Children's Learning and Friends, Relatives and Parents - Part 2 - (Final Part) in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 2 - (અંતિમ ભાગ)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બાળકોનું ભણતર અને મિત્રો, સગાંઓ તેમજ માતા પિતા - ભાગ 2 - (અંતિમ ભાગ)

 
લેખ:- વિદ્યાર્થીઓમાં વિદ્યાશાખાનું ચયન - ગાડરિયો પ્રવાહ, હાથવેંત મળતી તલસ્પર્શી માહિતી કે પછી માતા પિતાની મહેચ્છાપૂર્તિ?
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
 
બસ, આ ત્રણ દ્રશ્યો જ મારી વાત રજૂ કરવા માટે પૂરતાં છે. વાચકમિત્રો, તમે જ વિચારો કે આ ત્રણેય દ્રશ્યમાં કયું બાળક ભવિષ્યમાં ખૂબ જ સફળ થશે? કોને પોતાનાં ભણતર અને જીવનથી સંપૂર્ણ તૃપ્તિ હશે? કોઈ જ ફરિયાદ નહીં હોય? બરાબર, ચિરાગને. કેમ? કારણ કે એ જે ભણશે તે પોતાની મરજી પ્રમાણે, વડીલોની સહમતિથી ભણશે. કોઈ મિત્રને જોઈને કે ઘરનાં કોઈની ઈચ્છા પૂરી કરવા માટે નહીં ભણે! બાળકને જો નાનપણથી જ નાનાં નાનાં નિર્ણયો જાતે લેવા દેવામાં આવે તો એ બાળક મોટું થતાં સમજી જ જાય કે એ આગળ શું કરવા કે બનવા માંગે છે. એને કોઈનાં તરફથી જબરદસ્તી લદાયેલા નિર્ણયો પૂરાં કરવા પડતાં નથી.
 
મોટા ભાગના ઘરોમાં બાળકે એ જ ભણવું પડે છે જે એનાં માતા પિતા નક્કી કરે છે. દસમા ધોરણમાં બાળક આવે ત્યાં સુધીમાં તો તેઓ કરોડો વખત બાળકને આ બાબતે સલાહ આપી ચૂક્યાં હોય છે. ઉપરથી બાળકનાં કોઈ પણ પરીક્ષામાં એમનાં ધાર્યા કરતાં ઓછાં માર્કસ આવે એટલે બાળકને તો ઠીક એનાં શિક્ષકોને ય ખખડાવી નાંખે. શું કયારેય એમણે પોતે બાળકને ભણાવવા પ્રયત્ન કર્યો હોય છે? ના, એમને તો બસ એમ જ છે કે સ્કૂલ અને ટયુશનમાં ફી ભરીએ એટલે બાળક માતા પિતાએ ધારેલ પરિણામ લાવી જ દેશે. પછી ન આવે એટલે ધમપછાડા ચાલુ!!! બરાબર ને વાલીઓ? મારી સામું ન જોતાં. હું પણ એક દીકરીની માતા છું, પણ આજ સુધી મેં કે મારા પતિએ એને કહ્યું નથી કે એણે શું બનવું. એનો નિર્ણય એ જાતે જ લેશે. અને ખુશીથી કહી શકું છું કે હજુ તો માત્ર બાર વર્ષની જ છે એ છતાં પણ એનાં સપનાંની દિશામાં ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહી છે.
 
બાળકનું મન એ તો કોરી પાટી છે. એમાં જેવું દ્રશ્ય દોરવું હોય એવું દોરી શકાય. પણ જો બાળકને જાતે જ આ દ્રશ્ય દોરવા કહીએ તો બની શકે કે આપણે જે ધારીએ છીએ એનાં કરતાં અનેકગણું વધારે સારું ચિત્ર એ દોરી લે. એને મોબાઈલ આપો, વાંધો નથી. પરંતુ સાથે સાથે એ કેળવણી પણ આપો કે મોબાઈલમાં માત્ર મુવી, ગેમ્સ કે અન્ય ફાલતુ રીલ્સ જ નથી હોતી, એ તો જ્ઞાનનો અખૂટ ખજાનો છે! એને તમામ માહિતિ શરૂઆતથી અંત સુધી વાંચતાં શીખવાડો કે જેથી કરીને એની પાસે માત્ર ઉપરછલ્લી માહિતિ જ ન આવે અને એને કોઈ બાબત વિશે અધૂરું જ્ઞાન ન મળે. અધૂરી કેળવણી હંમેશા નુકસાન કરે છે.
 
