The Author वात्सल्य Follow Current Read સુપ્રીમ કોર્ટના CJI શ્રી ચંદ્રચૂડ સાહેબ By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books नियती - भाग 50 भाग 50त्यावर तोही तिला खट्याळपणे म्हणाला...."काय झालं...?? ब... क्रीपि फाईलज - खरी दृष्य भीतीची ... - सीजन 1 - भाग 18 देवी योगेश्वरी माता महिमा भाग 1 नमस्कार मित्रहो सदर कथा सत्... दुष्ट चक्रात अडकलेला तो - भाग 4 आरती आणि अजित जेवतानासुध्दा भूतकाळात घडलेल्या घटनेच्या विचार... विचारांचा प्रवास "विचारांचा प्रवास" जीवनातील संघर्ष, निर्णय आणि अनुभव... अनुबंध बंधनाचे. - भाग 31 अनुबंध बंधनाचे.....( भाग ३१ )शिल्पाच्या घरी सर्वांची तयारी च... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share સુપ્રીમ કોર્ટના CJI શ્રી ચંદ્રચૂડ સાહેબ (5) 1.1k 2.6k 1 ભારતની સુપ્રીમ કોર્ટના માનનીય જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ.🌹🙏🌹ભારતની સુપ્રીમ કોર્ટના 50 મા CJI (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા)છે.ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની નિમણુંક થતાં પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (cji) યુ.યુ.લલિતે જ અનુગામી તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની ભલામણ કરી હતી.શ્રી ડી.વાય.ચંદ્રચંડનું પુરું નામ ધનંજય યશવંત ચંદ્રચૂડ છે.જસ્ટિસ ચંદ્રચુડ ભારતના 50 મા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે.આ પહેલાના પૂર્વ ચીફ જસ્ટિસ યુયુ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થયા છે.ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ બે વર્ષનો છે.અને તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે.ડીવાય ચંદ્રચૂડની સંપૂર્ણ માહિતી:પુરું નામ - ધનંજય યશવંત ચંદ્રચૂડ જન્મ- 11 નવેમ્બર 1959 (મુંબઇ)અભ્યાસ - 1982માં દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લૉ ની ડિગ્રી મેળવી,1983માં હાર્વર્ડ લો સ્કૂલમાંથી માસ્ટર ઓફ લોની ડિગ્રી અને ત્યાં જ 1986માં ડોક્ટરેટ ઓફ જ્યુરિડિકલ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો.પિતા અને માતા યશવંત વિષ્ણુ ચંદ્રચુડ.જેમનું નામ ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપવાનો ઇતિહાસ છે.તેમના માતા પ્રભા શાસ્ત્રીય સંગીતકાર હતા.વર્ષ 1998માં ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પદે નિમર્ણુંક થયા.વર્ષ 2000માં 29 માર્ચે બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા.વર્ષ 2016 માં 13 મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ પદે તેમની નિમણુંક કરવામાં આવી.જસ્ટિશ ડીવાય ચંદ્રચૂડે પોતાના જ પિતાનો એક ચુકાદો પલટી નાંખ્યો હતો.સમગ્ર ઘટનાની વાત કરીયે તો વર્ષ 1985 માં તત્કાલિન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વાય.વી.ચંદ્રચૂડે જસ્ટિસ આર.એસ.પાઠક અને જસ્ટિસ એ.એેન.સેનની સાથે ઇન્ડિયન પિલન કોડની કલમ-497ની માન્યતાને યથાવત રાખી હતી.સોમિત્રિ વિષ્ણુ કેસમાં જસ્ટિસ વાય.વી.ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં લખ્યુ હતુ કે,સામાન્ય રીતે એવું સ્વીકારવામાં આવ્યુ છે કે,શારીરિક સંબંધ માટે પુરૂષો ઉત્તેજિત કરતા હોય છે નહીં કે મહિલાઓ.33 વર્ષ પછી,ઓગસ્ટ 2018 માં જસ્ટિસ વાય.વી.ચંદ્રચુડના પુત્ર જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે આવા જ એક સમાન કેસની સુનાવણી કરતા કહ્યુ કે,અમે એવા કેસનો ચુકાદો સંભળાવવા જઇ રહ્યા છે,જે વર્તમાનમાં પ્રાસંગિક છે.