Bhedi Dungar - 2 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | ભેંદી ડુંગર - ભાગ 2

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

ભેંદી ડુંગર - ભાગ 2

આગળ ના ભાગ માં જોયું કે નિશા બધાને નકશા અને ચિઠ્ઠી વિશે જણાવે છે અને બધા આ ભેદ ઉકેલવાનો નિર્ણય કરે છે ..

અમિત :કૉલેજ માં હવે હોળી નું નાનું વેકેશન પડવાનું છે ,તો આપણે આ ભેદ ઉકેલવા માટે નકશા માં બતાવેલી જગ્યા શોધી ત્યાં જઈએ ..

રુચા :હા ,યાર હું તો આ ભેદ જાણવા માટે ખુબ જ એક્સાયટેડ છું ..

આમ બધા કોલજ નકશા ની જગ્યા એ જવા માટે તૈયાર થાય છે ...

નિશા :યાર ,પણ ઘરે મમ્મી ને હું શુ કહીશ ,મમ્મી ને આમ એકલું છોડીને જાવું મને નથી ગમતું .😟😟

રુચા :યાર ,તૂ ચિંતા ના કર ,તારી મમ્મી ને હું સમજાવી ,અને તે ક્યાં એકલી છે ,તારા ફોઈ છે જ ને ..

બધા પોત પોતના ઘરે કૉલેજ ના પ્રોગ્રામ માટે જાઈ એ છીએ તેમ કહી પરવાનગી મેળવી લે છે ..

હવે બધા નકશા માં બતાવેલી જગ્યા એ જવાની તૈયારી કરે છે ..બધા પોત પોતાની બેગ પેક કરે છે .થોડો સૂકો નાસ્તો ,કપડાં અને બીજી જરૂરી વસ્તુ ટોર્ચ ,હોકાય યંત્ર વગેરે સાથે લઈ લે છે ..બીજા દિવસે બધા નકશા માં બતાવેલી જગ્યા કે જે રાજસ્થાન ન ની નજીક આવેલી છે ત્યાં જવા માટે બધા સવારે ટ્રેન માં બેસી જાય છે ....ટ્રેન ની સફર નો આંનદ માણતા માણતા બધા રાજસ્થાન પોહચે છે ..

પછી અમિત પોતાની બેગ માંથી નકશો કાઢી તેને બરાબર જોવે છે અને નકશા માં જંગલ જોવે છે ....આજુ બાજુ એ જંગલ નું નામ પૂછી આ ટોળકી જંગલ માં જવા નીકળે છે ..

રુચા પોતાના ગુગલ મેપ પર થી જંગલનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરે છે ,બધા ત્યાંથી રીક્ષા માં બેસી જંગલ તરફ જવા નીકળે છે ...

અમિત જોવે છે કે હવે તે નકશા માં બતાવેલી જગ્યાએ જ જઈ રહ્યા છે ...જંગલ થી થોડે દૂર રીક્ષા માંથી ઉતરી ,બધા ચાલતા જંગલ તરફ ચાલવા માંડે છે ...
ત્યાંજ રીક્ષા વાળો બધાને ટોકે છે ..."સાહેબ તમે આ જંગલ ના ના જાવ તો સારુ ,મેં સાંભળ્યું છે કે આ જંગલ માં ભૂતો વાસ કરે છે .."

બધા રીક્ષા વાળા ની વાત સાંભળી ચોકી જાય છે અને રુચા અને નિશા ને તો પરસેવો વાળવા માંડે છે ,પણ અમિત રીક્ષા વાળા ને કહે છે કે "ભૂત બુત જેવું આજના સમય માં કઈ ના હોય ,ખાલી અમથો ડરાવીશ નઈ ,ભાઈ હવે તૂ તારા રસ્તે જતો રહે ..,"

રીક્ષા વાળો ત્યાંથી નીકળી જાય છે અને ચારેય જંગલ તરફ જવા નીકળે છે ...

રુચા :યાર મને તો બોજ ડર લાગે છે ,કયાંક રીક્ષા વાળા ની વાત સાચી તો નહિ હોય ને ..

આશિષ :કમોન રુચા યાર ,આજના સમય માં આ ભૂત જેવું કસું હોતું નથી ..

આમ વાતો કરતા કરતા બધા જંગલ માં પ્રવેશે છે ,જંગલ માં પ્રવેશ થાની સાથે જ બધાને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે ,અમિત નકશો કાઢી નકશા માં બતાવેલા રસ્તા પ્રમાણે ચાલવાનું કહે છે ...1 કલાક ચાલ્યા પછી જંગલ વધુ ગાઢ બનતું જાય છે ..

રુચા :યાર ભૂખ લાગી ,ચાલો કયાંક સારી જગ્યા શોધી લઈને નાસ્તો કરી લઈએ ...

આશિષ :હા ,યાર બોવજ ભૂખ લાગી છે ..

બધા એક નાની જગ્યા સાફ કરી નાસ્તો કરવા બેસે છે ,ત્યાંજ પવનો સુસવાટો આવે છે અને પાંદડા ઉડવા લાગે છે ,ધૂળ ની ડમરીઓ ઉડવા લાગે છે ...

નિશા :યાર અમિત જો ત્યાંથી કોઈ ગયું હોય તેવું લાગે છે ...
અમિત તે તરફ જોવે છે પણ ,ઊડતી ધૂળ માં તેને કંઈ દેખાતું નથી ,ત્યાંજ અમિત ને કોઈકે તેનો હાથ પકડી ખેંચતું હોય તેવું લાગે છે ...

અમિત :છોડ ,યાર રુચા કયા ખેંચે છે ..મને કઈ દેખાતું નથી ,
રુચા :હેય ,હું તને નથી ખેંચાતી ..હું તો રુચા જોડે ઉભી છું ...

ધીરે ધીરે વાતાવરણ શાંત બને છે ,ધૂળ ઊડતી બંધ થાય છે ,બધાને હવે એક બીજાના મોઢા દેખાય છે ..અમિત વિચારે છે કે મારો હાથ રુચા નહિ તો કોણે ખેંચ્યો હશે .???

બધા થોડું ચાલી એક જગ્યા પર ઝડપ થી નાસ્તો પતાવે છે અને થોડી વાર ત્યાં આરામ કરવાનું વિચારે છે ...બધા પોત પોતાની બેગ માથા નીચે રાખી આરામ કરે છે ,આટલું ચાલ્યા હોવાથી બધા પડતાની સાથેજ ઉંગી જાય છે ..

ત્યાં જ અમિત ને કોઈક પોતાનો હાથ ખેંચતું હોય તેવું લાગે છે ,તે ઉભો થઈ ને આજુ બાજુ જોવે છે તો ત્યાં કઈ હોતું નથી ..

ક્રમશ ......

(આગળ ના ભાગ :શુ ખરેખર કોઈ અમિત નો હાથ ખેંચતું હશે ,તે કોણ હશે ,રુચા ને જે દેખાયું હતું તે કોણ હતું ???)