Andhari Raatna Ochhaya - 58 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮)

ગતાંકથી....
દિવાકર ઊઠી ને ઊભો થયો ને બાલ્કની માં ગયો. સર્વત્ર શાંતિનો સન્નાટો છવાઈ ગયો હતો - ન વરસાદ વરસતો હતો,ન સૂસવાટ વા'તા હતા,ના વીજળી ચમકતી હતી. બસ જે કંઈ વંટોળ હતું તે દિવાકરના મન અને મગજ પર એક સાથે ત્રાટકી રહ્યું હતું.

હવે આગળ....

બાલ્કનીમાં આંટા મારતા મારતા દિવાકર બનેલી ઘટનાઓને મનોમન યાદ કરતો હતો. ત્યાં અચાનક જ તેને જુલીના હાથમાંથી મળેલી ચબરખી યાદ આવી એ ફટાફટ અંદર જઈ તેના શર્ટ ના પોકેટ માંથી એ ચબરખી કાઢે છે. એકદમ બારીકાઈથી એ ચબરખી માં જોતા કોઈ નકશો હોય તેવું લાગે છે. દિવાકર નું મગજ દોડવા લાગે છે. અનેક પ્રકારના અનુમાન લગાડે છે પણ એને આ નકશો સમજમાં આવતો નથી.અંતે થાકીને એ પથારીમાં પડે છે.
થાકી હારી ને તે સુઈ જાય છે.

સવારનો સુર્ય પ્રકાશ ને અજવાશ ની નવી આશાઓ સાથે ઉગે છે .એના કિરણો નો પ્રકાશ દિવાકર ના બેડરૂમ માં પ્રવેશી તેને ઝંઝોળી ને જગાડે છે. દિવાકર ની આંખ ખુલે છે પરંતુ મન અને મગજ ઉપર હજુ થાક એમ નમ વર્તાઈ રહ્યો હોય છે. મને કમને દિવાકર ઉઠી અને નિત્યક્રમ પતાવીને તૈયાર થાય છે.. રામલાલ ઘણા દિવસે આજે સાહેબ ઘરે આવવાથી તેમનો પસંદગી દાળ નાસ્તો બનાવી અને પીરસે છે પરંતુ દિવાકારનું કોઈ જ વસ્તુમાં મન લાગી રહ્યું હતું નથી. નાસ્તો કરી અને તે તરત જ ઘરની બહાર નીકળે છે આમતેમ આંટા મારી તે પ્રશાંતને મળવાનું વિચારે છે. પ્રશાંત પાસેથી કદાચ કોઈ માહિતી મળે અને તે આ કેસમાં આગળ વધી શકે એ માટે એ પ્રસંગને મળવા માટે તેમના ઘરે જવા નીકળે છે ત્યાં જ રસ્તામાં મોનિકા નું ઘર આવતું હોવાથી તેમને ડેન્સીને પોતાની સાથે લઈ જવાનું પણ મન થાય છે. એટલે તે બસ દ્વારા મોનિકાના ઘરે પહોંચે છે. ડેન્સી પણ નાસ્તો કરી તૈયાર જ હતી.
દિવાકરે મંદ હાસ્ય સાથે કહ્યું : "તો શું આસિસ્ટન્ટ બનવા માટેનો વિચાર બદલ્યો તો નથી ને ? મેડમ, હવે સુરજ તપવા લાગ્યો છે કામે લાગીશું ?
"હા,હા, ચોક્કસ."
ડેન્સીએ સ્માઈલ સાથે મોનિકાની વિદાય લીધી.

દિવાકર અને ડેન્સી સૌથી પહેલા આ કેસની ચર્ચા માટે દરિયા કિનારે નિરાંતે બેસીને વિચારવાનું નક્કી કર્યું.ટેક્સી કરી બન્ને જણા દરિયા કિનારે પહોંચ્યા.દિવાકરને ઘણા દિવસે આટલો નિરાંતનો સમય મળ્યો હતો છતાં તેનું મન અંશાત હતું જ્યાં સુધી તે ડૉ.મિશ્રાને પકડી નહીં લે તેને ક્યાંય ચેન પડવાનું ન હતું.
ડેન્સી દરિયા કિનારા તરફ જોઈને કંઈક બોલી રહી હતી પરંતુ દિવાકરનું એ તરફ જરા પણ જ ધ્યાન ન હતું . ડેન્સી પણ પોતાની વાત અધૂરી મૂકી અને મૌન બનીને દિવાકરની સાથે ચાલવા લાગી.
ડેન્સી અને દિવાકર દરિયા કિનારે બેસી આ કેસ અંગેની ચર્ચા કરતા હતા. દીવા કર એકદમ ગંભીર બની ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો અચાનક જ ડેન્સી એ જુલીએ આપેલ એક નાનકડી ડાયરી જેવી ચબરખી દિવાકરના હાથમાં મૂકી એ ખોલતા જ દિવાકરે જોયું કે તેમાં અનેક પ્રકારના નકશાઓ દોરેલા હતા. આ સિવાય જુલીના અંત સમયે તેના હાથમાંથી મળેલ નકશો પણ દિવાકરે પોતાના ખિસ્સામાંથી કાઢીને જોયો. દરેક નકશાઓ વિચિત્ર રીતે દોરેલા હતા અને તેમાં કોઈ જ સમજ પડે તેવું લખાણ હતું નહીં.
દિવાકરે એ ચબરખીના નકશાને ડાયરીના નકશા સાથે સરખાવી ધ્યાનપૂર્વક બીજા નકશા સમજવાનો પ્રયત્ન કરતો હતો.દરેક નકશો એકબીજા થી અલગ હતો. અનેક પ્રયત્નો છતાં તેમને આ અંગે કંઈ જ સમજ પડતી નથી.
નકશા ઉકેલવામાં ગળા ડૂબ થયેલ દિવાકરને છોડી ડેન્સી થોડે દૂર જઈ રેતી પર આ સ્થળનો નકશો દોરવા લાગી. દૂર રહેલ દરીયા નો વિશાળ જળ સ્ત્રોત ને પહેલે પાર રહેલ અવાવૃહ જંગલ જાડી જાખરા અને ટ્રાએંગલ આકારમાં વિસ્તરેલો આ ખાડી જેવો વિસ્તાર બધું જ તે ખૂબ જ બારીકાઈથી દોરી રહી હતી અચાનક જ મગ્ન બનેલ દિવાકરનું ધ્યાન એ તરફ જતા તે ઉભો થયો ને ત્યાં જઈને જોવા લાગ્યો .
ડેન્સી એ દોરેલા નકશા ને જોતા જ તેના મગજમાં ચમકારો થયો. આ નકશો તો એની ડાયરીના એક નકશા ને મળતો આવતો હોય તેવું તેને લાગ્યું તેને ડાયરીના પાના ઉથલાવી અને જોયું તો આબેહૂબ એ જ નકશો ડાયરીમાં દોરેલો હતો. દિવાકર ઝડપથી થોડો આગળ જાય અને પેલે પાર આવેલ અવાવરું ટાપુને નિહાળી રહ્યો અને તેમના મન અને મગજમાં પેલે પાર કંઇક અજુગતું હોવાનો અહેસાસ થવા લાગ્યો.

