Nani pan Chotdar - 6 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | નાની પણ ચોટદાર - 6

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

નાની પણ ચોટદાર - 6

નાની પણ ચોટદાર, શાંતિ થી વાંચો તો જીવન માં જોરદાર ફરક આવે, જીવન શાંતિમય બની જાય...
1246.
*માર્ગદર્શન સાચું હોઈ તો દિવાનું અજવાળું સૂર્યપ્રકાશ નું કામ આપે છે.*

*સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિ ની કરો,*
*જે તમારી બધી વાતો સમાવી લે..*

*ખાબોચિયા જેવા વ્યક્તિ ની સંગત કરશો તો સમય આવતા જ છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે…*

1247.
*સુંદર શબ્દો નુ સર્જન અવશ્ય કોઈ ના હ્રદય ને સ્પર્શી શકે , પરંતુ નિખાલસ હ્રદય નું સર્જન કોઈ ના હ્રદય મા અનંત સુધી જીવંત રહે છે..*

*ગુલાબનું ફુલ કઈ શીખ આપે છે*
*તમે ઉગશો એટલે લોકો*
*તોડવા જ ઊભા છે...*
*તમારામાં ખૂબી હોવી જોઈએ*
*કે તોડ્યા પછી પણ એના*
*હાથો માં કેમ મહેકવું...*
1248.

*_હોશીયાર અને સમજદાર માં ઘણો ફરક છે..._*

.*હોશિયાર રસ્તા પરના કાટાંથી બચીને નિકળી જાય,*

*જ્યારે...*
*સમજદાર રસ્તા પરના કાટાં વીણી લે.*

.*મજબુત મન પોતાની જાત સાથે સખત હોય છે; *

*નબળું મન બીજાઓ માટે સખત હોય છે.*

1249.

*ખુદ ને શિક્ષીત સમજીને ભગવાનને ભૂલવાની ભૂલ ન કરવી કેમ કે કાળ કર્મ જોઈ ને આવે છે ડિગ્રી જોઈને નહી.*

*હોય છતાં નથી આપવું એ "માણસ"*
*નથી છતાં આપી દેવુ એ "માણસાઈ"*

*કોઇ પણ સંબંધ નો મુખ્ય આધાર વાત ચીત હોય છે *
*જ્યારે વાત ચીત ઓછી થવા લાગે ,*
*બંધ થવા લાગે ,*
*ત્યારે એ સંબંધ ધીમે ધીમે તૂટવા લાગે છે *
1250.

*ઓછી સુખસુવિધામાં પણ સંતુષ્ટ રહેનારી વ્યક્તિ જ જીવનમાં સૌથી વધુ આનંદિત રહી શકે છે.*

*ખોરડું ભલે નાનું હોય *
*પરંતુ *
*જેનો આશરો આભ જેવો હોય તેના મહેમાન બનવું *

1251.

*બધા જ શબ્દોના અર્થ મળી શકે પણ જીવન નો અર્થ *
*જીવન જીવીને અને સંબંધ નો અર્થ*
*સંબંધ નિભાવીને જ મળે છે..*

*આપણા કરેલા કામોથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ,,,*
*બાકી દુનિયા તો ક્યાં કોઈની થઈ છે*
*અને ક્યાં કોઈની થવાની છે*
1252.
*કડવું સત્ય*____________

*બહારથી જે દેખાય એ તો એક ઝલક હોય છે ,*
*અંદરથી તો દરેક માણસ અલગ હોય છે .*

*આ એવી દુનિયા છે*
*જયાં સુંદર ચહેરા માટે સાફ દિલના લોકોને છોડી દેવામાં આવે છે..*

*વર્ષો સુધી જતનથી સાચવેલા સંબંધોને,ક્ષણીક માં વેરવિખેર કરી નાખતું વાવાઝોડું એટલે,*
*"ગુસ્સો"*

1253.
*દરેક સારા વિચાર એક પ્રકારની મૌન પ્રાર્થના જ છે,*
*કે જે આપણા જીવનને બદલી શકે છે*

*શબ્દ પર થી માણસ ની કિંમત* *ક્યારે પણ ન કરી શકાય.*
*લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે*
*પણ,*
*બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો......*
*લાંબા સમયે જ અનુભવ થાય છે*
1254.

*અરીસા માં મુખ*
*અને*
*જીવનમાં સુખ*
*હોતું નથી પણ દેખાય છે.!*
*સત્ય છે પણ સમજવામાં વાર લાગે...*

*ઘણા એવા ગરીબ પણ જોયા છે ....*
*જેની પાસે રૂપિયા સિવાય બીજું કંઈ નથી...*

*આપણે એક અલગ વ્યક્તિ છીએ*
*આવી માન્યતા પણ દુનિયામાં તમામ પિડા કે દુખનું મૂળ કારણ છે*
*લોકો થી અલગ બનો ખરા પણ,*
*અલગ પડો નહી*
1255.

*દરેક વખતે ઈશ્વર નું ધાર્યું જ થાય છે,*
*પણ માત્ર દુઃખ વખતે જ આ વાત સમજાય છે.... *

*દુઃખ તો દરિયા જેવું છે*
*તે પહેલાં અંદર ડૂબાડે છે અને*
*પછી મૂલ્યવાન મોતી આપે છે..*
*કરતો હશે ઈશ્વર પણ એક ફરીયાદ,*
*મતલબ નિકળી ગયા પછી કોઈ નથી કરતું યાદ.*

1256.

*પરિવર્તનની પાંખો,*
*ધૈર્ય અને સંઘર્ષથી જન્મે છે.*

*જે આપણું નથી*
*એને ગુમાવાની બીક*
*જયારે સૌથી વધારે લાગે ને*
*ત્યારે,*
*સમજી લેવુ કે*
*એ સંબંધ *
*તમારા સ્વાર્થ નો નહીં *
*પણ અતૂટ સ્નેહ નો છે...*

*કોઈને બેસુમાર ચાહવું એટલે એની અપૂર્ણતાને પૂર્ણ રીતે સ્વીકારવી..*
*પછી બંધાતા સબંધનો શણગાર એટલે "સમજણ".....!!!!

1257.

*જિંદગી માં જો સાચો રસ્તો બતાવવા વાળો હોઈ તો એ છે...*

*અનુભવ...*

*નસીબમાં જો સારું લખ્યું હશે ને * *તો હાથની આડી અવળી રેખાઓ*
*પણ*
*સીધી દોર થઇ જશે !! *

*જીવનમાં આગળ વધવું હોય*
*તો થોડા બહેરા થઈ જાવ..*

*કેમકે મોટા ભાગનાં લોકોની વાતો*
*મનોબળ તોડવાવાળી હોય છે....*

આ બધું વાંચીને પ્રતિભાવ મુકો તો આ science ના સ્ટુડન્ટ ને સાહિત્ય બાજુ જવાની પ્રેણણાં મળતી રહે.
આશિષ શાહ
mail કરશોને : waterproofingindia@gmail.com