઓછા ભાડામાં ચેાકખી હવાનેા લાભ લઇ શકે છે. જી॰ આઈ॰ પી॰ લાઇન માટે પણ આવીજ સગવડ છે.

વિલાયતની ઘણી સ્ટીમરો મુંબઇનાજ બારામાં ઉતરે છે, અને બીજા દેશોમાંથી પણ માલ આવે છે, એટલે એ વેપારનું મુખ્ય મથક થઈ પડયું છે. સ્ટીમરમાંથી માલ ઉતારવા માટે મોટી મોટી ગોદીઓ બાંધી છે, ચારે તરફ દરીયો છે અને વચમાં મુંબાઈ છે. અહીં વાલકેશ્વરનો પહાડ છે તેના પર વાલકેશ્વર મહાદેવનુ દહેરૂ, તથા તેની સામે બાણ ગંગા છે; રામચ’દ્રજીએ બાણ મારીને જમીનમાંથી ગંગાજી ને બોલાવ્યા હતા. વાલકેશ્વર પર મોટી મોટી સડકો અને બંગલાઓ છે, અને ગવર્નરને રહેવાનો બંગલો પણ અહીં જ છે. શહેરમાં પાણી પૂરૂ પાડવાનું એક તળાવ પણ છે, કે જ્યાંથી પાણી ગળાઇને શહેરમાં નળેામાં જાય છે. આ તળાવ પર લોખંડનાં પતરાં તથા માટી વિગેરે નાંખી, તેના પર નાનાં ઝાડા રોપી એક બગીચો બનાવેલ છે, તેને ઝુલતા બાગ અથવા હેંગીગ ગાર્ડન અથવા પીરોજશા મ્હેતાનો બાગ કહે છે. શહેરમાં રાણીનો બાગ છે તેમાં જાત જાતનાં ઝાડ તથા પશુ પક્ષીઓ છે, અને એક સંગ્રહસ્થાન પણ છે, કે જેમાં ઘણી ઘણી જોવા લાયક ચીજો ગોઠવેલી છે. ગોદીમાં સ્ટીમરો પર સેંકડો મણ માલની ગુણો સામટી, સાંકળ લપેટીને

સંચાથી અદ્ધર ઉંચકીને ચઢાવવામાં આવે છે, અને તેવીજ રીતે ઉતારવામાં અવે છે, તે જોવાની મઝા પડે છે.

શહેરમાં મોટી સડકો પર રેલ્વે જેવા લોખંડના પાટા નાંખેલા છે, તેના પર આગગાડીના ડબ્બાને મળતી ગાડી ચાલે છે, તેને ટ્રામ કહે છે. પહેલાં તે એ ટ્રામ ખેંચવાને ઘેાડા જોડાતા હતા, પણ હવે ઉંચે વીજળીનો તાર નાંખેલેા છે, અને ટ્રામના છાપરા પર એક દાંડો રાખેલો છે, અને તે દાંડાને મથાળે એક ઘરેડી હોય છે. તે પેલા તારમાં બેસતી આવેલી હોય છે. ને તારમાંથી ઘરેડી મારફતે વીજળી પૈડા સુધી પાંચે છે, અને ટ્રામને ચલાવે છે. આસરે પચાસેક માણસ તેમાં બેસી શકે. કેટલીક ટ્રામને તો એક માળ પણ હોય છે. ત્રણ ચાર માઈલ જવુ હોય તે એક માણસને એક આનો પડે છે.

શહેરના કોટ અને બહાર કોટ એવા બે ભાગ કહેવાય છે. કોટમાં ઘણે ભાગે મોટી મોટી આફીસો, બેન્ક, શેર બજાર, રૂબજાર વિગેરે આવેલ છે, અને બહાર કોટમાં દરેક ધંધાદારીઓ માટે મકાનો અને દેવસ્થાનો છે. બહાર કોટમાં ભુલેશ્વરનો રસ્તો જબરો છે, ત્યાં ઘણાંજ દહેરાં મંદીરો અને દેવળ આવેલાં છે. તેનાથી થોડે દૂર મામાદેવીનુ દેહેરૂ અને તળાવ છે અને એની આસપાસના રસ્તા મામાદેવીના રસ્તાથી ઓળખાય છે. થોડે દુર ગયા કે કાળકા માતાનુ દહેરૂ છે, અને તે રસ્તો કાલબાદેવીના નામથી ઓળખાય છે.

'આ બધા રસ્તાઓ પર સવારે અને સાંજે તે એટલી ભીડ રહે છે કે, જાણે ચાલવાની પણ જગા નહીં !

દરેક ચીજના બજારો પણ જુદા હોય છે, જેવાં કે ખાંડ બજાર, દાણા બજાર, કરીયાણા બજાર, કાપડ બજાર, ચાંદી બજાર, ઝવેરી બજાર વિગેરે ત્યાંથી જથ્થાબંધ ચીજો મળે છે. શાકને માટે મારકીટો બાંધેલી હોય છે, તેમાંજ શાકની દુકાનેા હોય છે; અને મ્હોલે મ્હોલ્લે ગલીકુ'ચીમાં, ટોપલાઓમાં શાક લઈને બેસે, અને ફેરી તરીકે વેચવા જાય તે તો જુદા, કાપડની મારકીટો બાંધેલી છે, તેમાં એક મારકીટમાં સેંકડો દુકાનો હશે.

મુબાઇના મોટા ઘરોને ઘણે ભાગે માળા અથવા ચાલી કહે છે. એ મકાનો પાંચ સાત માળનાં હોય છે. કેટલાક મકાન તો એક મહોલ્લા જેટલા લાંબા હોય છે. અને તેમાં કંઈ કંઈ જાતની દુકાનો હોય છે, અને બેંકો, દવાખાના, હોટલો, નિશાળો અને આફીસો હોય છે, અને વળી કુટુંબો પણ તેમાં રહે છે. મહીને હજારો રૂપીઆ તો તેનાં ભાડાં આવે છે. કોઈ માળામાં ૧૦૦ કોઈમાં ૫૦૦ અને કોઇમાં ૧૦૦૦ માણસ રહે છે. હાલના મોંઘવારીના વખતમાં, મહીને સો પચાસ રૂપીઆ કમાનારો, એક માળામાં એક ઓરડો ભાડે રાખે તો, ઓછામાં ઓછુ મહીને દહાડે બાર પંદર રૂપીઆ ભાડું લાગે. દરેકનો ગર્વ ગળી જાય એવુ' આ શહેર છે. અહીં કોઈક તો

પાણીને બદલે સોડાજ પીએ છે. અથવા વિલાયતના અમુક ઝરાનું પાણી મંગાવીને તેજ પીએ છે, અને વિલાયતથી કપડાં ધોવડાવી મંગાવે છે. કોઇ કોઈની કનવાર કરતું હતું નથી સૌ પોત પોતાના ઉદ્યમે લાગી રહ્યા હોય છે. પોતાના માળામાં બીજા કોણ કોણ રહે છે, તેની પણ ખબર નથી.
જો કોઇ આળસુ માણસને થોડા દહાડા મુંબઈ મોકલ્યો હોય તો, જાગૃત અને ફુરતી વાળો થઈ આવે.કારણ કે મુંબઈમાં પાછલી રાતથી તે સવારના આઠ નવ વાગતા સુધી પાણીના નળ ઉઘાડા રહે છે, અને સવારમાં ત્રણ ચાર વાગતે છેક ઉપલા માળ સુધી પાણી પોચે છે પણ જેમ જેમ વખત જતો જાય છે, તેમ તેમ પાણીનું જોર નરમ થતું જાય છે. માટે ઉપલા માળવાળા વહેલા પાણી ભરી લે છે, અને સુઈ જાય છે. પણ એ પાણી ભરે છે તે વખતે પાણી નળમાંથી નીકળે છે તેનો અવાજ દેગડાઓ અને હાંડાઓનો અવાજ એટલો થાય છે કે બીજા સૂતેલાઓ પણ જાગી ઉઠે છે. પાણી ભરાઈ રહ્યા પછી જરા આંખ મળવા આવી કે દુધ વાળાઓ અંધારામાં બારણુ બારણું ઠોકે, તે એક જણ દુધ લઈને પાછું સુઈ જાય છે.એટલે હજામ બારણું ઠોકે છે અને જેને ' હજામત કરાવવી હોય, તેની હજામત દીવો મૂકીને કરે છે, અને ચાલ્યો જાય. વળી જે ઘરનાં માણસોએ બહુ વહેલા પાણી ભર્યું નહીં હોય તે લોકો, નીચલા માળના લોકોને બૂમ મારીને કહે છે કે "એ... નીચેવાળા... નળ બંધ કરો...' કારણ કે નીચેનો નળ બંધ થાય તો ઉપરના નળમાં પાણી આવે

વળી દરેક માળ પર દસ વીસ ઓરડીઓ હોય, તે બધા વચ્ચે એક નળની ઑરડી રાખી હોય, ત્યાં બધાજ સામટા ભેગા થાય છે, અને વહેલું પાણી ભરી લેવા માટે લડાલડ થાય છે, અને અકેકના હાંડા ફેંકી દેવાય છે. આવા આવા ઘણા અવાજો સંભળાય છે, અને અંધારૂ' છતાં ગાડી ઘોડા અને માણસોનો પગરવ શરૂ થઇ ગયો હોય, તેનો પણ અવાજ સંભળાય છે. માટે સવારમાં અંધારામાંજ ઉંઘ ઉડી જાય છે, અને જેને બહુ ઉંઘવાની ટેવ હોય, તે પણ જાગ્રત થઈ જાય છે. તેમાં ભુલેશ્વરનો લત્તો, કે જ્યાં વૈશ્નવોનાં મંદીરો આવેલાં છે, ત્યાં રહેનારો જે ઉંઘણસી હોય, તેના તો બારજ વાગ્યા ! કારણ કે સવારમાં ચાર વાગતામાં દર્શન થાય છે, તેથી ગાડી ઘોડા અને માણસેાની ધમાલ મચી રહે છે. અને દર્શન બંધ થઈ જશે એ બીકથી, માણસો “ જે જે ” ના અવાજો કરતાં જાય છે તે, આરતી ઉતરે તે વખતના ધંટના અવાજો, “ ફુલગરની સેવા વેશ્નવ ” ના અવાજો, “ જે ** જમના મૈયાકી ” ના ચોબાઓના અવાજો થયાંજ કરે છે. વળી “ ગ્યા. મીઠ ” અથવા “ ગ્યાર દીડકયા પા...લી મીઠ ” નો રાગડો ખેંચતો મીઠાવાળો, અને અંધે લુલેકી ટોળી દેદાતર ” કરતી આંધળાઓની ટોળી, જાણે કોઈ કીલ્લો જીતવા લશ્કર જતુ હોય તે પ્રમાણે “રામ રામ રામ રામ ” શબ્દથી આખો મહેાલ્લો ખળભળાવી મૂકતા દસ વીસ ભીખારૂઓની ટોળી, દરેક જણને જાગૃત કરી નાંખે છે.અને પછી તો સેંકડો જાતના ફેરીયાઓ, તથા માણસોના અવાજો ઉમેરાયાજ જાય,એટલે અઘોરી હોય તેની પણ ઊંઘ ઊડી જાય છે.

અસલના મકાનેામાં દરેક માળે, આગલા દીવાનખાનામાં રહેતુ હોય, તેને માટેજ માળ પર જાજરૂ હોય છે. બીજા બધાએતો, ભોંયતળીએ વાડામાં કે ચોકમાં બે ત્રણ જાજરૂ બાંધેલા હોય, ત્યાંજ જવાનુ હોય તે, એટલે ચારે પાંચે માળના બધાજ, મ્હોંમાં દાતણનો કુચડો લઇને સવારમાં, ત્યાં ભેગા થાય છે. અને આગગાડીમાં ચઢતી વખતે અકકેકને હડસેલા મારીને ચઢી જાય છે, તેમ અહીં પણ હડસેલા મારીને જાજરૂમાં પહેલા જવાને દરેક જણ પ્રયત્ન કરે છે. બે જણ લઢવા રહે કે, ત્રીજો ફડાક દેતો કે ઘુસી જાય છે. અકકેકના હાથમાંના પાણીના વાસણો ફેંકી દે છે, અને કહે છે કે તને તો અરધો કલાક થશે, હું તો બે મીનીટમાં પરવારી લઇશ, વિગેરે ફારસો થાય છે. નળપર કેાઈ લુગડાં ધુવે છે, કોઈ ન્હાય છે, કોઇ વાસણ માંજે છે, કોઈ પાણી ભરે છે, અને કોઈ દાતણ કરે છે. એટલામાં કોઇ જાજરૂમાંથી આવીને હાથપગ ધોવા માંગે છે, એટલે વળી અહીં પણ લડા લડી! ખુબી એ છે કે આટલા બધા માણસોને આટલા બધા કામ માટે, ઘણે ઠેકાણે માત્ર એકજ નળ રાખેલો હોય છે. કોઈક માળામાં તો ખરે બપોરે પણ, અજાણ્યા માણસથી

દીવો લીધા વિના તો, દાદર ચડાયજ નહીં, એટલું અંધારૂ હોય છે. હવે નવી ઢબનાં મકાનો બંધાય છે, તેમાં દરેક માળે જાજરૂનું સુખ હોય છે, અને દાદરમાં અંધારૂ હોય ત્યાં વીજળીનો દીવો મુકેલો હોય છે, પણ ઘણા નવા મકાનોમાં પણ દીવો હોતો નથી, માટે આંધળાની માફ્ક હાથ લંબાવીને અને ધીમે ધીમે પગ ઘસડીને દાદરમાં ચઢવું પડે છે. બધા ભાડુતો એકઠા મળીને ઘરધણીને કહે તો, તરત સુધારા થાય, પણ આગેવાન કોણ થાય ?

- *-મુંબાઇ ભાગ ૨.-*
રસ્તે ચાલતાં ગાડીઘેાડાની એટલી ધમાલ થાય છે કે, જરા ચુકયા કે મૂવા ! કેટલાક ગાડીવાળા એવા હોય છે કે બુમ પાડતા નથી, અને રસ્તે ચાલનારના માથાંને ઘેાડાનુ માથું અડકવા દે છે, એટલે ચાલનાર ચોંકીને એકદમ ખસી જાય છે. અથવા ગાડીવાળા બુમ મારે છે, પણ ચાલનારો સાંભળતો નથી, અને ઘેાડાનું માથું તેના માથાને અડકે એટલે પાછા ફરીને ગાડીવાનને કહે છે કે આંધળો થઇને હાંકે છે ? ત્યારે ગાડીવાળો કહે છે કે બ્હેરો થઈને ચાલે છે ? પછી પેલો ચાલનારો બાજુએ ખસવા જાય છે કે, સામી લાઈનમાંથી બીજી ગાડી આવતીજ હોય ! ત્યાંથી બચીને થોડે ચાલ્યા, નહીં ચાલ્યા કે, બાજુની ગલીમાંથી ભેાં ભોં કરતી કે મોટર આવી. ત્યાંથી જીવ લઈને નાઠા અને થોડે ચાલ્યા કે ટ્રામ

દોડતી આવી. માટે એવા રસ્તા પર તો, ભડકેલા કે બીધેલા હોય તેમ, ચોરની માફક આમ તેમ ચોગરદમ નીધાં રાખી- નેજ, દોડતા ચાલવું પડે છે.

દૂધવાળા, શાકવાળા, હોટલવાળા, પાનવાળા, બીડીવાળા વિગેરેની દુકાનમાં તો સવારમાં અંધારામાંજ ધમાલ હોય છે. કોઇને ત્યાં મળવા જાઓ તેા, તે તમારી સાથે વધારે ખોટી થશે નહીં. રસ્તે ચાલતાં કોઈ ઠેકાણે, ઓટલા પર બેસવાની ખાલી જગ્યા મળશે નહીં, કારણકે એક માણસ બેસી શકે, એટલી જગ્યા પર પણ કેાઈએ દુકાન કાઢી હોય છે. ખીસા કાતરૂઓ પણ ઘણા હોય છે, માટે રસ્તે ચાલતાં જરા અસાવધ રહ્યા કે, ખીસામાંથી વસ્તુ ગઈજ સમજવી. કંચન અને કામીનીની લાલચ રાખનારાઓને, ફસાવનારા ઠગ પણ બહુ હોય છે.

અહીં ભીખારૂ તથા ફેરીયાઓ ઉપલા માલ સુધી દરેક ઓરડીએ ફરી વળે છે, અને કોઇ લુચ્ચા પણ બધે ફરે, તે તેને કેાઈ પૂછતું નથી, કારણકે એ કોણ જાણે કોનું ઘર શોધતો હશે, તેની શી ખબર ? એમ કરતાં કરતાં જ્યાંથી દાવ ફાવ્યો, ત્યાંથી કંઈ ઉપાડી જાય છે. બનતાં સુધી દરેક જણ ઘાટી એટલે નોકર રાખવાની ઇચ્છા રાખે છે. માટે બૈરાંઓને સુખ છે, પણ મરદને તો સખત વેતરાં કરવાં પડે છે. પણ પેાતાના દેશમાં રળવાનું કંઈ પણ સાધન નહીં હોય તો, અહીં આવેથી ઠેકાણે તે પડે. કેટલાક તો

દોરી લોટો લઈને આવેલા, તે ગાદી તકીયાવાળા થઈ ગયા. અહીં જો તબીયત બગડે તો, થોડા દહાડા દેશમાં જવું જોઇએ. એક પૈસો ખરચવો હોય તેને માટે એક રૂપીઓ તોડતાં મન કચવાતું નથી. અહી એક પાઈને અડધી કહે છે, દોઢ પાઈને ત્રણ દમડી, બે પઇને દુકાની, એક પૈસાને દીડકી, ચાર પાઇને ફદીયુ, પાંચ પાઈને સવા ફદીયું, બે આનીને ચવલી અને આઠ આનીને અધેલી કહે છે. કારણ કે દખ્ખણ અને કોંકણ દેશના લેાકેાની વસ્તી અહીં વધારે રહેલી, અને ઘાટી આ પણ તેજ દેશના, એટલે મરાઠીમાં બોલવાના ઘણા રીવાજ પડી ગયા છે. કેાઈ માણસ મુંબઈ જોવા ખાતર આવે, અને બધાં જેવાનાં સ્થળ જોઇ રહે, પછી તેને રહેવાનું ગમતુ નથી. કારણ કે અહી' દેશના જેટલી મેાકળાશ નહી અને નવરાશ પણ નહી.

અહીં સાધારણ કમાનાર માણસને માટે કહેવાય છે કે, મુંબાઈની કમાણી મુંબાઈમાંજ સમાણી. વૈદ ડાકટરના પૈસા તો લગભગ રોજજ ખરચવાના હેાય છે. જો તમે તમારૂ ગુજરાન તમારા દેશમાં ચલાવી શકતા હો, ” અને તમારા દેશનો માણસ મુંબાઇમાં એક વરસ નોકરી કરીને, ચાર દહાડા રજા લઈને કંઈ કામ સર દેશમાં આવ્યો હોય, ને ઈસ્કી બાલ ઓળી, નવાં કપડાં પહેરી, સેન્ટ નાંખેલો રૂમાલ ગજવામાં નાંખી, ઘડીયાલનો અછોડો લટકાવી દેશમાં ફરતો હોય, તો તે જોઇને તમે લલચાઈ જઈને મુંબઈના

વિચાર કરતા નહી. કારણ કે મુંબાઈમાં તો એ માણસ મેલાં કપડાં પહેરીને, સવારના સાતથી તે રાતના નવ દસ વાગતા સુધી નોકરી કરીને, જેમ તેમ પેાતાના ખરચ જોગું કમાતો હોય, પણ દેશમાં ભપકા બતાવવાની ખાતરજ, એક નવુ ઘોતીયુ, જાકીટ, ગીલીટનો અછોડો, સેન્ટના નમુનાની બે પૈસા વાળી સુગંધીદાર શીશી વિગેરે લઇને, દેશમાં આવી લેાકેાની જોડે ઠાઠમાં મેાટી મેાટી વાત કરે, કે હમારે ત્યાં વરસ દહાડે પચીસ લાખનો વેપાર છે, ઘર અને ઓફીસ મળીને સો તો નોકરો છે, વાડીયેા છે, બંગલાઓ છે, વિગેરે પણ આ બધુ કંઇ પેાતાનુ છે ? એતો એવા શેઠને ત્યાં વૈતરૂ કરવાની નોકરી પર છે.
માટેજ કહ્યું છે કે
સંપત હોય તો ઘર ભલો,
વિપત્ત ભલો પરદેશ.
સડક પર અને ઘણાં ઘરોમાં ગેસના દીવા હતા, એટલે ચાંપ ફેરવીને દીવાસળી ધરી કે, ભડભડ કરતો કે દીવો થાય. હમણાં લગભગ બધેથી ગેસના દીવા નીકળી ગયા છે, અને વીજળીના દીવા થયા છે, એટલે બટન દબાવ્યું કે દીવો થાય છે, તેને દીવાસળી ધરવાની જરૂર નથી તમારા ગામમાં દીવાળી પર જેટલા દીવા થતા હશે, તેના કરતાં દસ ગણા દીવાની લાઈટ અહી હમેશાંજ હાય છે.એક દુકાન પર સો સો પચાસ પચાસ દીવા પણ હોય છે. પણ કેટલીક વાર વીજળીના કારખાનામાં કંઇ બગાડો થાય છે, ત્યારે

કેટલાક મહોલ્લાઓના ઘરોમાં, એકદમ દીવા હોલવાઈ જાય છે, અને દસ વીસ મીનીટ અંધારૂ ઘેાર થઈ જાય છે, અને દરેક જણ મીણબત્તી અથવા ઘાસતેલના ફાનસો શોધવાની દોડા દોડ કરે છે, ત્યારે ઘણી રમુજ આવે છે. કારણ કે મીણબત્તી કે ફાનસનાં ઠેકાણાંજ હોતાં નથી. આવી રીતે કોઈ વાર પાણીના નળ એકદમ બંધ થઈ જાય છે, ત્યારે લેાકેાને ઘણીજ હાડમારી વેઠવી પડે છે. મોટા બીલડીંગોમાં સંચાથી ઊઁચકઈ જાય એવી એક ઓરડી બનાવેલી હોય છે, તેમાં ચાર પાંચ માણસ બેસી શકે છે, અને જેટલમે માળે જવુ હોય, તેટલામે માળે દાદરે ચઢયા વગર જઈ શકાય છે. આ ઓરડીને લીફ્ટ કહે છે.
માસ્તરનો અનુભવ સાગર -લેખક તથા પ્રકાશક ઠાકોરલાલ સૂરજરામ માસ્તર - ઠે. સોનીફલીયા સુરત સને1928