બાળકે જો પોતાનાં અભ્યાસ અંગે કોઈ નિર્ણય લીધો છે તો એને તરત જ ના કહીને એને અપમાનજનક શબ્દો કહેવાને બદલે એને પાસે બેસાડી એણે શા માટે આ જ ભણવાનું નક્કી કર્યું છે અને આ પાછળ એનો ઉદ્દેશ્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરો. જો એમાં કંઈક વાંધાજનક લાગે તો જ એને ના કહો, નહીંતર એને એનાં નિર્ણયની દિશામાં આગળ વધવા દો. એ પોતાનાં નિર્ણયને સાચો સાબિત કરવા સાચા મનથી મહેનત કરશે અને ધાર્યું અથવા તો એનાથી પણ વધારે સારું પરિણામ લાવી બતાવશે.
 
એક બાળકની દ્રઢ સંકલ્પશક્તિ આગળ પોતાની મહેચ્છાઓનો ઢગલો કરી દેવાથી ચોક્ક્સ જ વિપરિત પરિણામ આવશે એવું કહું તો ખોટું નથી. ગયા વર્ષની જ એક ઘટના છે. બધી માહિતિ અને સ્થળ તો યાદ નથી માત્ર એનો સારાંશ યાદ છે. એમ. બી. બી. એસ.નાં અંતિમ વર્ષમાં ભણતી એક છોકરીએ અંતિમ વર્ષની શરૂઆતમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એ ભણવામાં નબળી ન્હોતી. હંમેશા વર્ગમાં પ્રથમ નંબર લાવતી હતી. પોલિસ તપાસ દરમિયાન એણે લખેલી સ્યુસાઇડ નોટ મળી. સૌ કોઈ ચોંકી ગયા એ વાંચીને. એણે ડૉક્ટર બનવું જ ન હતું. એની ઈચ્છા સી. એ. બનવાની હતી.પણ દસમા ધોરણમાં 92 ટકા આવ્યાં હોવાથી ઘરનાં લોકોએ એની પાસે બળજબરીથી સાયન્સમાં એડમિશન લેવડાવ્યું. છતાં એ છોકરી હિંમત હાર્યા વગર બાર સાયન્સની તૈયારી કરવા લાગી, આને જ પોતાની નિયતિ સમજીને! પરંતુ મેડિકલમાં સખત મહેનત કરવાની, અને છતાંય ધાર્યું પરિણામ ન આવે, ઉપરાંત નજર સામે સતત પોતાનાં સી. એ. બનવાનાં સપનાં દેખાય અને આવા જ ડિપ્રેશનમાં આવી જઈને માતા પિતાની ઈચ્છાનાં ભાર હેઠળ એ છોકરી પોતાને આચવિ ન શકી અને એણે આ પગલું ભરી લીધું. એનાં માતા પિતાને ભારોભાર પસ્તાવો થયો. શું કામનો? હવે એ દીકરી તો હતી નહીં!
 
આ ઘટનાની ચર્ચા કરવાનો હેતુ એ નથી કે બાળકથી ગભરાઈને જીવો, આ એટલાં માટે કરી કે જો તમને વાલી તરીકે ખબર જ છે કે અમારું બાળક આટલું હોંશિયાર છે અને એને કઈ દિશામાં આગળ વધવું છે, તો એને પોતાની મહેચ્છાપૂર્તિનું માધ્યમ ન બનાવો.
 
આશા રાખું કે સૌ મારી વાત સાથે સહમત થશો.
 
વાંચવા બદલ આભાર.
 
શ્રીમતી સ્નેહલ રાજન જાની.