માયાવી સામુદ્રધુનીથી થોડે દૂર આવેલા પીનાક બેટ કે જે 'માણસખાઉં ખાડી 'ના નામે ઓળખાય છે એ જ આ સ્થળ જણાતું હતું.આ એક નિજૅન ટાપુ હતો.પીનાક ટાપુ ની આસપાસ પણ કોઈ માણસ ફરકતું ન હતું

દિવાકર અને ડેન્સી દરિયા કિનારે ચાલતા ચાલતા એ પિનાક ટાપુ પાસે ના દરિયા કિનારા તરફ ચાલવા લાગ્યા.થોડે દુરથી જ એણે એક હોડી ને એ ટાપુ પર જતી દેખાય.દિવાકર હવે ત્યાં જવા અધીરો બન્યો તે ઉતાવળે પગલે એ તરફ ચાલવા લાગ્યો.

દિવાકરે ડેન્સીને કહ્યું કોઈ હોડી મળે તો આપણે સામે પાર જઈને તપાસ કરવી જોઈએ.પરંતુ ડેન્સી આ બાબતમાં ઉતાવળા ન થવા દિવાકરને સમજાવે છે.
"આપણે હવે બધું જ પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ .એક તો તે ખાડીના સામે કાંઠે આવેલું છે તેમજ આપણે ત્યાં શું આને કેવી રીતની પરિસ્થિતિ છે એ અંગે કોઈ જ માહિતી નથી.હાથે કરીને સાપના મોંમાં આંગળા નાખી ને આ ચાન્સ જવા ન દેવો જોઈએ."
દિવાકર : "તારી વાત બરાબર છે, આપણે એકદમ ધીરજ અને સાવચેતી પૂર્વક આ કામ કરવું પડશે"

ડેન્સી : "હા , શત્રુ ને જાણ પણ ન થાય એ રીતે તેના કિલ્લામાં ઘૂસવાની છે ને જ વખતે તે બચીને જવો જ ન જોઈએ. "
સુરજ તપી રહ્યો હતો .ભુખ પણ લાગી હતી એટલે હવે આગળ ન જતા પરત ફરવાનું જ બહેતર રહેશે એ નક્કી થયું.

દિવાકર અને ડેન્સી ટેક્સી કરી એક હોટેલમાં જમવા જાય છે.જમીને પછી દિવાકરે કહ્યું : "હવે આગળ શું કરવું એ માટે આપણે પ્લાનિંગ કરીને કાલથી કામ શરૂ કરીશું "
ડેન્સી એ હકાર માં માથુ હલાવ્યું.

અંતે બંને કાલે આગળ ની તૈયારી અને પ્લાનિંગ સાથે શું કરું? તે નક્કી કરી અને ત્યાં જવું એવો નિર્ણય કરે છે ઘર તરફ પ્રયાણ કરતી વખતે ડેન્સીની મૂંઝવણ હતી કે હવે પોતે ક્યાં જવું મોનિકાના ઘરે ક્યાં સુધી રહેવું પણ પરંતુ ડેન્સીની આમન મૂંઝવણ દીવાકર સમજી જાય છે અને તે કંઈ જ કહ્યા વગર તેને પોતાના ઘરે લઈને જાય છે ડેન્સી થોડી મૂંઝવણ સાથે સંકોચ અનુભવે છે ત્યારે દીવા કર તેમને કહે છે જ્યાં સુધી કેસ સોલ્વ ન થાય ત્યાં સુધી તે અહીં રહી શકે છે. દિવાકર અને દિવસે દીવા કરના ઘરમાં પ્રવેશે છે રામલાલ ને દિવાકર ડેન્સીને રૂમ બતાવવા કહે છે. રામલાલ ડેન્સીને મહેમાનો ના રૂમ તરફ લઈ જાય છે.અને તેની સારી એવી સરભરા કરે છે.

દિવાકર પણ આરામ કરવા માટે પોતાના રૂમમાં જાય છે.

આગળ હવે બન્ને મળી ને શું પ્લાન બનાવશે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ......