10 lesson from Think Like A Monk in Gujarati Book Reviews by Roma Rawat books and stories PDF | સન્યાસીની જેમ વિચારો

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

સન્યાસીની જેમ વિચારો

 

 

સન્યાસીની જેમ વિચારો પુસ્તકમાંથી મળતા અમુલ્ય બોધપાઠ:

પુસ્તક: થિંક લાઈક એ મંક

લેખક: જય શેટ્ટી

પુસ્તકનું ગુજરાતી શીર્ષક: સન્યાસીની જેમ વિચારો

 

1. તમારી જાતને ઓળખો.

તમારા મૂલ્યો શું છે? તમારો ધ્યેય શું છે? તમારા વિચારો શું છે? એકવાર તમે જાણી લો છો કે તમે કોણ છો ત્યારે તમે એવું જીવન જીવવા લાગો છો જે તમારા માટે શ્રેષ્ઠ છે.

 

2. નકારાત્મક વિચારોને દુર કરો.

જ્યારે તમે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હો ત્યારે સૌ પ્રથમ એ વિચારોને ઓળખો અને એ પછી એ વિચારોને રોકવાનો પ્રયાસ કરો. સકારાત્મક વિચાર વિકસાવવા માટે નકારાત્મક વિચારોને દુર કરવા જરૂરી છે. એકવાર તમે સકારાત્મક વિચારો સાથે સંબંધ કેળવો એ પછી તમારા જીવનની સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જશે.

 

3. તમારા ભયને પિછાણો.

સૌ પહેલા તમારા ભયને ઓળખો એ પછી જ તમે ભયથી અલગ થઈ શકશો. યાદ રાખો, ભય એ કુદરતી લાગણી છે. એને જડમૂળથી નાબુદ નથી કરી શકાતી પરંતુ તમે એને નિયંત્રિત કરતા શીખી શકો છો. તમારા ભયને જાણો  અને પછી એના પર કાબુ મેળવતા શીખો.

 

4. સારા ઇરાદા જીવનને સાર્થક બનાવે છે.

તમારા વિચારો, શબ્દો અને ક્રિયાઓ તમારા ઇરાદા સાથે સુસંગત છે કે કેમ એ ખાતરી કરો. તમારા ઇરાદા સારા હશે તો તમે વિશ્વ પર સકારાત્મક અસર સર્જવામાં સફળ થશો.

 

5. તમારા અનન્ય માર્ગને ઓળખો.

તમારો અનન્ય માર્ગ એટલે કે તમારો ધર્મ ઓળખો. જીવનમાં તમારો અનન્ય માર્ગ કયો છે? તમારો ધર્મ શું છે? એકવાર તમે તમારા આ અનન્ય માર્ગ કે ધર્મ જાણી લો એ પછી તમે અર્થપૂર્ણ અને પરિપૂર્ણ જીવન જીવવાનું શરૂ કરો છો.

 

6. તમારી દિનચર્યાઓ અને આદતો સુધારો.

આપણી દિનચર્યાઓ અને ટેવો આપણા જીવનને આકાર આપે છે. તમારી દિનચર્યાઓ અને ટેવો તમારા લક્ષ્યો અને મૂલ્યો સાથે સંરેખિત રહે એ મુજબની દિનચર્યા વિકસાવો.

 

7. મનના માલિક બનો.

મન એક શક્તિશાળી સાધન છે. તમારા મનનો તમારા ફાયદા માટે ઉપયોગ કરવાનું શીખશો તો તમે તમારા મનને જે પણ પ્રાપ્ત માટે પ્રેરણા આપશો એ તમને તમારું મન પ્રાપ્ત કરી આપશે.

 

8. આત્મસન્માન બનાવો કેળવો, અહંકાર નહીં.

આત્મસન્માનનો અર્થ છે તમારી યોગ્યતાઓને જાણવી. અહંકાર એટલે તમારી જાતને બીજા સાથે સરખાવવી. આત્મસન્માન કેળવશો તો તમે વધુ આત્મવિશ્વાસ વિક્સવશો અને ખુશ જીવન જીવશો.

 

9. કૃતજ્ઞ બનો.

કૃતજ્ઞતા એક શક્તિશાળી લાગણી છે. નિયમિતપણે તમને જે પણ મળ્યું છે એ બદલ કૃતજ્ઞતા અનુભવો. આ રીતે તમે તમારા જીવનના હકારાત્મક પાસાઓથી વાકેફ થશો.

 

10. સંબંધોને સમજો અને એનું જતન કરો.

આપણા સંબંધો એ આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. તમારા સંબંધોને પોષતા રહો. સમય જતાં તમારી આસપાસ એવા અનેક લોકો હશે જે તમને પ્રેમ કરતા હશે અને તમને ટેકો આપવા તત્પર હશે.

 

સન્યાસીની જેમ વિચારો પુસ્તકમાંથી શીખવા લાયક અગણિત બોધપાઠ છે. એમાંથી કેટલાક મેં અહી અલગ તારવ્યા છે. જો તમે આ પુસ્તક વાંચશો તો એ તમને જીવન પ્રત્યે વધુ સજાગ બનવામાં મદદ કરશે. હું પ્રેરણા મેળવવા માંગતા દરેકને આ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું.

વાંચવા બદલ આભાર 

આપના પ્રતિભાવની રાહ રહેશે

 

ખાસ નોધ: વાંચન મહત્વનું છે કારણ કે તે તમને વધુ સહાનુભૂતિશીલ, અને જાણકાર બનાવે છે. વાંચન તમારી કલ્પનાને સતેજ કરે છે. યુનિવર્સિટી ઓફ સસેક્સ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે વાંચનથી સ્ટ્રેસ 68% ઓછો થાય છે. વાંચન તણાવ ઘટાડવામાં અને સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. સ્વસ્થ વાંચન લોકોને સારી ઊંઘ અને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે.