Shreemad Bhagvad Gita Overview in Gujarati Spiritual Stories by Chandni Virani books and stories PDF | શ્રીમદ ભગવદ ગીતા સારાંશ

Featured Books
Categories
Share

શ્રીમદ ભગવદ ગીતા સારાંશ

ભગવદ ગીતા, ભારતીય ધાર્મિક ગ્રંથોમાં એક મહત્ત્વપૂર્ણ અને આદિત્ય ગ્રંથ છે. આ ગ્રંથ મહાભારતનો એક ભાગ છે, અને તેનો વિસ્તાર 700 શ્લોકોમાં થાય છે. જેમાં વાસ્તવિક તત્ત્વો, જ્ઞાન, ભક્તિ, કર્મ, મોક્ષ અને જીવનના અન્ય મહત્વપૂર્ણ વિચારો છે.ગીતાનો સંવાદ મહાભારતના યુદ્ધભૂમિમાં પ્રારંભમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો છે.

ગીતામાં કૃષ્ણ જે જ્ઞાન આપે છે, તે માનવજીવનમાં લાભદાઇ રહે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં મદદ કરે છે. ગીતાનો વિચાર હૈતુક અને સમર્થનીય છે, જે માનવજીવનની સમસ્યાઓનો સમાધાન અને આધ્યાત્મિક પ્રગતિ માં મદદ કરી શકે છે.

ભગવદ ગીતાનું સંદેશ યોગ્ય જીવન, ત્યાગ, સમર્પણ, પ્રેમ, સમતા, ધૈર્ય અને આત્મનિરીક્ષણ જેવી મૂળભૂત મૂલાંકણો છે. ગીતાનું અધ્યાત્મિક જ્ઞાન માનવની જીવનશૈલી અને સમસ્યાઓને સુલઝાવવામાં મદદ કરે છે. ગીતા એક અદ્ભુત ધાર્મિક ગ્રંથ છે જે જીવનની વિભિન્ન સમસ્યાઓને સુલઝાવવામાં મદદ કરે છે અને સર્વત્ર સાચો માર્ગ તપાસે છે.

આપણે બધા શરીર નહીં પણ આત્મા છીએ, અને આ જીવન એક પરીક્ષા છે.. પરીક્ષા પોતાના સૌથી સારા સ્વભાવ ને બહાર નિકાળવાની અને પોતાની લાઇફમાં એપ્લાય કરવાની. અને આ પરીક્ષા પાસ કરવાની સર્વાધિક સારી બુક એટલે "ભગવદ ગીતા" છે..

ભગવદ ગીતા મૂળ સંસ્કૃતમાં લખેલી છે. પરંતુ ધીમે-ધીમે સંસ્કૃત ભાષાનો લુપ્ત થતો ગયો અને ભગવદ ગીતાને સમજવી એટલી જ અઘરી થઈ ગઈ. જેના લીધે ઘણા લોકો એ ભગવદ ગીતાને પોતાની માતૃભાષામાં લખી છે. આ જ કોશિશને આગળ વધારીને હું અહીં થોડા જ શબ્દોમાં ભગવદ ગીતાને સમજાવવાનો પ્રયાસ કરીશ. ભગવદ ગીતા એક દરિયો છે અને માણસનું મગજ એક ટીપુ છે. તેમ છતા હું મારા મતે ભગવદ ગીતાનું જ્ઞાન શું છે એ કહીશ.