તેમણે કહ્યું હતું કે એવી મહિલાઓ છે,જેઓ તેમના પતિઓ દ્વારા કરાતી મારપીટને સહન કરે છે.જે કંઈ કમાતા પણ નથી.આવી મહિલાઓ તેમના આવા પતિઓ પાસેથી છૂટાછેડા લેવા માંગે છે,પરંતુ આવા કેસ વર્ષો સુધી કોર્ટમાં પેન્ડિંગ રહે છે.ઉપરાંત વર્ષ 1976 માં એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે એવી દલીલને ફગાવી દીધી હતી કે ગોપનિયતા એ જીવન જીવવાના અધિકાર હેઠળનો મૂળભૂત અધિકાર છે.પાંચ ન્યાયાધીશોની આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ એ.એન.રાય,જસ્ટિસ વાય.વી.ચંદ્રચુડ,જસ્ટિસ પી.એન.ભગવતી,જસ્ટિસ એમ.એચ.બેગ અને જસ્ટિસ એચ.આર.ખન્ના સામેલ હતા.આ કેસ એસ.ડી.એમ.જબલપુરનો હતો.જો કે, અન્ય ચારેય ન્યાયાધીશની તુલનાએ જસ્ટિસ એચ.આર.ખન્નાનો મત અલગ હતો.અને તેમણે અલગ ચુકાદો લખ્યો હતો.વર્ષ 2017 માં એક કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ટાંક્યુ હતું કે,એ.ડી.એમ.જબલપુર કેસમાં બહુમતીના ચુકાદામાં ગંભીર ખામીઓ હતી.ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ અદાલતો પર પેન્ડિંગ કેસોનું ભારણ ઘટાડવા પર ભાર આપી રહ્યા છે.સુત્રોના જણાવ્યા અનુસાર ડી.વાય. ચંદ્રચુડ એ મુખ્ય ન્યાયાધીશનો કાર્યભાર સંભાળ્યાના એક મહિનાથી પણ સમયગાળામાં સુપ્રીમ કોર્ટે 2,511 જામીન અને ટ્રાન્સફર અરજીઓ સહિત 6,844 કેસોનો નિકાલ કર્યો છે.જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ એ 9 નવેમ્બર, 2022ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કાર્યભાર સંભાળ્યો હતો તે દિવસથી 16 ડિસેમ્બર,2022 સુધીમાં કુલ 5,898 કેસ દાખલ કરવામાં આવ્યા હતા.CJI એ નવેમ્બરમાં એક પૂર્ણ કોર્ટની બેઠકમાં નિર્ણય લીધો હતો કે તમામ 13 ખંડપીઠો લગ્ન સંબંધીત વિવાદોને લગતી 10 ટ્રાન્સફર અરજીઓ અને કેસોનું ભારણ ઘટાડવા માટે દરરોજ આટલી જ સંખ્યામાં જામીન અરજીઓ અંગે સુનાવણી કરશે.મુખ્ય ન્યાયાદીશ ડી.વાય.ચંદ્રચુડે શપથ લેતા સમયે કહ્યુ હતુ કે, “આ પૂર્ણ કોર્ટ મીટિંગ બાદ,અમે નક્કી કર્યું છે કે દરેક ખંડપીઠ 10 ટ્રાન્સફર પિટિશન પર સુનાવણી કરશે, જે કૌટુબિંક વિવાદ છે,ત્યારબાદ શિયાળાના વેકેશન પહેલા દરરોજ 10 જામીન સંબંધિત કેસોનો નિકાલ કરવામાં આવશે.”નોંધનિય છે કે ડી.વાય.ચંદ્રચુડે 9 નવેમ્બરના 2022 ના રોજ ભારતના સુપ્રીમ કોર્ટના 50 મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.તે વખતે તેમણે કહ્યું હતું કે જામીનની બાબતોને પ્રાથમિકતા આપવાની જરૂર છે.કારણ કે તે વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંકળાયેલી છે.સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે લગ્ન સંબંધના કેસો સંબંધિત 3,000 પેન્ડિંગ પિટિશન છે.જ્યાં પક્ષકારો કેસ ટ્રાન્સફર કરવા માંગે છે.ફુલ કોર્ટે કહ્યું હતું કે જો દરેક ખંડપીઠ દરરોજ 10 ટ્રાન્સફર કેસની સુનાવણી કરે છે તો 13 ખંડપીઠ “એક દિવસમાં 130 અને અઠવાડિયામાં 650 કેસમાં નિર્ણય લઈ શકશે.તેથી શિયાળાની રજાઓ પૂર્વે અદાલત બંધ થવાની પહેલાં જે પાંચ અઠવાડિયા અમારી પાસે છે,ત્યાં સુધીમાં તમામ ટ્રાન્સફર પિટિશનનો નિકાલ થઈ જશે.”જસ્ટિસ ચંદ્રચુડે એવું પણ કહ્યું હતું કે તેમણે સપ્લિમેન્ટરી યાદીમાં છેલ્લી ક્ષણે સુનાવણી કરવાના કેસોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.જેથી ન્યાયાધીશો પર કામનું ભારણ ઘટી શકે.જેઓ મોડી રાત સુધી સુપ્રીમ કોર્ટમાં રોકાઈને આ કેસોનો અભ્યાસ અને નિકાલનું કામ કરે છે.આવા આશાસ્પદ દેશનું ગૌરવ કહી શકાય તેવા CJI શ્રી ચંદ્રચૂડ સર ને મારા પ્રણામ.(સંદર્ભ:ગુગલ)- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App