The Author Jagruti Pandya Follow Current Read તમારાં બાળકોને સાંભળો તો ખરાં !!! By Jagruti Pandya Gujarati Children Stories Share Facebook Twitter Whatsapp Featured Books ખજાનો - 88 "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં... મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી સત્ય ઘટના પર આધારીત આ સિરીઝ ઘણી ડાર્ક છે. શૃંખલામાં ડાર્ક થી... આસપાસની વાતો ખાસ - 2 વિઘ્નહર્તાઅમે બન્ને, વિશ્રુત અને વૃંદા, ગપાટા મારતાં હતાં. ઓ... ફરે તે ફરફરે - 42 આજે હું અને મારા સાળા વાતો કરતા એમના ઘરે બેઠા હતા .. બે પુરૂ... પ્રેમતૃષ્ણા - ભાગ 11 “ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્ર... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share તમારાં બાળકોને સાંભળો તો ખરાં !!! (2) 1.3k 3k 2 તમારાં બાળકોને સાંભળો તો ખરાં !!!નમસ્કાર વાચક મિત્રો. આજે હું બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહી છું, જે છે તમારાં બાળકોને સંભાળો અને સમજો. અત્યારના સ્પર્ધાત્મક યુગમાં વકીલ તરીકે ક્લાયન્ટને, શિક્ષક તરીકે વિદ્યાર્થીને, ડૉક્ટર તરીકે દર્દીને, શેઠ તરીકે નોકરને સાંભળવામાં આવે પરંતુ ક્યારેય વાલી તરીકે આપણે બાળકોને સાંભળવાનો પ્રયાસ કર્યો છે ખરો ? બાળકને ક્યારેય મુક્તકંઠે બોલવામાં સહકાર આપ્યો ? બાળકોને બોલવા દો! બાળકોને સાંભળો તો તમને ખબર પડશે કે આ દુનિયામાં અવનવું જોયાં જાણ્યા પછી તેની પાસે કેટલાં પ્રશ્નો છે. બાળ માનસને સમજાવતુ એક સુંદર મજાનું પુસ્તક છે : ' તોત્તોચાન ' આ પુસ્તકમાં મેં જ્યારે પ્રથમ વખત વાંચ્યું કે, ' તોમોએ શાળાના આચાર્ય શ્રી કોબાયાસી સર ઇન્ટરવ્યુ સમયે એક નાની બાળકીને ચાર કલાક સુધી ફક્ત અને ફક્ત સાંભળે જ છે!!!' આ વાત વાંચ્યા પછી કદાચ મેં પણ બાળકોને સંભાળવાનો નિર્ધાર કર્યો. અને એ પછી તો બાળકોની મસ્ત મજાની દુનિયાની વાતોમાં એટલી બધી મજા આવી કે, આજ દિન સુધી બાળકોને સાંભળ્યા જ કરુ છું. બાળકોની કાલીઘેલી મીઠી મીઠી વાતોને સાંભળીએ તો ખ્યાલ આવશે કે તેઓ શું છે ? તો શા માટે બાળકોને સાંભળવાની જરૂર છે ? અથવા શું કરવું કે શું ન કરવું જોઈએ? બાળકનાં હ્રુદય સુઘી પહોંચવા: જો તમારે બાળકોનો આત્મવિશ્વાસ કેળવવો હોય તો આજથી જ તેમને સંભાળવાના શરુ કરી દો. બાળકનાં હ્રુદય સુઘી પહોંચવા માટેની આ એક અગત્યની અને શ્રેષ્ઠ કેડી છે. બાળકોને સાંભળી અને તેમનાં મિત્ર બની રહો. જો તમે બાળકોને નહી સંભાળો તો તે કયાં જશે? કોની આગળ આ દુનિયાને સમજવાના પ્રશ્નો કરશે? જો વાલી તરીકે કે એક શિક્ષક તરીકે તમે તેને નહી સંભાળો તો તેની જિજ્ઞાસા કેવી રીતે સંતોષાશે?બાળકોને વચ્ચેથી બોલતાં અટકાવવા નહીં : મોટે ભાગે આપણે માતાપિતા તરીકે બાળકોને વચ્ચેથી જ બોલતાં અટકાવી દઈએ. આપણું બાળક આપણી આગળ નહિ બોલે તો કોની આગળ બોલશે ? આપણી આવી ગેરવર્તણૂક બાળકોને નકારાત્મક અભિગમ ઉપર લઈ જઈ શકે છે. વાલી કોઈ કામમાં વ્યસ્ત હોઈ શકે. દાખલા તરીકે, ઘરકામમાં અથવા કોઈ મીટિંગમાં. બાળકને કંઈ જોઈતું હોય પણ વાલી તેને અવગણી નાખી છે અથવા તેને બોલતો અટકાવે છે. જ્યારે આપણે પુખ્તવયના વ્યક્તિઓ બાળકને ન સાંભળીએ ત્યારે તેમને દુઃખ થાય છે અને તેઓ કોઈ બીજી જ રીતે આપણું ધ્યાન પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે.જ્યારે પુખ્તવયની વ્યક્તિ બોલનાર બાળક અથવા વ્યક્તિની વાતમાં વિક્ષેપ કરી તેનું વાક્ય પૂરું કરે છે. આવું વર્તન ત્યારે થાય છે જ્યારે તમારા મનમાં તમે પ્રતિભાવ અગાઉથી તૈયાર રાખ્યો હોય છે. ભૂતકાળના કન્ડિશનિંગના લીધે તમારા મને અગાઉથી જ નિર્ણય લઇ લીધો હોય છે.માતાપિતાનો કડક સ્વભાવ : કડક સ્વભાવ અને એ પણ બાળકોની સાથે? આ કુમળાં છોડ કડક સ્વભાવના તાપથી કરમાઈ જશે! માતાપિતાના કડક સ્વભાવને કારણે બોલી નથી શકતાં, પરંતુ તેની અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડતી હોય છે. એક સમાજસુધારકે ખૂબ સરસ વાત કરી છે કે,“બાળકોની આગળ ચાલી બાળકોને હંફાવશો નહિ, બાળકોની પાછળ ચાલી તેને ચકાસશો નહિ; પણ બાળકની સાથે ચાલી બાળકને સમજો.” કડક સ્વભાવ રાખવો પણ સંભળાતી વખતે સાંભળો, સમજો અને શાંતિથી તેનું નિરાકરણ લાવો.સાંભળવાનો ઢોંગ!!!!!! એક નાનું બાળક તમારી સાથે વાત કરે તેવા સમયે કદી તેની વાતોને નજરઅંદાજ કરવી નહીં. જ્યારે તમે કોઈ અન્ય વિચારોમાં હોય છે પણ તે સાંભળવાનો ઢોંગ કરે છે. તેમનું મન બીજી કોઈ વાતમાં અટવાયેલું હોવાથી તેઓ માથું હલાવતા રહે છે અને બધા સામાન્ય પ્રતિભાવ આપતા રહે છે. દાખલા તરીકે, બાળક તેને ખૂબ ઉત્સાહિત થઇને પોતાનું દોરેલું ચિત્ર બતાવે ત્યારે વાલી ઉપરછલ્લી રીતે તેને જોઈને 'બહુ સરસ!' એમ કહી દે છે. જોનારને એમ લાગે કે વાલી બાળકને પ્રોત્સાહન આપી રહ્યું છે. પણ બાળક અંદરથી જાણે છે કે વાલી એ ખરા અર્થમાં તેના ચિત્રને ન તો જોયું છે અને ન તો તેને સમજ્યું છે. બાળક બઘું જ સમજે છે.બાળકને સાંભળવા આપણી પાસે સમય છે? ના, બિલકુલ નથી. બાળકોનો વાતો તમને નિરર્થક લાગે છે. ખરેખર, આપણી પાસે સમય નથી એવું નથી. મોટા ભાગના માતા પિતા; ધંધા-વ્યવહારનાં કામ પૂરાં કર્યાં પછી ટી.વી. જોવામાં, મિત્રો સાથે ગપ્પાં મારવામાં, સંબંધીઓના ઘરે જવા-આવવામાં સમય વ્યતીત કરતા હોય છે. સમય નથી ફક્ત તમારાં બાળકો માટે ? ક્યારેય બાળક પાસે બેસીને બાળકને પૂછ્યું કે,“બેટા, તારે કોઈ મુશ્કેલી છે ? તકલીફ છે ?” આમ કરવાથી બાળક અને માતાપિતા વચ્ચેનું અંતર ઘટશે. પરંતુ બાળક સાથે વાત કરવી આપણને માથાકૂટ લાગે છે. પછી પોતાના કર્તવ્યમાંથી છૂટવા,‘મારી પાસે સમય નથી. મારે ઓફિસે જવાનું હોય છે, સામાજિક પ્રસંગોમાં જવાનું હોય છે, વ્યવહારિક તથા પારિવારિક સંબંધો સાચવવાના હોય છે.’– આવા બધા તર્ક કરીને બાળકોને પૂરતો સંતોષ અપાતો નથી.શા માટે બાળકોને સાંભળવા ? નાનાં બાળકો લાંબા સમયગાળાથી ઘરે રહેતા હોવાથી તેઓ એવી અજીબોગરીબ ભાવનાઓમાંથી પસાર થઇ રહ્યા છે જે તેઓ બધા જોડે શેર કરવામાં અસમર્થ છે. વળી, તેમની આસપાસ એટલા બધા સલાહ-સૂચનો ફરી રહ્યા છે કે આપણે પણ સ્વાભાવિક રીતે તેને આગળ ફેલાવવા ટેવાઈ ગયા છીએ! દાખલા તરીકે, પોઝિટિવ રહો, હિંમત રાખો કે પછી સ્વાસ્થ્ય જોડે સંકળાયેલી અનેકો શિખામણ! અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે વાલીઓ પોતાના બાળકોને ઘણી બધી વસ્તુઓ કહી રહ્યા હશે પણ શું તેઓ ખરા અર્થમાં તેમનાં બાળકોને સાંભળી રહ્યા છે?આપણે સાંભળવાની બંને સ્ટ્રેટેજી - પેસિવ અને એક્ટિવને સાંકળવાની સખત જરૂર છે. પેસિવ સાંભળવું એટલે સામેવાળી વ્યક્તિને બોલવા દેવું અને તમારે નોનવર્બલ થકી સંકેત આપવો કે તમે એની વાત ઉપર ધ્યાન આપી રહ્યા છો. જ્યારે એક્ટિવ સાંભળવું એટલે સવાલો પૂછવા અને ચોખવટો કરવી. જેથી, મુદ્દામાં ઊંડાણપૂર્વક ઉતરી શકાય. Download Our App