શ્રીમદ ભગવદ ગીતા

શ્રીમદ ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપેલ શિક્ષા છે. એ સમય એવો હતો કે જ્યારે વારે વારે ધર્મની હાનિ થઈ, ભગવાનનો ડર માણસમાંથી નિકળી ગયો, ભાઈ એ પોતાના ભાઈને મારવાનો પ્રયત્ન કર્યો, ભિષ્મ જેવા વડિલનું મૌન નિરર્થક થયું, એટલું જ નહી ભરી સભામાં એક વિવાહિત સ્ત્રીનું માન ભંગ કરવામાં આવ્યું. આ એ સમય હતો જ્યારે માણસને ધર્મની સમજ આપવી અનિવાર્ય થઇ ગઇ.આ જ સમયે ભગવાન કૃષ્ણ એ યુદ્ધભૂમિમાં યુદ્ધના થોડા સમય પહેલા ભગવદ ગીતાનું જ્ઞાન અર્જુનને આપ્યું. આ એ જ્ઞાન છે જે ખાલી અર્જુન માટે જ નહીં, પૂરી સ્રૃષ્ટિ માટે હિતવાહ છે.

ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે: "હું જ બધું છું, કાલ પણ હું જ હતો, આજે હું જ છું, અને ભવિષ્યમાં પણ હું જ હોઈશ. હું જ કૃષ્ણ છું, અને હું જ અર્જુન છું. હું આ ધરતી, આકાશ, વાયુ, પાણી બધું છું. જે પણ તું જોઈ શકે છે, સ્પર્શ કરી શકે છે, ચક્ષુ થી જોઇ શકે છે એ બધું હું જ છું."

હું જ બધું બનાવું છું અને એનો વિનાશ પણ હું કરું છું. હું આ સૃષ્ટિ આમ જ બનવીશ અને એનો નાશ કરીશ જેથી આત્માને અવસર મળે આ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી બહાર નિકળવાનો... માણસ હોઈ, પશુ હોઈ કે પક્ષી હોઈ, પોતાના કર્મથી પોતાનું જીવન જીવે છે અને પોતાનો સમય પૂરો થતા પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં જાય છે.કોઈપણ જીવ ક્યારેય મરતો નથી, બસ આ શરીર એક બોક્સ છે જેમાં રહીને આત્મા થોડો સમય પસાર કરે છે અને પછી પોતાના કર્મ અનુસાર એક નવુ બોક્સ મળી જાય છે અને ત્યાં જતું રહે છે. ભગવદ ગીતા કહે છે કે આ સૌથી મોટી પરીક્ષા માટે પરમાત્મા એ આ સૃષ્ટિને પાંચ પદાર્થથી બનાવી છે. હવા, પૃથ્વી, જળ, અગ્નિ, ઇતર આ પાંચ પદાર્થને એક શરીર તરીકે ગણવામાં આવે છે. પરંતુ ભગવાન ખુદ આ પાંચ ઇન્દ્રિયોથી અલગ છે.

આ ઇન્દ્રિયોથી આત્મા ભગવાન ને સમજી ના શકે. આ ઇન્દ્રિયોની સાથે આત્મા એવી છે જેમ એક રોબોટ. જેને એના બનાવવા વારા ની કોઈ ખબર નથી, બસ એને આપવામાં આવેલા કમાંડથી એ કામ કરે છે.

આ પરીક્ષામાં માણસ ને સારા અને ખરાબ બધા સમય સાથે ચાલવું પડે છે. આત્માને પરીક્ષામાં પોતાના ભાઈ-બહેન, કુટુંબીઓ ની સાથે ઘણા સારા ખરાબ વ્યવહારમાં સામેલ કરવામાં આવે છે. જેમાં આત્મા એ પોતાની અંદરના તામસિક ગુણોનો નાશ કરી સાત્વિક ગુણોથી આગળ વધવું પડે છે.આપણા તામસિક ગુણો એ છે જે આપણી અંદરની ખોટી ભાવનાઓ પેદા કરે છે, ખોટા મારગે લઇ જાય છે, જે પોતાની સાથે સાથે બીજાને નુકસાન પહોચાડે છે. આપણા રાજસિક ગુણો એ છે જે આપણે ઈર્ષા, લોભ, લાલચ માં નાખે છે. અને આપણા સાત્વિક ગુણો એ છે જે બધાની જોડે ચાલી ને પ્રેમની ભાવના વધારી શાંતિથી રેતા શીખવાડે. માણસમાં આ ત્રણ ગુણોનું મિશ્રણ હોય છે.

 

જીવન પર્યાપ્ત બધી આત્મા એ જીવનના ચાર સ્તંભથી પસાર થવું પડે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

ધર્મ: ધર્મ માણસના જીવનમાં સર્વાંગી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આવશ્યક છે. ધર્મના પાલના થી માણસ પરમાત્માની સમીપતા સુધી પહોંચે છે. ધર્મનું પ્રતીક સિંહ છે. ધર્મ એ છે જે ગીતામાં, વેદ અને ઉપનિષદોમાં લખાયેલું છે. ધર્મનું સૌથી મોટું પાર્ટ છે કોઇને નુકસાન ના પહોચાડવાનું.

અર્થ: અર્થ માણસની આવશ્યકતાઓ ને પૂરી કરવાનો માર્ગ છે. અર્થની સંપૂર્ણતાથી માણસનું જીવન સુખી બને છે. અર્થનુ પ્રતીક ઘોડો છે. આત્મા પોતાનો હોવાનું મૂળ કારણ સમજે. આ જીવનમાં ભોગવાની વસ્તુઓ નો આનંદ લે. સારી દીકરી કે સારો દીકરો, સારો ભાઈ કે સારી બહેન, સારી પત્ની કે સારો પતિ, સારી સાસુ કે સારી વહુ બની ને બધા દુન્યાવી સંબંધોને પાર કરવો જરૂરી છે. અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક વિચારધારાઓમાં ઘોડોને મહત્વનું સ્થાન છે. ઘોડો સ્થિરતા, શક્તિ, ત્યાગ, ઉત્સાહ, સેવા અને સંકલ્પનાની પ્રતિષ્ઠાનો પ્રતીક છે. સાથે સાથે આત્માનું વિકાસ અને માનવીય અભિવૃદ્ધિનું માર્ગ સૂચવે છે.

કામ: કામ માણસની ઇચ્છાઓ અને આનંદને પૂર્તી કરવામાં મદદ કરે છે. સંમતિને સંપૂર્ણ સંતોષ અને ખુશીને અનુભવવાનો માર્ગ છે. ભગવદ ગીતા કહે છે કે બધા માણસે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા અને અહંકાર આ ભાવનાથી જીત મેળવવી જોઈએ. આ ભાવનામાં આવીને કરેલ કોઈ કામ સંપૂર્ણ નથી થતું.

મોક્ષ: મોક્ષનું પ્રતીક હાથી છે. હાથી વધુમાં વધુ શક્તિ, સાર્થકતા, ધૈર્ય, સંતોષ, પ્રામાણિકતા, મેહનત, સહાનુભૂતિ અને શાંતિનો પ્રતીક છે. મોક્ષને સાધી ને આત્માને મુક્તિનો અનુભવ કરવામાં આવે છે. હાથીનું શાંતિપૂર્વક વર્તવું, જીવનમાં સત્ય અને સંતુષ્ટિનો માર્ગ સૂચવે છે, જે મોક્ષને પ્રાપ્ત કરવાનું માર્ગ હોઈ શકે છે. આત્માનું મુક્તિનો અનુભવ કરવામાં હાથીનું સ્વરૂપ પ્રતીક છે. આ જીવનમાં માણસો ઘણી જાતની ઇચ્છાઓ રાખે છે, કોઈ ઇચ્છા એક જ જીવનમાં પૂરી થાય છે અને કોઈ અધૂરી રહે છે. અને એને પૂરી કરવા એક આત્મા ફરીથી પૃથ્વી પર જન્મ લે છે. ભગવદ ગીતા કહે છે કે ઇચ્છા જ મૂળકારણ છે જે પૃથ્વી પર ફરીથી જન્મ લેવાનો. એવી ઇચ્છાઓ નો અનુસરણ કરતા આત્મા પૃથ્વી પર ફરીથી જન્મ લે છે.

આ દ્વાર માફીનો પણ છે, જેની સાથે આપણે ખોટું કર્યું છે, તેની પાસેથી માફી માંગી ને અને જેને આપણી સાથે ખોટું કર્યું છે, એને માફ કરી ને પણ મુક્તિ મેળવી શકો છો.

જ્યા સુધી આત્મા આ 4 દ્વારને સમજી નહિ શકે, ત્યા સુધી એને વારે વારે આ મૃત્યુ રૂપી શરીરમાં આવવું જ પડશે.

પરીક્ષા પૂરી થતાં એક આત્મા બધું જ જે અહી બનવેલું છે, મળેલુ છે, કે હાથે ઉભુ કરેલું છે એ છોડી ને જતી રહે છે. જે આજ સુધી એનું હતું હવે કોઈ બીજાનુ થશે અને આત્મા પોતાના કર્મના પરિણામ માટે જતી રહે છે. ત્યાં એના કર્મોનો હિસાબ થાય છે અને પોતાના કર્મના મુજબ જગ્યા મળે છે આત્મા પોતાના શરીરને ત્યાગી ને એક નવું શરીર ધારણ કરે છે

ફરીથી એ જ બધું રિપીટ થાય છે અને પોતાના કેટલાક જન્મોના કર્મના લીધે ફરીથી ક્યારેક સારી તો ક્યારેક ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યા સુધી આત્મા પરમાત્માની સાથે યોગ ને ન સમજી લે મુક્તિનો માર્ગ ના મેળવી શકે.

જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગની માર્ગે આત્મા મુક્તિની પ્રાપ્તિ કરી શકે છે. આત્માની મુક્તિ માટે આત્મા અને પરમાત્મા નો સંબંધ વધુમાં વધુ મજબૂત બનાવવો જરૂરી છે.

ભગવદ ગીતા સમજાવે છે કે માણસ પોતાના શરીર, દિલ, અને મનના માધ્યમથી ભગવાન ને મેળવી શકે છે.

શરીર દ્વારા કરેલા કામોથી ભગવાન ને મેળવવાને "કર્મ યોગ" કહેવામાં આવે છે. એવા કામો જે ભગવાનની ઇચ્છાથી થાય છે અને બીજાના કલ્યાણ માટે થાય. વાલ્મીકિ એ રામાયણ લખી ને, શ્રવણ એ માતા-પિતાની સેવા કરી ને પોતાનું જીવનનું બલિદાન આપ્યું અને ભગવાન ને મેળવ્યા.

દિમાગથી ભગવાનને મેળવવાને "રાજયોગ" કહે છે. રાજયોગ એક માર્ગ છે જે વ્યક્તિને ભગવાનની સાથે સંબંધ સ્થાપવામાં મદદ કરે છે. શાંતિથી મનને નિયંત્રિત કરવું રાજયોગનું મુખ્ય ઉદ્દેશ છે. રાજયોગના માધ્યમથી માણસ આત્માનો પરમાત્મા સાથે સંબંધ સ્થાપી અને શાંતિ, સાંત્વના, અને મુક્તિને પ્રાપ્ત કરી શકે છે.

ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે કોઈ માણસને અગર ધર્મ, કર્મ, અને યોગની સમજ ન હોય પણ જો એ પુરા મન થી મને પુકારે છે, તો હું એના બધા કામ માફ કરું છું. પરમાત્માને આ રીતે દિલ થી યાદ કરવાને ભક્તિ યોગ કહે છે. ક્યારેક આત્મા પોતાના મૂળકારણ ને ભૂલીને પાપના રસ્તે ચઢી જાય તો એને ઠીક કરવા માટે ભગવાન ખુદ કોઈ નો કોઈ રૂપમાં અવતાર ધારણ કરે છે.

 

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

 

આભાર...

જય શ્રી કૃષ્ણ